Tuesday, January 30, 2024

Two Mysterious Cadavers

Translation

Two Mysterious Cadavers

Chapter -1, Kartavya by Ishvar Prajapati
Translated into English by Pallavi Gupta 



        It was 23rd November of 2021. Two mysterious dead bodies of a woman and a child were found on the banks of a lake on the outskirts of a marginal village in Aravalli district. The villagers were shocked by the unprecedented incident in the village. They informed the police about the incident. The district police rushed to the spot immediately. There was commotion in the entire district. News in regards with the same made headlines in local newspapers the next day.

        The dead woman found was in her 40s and the child was about 12. They didn't belong to any nearby village. Their faces were unfamiliar and seemed to belong to some other area. So, how did these two corpses come here? The case started being widely discussed in the entire district. A dreadful atmosphere prevailed in the village. Superintendent of Police, Aravalli Sanjay Kharat was a promising officer. Having realised the severity of this double murder case, he immediately put wheels in motion to solve it. It was a challenging case for the district police as well. The district police started the investigation.

         Initial speculation suggested that they both were strangled to death and the bodies had been dumped in the hinterland to destroy the evidences.

        It was getting troublesome for the police to solve the case with no leads. Modasa LCB visited the incident site. No evidence was found at the scene, but a search of the surrounding area revealed a bag full of clothes nearby. The bag contained clothes of a woman and a child. Among the clothes, there was a new blouse with a name of a village along with 'Kaminiben' written on it. It was clear from the clothes that this bag belonged to the deceased. That was all the clue the police got. It was not easy to track down the killer based on just the name on the blouse, but the police handled the task patiently and tactfully.

              Based on the names written on the blouse, the police started to search for that particular village. Finally, they found it. It was a small village in Tapi district at Southern Gujarat. The police made their way there. Talking to the villagers they came to know it was Vinod’s family. The woman's name was Kamini and the child's name was Aakash. Vinod was deeply staggered when the police broke the news about his wife and child's bloodshed.

           The murder puzzle was getting more complicated. There was no rift between Vinod and his wife, but technical surveillance and confidants got information that his wife, Kamini was having an affair with a person named Mukesh from a village near Junagadh. Kamini had left for Junagadh with her 12-year-old son forever to live with her lover, Mukesh. She had also taken away a sum of Rs. 3,00,000/- from her husband's savings with her. She had left her happy family to start a new life of her dreams with her lover Mukesh. None had the idea about her leaving home. To know what had happened, it was necessary to contact Mukesh.

           This led to Junagadh. The Aravalli police set all the balls rolling to nab Mukesh. An information was received about Mukesh staying in Rajkot. The police reached there. Mukesh was on the verge of escaping from Rajkot to somewhere else. But due to the prudence of the police, he was arrested from Rajkot bus stand. The police brought him to Modasa and started interrogation. He confessed murdering Kamini and her son Akash during the interrogation.

           It was discovered through the interrogation that during those days a dam’s constructional work was going on near Junagadh. Meanwhile, Kamini had come to live with her husband at the damsite. They lived there for 18 months. Mukesh was over 45 years of age, and was still unmarried. He used to operate a three-wheeler taxi there. She used to frequently ride his taxi. That’s when Kamini and Mukesh fell in love with each other and started their love affair. They were meeting constantly for almost a year and had crossed all the limits.

           After completion of work at the damsite, she returned to her native village at South Gujarat with her family. However, Mukesh and Kamini had continued to remain in contact with each other through phone and chatted for hours. She used to call him frequently to meet. They both were enjoying intimacy. That continued about a year. Later on, she had started to dream of living with Mukesh forever.

           She began to plead him to live together with her son, but he never wanted to because she was just an instrument to satisfy his physical and sexual needs. Gradually, he started to feel about her and his son like a bone struck in his throat.

          He wanted to get rid of her, but she was not ready to leave him at any cost. He was very traumatized by her stubbornness of staying together that he wanted to eliminate Kamini and Aakash and clear his way forever. Finally, Mukesh along with his friend Raju conspired to eliminate Kamini and her son. Raju supported him throughout the whole plan. The conspiracy was devised with such an intelligence that nobody could ever suspect it to be an assassination. Kamini left home with Akash along with three lac rupees from her husband’s savings. As per telephonic conversation Mukesh and his friend Raju were waiting for them at Surat bus-station. She reached Surat with her son.

         Mukesh, Kamini, Aakash and Raju reached Dakor by bus from Surat instead of going to Junagadh with expectations of starting a new life. Kamini had a question in her mind that why Mukesh instead of going to Junagadh brought them there. Mukesh explained to them that some relatives of his friend, Raju dwelled in the fields over there. He added that they would stay in the fields along with them, so no one could ever find them. On hearing that she became very happy and excited. After arriving there, she started walking hurriedly.

          After consuming a lot of alcohol, both the friends started advanced towards the outskirts of the village. Seeing the desolate place, the devil in Mukesh aroused. He had brought a rope along with him. According to the plan both of the friends strangled Kamini and her son with the rope cold bloodedly. Kamini and Aakash shrieked, convulsed and finally both stopped breathing.

        In that deserted and remote area, there was no one to hear the shrieks of the mother and her child. Kamini, who had left her family and home for her lover, was at last deceived by the same lover. Mukesh and Raju after killing both of them threw their corpses in the bushes. Mukesh took away the three lac rupees she had brought with her and threw away the cloth bag there. No matter how clever a killer may be, they always leave evidences behind. The cloth bag thrown away by Mukesh turned out to be an essential lead to throw both the killers behind the bars.

        Both the culprits were arrested and locked up. Three lac rupees stolen from her bag was recovered too. The police showed their excellency in solving the complicated case in a short period of time. Police Inspector C. P. Vaghela, Lady PSI M. D. Gadhvi and their team performed their best to solve the case. The District Police Chief attributed the success to the team.

        Sanjay Kharat says, “The definition of love has changed in today’s era. Physical attraction is named as love and when it wears off, the relationship concludes with a tragic end like that of Kamini. Anyone who has lost his way in life needs to take lesson from her life.”

       Mukesh and Raju are languishing in jail.
-----------------------------------------

©️Translated Gujarati to English by Pallavi Gupta 🌷

Sunday, January 28, 2024

સન્ડે સ્પેશિયલ

         ભારત સરકારે મરણોત્તર ભારતરત્ન તરીકેનું જેમનું  નામ જાહેર કર્યું એ કર્પુરી ઠાકુર  

 બે - બે વાર બિહારના મુખ્યમંત્રી રહ્યા હોવા છતાં તેઓ   પાસે પોતાનું ઠીકઠાક ઘર પણ નહતું. 

રાજકીય જબરજસ્ત ઉથલપાથલને કારણે  આજકાલ બિહાર રાજ્ય ચર્ચામાં છે. તો બીજી બાજુ પ્રમાણિકતા અને કટ્ટર ઈમાનદારીથી બે- બે વાર બિહારના મુખ્યમંત્રી પદ શોભાવનાર જનનાયક કર્પૂરી ઠાકુરજીને તેમની ૧૦૦ મી જન્મ જયંતી પર  મરણોત્તર ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની  ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી.. કોણ હતા કર્પૂરી ઠાકુરજી ?  તેઓની પ્રમાણિકતા અને ઈમાનદારીના કિસ્સા આજની પેઢીને કદાચ માન્યામાં પણ ન આવે. 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કર્પૂરીજીની સાદગી  અને પ્રમાણિકતાના કેટલાક પ્રસંગો તેમના બ્લોગ પર આલેખ્યા છે. તેઓ લખે છે.  બિહારમાં તેમના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન આવી જ એક ઘટના બની હતી. પછી રાજ્યના નેતાઓ માટે વસાહત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ તેઓએ પોતાના માટે કોઈ જમીન લીધી નહીં. જ્યારે પણ તેમને પૂછવામાં આવતું કે તમે જમીન કેમ નથી લેતા, ત્યારે તેઓ નમ્રતાથી હાથ જોડી દેતા હતા. 1988માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ઘણા નેતાઓ તેમના ગામમાં શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. કર્પૂરીજીના ઘરની હાલત જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેઓ વિચારતા હતા કે આટલા મોટા હોદ્દા પર બિરાજમાન વ્યક્તિનું આટલું સાદું ઘર કેવી રીતે હોઈ શકે.

બ્લોગ આગળ લખે છે કે  કર્પૂરી બાબુની સાદગીની બીજી લોકપ્રિય વાર્તા 1977ની છે જ્યારે તેઓ બિહારના CM બન્યા હતા. તે સમયે કેન્દ્ર અને બિહારમાં જનતાની સરકાર હતી. તે સમયે પટનામાં જનતા પાર્ટીના નેતા લોકનાયક જયપ્રકાશ નારાયણ એટલે કે જેપીના જન્મદિવસ માટે ઘણા નેતાઓ એકઠા થયા હતા. તેમાં સામેલ મુખ્યમંત્રી કર્પુરી બાબુનો કુર્તો ફાટી ગયો હતો. આવી સ્થિતિમાં, ચંદ્રશેખરજીએ તેમની અનોખી શૈલીમાં લોકોને કેટલાક પૈસા દાન કરવાની અપીલ કરી, જેથી કર્પૂરીજી નવો કુર્તો ખરીદી શકે. પણ કર્પૂરી જી તો કર્પૂરી જી હતા. તેમણે આમાં પણ એક દાખલો બેસાડ્યો. તેમણે પૈસા સ્વીકાર્યા પરંતુ તેને મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી દીધા.

   પ્રમાણિકતાના પર્યાય સમા કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતૌજિયા ગામમાં થયો હતો. કર્પૂરી ઠાકુરને બિહારના રાજકારણમાં સામાજિક ન્યાયની જ્યોત પ્રજ્વલિત કરનાર નેતા માનવામાં આવે છે. કર્પૂરી ઠાકુરનો જન્મ  24 જાન્યુઆરી, 1924ના રોજ એક સામાન્ય વાળંદ પરિવારમાં થયો હતો.

 પટનામાં વર્ષ 1940માં મેટ્રિક પરીક્ષા પાસ કરીને તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડ્યા હતા. તેમણે આચાર્ય નરેન્દ્ર દેવના પગલે ચાલવાનું પસંદ કર્યું. એ પછી તેમણે સમાજવાદનો રસ્તો પસંદ કર્યો અને વર્ષ 1942માં અસહકાર આંદોલનમાં ભાગ લીધો. આ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. વર્ષ 1945માં તેઓ જેલમાંથી બહાર આવ્યા અને સમાજવાદી આંદોલનનો એક ચહેરો બની ગયા. તેમનો હેતુ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી અપાવવાની સાથે સાથે સમાજમાં ફેલાયેલા જાતિવાદને દૂર કરવાનો પણ હતો, જેથી સમાજના વંચિતો, દલિતો અને પછાત સમાજના લોકોને એક સન્માનપૂર્વકની જિંદગી જીવવાનો હક મળે.

કર્પૂરી ઠાકુર 1952માં તાજપુર વિધાનસભા ક્ષેત્રથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેઓ ‘જનનાયક’ના નામથી લોકોમાં જાણીતા બન્યા હતા. 1967ની બિહારની ચૂંટણીમાં તેમણે સંયુક્ત સોશ્યાલિસ્ટ પાર્ટીમાંથી ચૂંટણી જીતીને પહેલીવાર બિહારમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવી હતી.

એ સમયે મહામાયા પ્રસાદ સિંહા મુખ્યપ્રધાન બન્યા હતા અને કર્પૂરી ઠાકુર નાયબ મુખ્યપ્રધાન બન્યા હતા. તેમને શિક્ષણખાતું સોંપવામાં આવ્યું હતું જેમાં તેઓ ઘણા સુધારાત્મક પરિવર્તનો લાવ્યા. થોડા વર્ષો બાદ તેઓ બિહારના મુખ્યપ્રધાન પણ બન્યા હતા. 6 મહિનાના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ખેડૂતો માટેના ઘણા હિતકારી નિર્ણયો લીધા હતા. તેમણે ઉર્દૂભાષાને રાજ્યભાષાનો દરજ્જો આપ્યો હતો.

પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે પછાત વર્ગને 27 ટકા અનામત અપાવી હતી. લોકનાયક જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયા તેમના રાજકીય ગુરૂ હતા.

એવું કહેવાય છે કે તેમણે જીવનભર કોંગ્રેસ વિરોધી રાજનીતિ ચલાવી અને પોતાનું રાજકીય સ્થાન હાંસલ કર્યું. ઈમરજન્સી દરમિયાન પણ તમામ પ્રયાસો છતાં ઈન્દિરા ગાંધી તેમની ધરપકડ કરી શક્યા ન હતા.

કર્પૂરી ઠાકુર 1970માં પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. 22 ડિસેમ્બર 1970 ના રોજ, તેમણે પ્રથમ વખત રાજ્યની કમાન સંભાળી. તેમનો પ્રથમ કાર્યકાળ માત્ર 163 દિવસ ચાલ્યો હતો. 1977ની જનતા લહેરમાં જનતા પાર્ટીને જોરદાર જીત મળી ત્યારે પણ કર્પૂરી ઠાકુર બીજી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. તેઓ પોતાનો કાર્યકાળ પણ પૂરો કરી શક્યા નથી. ત્યારબાદ પણ તેમના બે વર્ષથી ઓછા કાર્યકાળ દરમિયાન તેમણે સમાજના દલિત લોકોના હિત માટે કામ કર્યું હતું.

બિહારમાં મેટ્રિક સુધી શિક્ષણ મફત કર્યું. સાથે જ રાજ્યના તમામ વિભાગોમાં હિન્દીમાં કામ કરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગરીબો, પછાત અને અત્યંત પછાત લોકોના પક્ષમાં એવા ઘણા કામો કર્યા, જેનાથી બિહારની રાજનીતિમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ પછી, કર્પૂરી ઠાકુરની રાજકીય તાકતમાં જબરદસ્ત વધારો થયો અને તેઓ બિહારની રાજનીતિમાં સમાજવાદનો મોટો ચહેરો બની ગયા.

કર્પૂરી ઠાકુર વિશે એક લોકપ્રિય કિસ્સો એ છે કે જ્યારે તેઓ વર્ષ 1952માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ત્યારે તેમની પસંદગી ઑસ્ટ્રિયાના સત્તાવાર પ્રતિનિધિમંડળ માટે કરવામાં આવી હતી. તે સમયે કર્પૂરી ઠાકુર પાસે કોટ નહોતો. ઓસ્ટ્રિયા જવા માટે તેણે એક મિત્ર પાસેથી ફાટેલો કોટ ઉધાર લીધો. જ્યારે યુગોસ્લાવિયન રાષ્ટ્રપતિ જોસિપ ટીટોએ તેના ફાટેલા કોટ પર ધ્યાન આપ્યું, ત્યારે તેણે કર્પુરી ઠાકુરને નવો કોટ ભેટમાં આપ્યો.

એક ઘટના એ સમયની છે કે જ્યારે તેઓ મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના ગામના કેટલાક શક્તિશાળી સામંતોએ તેમના પિતાને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમાચાર ફેલાતાં જ જિલ્લા મૅજિસ્ટ્રેટ પગલાં લેવા ગામમાં પહોંચ્યા, પરંતુ કર્પૂરી ઠાકુરે જિલ્લા મૅજિસ્ટ્રેટને પગલાં લેતા અટકાવ્યા. તેમણે કહ્યું કે દરેક ગામમાં દલિત અને પછાત લોકોનું અપમાન થઈ રહ્યું છે.

 

17 ફેબ્રુઆરી, 1988ના રોજ તેમનું અવસાન થયું.

 -ઈશ્વર પ્રજાપતિ 




Sunday, January 21, 2024

સન્ડે સ્પેશિયલ

 સતયુગથી માંડી સાંપ્રત સમય સુધીની  અયોધ્યા નગરીની રસપ્રદ કથા

 આવતી કાલ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ નો દિવસ વિશ્વભરમાં વસતા હિંદુઓ  માટે એક ઐતિહાસિક દિવસ હશે. આશરે ૫૫૦ વર્ષ પછી શ્રી રામ જન્મ ભૂમિ પર ભવ્ય રામ મંદિરનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. રામ લલ્લાની બાળ સ્વરૂપની અત્યંત સુંદર પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સમસ્ત દેશ રામમય બન્યો છે. સતયુગ થી માંડી સાંપ્રત સમય સુધી અયોધ્યા નગરીની રસપ્રદ કથા અહીં પ્રસ્તુત છે.

  અયોધ્યા સમયના ચક્ર સાથે બદલાતી રહી. સતયુગથી અત્યાર સુધીમાં અયોધ્યા કેટલું બદલાયું છે? આ કાળનું ચક્ર છે જે અનેક યુગોથી સતત ચાલતું રહે છે. તે ન તો અટકે છે કે ન વેગ આપે છે, તે ફક્ત પોતાની ગતિએ આગળ વધતું રહે છે. સમયના ચક્રે એ બધું જોયું છે, સહન કર્યું છે, જે આજે ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે. સતયુગથી ચાલતું આ કાલચક્ર, ત્રેતાયુગ જોયું, દ્વાપરયુગ સમજ્યું, કળિયુગ સહન કર્યું અને હજુ પણ અવિરત આગળ વધી રહ્યું છે.

અથર્વ વેદમાં અયોધ્યાને ઈશ્વરની નગરી કહેવામાં આવી છે અને તેની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી છે. સ્કંદપુરાણ અનુસાર `અયોધ્યા’ શબ્દ `અ’ કાર બ્રહ્મા, `ય’ કાર વિષ્ણુ છે અને `ધ’ કાર રુદ્રનું સ્વરૂપ છે. એવી માન્યતા છે કે અયોધ્યા મનુએ વસાવ્યું હતું અને તેમણે જ `અયોધ્યા’ નામ આપ્યું હતું. અયોધ્યાનો અર્થ છે જેને યુદ્ધ દ્વારા પ્રાપ્ત કરી શકાય નહીં. માથુરોના ઇતિહાસ પ્રમાણે વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુ મહારાજ ઈ.સ. પૂર્વે લગભગ ૬૬૭૩ પૂર્વે થઈ ગયા. વૈવસ્વત મનુના ૧૦ પુત્રો- ઈલ, ઈક્ષ્વાકુ, કુશનામ, અરિષ્ટ, ધષ્ટ, નરિષ્યંત, કરૂપ, મહાબાલી, શર્યાતિ અને પૃષધ હતા. તેમાં ઈક્ષ્વાકુ કુળનો વિસ્તાર વધુ થયો. ઈક્ષ્વાકુ કુળમાં કંઈકેટલાયે મહાન પ્રતાપી રાજા, ઋષિ, અરિહંત અને ભગવાન થયા. ઈક્ષ્વાકુ કુળમાં જ આગળ ચાલતાં ભગવાન શ્રી રામ થયા.

પૌરાણિક કથા અનુસાર બ્રહ્માજીને જ્યારે મનુએ પોતાના માટે એક નગરના નિર્માણની વાત કરી તો તેઓ તેમને ભગવાન વિષ્ણુ પાસે લઈ ગયા. વિષ્ણુજીએ સાકેતધામમાં એક સ્થાન બતાવ્યું. વિષ્ણુ ભગવાને આ નગરી વસાવવા માટે બ્રહ્મા તથા મનુની સાથે દેવશિલ્પી વિશ્વકર્માને પણ મોકલ્યા. આ ઉપરાંત રામાવતાર માટે યોગ્ય સ્થળ શોધવા માટે મહર્ષિ વશિષ્ઠને પણ તેમની સાથે મોકલ્યા. એમ માનવામાં આવે છે કે મહર્ષિ વશિષ્ઠ દ્વારા જ સરયૂ નદીના તટ પર લીલાભૂમિની પસંદગી કરવામાં આવી. જ્યાં વિશ્વકર્માએ નગરનું નિર્માણ કર્યું. આ કારણથી અયોધ્યાને `સાકેત’ અને `રામનગરી’ પણ કહેવામાં આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર અયોધ્યામાં સૂર્યવંશી, રઘુવંશી અને અર્કવંશી રાજાઓનું રાજ હતું. જેમાં ભગવાન શ્રી રામે જન્મ લીધો. વંશમાં આ કુળના 123 રાજાઓનો ઉલ્લેખ છે. જેમાંથી 93એ મહાભારત પહેલા અને 30એ મહાભારત પછી શાસન કર્યું. પુરાણો અનુસાર અયોધ્યા પહેલા 11 સૂર્યવંશી રાજાઓ હતા. દશરથ 63મા રાજા હતા અને ભગવાન શ્રી રામ 64મા રાજા બન્યા હતા. ભગવાન શ્રીરામનો જન્મ ઈ.સ.પૂર્વ ૫૧૧૪માં થયો હતો. ભારતીય તિથિ પ્રમાણે ચૈત્ર માસની નવમીને `રામનવમી’ તરીકે ઊજવવામાં આવે છે.

વેદોમાં સરયુ અને અયોધ્યાનો ઉલ્લેખ છે.  ઋગ્વેદના મંત્રોમાં સરસ્વતી અને સિંધુની સાથે સરયુનું પણ આહ્વાન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે વૈદિક કાળમાં સિંધુ અને સરસ્વતીની જેમ સરયૂ પણ એક મોટી નદી હતી અને આ નદીના કિનારે અયોધ્યા શહેર વસેલું છે. અથર્વેદમાં પણ અયોધ્યા નગરીનો ઉલ્લેખ છે. અથર્વવેદમાં અયોધ્યાને ભગવાનની નગરી કહેવામાં આવી છે. જેની સરખામણી સ્વર્ગ સાથે કરવામાં આવી છે. અથર્વેદ જણાવે છે કે આ સમયગાળા દરમિયાન અયોધ્યા એક સંપૂર્ણ સમૃદ્ધ અને વિકસિત શહેર હતું.

બધા વેદ, ઉપનિષદો અને સંહિતાઓ શોધીએ તો ત્યાં અયોધ્યા નગરીનો ઉલ્લેખ જોવા મળે છે. આજની અયોધ્યાનું નામ ભલે અગાઉ અયોધ્યા ન હોય, પણ શહેર તો એવું જ હતું. જેમ જેમ ઈતિહાસના પાના ફેરવાયા તેમ તેમ અયોધ્યા 12 અલગ-અલગ નામોથી જાણીતી હતી. જેમના નામ છે, અયોધ્યા, આનંદિની, ચકાસણી, સત, સાકેત, કોશલા, વિમલા, અપરાજિતા, બ્રહ્મપુરી, પ્રમોદવન, સંતનિલોક અને દિવ્યલોક.

અયોધ્યાની ભૂગોળ રામાયણમાં સમજાવવામાં આવી છે.

અયોધ્યાની સમગ્ર ભૂગોળ વાલ્મીકિ રામાયણમાં સમજાવવામાં આવી છે. આ હિસાબે અયોધ્યા લગભગ 5200 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી હતી. જ્યારે આજની અયોધ્યા પર નજર કરીએ તો તે માત્ર 120.8 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. એટલે કે તે સમયે અયોધ્યા આજની અયોધ્યા કરતાં લગભગ 44 ગણી મોટી હતી.

સ્કંદપુરાણ અનુસાર અયોધ્યા ભગવાન વિષ્ણુના ચક્ર પર બિરાજમાન છે. આ નગર વસાવનાર મનુ બ્રહ્માજીના માનસપુત્ર હતા. ભગવાન શ્રીરામ પછી ભગવાન શ્રીરામના પુત્ર લવએ શ્રીવસ્તી નગરી વસાવી. એ જ રીતે ભગવાન શ્રીરામના પુત્ર કુશએ રાજધાની અયોધ્યાનું પુનનિર્માણ કર્યું હતું. અયોધ્યા રઘુવંશી રાજાઓની પુરાણી નગરી ગણાય છે. પહેલાં તે કૌશલ જન્મપદની રાજધાની હતી. આજે પણ અયોધ્યા ઘાટો તથા મંદિરોની સુપ્રસિદ્ધ નગરી છે. સરયૂ નદીના કિનારે ૧૪ મુખ્ય ઘાટ છે જેમાં ગુપ્ત દ્વાર ઘાટ, કૈકેયી ઘાટ, કૌશલ્યા ઘાટ, પાપપોચન ઘાટ તથા લક્ષ્મણ ઘાટ જાણીતા છે. જૈનોના મત અનુસાર ૨૪ તીર્થંકરો પૈકી પાંચ તીર્થંકરોનો જન્મ પણ અહીં જ થયો હતો. આવી પવિત્ર નગરી છે અયોધ્યા.

      આવી અત્યંત પ્રાચીન નગરીમાં નવું બનેલું રામમંદિર અયોધ્યામાં રામજન્મભૂમિ પર બનાવવામાં આવ્યું છે. તા.૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરની સંરચના સોમપુરા પરિવારના જાણીતા સ્થપતિ ચંદ્રકાંત સોમપુરા, નિખિલ સોમપુરા અને આશિષ સોમપુરાએ કરેલી છે. સોમપુરા પરિવારની પંદર પેઢીઓએ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ મંદિરો બનાવેલાં છે.

     આ નવનિર્મિત મંદિર ૨૩૫ ફૂટ પહોળું, ૩૬૦ ફૂટ લાંબું અને ૧૬૧ ફૂટ ઊંચું છે. આ મંદિર પરિસરમાં એક પ્રાર્થનાકક્ષ છે. એક રામકથા કુંજ વ્યાખ્યાન કક્ષ, એક વૈશ્વિક પાઠશાળા (શૈક્ષણિક સુવિધા) એક સંત નિવાસ અને એક યતિ નિવાસ એટલે કે છાત્ર નિવાસ અને એક સંગ્રહાલય પણ છે. મંદિર પરિસરમાં કૅફેટેરિયા પણ છે. આ મંદિર હવે મંદિર પરિસરની દુનિયામાં ત્રીજું સહુથી મોટું હિંદુ મંદિર બની ગયું છે.

આ મંદિરનું નિર્માણ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રએ કર્યું છે. લાર્સન એન્ડ ટુબ્રોએ મંદિરની ડિઝાઈન અને નિર્માણનું કામ વિનામૂલ્યે કર્યું છે. આ મંદિર માટે રાજસ્થાનથી ૬૦૦ હજાર ક્યુબિક ફીટ બલુઆ પથ્થર બંસી પર્વત પરથી લાવવામાં આવ્યા હતા. મંદિરના બાંધકામ માટે માટીનું, કોંક્રિટનું પરીક્ષણ ઈસરોએ કર્યું હતું. આ મંદિરમાં ભગવાન શ્રીરામના પાંચ ફૂટના બાળસ્વરૂપ દર્શાવતી ૪ ફૂટ ૩ ઈંચ ઊંચી મૂર્તિનું નિર્માણ પણ અયોધ્યામાં જ કરવામાં આવ્યું હતું.

રામજન્મભૂમિના જ સ્થળે રૂ.૧૮૦૦ કરોડના ખર્ચે બનેલું રામમંદિર રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા માટે સજ્જ છે. દેશ-વિદેશના ૧૦૦ કરોડ હિંદુઓ ખુશ છે.

( સંદર્ભ : રેડ રોઝ - શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, ગુજરાતી  વિશ્વકોષ) 

 

 

Sunday, January 14, 2024

સન્ડે સ્પેશિયલ

     ઇચ્છામૃત્યુનું વરદાન હોવા છતાં ભીષ્મપિતામહ બાણ શૈયા પર સુતા રહી દેહ ત્યાગ માટે મકર સક્રાંતિનો દિવસ કેમ પસંદ કર્યો ? 



            આજે ૧૪ જાન્યુઆરી એટલે કે મકરસક્રાંતિ ! મકર સક્રાંતિનું આપણી સંસ્કૃતિમાં  વિશેષ મહત્ત્વ રહેલું છે. ભીષ્મ પિતામહને  ઈચ્છા મૃત્યુંનું વરદાન પ્રાપ્ત હતું. બાણ શૈયા પર સૂતા રહી પિતામહે દેહ ત્યાગ માટે મકરસક્રાંતિનો દિવસ પસંદ કર્યો હતો.  તેની કથા પણ અત્યંત રસપ્રદ છે. 
        પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું ધર્મયુદ્ધ ૧૮ દિવસ સુધી ચાલ્યું હતું. કુરુક્ષેત્રના આ યુદ્ધમાં અનેક મહારથીઓ હતા, પણ એકેય ભીષ્મને હરાવી શકે તેમ ન હતા. કૃષ્ણ એક માત્ર એવા હતા જે ભીષ્મને હરાવી શકે, પણ કૃષ્ણએ યુદ્ધમાં હથિયાર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા કરી હતી. હવે ! કૌરવ સેનાપતિ ભીષ્મને હરાવવાની સમસ્યા ઊભી થઈ. કરવું શું ? પાંડવો, તેમાં ખાસ અર્જુનને ચિંતા થવા માંડી. તેથી અર્જુને તેના રથના સારથિ શ્રીકૃષ્ણને આ અંગે પૂછ્યું, હે ત્રણે કાળના જ્ઞાતા વિરાટ સ્વરૂપ પ્રભુ ! ભીષ્મપિતામહના મૃત્યુનું રહસ્ય શું છે ? તેમનો પરાજય કેવી રીતે કરી શકાય? શ્રીકૃષ્ણે કહ્યું, હે ધનંજય ! યુદ્ધનો આજે ૧૦મો દિવસ છે. તમે પાંડવો ભેગા મળી તેમની પાસે જાઓ. તેમના પરાજયનું કારણ જાણો. તે તમને હણશે નહીં. તેવી પૂર્વશરતથી અધર્મી એવા કૌરવોના સેનાપતિ બન્યા છે. તેમને વિનંતી કરો ! શ્રીકૃષ્ણની સૂચના પ્રમાણે યુધિષ્ઠિરની આગેવાની હેઠળ પાંડવો ભીષ્મપિતામહ પાસે ગયા. તેમણે પૂછ્યું, હે હસ્તિનાપુરની ધરોહર ! ભીષ્મપિતામહ ! ન છૂટકે અધર્મનો પક્ષ લઈ યુદ્ધમાં અમારી સામે તમે છો, તે અમારા માટે ચિંતા ઉપજાવે છે. આપના મૃત્યુનું રહસ્ય શું છે તે જણાવો.
        ભીષ્મપિતામહે હસતાં હસતાં તેમના મૃત્યુનું રહસ્ય જણાવતાં પોતાના જીવનનો ઘટનાક્રમ વર્ણવતાં જણાવ્યું, હે પાંડુપુત્રો! મારા પિતા શાંતનુ હસ્તિનાપુરના રાજા હતા. મારી માતા ગંગાનો, પિતા શાંતનુ સાથે મેળાપ થયો. મારી માતાનું  આઠમું સંતાન વસુસ્વરૂપે હતો. મારી માતાએ મને બૃહસ્પતિ પાસે ચાર વેદ તથા ધનુર્વેદ ભણાવ્યા. દેવોના રાજા ઇન્દ્રએ પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર આપ્યાં. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામે ધનુર્વિદ્યા શીખવી. મારી માતાએ મને સર્વગુણસંપન્ન તથા યુદ્ધમાં અજેય - અપરાજિત બનાવી પિતા શાંતનુને સોંપ્યો. પિતાએ મને હસ્તિનાપુરની ગાદીએ બેસાડ્યો હતો. મારામાં સર્વગુણસંપન્ન દૈવીશક્તિઓ હોવાથી મારું નામ દેવવ્રત પાડ્યું હતું.
        સમગ્ર ચિંતામાંથી મુક્ત થઈ મારા પિતા ગંગા નદીમાં સ્વૈરવિહાર કરતા હતા તે વેળાએ મત્સ્યગંધા સત્યવતીના મોહપાશમાં બંધાયા. સત્યવતીના પિતાએ તેમની પુત્રીથી જે સંતાનો થાય તેમને જ હસ્તિનાપુરની રાજગાદી સોંપવી એવી પ્રતિજ્ઞાનો પ્રસ્તાવ મૂક્યો. પિતા શાંતનુ આ પ્રસ્તાવથી દુઃખી થવા લાગ્યા અને બીમાર પડ્યા. પિતાનું આ દુઃખ મારાથી સહન થયું નહીં. હે પાંડુપુત્રો ! આ વેળાએ મારામાં અપાર દૈવીશક્તિ પ્રગટી. પિતાની સુખાકારી માટે મેં સત્યવતીના પિતા નિષાદરાજને વચન આપ્યું અને પ્રતિજ્ઞા કરી કે હું આજીવન બ્રહ્મચારી રહીશ. સત્યવતીનાં સંતાનો જ હસ્તિનાપુરની ગાદી સંભાળશે. હું તેમની તથા હસ્તિનાપુરની રક્ષા કરીશ. નિષાદરાજને વચન આપી હું સત્યવતીને રથમાં બેસાડી હસ્તિનાપુર લાવ્યો હતો. મારા પિતા સત્યવતીને નિહાળી સાજા થવા માંડ્યા. મારા પિતાએ મારી ભીષણ (ભીષ્મ) પ્રતિજ્ઞાથી પ્રસન્ન થઈ મને વરદાન આપ્યું, હે મારા નિષ્પાપ પુત્ર ! જ્યાં સુધી તું જીવવા ઇચ્છીશ ત્યાં સુધી મૃત્યુ તારો વાળ પણ વાંકો કરી નહીં શકે. તારી સ્વીકૃતિ લઈને જ તે તારા પર પોતાનો પ્રભાવ પાડી શકશે. આમ કહી ભીષ્મપિતામહે પાંડવોને તેમના ઇચ્છામૃત્યુનું રહસ્ય સંભળાવ્યું. દેવવ્રતમાંથી ભીષ્મ નામ શાથી થયું તે જાણી પાંડવોને પણ પિતા-પિતામહ તથા પ્રપિતામહ અંગે જાણવા મું. ભીષ્મપ્રતિજ્ઞા તથા ભીષ્મના ઇચ્છામૃત્યુનું રહસ્ય મહાભારત ગ્રંથમાં ભગવાન વેદવ્યાસે અભૂતપૂર્વ રીતે વર્ણવ્યું છે.
        મહાભારતના યુદ્ધનો દસમો દિવસ હતો. અર્જુને ભીષ્મપિતામહના મૃત્યુનું રહસ્ય જાણ્યું. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થવાને આઠ દિવસ બાકી હતા. સૂર્યનારાયણ દક્ષિણાયનમાં હતા. પોષ માસ શરૂ થયો હતો. કૌરવો તથા પાંડવોની છાવણીઓમાંથી મોટાભાગના યોદ્ધાઓ વીરગતિને પામ્યા હતા. કૌરવોનો પરાજય નિશ્ચિત જણાતો હતો. શ્રીકૃષ્ણએ અર્જુનને પ્રેરણા આપી કે, ભીષ્મપિતામહને ઇચ્છામૃત્યુનું વરદાન છે અને યુદ્ધ પૂર્ણ થવાનું બાકી છે. તો બાકીના દિવસોમાં ભીષ્મને શય્યાની આવશ્યકતા પડશે, તેથી તેમના માટે બાણશય્યાનું નિર્માણ થાય. અર્જુનનાં બાણોથી ભીષ્મપિતામહ બાણશય્યા પર ઇચ્છામૃત્યુને ભેટવા સૂતેલા હતા. તેમની મોક્ષગતિ પૂર્ણતાને આરે હતી. અર્જુન પિતામહને બાણશય્યા પર સુવડાવી તેમની સેવામાં બેસી ગયો. ત્યાં બાણગંગા પ્રગટ કરી પિતામહની તૃષા છિપાવી છે. ભીષ્મપિતામહે મૌન ધારણ કર્યું છે.
        શ્રીકૃષ્ણ તથા યુધિષ્ઠિર ભીષ્મજી પાસે પહોંચ્યા. ભગવાન વ્યાસ, મહર્ષિઓ, કૃપાચાર્ય, ઋષિમુનિઓની મંડળીઓ બાણશય્યા પર સૂતા ભીષ્મને ચારે બાજુ વીંટળાઈને બેસી ગયા. ત્યાર પછી શ્રીકૃષ્ણે વાતનો આરંભ કર્યો પિતામહ ! બાણોના પ્રહારથી બાણશય્યા પર સૂવાનું કષ્ટ સહન કરવું પડતું તો નથી ને ? કેમ કે માનસિક દુઃખથી શારીરિક દુઃખ વધારે પ્રબળ હોય છે. શરીરમાં એક કાંટો ભોંકાઈ જાય તો તે ભારે કષ્ટ આપે છે ત્યારે તમે તો બાણોના સમૂહ પર રહ્યા છો તેની વેદના વિશે તો કહેવાના શું? તેમ છતાં તમારા વિશે આવી વાત કહેવી ન જાેઈએ, કેમ કે તમે જાણો છો કે પ્રાણીઓનાં જન્મ-મરણ થતાં રહે છે. તેથી આ કષ્ટને દૈવનું વિધાન સમજી તમે ગભરાઓ એવા નથી. તમે તો દેવતાઓને જ્ઞાન આપો તેવા મહાન જ્ઞાની છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું જ તમને ષ્ટિગોચર છે. શ્રીકૃષ્ણએ વધુમાં કહ્યું, હે તાત ! તમારું અખંડ બ્રહ્મચર્ય તથા તમારી ભીષ્મ પ્રતિજ્ઞા ચિરંજીવ રહેશે. ત્રણે લોકમાં સત્યવાદી, ધર્મપરાયણ, શૂરવીર તથા મહાપરાક્રમી શાન્તનુનંદન ભીષ્મ સિવાય બીજા કોઈને જાણ્યા નથી, જે બાણશય્યા પર સૂઈને પોતાના તપોબળથી તથા પિતાના આશીર્વાદથી શરીરને માટે સ્વાભાવિક મૃત્યુને રોકવા સફળ થયા હોય.
        શ્રીકૃષ્ણની વાણી સાંભળી બાણશય્યા પર સૂતા ભીષ્મે સહેજ માથું ઊંચું કર્યું અને બે હાથ જોડી કૃષ્ણની સ્તુતિ કરી.
        ભીષ્મજીએ કહ્યું, વાસુદેવ ! તમારા દર્શનથી મારા શરીરની બળતરા, મનનો મોહ, થાક, વ્યાકુળતા વગેરે દૂર થઈ ગયાં છે. જનાર્દન ! તમારી પ્રેરણાથી ધર્મ અંગેનું જ્ઞાન હું પામી ગયો છું. હું દેશ, જાતિ અને કુળના ધર્મોને જાણું છું. મારી આ સ્થિતપ્રજ્ઞ અવસ્થા તથા ઉપદેશ આપવા લાયક બુદ્ધિનો પ્રવેશ મારી આ બાણશય્યાને શોભાવે છે.
        હે ગોવિંદ ! તમારી આજ્ઞાની રાહ જાેઈને ઇચ્છામૃત્યુને ભેટવાની પળોમાં મારા પુત્રો તથા પ્રપુત્રો અને સમગ્ર સંસારને જીવનનું રહસ્ય તથા રાજધર્મનો ઉપદેશ આપવાની ઇચ્છા રાખું છું. મારા જ્યેષ્ઠ યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછવા માટે આહ્વાન કરું છું. હે યોગેશ્વર ! તમારી આજ્ઞાથી યુધિષ્ઠિરને મારી સમીપ લાવો. ત્યાર બાદ યુધિષ્ઠિર, બાણશય્યા પર સૂતેલા ભીષ્મપિતામહની સમીપ આવે છે. યુધિષ્ઠિર ભીષ્મને પ્રશ્ન કરે છે : પિતામહ ! ધર્મના જ્ઞાતા એવું માને છે કે રાજાનો ધર્મ શ્રેષ્ઠ છે. તેથી મને રાજધર્મનો ઉપદેશ આપો. રાજાના ધર્મોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધાનો સમાવેશ થાય છે. જેમ ઘોડાને કાબૂમાં રાખવા માટે લગામ અને હાથીને વશ કરવા માટે અંકુશ છે, તે જ પ્રમાણે સમસ્ત સંસારને મર્યાદામાં રાખવા માટે રાજધર્મ દોરડાનું કામ કરે છે.
        ભીષ્મપિતામહે કહ્યું, યુધિષ્ઠિર ! વિશ્વવિધાતા શ્રીકૃષ્ણ અને ઋષિમુનિઓ તથા બ્રાહ્મણો દ્વારા વેદ, ઉપનિષદ તથા તમામ પ્રકારના સંસ્કારોથી વર્ણવાયેલા સનાતન ધર્મનું વર્ણન કરું છું તે તમે સાંભળો જેનાથી રાજધર્મનું સંપૂર્ણ જ્ઞાન થશે.
        ભીષ્મએ કહ્યું, હે રાજન ! રાજાએ સર્વ પ્રથમ પ્રજાને પ્રસન્ન રાખવી આવશ્યક છે. રાજાએ વિજય માટે હંમેશા પુરુષાર્થ કરવો. સત્યપરાયણ રહેવું. તેણે મન પર કાબૂ રાખવો. રાજાએ કદી ધૈર્ય છોડવું નહીં. ક્રોધ તથા વેરવૃત્તિ રાજાના શત્રુઓ છે. રાજાએ મનથી પણ ધનસંગ્રહ તથા સ્વાર્થવૃત્તિથી સંસારના પ્રલોભનોમાં રહેવું નહીં. સ્થિતપ્રજ્ઞ થઈ સાધુભાવથી પ્રજાની સેવા કરવી. ભોગવિલાસ તથા પાખંડીઓથી દૂર રહેવું. ધર્મની રક્ષા કરવા અસુરોનો સંહાર કરવાની શક્તિ પ્રાપ્ત કરવી.
        બાણશય્યા પર સૂતેલા ભીષ્મ યુધિષ્ઠિર તથા મુમુક્ષોને સનાતન ધર્મનો ઉપદેશ આપતાં શ્રીકૃષ્ણ તરફ ષ્ટિ ફેરવે છે. શ્રીકૃષ્ણ ભીષ્મનો ઇશારો સમજે છે. શ્રીકૃષ્ણ સમજી ગયા કે હવે ભીષ્મની ઇચ્છામૃત્યુની પળ નજીક છે. શ્રીકૃષ્ણ ભીષ્મની નજીક આવી તેમનાં ગુણગાન કરે છે. શ્રીકૃષ્ણે ભીષ્મને તેમના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. કૃષ્ણએ કહ્યું, પુરુશ્રેષ્ઠ ! ભારત ! તમે મારા ભક્ત છો. તમે સરળ સ્વભાવના છો. તમે જિતેન્દ્રિય, તપસ્વી, સત્યવાદી, દાની તથા પરમપવિત્ર છો. તમારી સેવામાં મારો દિવ્યલોક પ્રસ્તુત છે. ત્યાં જઈને પાછું સંસારમાં આવવું પડતું નથી. હવે તમારા જીવનના કુલ છપ્પન દિવસ શેષ છે. ત્યાર બાદ તમે શુભકર્મોનાં ફળસ્વરૂપ ઉત્તમ લોકમાં જશો. જુઓ, આ દેવતાઓ અને વસુઓ વિમાનમાં બેસીને આકાશમાં અશ્ય રૂપે રહીને સૂર્ય ઉત્તરાયણ થતાં તમારા આવવાની વાટ જોઈ રહ્યા છે.
        શ્રીકૃષ્ણનાં દર્શન કરતાં કરતાં બાણશય્યા પર સૂતેલા ભીષ્મ શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપ જેનાં દર્શન માત્ર અર્જુનને થયાં હતાં તે નિહાળી શ્રીકૃષ્ણનું ધ્યાન ધરે છે. યુદ્ધમધ્યે અર્જુનને ઉપદેશમાં કહેલાં વચનોનું સ્મરણ કરે છે.
અંતે ભીષ્મપિતામહ માતા ગંગાજીનું સ્મરણ કરી, શ્રીકૃષ્ણ શરણમ્ના મંત્રોચ્ચારથી આદ્યશક્તિ મા ભગવતીના તેજોમય સ્વરૂપમાં સૂર્યનારાયણના ઉત્તરાયણના દિવસે પોષ માસ મોક્ષ માસમાં મોક્ષગતિના માર્ગે બ્રહ્મલીન થયા.
        પૌરાણિક કથા અનુસાર મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે કૌરવોની તરફથી યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં સારથીના રૂપમાં અર્જુન રથ ચલાવી રહ્યો હતો શ્રી કૃષ્ણ પણ જાણતા હતા કે ભીષ્મ અજય યોદ્ધા છે જેમને યુદ્ધ કૌશલ્યથી નહીં હરાવી શકાય. પરંતુ ભીષ્મની પ્રતિજ્ઞા હતી કે તે કોઈ પણ સ્ત્રી પર વાર નહીં કરે. 
        એવામાં અર્જુને શિખંડી જો પૂર્વ જન્મમાં સ્ત્રી હતી જેને આગળ રાખીને ભીષ્મ પિતામહ પર બાણોની વર્ષા કરી જેમાં તેમનુ આખી શરીર બાણોથી વિંધાઈ ગયુ અને તેઓ બાણોની શૈયા પર સુઈ ગયા. પિતામહને ઈત્છા મૃત્યુનું વરદાન હતું માટે યુદ્ધ કરવામાં અસમર્થ હોવા છતાં પણ તેમનું મૃત્યુ ન થયું અને તે બાણોની શૈયા પર સુઈ ગયા. જેમાં સમયે તે બાણશૈયા પર હતા તે સમયે સૂર્ય દક્ષિણાયન હતા. બાણોની શૈયા પર સુઈને 58 દિવસો સુધી ભીષ્મપિતામહે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી. 
        મકર સંક્રાંતિની સાથે જ ભીષ્મપિતામહે સૂર્યના ઉત્તર થવાની રાહ જોઈ. મકર સંક્રાંતિની સાથે જ સૂર્યદેવ ઉત્તરાયણ થયા તો પિતામહે પોતાના શરીરનો ત્યાગ કર્યો. માનવામાં આવે છે કે ઉત્તરાયણમાં શરીર ત્યાગ કરવાથી વ્યક્તિ જીવન મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે. ( સાભાર સાધના )
- ઈશ્વર પ્રજાપતિ 

Thursday, January 11, 2024

Chapter - 5 : Foray of Burglary in Jeweller’s Shop

 Foray of Burglary in Jeweller’s Shop

 


         What would be the condition of the person whose lifetime hard earned money is robbed overnight? By targeting a jeweller’s shop, the wily robbers looted Rs. Forty-five lacs worth ornaments, thereby creating a big commotion.

          The mere remembrance of the incident of 25th March 2022, sends a cold shiver to a jewellery shop owner of Bayad taluka.

          Rahul was running a jewellery shop for years in the village. His residence is just above the shop. His business was also faring very well. On the evening of March 24, as per routine the gold and silver ornaments were stored in their appropriate place.

          On the morning of March 25, seeing the condition of the entrance door of his shop, he felt the earth slide under his feet. The lock on the metal grill door was dangling in a broken state and the inner wooden door was hacked. On entering the shop Rahul almost fainted. All the items inside the shop lay strewn around and the gold and silver ornaments and cash inside were missing. A tender-hearted person might not have been able to bear this brutal shock.

          The robbers had struck during the night and had conducted a loot of Rs 45 lacs worth ornaments. The robbers looted lifetime earnings. This incident was one of the biggest thefts conducted in Aravalli district so far. In no time the whole village gathered at the shop and the Bayad police too was informed about the incident.

         Police reached the site immediately and commenced the investigation. Right from the breaking of the lock to the hacking of the wooden door, the police minutely studied the details.

         On discussing the case with the police, the police inspector informed that, “each gang has its own unique modus operandi. Most of the gangs are identified by their style of burglary and lockpicking.”

        Certain gangs target burgling closed shops only, while certain gangs strike on closed houses. Others target homes where elderly people live solitary life.

        From the way in which the theft was carried out at the jeweller’s shop, it was assumed that the burglars had expertise in carrying out these types of theft. The burglars had not left any sort of evidence in the shop. This case would turn out to be a challenging task for the police.

         The print and electronic media were covering the incident continuously. There was an overwhelming pressure to solve the case. Even in such tense situation, the task of investigating in the right direction with calm mind was a bit difficult. After perusal of the whole case, the Chief of the police giving solace to the Jewellery shop owner Mr. Rahul that, “No matter wherever the burglars maybe in the world, the police will definitely nab them.” Rahul became hopeful after receiving assurance from the District Police chief.

          The police formed various teams and proceeded in the direction to solve the case. LCB PI C P Vaghela and his team got to work. First, they obtained the CCTV footages from which the burglars were seen thieving without any fear. The police team was also meticulously studying the CCTV footages of all shops in Demai Bazaar. Footages from nearby toll plaza were also obtained. Among all the footages analysed, one car movement looked suspicious.

          The police too now have access to advanced technical equipment. Through the technical sources, police could fetch the details of all suspects present in the area during the time the theft took place. Delving deep into the matter, presence of a suspicious person was noticeable. This person had a criminal past record. The police focused on him. By getting information from various places in the state, one person’s identity got confirmed. Now it was challenging to find the name and address of that person. However, due to long experience the police succeeded in obtaining the address details. Based on his experience, PI Vaghela despatched a team to Madhya Pradesh in search of that suspect.

          It’s really very difficult to go into the stronghold of criminals in unknown territory and make the operation successful. The intention of the police officers was extremely high. The police were geared to solve the case at any cost to set a precedent.

          The address of the village of Madhya Pradesh where the suspect was hiding was highly notorious. The support from the local police was not to the expectation. And there have been instances of fatal attacks on the police in past from this village. Hence, the operation had to be managed very tactfully.

           The officers that had gone their developed rapport with the locals over there. Nobody realized that these were police jawans. But how to reach to the criminal’s house in this notorious village? But directly going to the accused house could result in his escaping from their clutches and putting everyone’s life in grave danger.

           The police devised a brilliant trick and entered the village posing as personnels of Electricity Board. They moved through various nooks and corners of the village and studied it in depth. They reached to the house of the main accused and carefully made a thorough observation. They succeeded in obtaining valuable information from the locals. The culprit and his house were identified. Now having reached there we just had to nab him and bring him to Aravalli, but the task was not as simple as it sounds, as the village was full of dreaded criminals.

           If the village men could get the slightest hint that these were police officers, then they could mount a brutal attack on them. So, each step had to be taken carefully now. The police again trick fully reached the culprit’s house, this time posing as LIC agents and on finding an opportune moment, picked up the culprit. The brave police officers staked their lives and brilliantly conducted the operation without raising any suspicion in the village. Police Inspector C P Vaghela and his team conducted this high voltage operation successfully.

         The culprit was now in the custody of the police, The moment police opened its third eye to third degree treatment, he started parroting out all the details. He spoke in detail about the modus operandi of the theft of ornaments. The stolen ornaments were sold to the local goldsmith. He seeking an opportune moment ran away from there. The remaining ornaments and cash were confiscated. An amount of Rs 11 lacs was seized. The other accused were absconding.

         Discussion regarding the challenges faced in this operation, the District Police chief said that, “This is the popular method of interstate theft or new cybercrimes. Being interstate accused, there are several limitations faced by the police in nabbing them, as well as they don’t get proper support from the local authorities and public to reach to the accused.  The gangs take advantage of it. Such gangs are active on large scale, in areas like Nimay, Jambua, Alirajpur, Dhar bordering areas around Madhya Pradesh, Gujarat and Rajasthan. Then target interstate areas ranging from Mumbai to Jaipur. The safety of the police team is of prime importance. There have been instances of police party from other states being attacked in the past. It is also very difficult to reach the criminal by joining small and insufficient links, in the police have succeeded.”

The district police had set an excellent example of solving the case by going into another state and putting their lives at risk.

 - An article in Gujarati by  Ishwar Prajapati 

 - Translated into English by Shri Pallavi Gupta🌷

 

 

 

 

 

Sunday, January 7, 2024

સન્ડે સ્પેશિયલ

  દરેક ગામને જો એક- એક  કુ. ડૉ. ઈલાબહેન મળી જાય તો ગામેગામ "વૃંદાવન" રચાય. 

        તેમનું નામ છે કુ. ડૉ. ઈલાબહેન કોઠારી. 2019 માં અલિયાપાડા બી. એડ. કોલેજમાંથી અધ્યાપિકા તરીકે સેવાઓ આપી, નિવૃત્ત થઈ જામનગર સ્થાયી થયાં છે. કુ. ઈલાબેન કોઠારી એટલે વૈકુંઠવાસી શિક્ષણઋષિ આદરણીય ડૉ. મોતીભાઈ મ. પટેલ ઉર્ફે મોતીદાદાનાં વિદ્યાર્થીની !
        દ્વારિકા બી.એડ. કોલેજમાં દાદાનાની તપોભૂમિ ! અને અહીં દાદાના માર્ગદર્શન હેઠળ ઈલા બહેનનું એક આદર્શ શિક્ષિકા તરીકેનું ઘડતર થયું. કોલેજના વા. પ્રિન્સિપાલ અને પ્રોફેસર એવા મોતીદાદાના તેજસ્વી વ્યક્તિત્ત્વની અમીટ છાપ ઈલાબેનના હૃદયમાં સહજ ઝીલાઈ. નખશીખ ગાંધીજન મોતીદાદાએ પોતાના બી. એડ.ના વિદ્યાર્થીઓને એવા તો પ્રેરણાપિયુષ પાયા કે તેમના વિદ્યાર્થીઓ આજીવન દાદાનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહે ! દાદાને મન વિદ્યાર્થીઓનું હિત સર્વોપરી હતું. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આદિવાસી દીકરા દીકરીઓના ઉત્તમ શિક્ષણ માટે ઝઝૂમતા રહ્યા. અરવલ્લીના અંતરિયાળ વિસ્તારમાં વનબંધુઓ વસવાટ કરે છે જ્યાં હજુય વિદ્યાર્થીઓને વિકાસવા માટે પૂરતી સુવિધાઓનો એવા વિસ્તારમાં દાદા સમૃદ્ધ પુસ્તકાલય બનાવવાનું સપનું સેવતા હતા. દાદાની હયાતીમાં અરવલ્લીમાં તો એ સપનું સાકાર થઈ ન શક્યું. પરંતુ તેમનાં શિષ્યા ઈલાબહેને જામનગરના નાના અમથા ગામડામાં પુસ્તકાલય ઉભું કરવા એકલા હાથે કમર કસી. અને રચી દીધું  "વૃંદાવન પુસ્તકાલય". 
        ડિઝીટલ યુગ અનેક સવલતો સાથે અનેક પડકારો પણ સાથે લઈને આવ્યો છે. AI માવન જીવનને વધુ સરળ તો બનાવી દેશે પણ એની સાથે ઘાતક પરિણામો માટે પણ મનાવે સજ્જ થવું પડશે. બાળકો હોય કે વડીલ ડિજિટલ ગેજેટના ઉપયોગ વિના દિવસ પસાર કરવો લાગભગ મુશ્કેલ બની ગયો થઈ છે. સૌથી વધુ ચિંતા ઉપજાવે એવી બાબત એ છે કે બાળકો અને યુવાનોને મોબાઇલનું એવું તો ઘેલું લાગ્યું છે કે દિવસના 2 GB ડેટા પણ ઓછા લાગે છે. નવી પેઢી મહત્તમ સમય સોશિયલ મીડિયા અને કાલ્પનિક રોમાંચ આપતી ગેમ પાછળ વેડફી રહી છે. બાળકો અને યુવાનો માટે પાઠ્યક્રમ સિવાયના પુસ્તકો કે ઈતર વાંચન સપના સમય બની ગયું છે. જો આ પેઢીને ડિજિટલ ગેજેટના વપરાશની યોગ્ય સમજ આપવામાં નહીં આવે અને જો વેળાસર જગાડવામાં નહીં આવે તો સમાજે કદી ન કલ્પેલ ભવિષ્ય માટે તૈયાર રહેવું પડશે. અત્યંત તેજસ્વી અને પ્રતિભાવાન તેજસ્વી પેઢીને યોગ્ય દિશા ચીંધવા કોઈ જાગૃત વ્યક્તિએ તો મશાલ પકડવી જ પડશે.
        જામનગર પાસેના નાના અમથા ગામમાં બાળકોને મોબાઈલના વળગણથી પુસ્તકની અજાયબ દુનિયા તરફ વળવા એક ઉત્તમ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ રચનાત્મક પ્રયોગ કરવાનું બીડું ઝડપ્યું છે કુ. ઈલાબેન કોઠારીએ.  
        જામનગર પાસેના એ ગામનું નામ છે દોઢિયા ! એક નાનું અમથું ખીબા જેવડું ગામ ! આ ગામ ઈલા બહેનનું વતન પણ ખરું અને આ જ ગામની હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે સેવાઓ પણ આપેલી. ગામની વસ્તી પણ માપસરની. ગામના મોટાભાગ ના લોકો ટ્રાન્સપોર્ટ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીંના લોકોમાં પણ ભણતર માટે ની ભૂખ હવે ઉઘડી છે. પણ હજી પૂરતી સુવિધાઓનો અભાવ. વિદ્યાર્થીઓને પૂરક વાંચન સાહિત્ય અહીં તો ક્યાંથી ઉપલબ્ધ હોય !
    આવાં વિદ્યાર્થીઓની ચિંતા કરી ઈલાબહેને પુસ્તકાલય શરૂ કરવાનો દૃઢ નીર્ધાર કર્યો. અને રીતસરનાં મચી પડ્યાં. પુસ્તકાલય માટે યોગ્ય જગ્યાની શોધ આદરી. આખરે એક દુકાન પર નજર ઠરી. દુકાનનો કોઈ વિશેષ ઉપયોગ નહતો. દુકાન મલિકને વાત કરી તો દુકાન માલિકે પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો. પુસ્તકાલય શરૂ કરવા માટે માર્ગ મોકળો બન્યો. પુસ્તકાલય શરૂ કરતાં પહેલાં ઈલાબહેને ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય, ઉપ શિક્ષક અને તેમના જ આજ્ઞાંકિત વિદ્યાર્થી નૌશાદ ભાઈ તથા સ્ટાફ સાથે ચર્ચા કરી. શિક્ષકોએ પણ પુસ્તકાલય માટે ઉત્સાહ બતાવ્યો. વિદ્યાર્થીઓને પુસ્તકાલય સુધી દોરી જવા પૂરતો સાહિયોગ શાળા તરફથી મળશે એવી આશા બંધાઈ. શાળા પરિવાર ખૂબ હકારાત્મકતાથી ઈલાબહેનના વિચાર ને વધાવી લીધો.
        પછી તો પૂછવું જ શું ? ઈલા બહેનને દોડવું હતું ને ઢાળ મળી ગયો. પુસ્તકાલય માટે જરૂરી ફર્નિચર અને પુસ્તકોની ખરીદી આરંભી. ઈલાબહેનના ભત્રીજા તેજસ ભાઈ જોડાયા. જોતજોતામાં ટેબલ ખુરશી કબાટ જેવું જરૂરિયાત મુજબનું ફર્નિચર ખરીદી લીધું. થોડાં પુસ્તકો ભેટ મળ્યાં, બાકીનાં ખરીદી લીધા. 'शुभस्य शीघ्रम' ઉક્તિ સાર્થક કરતાં   કોઈ જ મુહુર્ત કે શુભ ચોઘડિયાની રાહ જોયા વિના જ પુસ્તકાલયની શુભ શરૂઆત કરવામાં આવી. અને પુસ્તકાલયનું નામકરણ કરવામાં આવ્યું "વૃંદાવન પુસ્તકાલય"


    જામનગર સ્થાયી થયેલાં ઈલાબહેને પુસ્તકાલયને કાર્યરત કરવા વતન દોઢિયા આવી લાઈબ્રેરીની તૈયારીમાં પરોવાઈ ગયાં. પુસ્તકાલય ધમધમતું થયું. શાળા સમય બાદ વિદ્યાર્થીઓ મોબાઈલ પર ગેમ રમવાના બદલે હવે પુસ્તકાલયમાં આવી પુસ્તકોની અજયબ દુનિયામાં ખોવાય જાય છે. બાળકોને ગમે તેવી ચિત્ર વાર્તાઓ, કિશોર કથાઓ, બીજી પણ જાત જાતનાં સુંદર પુસ્તકો વસાવ્યા છે. અને હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેનું સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. નાનકડા ગામનું આ રૂપકડું વૃંદાવન પુસ્તકાલય આબાલવૃદ્ધ માટે જ્ઞાનપિપાસા સંતોષવાનું તીર્થધામ બની રહ્યું છે.
    કોઈનો પણ આર્થિક સહયોગ લીધા વિના ઈલાબહેને એકલા હાથે વૃંદાવન પુસ્તકાલય ઊભું કરી સમાજને એક રાહ ચીંધ્યો છે. તેમણે  આરંભેલ આ જ્ઞાનયજ્ઞ સમાજમાં બીજા અનેક લોકો માટે પ્રેરણાદાયી બની રહેશે. ગુજરાતનાં દરેક ગામોને જો એક- એક કુ. ઈલાબહેન મળી જાય તો ગામેગામ "વૃંદાવન" રચાય.
    આદરણીય ઈલાબહેનને અગિયાર દરિયા ભરીને શુભેચ્છાઓ.
     આપ વૃંદાવન પુસ્તકાલય માટે પુસ્તકો ભેટ મોકલવા ઈચ્છતા હોં તો નીચેના સરનામે કુરિયર કરી મોકલી શકો છો. 
પુસ્તકો મોકલવાનું સરનામું . : 
ડૉ. ઈલાબહેન કોઠારી 
સાકાર -1રેસિડેન્સી. ફલેટ નંબર 401 
2 શ્રી નિવાસ કોલોની.
પાર્થ મેડિકલ વારી શેરી.
એસ.ટી.ડેપો સામે,
સુમેર કલબ રોડ.
જામનગર. 36 10 05 
 મો. નંબર. 9427280985..
 - ઈશ્વર પ્રજાપતિ 
9825142620
 

Thursday, January 4, 2024

Joint Statement by Gandhian Anna Hazare and Prakash Shah ji shows a new direction to India

Joint Statement by Gandhian Anna Hazare and Prakash Shah ji shows a new direction to India

 


Who is unknown about Gandhian Anna Hazare? He has dedicated his entire life to realize the dreams of corruption free India. Following the path shown by Gandhiji, the mass movement that he launched in 1911 A.D. for the Lokpal bill awakened a ray of hope in the hearts of Indian People. The non-violent protest had shaken the roots of many in the State, steeped in rampant corruption. Annaji proved that Gandhian ideas are still prevalent in present times. It’s another matter that by making the movement a steppingstone, many power hungry have reached to the pinnacle of power today. But Annaji still adheres to Gandhiji’s path and strives to free India from corruption and make it an economically unencumbered state.  Prakash Shah who lives in America, meets Annaji, whenever he comes to India.

Many Indians may not be familiar with the name of Prakash Shah. He has been living in America for many decades, but his soul resides in India only. His father Mr K. K. Shah was a staunch Gandhian and a man of principles and a public servant. Mr K. K. Shah who grew up in an ordinary family, had held respectable positions like Cabinet Minister of India. He had also enhanced the prestige of a dignified post like Governor of Tamilnadu. He served the mother India unto his last breath with complete devotion. Following the footsteps of his father, Prakash Shah is engaged in the service of India with all his heart and soul. Despite holding high position in America, he leads a very simple life. He comes to India and engages himself in the service of the poor and destitute. He also wants India to be the world leader and wishes the country must become economically and corruption free. No Indian should be poor.

Annaji and Prakashji, sons of the nation and who have imbibed Gandhian thoughts have issued a joint statement for economic independence through ‘Change India Movement’. Their joint statement compels all country men to contemplate. Their joint statement is as follows: 

        Anna Hazare and Prakash Shah wish that ‘Change India Movement’ in India should be run by common man to bring economic freedom in the country.”

Who is responsible to the corruption and pollution in the country? Gandhiji has delivered freedom to India by taking the common man with him. It was the common man’s sacrifices, and the credit goes to the common man for liberation of India from the clutches of the British Empire through the weapon of non-violence.

Who is responsible to the corruption and pollution in the country? Gandhiji has delivered freedom to India taking the common man with him. It was the common man’s sacrifice, and the credit goes to the common man for liberation of India from the clutches of the British Empire through the weapon of non-violence.

Anna Hazare and Prakash Shah want that the common man to start the ‘Change India Movement’ to achieve economic freedom.

Annaji has grown old now and Prakash Shah lives in America. Both want that before their demise, the people of India should sacrifice for the ‘Change India Movement’ and start the movement for themselves.

What is the opinion of a common man?"

Anna Hazare and Prakash Shah’s plea ends here. As an Indian common man, please send your opinion to the below given email:

 Study Room Blog need your support. for support pl. click here

 

- Ishwar Prajapti 

Translated by  Pallavi Gupta

E-mail -  khudishwar1983@gmail.com

        9825142620
   

 

*********************







સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts