Thursday, February 14, 2019

મુઠ્ઠી ઉચેરા માનવી - 1. ડો. દવે સાહેબ



અરવલ્લી રત્ન
૧. ડો. દિનકર એમ.  દવે




          અરવલ્લી, સાબરકાંઠા અને રાજસ્થાનના અંતરિયાળ ગામડાના લોકો જેઓને દવે સહેબના હુલામણા નામથી ઓળખે. કોણ છે આ દેવદૂત સમા ડો. દવે સાહેબ?? આવો પરિચય મેળવીએ આ વિરલ વિભુતિનો.
               તબીબી ક્ષેત્રે મોડાસામાં કોઈ ગણના પાત્ર સવલતો નહતી ત્યારની આ વાત છે. દાયકાઓ પહેલાં અહીંના કેટલાક સેવાભાવી સજ્જનો એ સાર્વજનિક સેવા સંઘ ડિસ્પેનસરીની સ્થાપના કરી. સામાન્ય પ્રજાને ખૂબ જ નજીવા ખર્ચમાં તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાનો તેમનો હેતુ હતો. ડૉ. રસિકલાલ શાહ જેવા સેવાભાવી એ એનું સુકાન સાંભળ્યું. અને આ ડિસ્પેનસરી મોડાસાના તથા આસપાસના ગામડાઓની સામાન્ય વર્ગના લોકો માટે  જોત જોતામાં આશીર્વાદ રૂપ પુરવાર થઇ. 
              ડો. રસિકભાઈના નિધનથી સંસ્થાને મોટી ખોટ પડી.  પરંતુ ઉમદા કાર્યમાં કુદરત પણ કોઈ ને કોઈ રીતે સાથ આપતી જ હોય છે. એ ન્યાએ આ સંસ્થાને ડો. દિનકરભાઈ દવેનું સાનિધ્ય સાંપડ્યું.  સૌરાષ્ટ્રના લીમડી પાસેનું ખોબા જેવડું ગામ સૌકા એ એમનું મૂળ વતન. પરંતુ નિયતિ તેઓને મોડાસા તરફ દોરી લાવી અને મોડાસાને તેઓએ કર્મ ભૂમિ બનાવી. 30 વર્ષની વયે તેઓ મોડાસા નગરની ડો. રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે જોડાયા. અને તેઓના સેવાયજ્ઞ કારણે સમસ્ત પંથકમાં દવે સાહેબના હુલામણા નામે પંકાયા. આ સેવાના ભેખધારી તબીબમાં સાબરકાંઠા અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા પછાત દર્દીઓએ સેવાના ભેખધારી આ તબીબમાં ભગવાનનું પૂર્ણ સ્વરૂપ નિહાળ્યું.
               આરોગ્યધામના એક પૂજારીની જેમ તેમણે સેવાઓ આપી છે. તેમણે  નિઃસ્વાર્થ સેવા પરાયણતાની ઊંચી મૂડી હસ્તગત કરી હતી . છતાં સૌમ્ય પ્રકૃતિના સથવારે હજારો દર્દીઓ અને  દર્દીઓના  લાખો સંબંધીઓના દિલ જીતી લઈ છુપા આશિર્વાદ મેળવ્યા છે.
          પૂજ્ય જેશીંગ બાવજી કેંસરના જીવલે
ણ રોગમાં સપડાયા ત્યારે સતત દસ વર્ષ સુધી તેઓની સારવાર કરવાની તક તેઓને સાંપડી પૂજ્ય જેશીંગ બાવજીના પવિત્ર સાનિધ્યે ગરીબ, દીન-દુખીય અને જરૂરીયાતમન્દોની સેવા કરવાની પ્રેરણા બળવત્તર બની.
              દવે સાહેબે આ હોસ્પિટલના વિકાસ માટે નાણાં ઊભાં કરવામાં, તબીબી ચિકિત્સા માટે સાધસનો મેળવવા માં અને વિવિધ રોગોના નિષ્ણાતોની સેવા ઓ હોસ્પિટલ ને મળી રહે તે માટે તનતોડ મહેનત કરી. સેવા સંકલ્પની મોહિની એવી ચુંબકીય છે કે હોસ્પિટલ માટે દાનની સરવાણી હંમેશ માટે વહેતી જ રહી છે. પોતે હોસ્પિટલના કર્મચારી નહીં પણ જાણે તેના વાલી હોય તેવી ભાવનાથી સંસ્થાનું જતન કર્યું અને તેના વિકાસ માં વત્સલ્યપૂર્ણ રસ લીધો.તેઓના વ્યક્તિત્વ ની એક વિશેષતા રહી છે કે તેઓ હંમેશા તબીબીવિદ્યા ક્ષેત્રે થતાં સંશોધનોની જાણકારી માટે વિવિધ સ્થળોએ યોજાતા અધિવેશનમાં અચૂક ભાગ લે અને પોતાના અભ્યાસના તથા તારણોના શોધ પત્ર રજૂ કરે છે. તેઓની કારકિર્દી દરમ્યાન ટેઈએ 100 ઉપરાંત તબીબી અધિવેશનમાં હાજરી આપી છે.અને 20 ઉપરાંત અભ્યાસપૂર્ણ શોધ પત્રો રજૂ કર્યા છે.
                  પરિણામે તબીબી ક્ષેત્રના વિદ્વવાનોમાં તેમને પ્રતિષ્ઠા તો મળી જ પણ તેઓના સંપર્કોથી વિવિધ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા તબીબો ને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં રસ જાગ્યો.  વિશ્વ વિખ્યાત મદ્રાસની એપોલો હોસ્પિટલના હાર્દ સમા ડો.ગીરીનાથન અને તેમની ટિમ પણ હિસ્પિટલ ની સેવામાં તત્પર રહેતી. આવા તબીબની હાજરીમાં હૃદયરોગ, ચામડી, કિડની વગેરે જેવા રોગો માટે ના તબીબી કેમ્પ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં યોજી ગરીબ દર્દીઓ માટે અશક્ય ગણી શકાય તેવી તબીબી ચિકિત્સા અને ઉપચાર તેમણે ઉપલબ્ધ કારી આપ્યા. મોડાસા જેવા નબકડા  નગરમાં સાર્વજનિક હોસ્પિટલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના આશ્રયે રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાની અનેક કોન્ફરન્સ નું આયીજનો થયા. તેનો લાભ આ વિસ્તારના તબીબોને મળ્યો. તેનું મૂલ્ય તબીબો જ જાણે. 
            તેઓ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન, ફિજીશિયન એસોસિયેશન, સાયન્ટિફિક કમિટી વગેરેમાં તેઓ ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે. ખૂબ જ ઓછા બોલા, નિસ્પૃહી , નિખાલસ, નિઃસ્વાર્થ અને પ્રેમાળ ડો. દવેને ક્યારેય કોઈની સાથે ઉગ્ર થતા જોયા નથી. સૌની તરફ આદરભાવ, સૌની તરફ પ્રેમ, સૌની સેવા કરવાની તત્પરતા અને સૌ પ્રત્યે સમાન સહાનુભૂતિ જેવા ઔદર્યના ગુણો ને લીધે તેમનો પ્રશંસક વર્ગ બહોળો બની ગયો છે. 
          આવા નિરાભિમાની, અભ્યાસુ,  ખંતીલા અને શિક્ષણ પ્રેમી ડો. ડી.એમ. દવે સાહેબ ને અનેક માન સન્માન મળે તેમાં આશ્ચર્ય પામવા જવું નથી. તેમની સેવાની કદર રૂપે જે એવોર્ડ થઈ તેઓનું બહુમાન થયું છે તેમાં ખૂબ ધ્યાન ખેંચે તેવા એવોર્ડ છે (1) બેસ્ટ મેડિકલ સર્વીસ માટેનો શ્રી નટુભાઈ ઠક્કર ફાઉન્ડેશન એવોર્ડ. (2) સદવિચાર પરિવારનો શ્રી અરવિંદ સ્વદેશ ગમાં એવોર્ડ અને (3) બેસ્ટ હોસ્પિટલ ઓલ ધી કંટ્રી માટેનો શ્રી સંજય ગાંધી એવોર્ડ. આવા ખ્યાતનામ એવોર્ડ થી તેઓને સન્માનવામાં આવ્યા છે તે ગૌરવની બાબત છે. નિયમાનુસાર સેવા નિવૃત્ત થયા પછી પણ પોતાની સેવાનો લાભ તેઓ આપી રહ્યા છે. અરવલ્લી જેવા આર્થિક રીતે પછાત વિસ્તારની હોસ્પિટલમાં છેક રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ સુધીના દર્દીઓ સારવાર લે તેવી સુવાસ પ્રસરાવવામાં ડો. ડી. એમ. દવે સાહેબનો ખૂબ મોટો ફાળો છે. આવા નિષ્ઠાવાન, નિઃસ્વાર્થ સેવાભાવી અને ઊંડા અભ્યાસુ તબીબ મોડાસા પંથકને મળ્યા એ આ વિસ્તાર માટે ગૌરવની બાબત છે. 
              આજે તબીબી ક્ષેત્રે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. કેટલીક કોર્પોરેટ હોસ્પિટલો તો જાણે રૂપિયા છાપવાના કારખાનાં બની ગઇ હોય તેવો ઘાટ થયો છે. દર્દી સાથે એક કલાઇન્ટના જેવો જ વ્યવહાર કરવામાં આવતો પણ જોવા મળે છે. આવા કપરા કાળમાં સેવા યજ્ઞની ધૂણી ધખાવી બેઠેલા આ આધુનિક સંત ડો. દવે સાહેબ ને શત શત વંદન.


લેખન, સંકલન : ઈશ્વર પ્રજાપતિ
(9825142620)
તસવીર સૌજન્ય : નિલેશ જોષી
( મોડાસા)
(આવા જ વિરલ વ્યક્તિ વિશે જાણીશું આવતા ગુરુવારે...)   

7 comments:

  1. દવે સાહેબની રસપ્રદ અને સેવાભાવી હકીકત આમ વાચકો સુધી પહોંચાડવાના સફળ પ્રયાસ માટે સલામ.

    ReplyDelete
  2. વાહ. સત સત વંદન

    ReplyDelete
  3. સુંદર લેખન

    ReplyDelete
  4. ખુબજ ઉત્તમ લેખનકાર્ય ..દવે સાહેબ માટે શબ્દો ઓછા પડે..

    ReplyDelete
  5. ભગવાન હતા દવે સાહેબ

    ReplyDelete
  6. દવે સાહેબ નહિ "દેવ" કહેવાય


    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts