લેખક પરિચય

      To read in Engalish Pl. Click here

  સાહિત્ય અને પત્રકારત્વનો શ્રેષ્ઠ સમન્વય એટલે ઈશ્વર પ્રજાપતિ

                                - પદ્મ શ્રી  દેવેન્દ્ર પટેલ  ( વરિષ્ઠ પત્રકાર )


           સાબરકાંઠા- અરવલ્લીની ભૂમિ સર્જકોની ધરતી છે. આ ધરાએ પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી અને રમણલાલ સોની જેવા ઉત્કૃષ્ઠ સર્જકો આપેલા છે. આ ધરાતટે ઉપવનમાં એક નવું પુષ્પ ખીલ્યું છે. જેનું નામ છે -  ઈશ્વર પ્રજાપતિ.  આમ તો ઈશ્વરભાઈ પ્રજાપતિ  અરવલ્લી જિલાના ધનસુરા તાલુકાના ઉદેપુર નામના નાનકડા ગામના વતની છે. દૂરના અંતરિયાળ વિસ્તારના ગામના વતની ઈશ્વર પ્રજાપતિ આકરૂન્દ આદર્શ શાળાના યુવાન આચાર્ય છે. આજે સરકારી શાળાઓમાં શિક્ષણ કથળી રહ્યું છે ત્યારે ઈશ્વર પ્રજાપતિએ આકારૂન્દની  સરકારી શાળાને ગુજરાતની એક શ્રેષ્ઠ આદર્શ શાળા બનાવી દીધી છે. એ કારણે ખાનગી શાળાઓ છોડી આસપાસનાં ગામોનાં બાળકો આકરૂન્દની સરકારી શાળામાં ભણવા આવી રહ્યાં છે. આકરૂન્દ ની આ સરકારી પ્રાથમિક શાળાના સંકુલમાં કોઈપણ સરકારી શાળામાં ન હોય તેવી ભવ્ય અને એરકંડીશન્ડ  લાઈબ્રેરી ઉઉભી કરવાની તેમની ખેવાનાએ સુખદ પરિણામો બક્ષ્યાં છે. આકરૂન્દની સરકારી પ્રાથમિક શાળાની અદ્યતન લાઈબ્રેરી અવશ્ય નીહાલાવી જોઈએ. આ લાઇબ્રેરીનું સર્જન કરનારા સૌ કોઈમાં આચાર્ય ઈશ્વર પ્રજાપતિનો સિંહફાળો છે.


           ઈશ્વર પ્રજાપતિને પુસ્તકો પ્રિય છે અને ગ્રંથાલય પણ પ્રિય છે તેનું કારણ એ છે કે, તેઓ સ્વયં તેજસ્વી લેખક સાહિત્યકાર છે. તેઓ સ્વયં સર્જક છે. તેમની પાસે આગવી  અને સરળ ભાષા છે. તેમની ભાષાશૈલી પ્રવાહી અને રસાળ છે. તેમાં ભાષાનો  ક્યાંય આડંબર નથી. તેમનું આલેખન તથ્યો આધારિત છે. એ કારણે એમનાં લખાણ વેધક અને હૃદય સ્પર્શી છે તેમની પાસે લખવા માટે નક્કર વિષયો છે. ભરપૂર માહિતી છે. ક્યાંય કશું એબ્સર્ડ નથી. તેમની પાસે લખવા માટે વિવિધ વિષયો છે, ભરપૂર માહિતી અને જરૂર તમામ સામગ્રી છે. કાંઈ પણ લખાતા પહેલાં તેઓ પૂરું ગૃહકાર્ય કરે છે. લોકોને મળે છે. તેમની મુલાકાતો લે છે. ખૂણેખૂણે પાડેલા અને ઢંકાયેલાં રત્નોને તેઓ શોધી કાઢે છે.  કોઈએ આજસુધી નથી કર્યું  તે કામ તેઓ કરે છે. તેમનું ખેડાણ જ તેમની આગવી શૈલીનો આવિષ્કાર છે. ખેતરમાં પણ ખેડાણ કર્યા વગર, વાવેતર કર્યા વગર, ખાતર નાખ્યા વગર, નિંદામણ કર્યા વગર કશું જ પાકતું નથી તે વાતની તેમને ખબર છે. તેમના દરેક લખાણમાં તેમનો અન્વેષાત્મક, સંશોધનાત્મક પરિશ્રમ દેખાય છે. અને તેથી જ તેઓ સાવ આગવી શૈલીના સરજ્ક તરીકે ઉપસી આવ્યા છે. . તેમનો જીવ માત્ર સાહિત્યકારનો નથી,  પરંતુ  તેમનામાં શ્રેષ્ઠ પત્રકારની દૃષ્ટિ પણ છે,સાહિત્ય અને પત્રકાર વચ્ચે પાતળી ભેદ રેખા છે. હું નિઃશંક પણે માનું છું કે ભાઈ ઈશ્વર પ્રજાપતિએ જે વિષય પર લખ્યું , તેમાં ઊંડું સંશોધન પણ કર્યું છે. અને તેથી જ તમનું સાહિત્ય શ્રેષ્ઠ પ્રકારનું સંશોધનાત્મક પત્રકારત્વ પણ છે. આવો સુભગ સમન્વય બહુ ઓછા લેખકોમાં જોવા મળે છે. મારી દૃષ્ટિએ ઈશ્વર પ્રજાપતિ શ્રેષ્ઠ પત્રકાર પણ છે અને સાહિત્યકાર પણ છે.

           ઈશ્વર પ્રજાપતિને હું ખૂબ નજીકથી જાણું છું. તેઓ શ્રેષ્ઠ શિક્ષક ચકે શ્રેષ્ઠ આચાર્ય કે નવી પેઢીના હોનહાર લેખક કે સાહિત્યકાર જ નથી પરંતુ તેઓ એક ઉમદા ઇન્સાન પણ છે. તેમનું સરણ વ્યક્તિત્વ અને સદાય હસતો ચાહેરો રોજરોજ કંઈક નવું કરવાની તલાશમાં રહે છે. દરેક ક્ષણે તેઓ નવી ઉર્જા પ્રાપ્ત કરવા સતત તત્પર હોય તેમ લાગે છે. માત્ર આ બે પુસ્તકોની નહિ, પરંતુ આકરૂન્દની સરકારી પ્રાથમિક શાળા, તેનાં શિક્ષક ભાઈ-બહેનો, એનાં બાળકો અને અન્ય સ્ટાફની વિનમ્રતા, તેજસ્વિતા એ તેમના જ સર્જનાત્મક વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. નવોદિત સાહિત્યસર્જકોની હરોળમાં તેઓ સદા અગ્રેસર રહી હજુ સાહિત્યક્ષેત્રે ઊંડું અને અર્થપૂર્ણ પ્રદાન કરતા રહે તે માટે ઈશ્વર પ્રજાપતિને મારી શુભકામનાઓ.

 

('અરાવલીની અસ્મિતા' તથા  'ઝીંદગી ઝીન્દાબાદ'  પુસ્તકની  પ્રસ્તાવનામાંથી)-        

--------------------------------------------------------------------

જની પોઝિટિવ સ્ટોરીઃ આચાર્ય ઈશ્વરભાઈ પ્રજાપતિનું પરાક્રમઃ આલેખન - રમેશ તન્ના

------------------------------------------------------------------------------------------------------------------------

સમર્થ શિક્ષક-આચાર્ય અને લેખક : ઇશ્વરભાઈ પ્રજાપતિ -- -ડૉ. મોતીભાઈ પટેલ કેળવણીકાર તંત્રી શ્રી, “સમણું”


1 comment:

  1. કોટી કોટી વંદન સર

    ReplyDelete