રવિવાર, 21 જુલાઈ, 2024

સન્ડે સ્પેશિયલ

 “પ્રમુખસ્વામીજીએ મને પરમેશ્વરની લગોલગ એવી ભ્રમણક્ક્ષામાં મૂક્યો છે કે મારે હવે કશું જ કરવાનું રહેતું નથી.” : ડૉ. અબ્દુલ કલામ 


           કોઇપણ આજે ગુરુ પૂર્ણિમા છે. વેદ વ્યાસજી ની જન્મ તિથીને આપણે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. ગુરુનો મહિમા અનન્ય છે. ગુરુ શિષ્યનો સબંધ પણ અદકેરો હોય છે. આ સબંધને કોઈ ધર્મ કે પંથના વડાઓમાં બાંધી શકતો નથી. આવું જ એક વિરલ દૃષ્ટાંત પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામનું છે. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વિરલ ગુરુ શિષ્યની પ્રેરક કથા અહી પ્રસ્તુત છે. 

          મહાન વ્યક્તિઓ માટે સમકાલીન મહાન વ્યક્તિનો સ્વીકાર કરવો એ ઘણું મુશ્કેલ હોય છે. અને એમાં’ય  જ્યારે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક હોય અને બંધારણીય સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય ત્યારે કોઈ અધ્યાત્મિક ગુરુનું શિષ્યત્વ સ્વીકારવું એનાથી પણ અઘરૂ હોય છે. પરતું પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ અબ્દુલ કલામ કોઈ જુદી માટીના માનવી હતા. ડૉ. કલામે Transcendence પુસ્તક લખી માનવા સમાજ માટે ખુબ મોટી ભેટ પ્રદાન કરી છે. લાખો લોકોના જીવન પરિવર્તિત કરનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના દિવ્ય અનુભવો ડૉ. કલામે Transcendence પુસ્તકમાં  વિનમ્રભાવે આલેખ્યા છે.!  જાણીતા પત્રકાર અજય ઉમટે “પરાત્પર” નામે આ પુસ્તકનો ખુબ સુંદર  ગુજરાતી અનુવાદ  કર્યો છે. અબ્દુલ કલામ જેવા પ્રખર વૈજ્ઞાનિક પ્રમુખાસ્વમીજીનું શિષ્યત્વ સ્વીકારતાં કેવી નિખાલસ વાતો આ પુસ્તકમાં આલેખી છે એ આપણા સૌ કોઈ માટે પ્રેરક છે. આ પુસ્તકના કેટલાક અંશો અહી પ્રસ્તુત છે.

            ડૉ. કલામ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે: “મને મારા શ્રેષ્ઠતમ શિક્ષક અને માર્ગદર્શક પ્રમુખસ્વામી મહારાજનો ભેટો અજાણતા જ થયો હતો. કદાચ મારી નિયતિ અને મારી જીજ્ઞાશા મને પ્રમુખસ્વામી સુધી દોરી ગઈ હતી. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કચ્છના ભૂકંપ પછી પુનઃ વસવાટના કાર્યોની સમિક્ષ કરવા મેં ભૂજની મુલાકાત લેધી હતી. ત્યાં ૧૫ માર્ચ ૨૦૦૧ નાં રોજ મારી મુલાકાત પ્રમુખસ્વામી મહારાજના એક શિષ્ય બ્રહ્મવિહારી દાસજી સાથે થી હતી. સાધુ બ્રહ્મવિહારી દાસજીએ મને આશ્ચર્યચકિત કરે તેવો એક પ્રશ્ન પૂછ્યો હતો. અને તેનો અધ્યાત્મિક જવાબ એકાએક મને સ્ફૂર્યો હતો. સાધુ બ્રહ્મવિહારી દાસજી એ મને પૂછ્યું હતું : ‘ પ્રથમ અણુબોમ્બ વિસ્ફોટ પછી રોબર્ટ ઓપેન હાઈમરે શ્રીમદ ભગવદ ગીતાના શબ્દો ‘હું જ આ દુનિયાનો સંહારકર્તા છું.’ નું સ્મરણ કર્યું હતું. ભારતના પ્રથમ અણુબોમ્બનું  પરિક્ષણ કર્યા પછી  તમને શો વિચાર આવ્યો?’

           ‘આ પ્રશ્ન સાંભળીને હું મૂંઝાઈ ગયો હતો અને પછી  મેં  કહ્યું હતું :’દૈવી ઉર્જા કે પરમેશ્વર તરફથી વહેતો ઉર્જાનો અખૂટ સ્રોત ક્યારેય વિધ્વંશક હોતો નથી; તે તોડતો નથી, જોડે છે.’

            સાધુ બ્રહ્મવિહારીદાસજીએ તરત  વળતો જવાબ આપતા કહ્યું હતું : ‘ અમારા આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજ એકતાના મહાન શિલ્પી છે. પ્રમુખસ્વામીજી એ ખંડિત થયેલા અમારા જીવનમાં નવશક્તિનો સંચાર કરવા માટે અમારી અંદર રહેલી ઉર્જાને પુનઃ યોગ્ય દિશામાં વહેતી કરી, અમારી ઉર્જાને ચેતનવંતી બનાવી છે.’

          સાધુ બ્રહ્મવિહારીદાસજીની વાત સાંભળીને અભિભૂત થઈને મેં પ્રમુખસ્વામી મહારાજને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મારો આશય આવા મહાપુરુષોનો પરિચય કેળવવાની હતો, પણ અલ્પ પરિચય સ્વરૂપે થયેલી અમારી આકસ્મિક મુલાકાત જાણે “દૈવી નિયતિ” બની ગઈ હતી.

           ડૉ. કલામ આગળ નોધે છે : “પ્રમુખસ્વામી મહારાજને હું પ્રથમ વખત ૩૦મી જૂન , ૨૦૦૧ના રોજ ઉનાળાની એક સાંજે મળ્યો હતો. ભગવા વસ્ત્રોમાં શોભાયમાન, ગૌરવપૂર્ણ સૌમ્ય ચહેરો ધરાવતા પ્રમુખસ્વામી જાણે ચોતરફ દિવ્યતા રેલાવતા હોય, એવી આભા એમાંના મુખાર્વીન્દને જોતા જ પ્રથમ દ્રષ્ટિએ મારા મનમાં પડી હતી. પ્રમુખાસ્વામિજીની પ્રભાવશાળીને દિવ્યતા સભર ઉપસ્થિતિમાં અમે ટૂંકા સંવાદની શરૂઆત કરી.

         મેં પ્રમુખસ્વામી જી સમક્ષ મારા વિઝન-૨૦૨૦ના વિચારો પ્રસ્તુત કરતાં કહ્યું : ‘ભારતમાં પરિવર્તન લાવવાના હેતુથી  પાંચ ક્ષેત્રો તારવ્યા છે. : 1. શિક્ષણ અને આરોગ્ય 2. કૃષિ 3. માહિતી અને પ્રત્યાયન 4. માળખાગત સુવિધાઓ અને 5. મહત્વપૂર્ણ ટેકનોલોજી.’

          પ્રમુખાસ્વામીજીએ સ્મિત રેલાવીને સૌ પ્રથમ ઉચ્ચારેલા શબ્દો હતા : ‘ભારતને પરિવર્તિત કરવાનાં આપે જે પાંચ ક્ષેત્રો તારવ્યા છે, તેમાં છઠ્ઠું ક્ષેત્ર ઉમેરો. : ‘ભગવાન માં શ્રધ્ધા તથા આધ્યાત્મિકતા થકી લોકોનો વિકાસ’ આ બાબત ખૂબ મહત્વપૂર્ણ છે.’  પ્રમુખસ્વામીના આ વિધાનની સ્પષ્ટતા, ચોકસાઈ અને દ્રઢતાથી હું આશ્ચર્ય ચકિત થઇ  ગયો.

     મૌન રહેવું મુનાસીબ માની હું શાંત ચિત્તે પ્રમુખસ્વામીજી વધુ બોલે તેની રાહ જોતો અનિમેષ નજરે પ્રમુખસ્વામી જી નાં મુખારવિંદ સમક્ષ  જોઈ રહ્યો. મને જાણે કોઈએ દિવ્ય ઉપસ્થિતિની અનુભૂતિ થઇ  રહી હતી. ખરેખર પ્રમુખસ્વામીજીમાં એક પરમ શક્તિ વસે છે; એક પરમ આત્મા, આત્માનો પણ આત્મા.  મને આપણા પ્રાણ ક્ષેત્રની સૌથી નજીક હોય એવા જુદા જ દિવ્ય તત્વ સાથેના જોડાણનો અનુભવ થયો. પ્રમુખસ્વામી જીના દિવ્ય તેજથી મારું અંતઃકરણ ઝળહળી ઉઠ્યું. જાની મારી છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થી હોય એવી અનુભૂતિ થઇ રહી હતી.

      મને લાગ્ય કે પ્રમુખસ્વામીજી સાથે હું જીવનની એક પરિવર્તનશીલ ઘડીમાથી પસાર થઇ રહ્યો હતો. અને જાણે હું કોઈએ જુદી જ દુનિયામાં પ્રવેશી રહ્યો હતો.”

        ડો. કલામ પુસ્તકના એક પ્રકરણમાં જણાવે છે કે “પ્રમુખસ્વામી મહારાજને મળવા છેલ્લે ,૧૧ માર્ચ ૨૦૧૪નાં રોજ ગુજરાતના સાળંગપુર ગયો હતો. સુંદર ફૂલોથી મહેકતા બગીચામાં અમે બેઠા હતાં. જ્યાં મોર ગહેકાતા હતાં. અધ્યાત્મિક અને લાગણીસભર વાતાવરણ માં પ્રમુખસ્વામી મહારાજે ૧૦ મિનીટ સુધી મારો હાથ પકડી રાખ્યો હતો. અમે બંને મૌન હતા. અમારી વચ્ચે એકપણ શબ્દનું આદાન પ્રદાન થયું નહતું. મૌનનું મહાત્મ્ય છવાયું હતું. ચેતનાના સુક્ષ્મ સંચાર સાથે અમે એકબીજાની આંખોમાં જોતા રહ્યાં આ એક આધ્યાત્મિક અનુભવ હતો.

           સાળંગપુર પ્રમુખસ્વામી મારારાજ સાથે બગીચામાં સંપૂર્ણપણે અલગ અનુભવ થયો. અગાઉ બે પ્રસંગોમાં મને લાગ્યું હતું કે મને જે અનુભૂતિ થી રહી છે તે મારી કલ્પનાઓ છે , જો કે આ વખતે સક્ષાત્કાર થયો હતો. પ્રમુખસ્વામી મહારાજે સ્વયં મારો હાથ પકડ્યો હતો. હું શૂન્ય મનસ્ક થઇ ગયો હતો. અને શાશ્વત શાંતિ તરફ દોરી રહ્યો હતો. મને અહેસાસ થયો હતો કે તેમના હાથમાં કાયાપલટ કરી શકે તેવી અખૂટ ઉર્જા છે. જેની અત્યારે વિશ્વને સૌથી વધુ જરૂર છે. આ ઉર્જાનો પ્રવાહ સમગ્ર જગતમાં પરિવર્તન આણી શકે છે. આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખસ્વામીજી મહારાજ ગુણાતીત સત્પુરુષ છે. તેઓ ક્ષનિક અને નાશવંત પ્રકૃતિથી પર છે. મને એવો અહેસાસ થયો હતો કે માનવજાતના ઉત્થાન માટે, તને સામર્થ પ્રદાન કરવા માટેના સર્વશક્તિમાન ભગવાનનો દિવ્ય સંદેશ, પ્રમુખસ્વામી મહારાજ મારફતે મને મળી રહ્યો છે. એક એવો સંદેશો કે જે માનવા જગત વિસરી ચુક્યું હતું.

          ૨૫ એપ્રિલ ૨૦૦૭ નાં દિવસે અબ્દુલ કલામે યુરોપીયન સંસદ ને સંબોધન કર્યા બાદ તેમના શબ્દો હતા કે  ‘મારા માધ્યમથી પ્રમુખસ્વામી મહારાજ બોલી રહ્યાં છે. આખી સંસદે તાળીઓના ગડગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.’ અને યુરોપિયન સંસદના પ્રમુખે કહ્યું : ‘ તેમણે ક્યારેય આવું ભાષણ સાંભળ્યું ન હતું. આ તો ભગવાન પ્રેરિત ભાષણ હતું.”

         જ્યારે અબ્દુલ કલામે પ્રમુખાસ્વમીજીને રાષ્ટ્રપતિ ભાવનામાં પધારવાનું આમંત્રણ આપ્યું ત્યારે પ્રમુખસ્વામીજીનો જવાબ કાળબાહ્ય હતો. તેમણે કહ્યું “ તમે મને જ્યારે પણ યાદ કરો ત્યારે હું તમારી સાથે રાષ્ટ્રપતિ ભાવનામાં જ હોઉં છું.”  ડૉ.  કલામ નોધે છે કે અમારું જોડાણ વધુ ગાઢ બની રહ્યું હતું. પ્રમુખસ્વામીજીની ગેરહાજરીમાં પણ હું તેમની હાજરી અનુભવતો.”

          પ્રમુખસ્વામીજી સક્ષાત કરુણામૂર્તિ હતા. ડૉ કલામ  કહે છે કે “૨૪ મી સપ્ટેમ્બર ૨૦૦૨, સાંજે ૪.૪૫ કલાકે ગાંધીનગરના અક્રધામ મંદિર પર ત્રાસવાદી હુમલો થયો. અક્ષરધામ પરના આ ત્રાસવાદી હુમલામાં ૩૧ નિર્દોષ દર્શનાર્થીઓ, હરિભક્તો , કમાન્ડોઝ અને એક સાધુ પણ જીવ ગુમાવી બેઠા હતા.  23 પોલીસ કર્મીઓ સહીત ૮૦ થી વધુ લોકો ઘવાયા હતા.  આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કમાન્ડો સુર્જનસિંહ ભંડારી બે વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ શહીદ થયા.

         પ્રમુખ સ્વામી જી એ  કોઈએ પણ પ્રકારના હેતુપૂર્વકનું દોષારોપણ કર્યા વિના ઉદારતા દાખવી. અક્ષર ધામ એમનું અત્યત અમૂલ્ય , ભવ્ય અને અદભુત સર્જાના હતું એમાં છતાં પ્રમુખસ્વામીજી શાંત રહ્યા. તેમની સાધુતા હૃદયસ્પર્શી હતી. પ્રમુખસ્વામીએ ભોગ બનેલા કમ નસીબ લોકો અને શોકગ્રસ્ત સંબધિ માટે ઊંડા શોક અને સહાનુભુતિ ની લાગણી વ્યક્ત કરી અને પ્રાર્થના કરી. ઘવાયેલા જલદી સાજા થાય તે માટે પણ તેમેને પ્રાર્થના કરી. બે ત્રાસવાદીઓ જે મૃત્યુ પામ્યા હતા, ત્યાં પણ તેમને પવિત્ર જળ છાંટી પુષ્પો વેર્યા. તેમની આંખોમાં લેશ માત્ર આક્રોશ ન હતો. ઉપસ્થિત સેંકડો લોકો અને સાધુઓ પ્રમુખાસ્વામીજીની અગાધ ક્ષમાશિલતા જોઈએ અચંબિત હતા. તેમની લાગણી સભર પ્રાર્થના એ જ હતી કે ભવિષ્યમાં આતંકનાં આવા વિચારો કોઈની મનમાં જન્મે નહિ અને આવી કરુણ ઘટનાની વેદના સમગ્ર વિશ્વમાં કોઈ દેશ કે સમુદાયના લોકોને સામનો ન કરવો પડે”.  

          ડૉ. કલામ પ્રમુખસ્વામી સાથેનો  પોતાનો દિવ્ય અનુભવ ટાંકતા લખે  છે કે “ હું એ નથી જાણતો કે પ્રમુખ સ્વામીજી ને હું ફરી ક્યારે માલીશ. જોકે એમાંના શબ્દો મારી સ્મૃતિમાં સંગ્રાહાઈ ગયા છે. અમારી વચ્ચે દિવ્ય સંબંધ સ્થપાઈ ગયો છે, જે શાશ્વત છે. મારા પર થયેલી પ્રમુખસ્વામી જી ની અસરનો સાર હું કઈ રીતે સમજાવું ? એમને મારું સંપૂર્ણ પરિવર્તન કર્યું છે. તેઓ મારા આધ્યાત્મિક આરોહણની પરાકાષ્ઠા છે. જે આરોહણનો પ્રારંભ મારા પિતાએ કરાવ્યો, ડો બ્રહ્મપ્રકાશ તથા સતીશ ધવને જેનું પોષણ આપ્યું : અને આખરે હવે પ્રમુખાસ્વામીજીએ મને પરમેશ્વરની લગોલગ એવી ભ્રમણક્ક્ષામા મૂક્યો છે કે મારે હવે કશું જ કરવાનું રહેતું નથી આ કારણે કે હું અનંતતાના મારા અંતિમ મુકામે પહોચી ચૂક્યો છું.”

ગુરુ પૂર્ણિમાની આપ સહુને હાર્દિક શુભકામનો..

(સંદર્ભ : ‘પરાત્પર’  મૂ.લે. -  ડૉ. અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે, અનુ. અજય ઉમટ)

                                                                                             - ઈશ્વર પ્રજાપતિ

98251 42620 (whatsapp only) 

શુક્રવાર, 12 જુલાઈ, 2024

chapter 14 : Is it a spa or….?

 Is it a spa or….?

A young man: Do you have anything new?

Hotel Owner: Rose flavour present in stock.

A young man: Rate?

Hotel Owner: 800.

A young man: Make the price fair enough.

Hotel owner: The Rose cultivation is getting expensive, but if you are a regular customer, give at least 600.

The above telephonic conversation is not as simple as it sounds. This dialogue is a danger bell for civil society. Whether it is a town or a big city, prostitution is spreading alarmingly. The lives of many young men and women are being ruined by the evil of prostitution. There are many places where body trade business is run under the banner like beauty parlour, massage centre and spa. The district police are constantly trying to ensure that the lives of young men and women who fall into the trap of prostitution, must not be ruined. As a result, the district police busted a prostitution racket by raiding a spa massage centre in Modasa, the district headquarters.             

The police take a strict stance on any unethical activities in the district and try to stamp it out immediately. The police received details about a prostitution racket running under the guise of a spa massage centre. Immediately the district police team became active to crack the spa racket.

Modasa city is the hub of education. Students from all over the country come here for their studies. Some elements entice such students into prostitution. It was privately tipped off that the owner of Thai Spa and Massage Parlour situated next to one of the hotels on Modasa Shamla Road, is running prostitution under the guise of an illegal spa. Moreover, it was involved in many sordid activities such as sneaking girls from abroad illegally, calling clients and conducting illegal prostitution business.

No sooner had they found the information, the police raided the Thai Spa and Massage Parlour. The cringey views from the spa centre were degrading the notability of the town. In a small room, girls from the other provinces with their customers were caught in appalling conditions. The owner of the spa centre was taken into the custody immediately. The whole affair became the talk of the town. By assaulting this racket, the police have succeeded in preventing the lives of many young men and women from being ruined by the taint of prostitution. The police took strict action against the hotel owner and the caught customers.

Collegians demand or call pocket money from their parents every month in the name of their studies. Despite facing indigence parents tend to fulfil their children’s desires, but the children are misusing the money and ruining their lives by engaging in unethical business. While some girls take a short cut to earn money due to the appearance of the hi-fi lifestyle and get into prostitution and make their lives poison. Once in this business there is very little chance of turning back. Girls who want to get away from prostitution are blackmailed by hotel owners and pimps. Even though girls have to escape, it becomes impossible to escape from this clutch, so it is imperative for young men and women to be vigilant and stay away from such elements.

PSI V. V. Patel who busted the spa racket says, “Call girl details have gone viral in Google. In a single click, heaps of contact numbers and photos are found instantly. By abusing some loopholes in the law, pimps exploit needy and young girls who have been kidnapped from foreign states. Girls from Nepal, West Bengal and Bangladesh are preyed upon by brokers. Once victimized girls fall into that clutch there is no turning back. Laws treat such girls as victims. The main objective of the police is to take action against the brokers, to save the girls from their clutches.”

Many lives were saved from being ruined when the Modasa spa racket was exposed. Enlightened citizens of the district, social organizations applauded the work of the police. The police will have to remain vigilant and take strict action to prevent the town from becoming a hub for such flesh trade by doing any other activity in the name of guest house or spa centre.

 -An article in Gujarati  by Ishwar Prajapati

                         ©️Translated into English by Pallavi Gupta.  

 ----------------------------------------------------------------------------------

મંગળવાર, 9 જુલાઈ, 2024

આભલાના ટેકા.

આભલાના ટેકા.


    
       અનંત વિસ્તરેલા આકાશ સામે મીટ માંડીએ તો ક્યારેક વિસ્મયમાં સરી પડાય કે આખું આકાશ કોના સહારે ટક્યું હશે?? એના ટેકા ક્યાં? આખું આભાલું આમ વગર ટેકે ટકી શકે ખરું ? જવાબ છે,  "ના!"  અને જો આભલાને ટેકા હોય  તો પછી એ  દેખાતા કેમ નથી? મારું માનો અને દૃષ્ટિ કેળવો તો આભલાના ટેકા આપણી આસપાસ જ વિહરતા હોય છે. દૃષ્ટિ કેળવાય અને નજરે ચડી જાય તો એને વંદન કરી લેજો..
       આજે વાત કરવી છે આભલાના ટેકા સમાન સારસ યુગલની ! જેઓનું નામ છે નીલમબેન પ્રજાપતિ અને ધર્મેશભાઈ પ્રજાપતિ.

       સવારે શાળાએ પહોંચી હું  કામમાં પરોવાયો. ત્યાં અચાનક અજાણ્યા નંબરથી ફોન રણક્યો.. ફોન રિસિવ કાર્યો. સામે છેડે ગરિમા પૂર્ણ એક મહિલાના અવાજ સંભળાયો.. "ઈશ્વર ભાઈ ?"  મેં હકારમાં જવાબ આપ્યો. એમણે કહ્યું "આપ શાળામાં હો તો આમારે આપને મળવા આવવુ છે. અમે અમદાવાદ થલતેજથી નીકળીએ છીએ અને બે અઢી કલાકમાં આપની શાળાએ પહોંચીશું."  મારે બપોર પછી શાળાના થોડા કામે નીકળવાનું હતું પણ એ બેન આવે પછી મળીને નીકળવાનું નક્કી કર્યું..

              બરાબર સવા બે વાગે એક ઇમ્પોર્ટેટ કાર શાળાના પરિસરમાં આવી ઊભી રહી.. એક સારસ યુગલ કારમાંથી નીચે ઉતાર્યું..તેઓને આવકારવા હું બહાર આવ્યો... આ પહેલાં તેમનો કોઈ જ પરિચય નહિ.. ટેલિફોનીક પણ આજે સવારે જ વાત થઈ પણ તેમને જોતાં જ કાંઈ અલગ વાઈબ્રેશન અનુભવાયાં.. સાદગી, સરળતા અને વિનમ્રતા તેઓના વ્યક્તિત્વના આભુષણ હતાં.

         શાળાના કાર્યાલયમાં આવ્યા પછી તેમણે કહ્યું "અમે થલતેજથી આપની શાળા અને લાઇબ્રેરી જોવા જ આવ્યાં છીએ." આ સાંભળીને પહેલાં તો મનમાં આશ્ચર્ય ઉપજે. કોઈ થલતેજ અમદાવાદથી અરવલ્લીની અંતરીયાળ વિસ્તારની શાળાની મુલાકાતે આમ દોઢસો બસો કિલોમીટર અંતર કાપી  આવી ચડે ખરું  આવા સુખદ આશ્ચર્ય આજે પણ બને છે એના અમે સાક્ષી બન્યા  એનો આનંદ વહેંચવો રહ્યો.

        નીલમબેન પ્રજાપતિ અને તેમના જીવનસાથી ધર્મેશભાઈ પ્રજાપતિ બન્ને થોડી વારમાં શાળા અને લાઇબ્રેરીમાં થતી પ્રવૃત્તિઓ જાણવા-સમજવામાં   ઓતપ્રોત થઈ ગયાં. એ જોતાં લાગ્યું કે ધર્મેશભાઈ અને નીલમબેન કોઈ શિક્ષણસંસ્થા સાથે જોડાયેલાં હશે. તો જ શાળા અને લાઈબ્રેરીની પ્રવૃત્તિ જાણવા સમજવામાં આટલો રસ પડે ને !  પણ વધુ  આશ્ચર્ય જાણીને થયું કે ધર્મેશભાઈ બીઝનેશ મેન છે. અમદાવાદમાં ખુબ સારો બીઝનેશ ધરાવે છે. જ્યારે નીલમ બેન હાઉસ વાઈફ છે. પરંતુ સાહિત્યમાં તેઓની રુચિ ગજબની છે. અને એટલે જ ગૃહિણી હોવા છતાં તેઓના ઘરની લાઇબ્રેરી વિધવિધ પુસ્તકોથી સમૃદ્ધ છે. સાહિત્ય રુચિને કારણે મહિનાના એક રવિવારે થલતેજ વિસ્તારમાં બાગબાન નામે પુસ્તક પરબ પણ તેઓ ચલાવે છે. આજે ચોરે ને ચોંટે ચર્ચાય છે કે પુસ્તકો વંચાતા નથી, સાહિત્ય પ્રત્યે લોકોની રૂચી રહી નથી,  પણ નીલમબેન અને ધર્મેશભાઈ જેવા ભાવકોથી સાહિત્ય જગત રળિયાત છે.

          શાળા અને લાઇબ્રેરીની મુલાકાત લીધા પછી નીલમબહેને પોતાનો ભાવ વ્યક્ત કરતાં કહ્યું કે “ જાણીતા પત્રકાર  રમેશ તન્ના સરના પુસ્તક ‘સમાજની સુંગંધ’માં આપની શાળા અને લાઈબ્રેરી વિષે વાંચ્યું ત્યારથી આપની મુલાકાત લેવાનું છેલ્લા દોઢેક વર્ષથી વિચારી રહ્યાં હતાં, પણ કોઈને કોઈ કારણસર આવી શકયાં નહતાં. પણ આજે મારો જન્મદિવસ હતો એટલે સવારથી જ નક્કી કર્યું કે આજે આકરુંદ જવું જ છે અને અમે નીકળી પડ્યાં.” શાળા અને લાઈબ્રેરી જોઈ તેઓએ અહોભાવ પ્રગટ કર્યો..   કેવો નિખાલસ ભાવ !   ધર્મેશભાઈએ  એક  રકમ મારા હથમાં મૂકી અને કહ્યું આ શાળા અને બાળકો માટે. હું સ્તબ્ધ રહી ગયો.. આ ભેટ ન લેવા હું આજીજી કરતો રહ્યો. પણ મારી વાત માને તો ને ! આખરે નીલમબેન અને ધર્મેશભાઈ જીત્યા અને હું હાર્યો.. ભેટ સ્વીકારી..

          જોગાનુજોગ એવું બન્યું. પ્લાન્ટેશન  માટે ફૂલછોડ અને ઝાડવા શાળામાં મંગાવ્યા હતા એ ટેમ્પો આજે જ આવ્યો. મને વિચાર ઝબક્યો કે નીલમબેનનો જન્મ દિવસ છે તો એક છોડ એમના જ હાથે કેમ ન વાવીએનીલમબેનના હાથે વૃક્ષારોપણ કરી તેમના જન્મ દિવસની ઉજવણી કરી. ત્યાં વળી ધર્મેશભાઈ સરવળ્યા તેઓ કહે "જુઓ અમે વૃક્ષારોપણ કર્યું છે તો આ ટેમ્પાના તમામ વૃક્ષોના પૈસા એના ભાડા સાથે હું જ આપીશ..."  મે કહ્યુ "અરે ! આ પૈસા તો કેમ લેવાય ?? પણ મારી વાત માને તો એ ધર્મેશભાઈ શાના!  ધર્મેશભાઈ એ શાળાના આખા  બગીચાના તમામ ફૂલછોડ ઝાડવાના રોપાના બધા જ પૈસા આપી દીધા...
          હું તો બે  ઘડી આ માણસના દિલની  દાતારી સામે જોતો જ રહ્યો.. જે વ્યક્તિ ને આકરૂંદ ગામ કે શાળા સાથે કોઇ જ સંબધ નથી, કોઈ ઝાઝો પરિચય નથી.. એમ છતાં નિસ્વાર્થ ભાવે આમ ધોધમાર વહાલ વરસાવી દે એ આજના સમયમાં  એ નાનીસુની વાત નથી...
       
ધર્મેશભાઈએ એમના ભૂતકાળની યાદો તાજી કરી.. બનાસકાંઠાના છેક છેવાડે  સરહદની લગોલગ તેમનું વતન આવેલું છે.. બાળપણ કપરી ગરીબીમાં વીત્યું. પણ નિષ્ઠા, પ્રમાણિકતા અને પરિશ્રમ થકી આપ બળે ભવિષ્ય ઘડ્યું. આજે સફળતાના શિખરે પહોંચ્યા છે. એમ છતાં ભૂતકાળના દિવસો હૃદયમાં અકબંધ સાચવી રાખ્યા છે. તેમની વાતો પરથી હું એટલું પામી શક્યો કે તેઓને વતન છોડે કદાચ દાયકાઓ વીત્યા હશે, એમ છતાં તેમના હૃદયમાં વતન પ્રત્યે  અનહદ પ્રેમ સચવાયેલો  છે. માતૃભુમીને અંતરના ઊંડાણેથી તેઓ ચાહે છે. વતન માટે કઈક કરી છૂટવાની ઝંખના તીવ્ર બની  છે.. વતન તો  સાદ કરીને ક્યારનું  પોકારી રહ્યું છે..  જો કોઈ લાયકાત ધરાવતી   યોગ્ય વ્યક્તિ  ધર્મેશભાઈને  આંગળી પકડી વતનમાં દોરી જશે અને સથવારો આપશે તો આ માણસ વતનના વેરાન રણને ઉપવનમાં પલટાવી નાખશે  એમાં કોઈ બેમત નથી.

     આ દંપતીની મને વધુ એક ખાસિયત જણાઈ એ એ છે કે આંગણે  સમૃદ્ધિની છોળો આકાશને  આંબતી હોવા છતાં પગ જમીન સાથે જોડાયેલા છે. તેમના સ્વભાવની સાદગી અને નિખાલસતા હૃદયસ્પર્શી છે.   ધર્મેશભાઈ અને નીલમ બેનને ભલે પહેલી વાર મળ્યો. પણ મળ્યા પછી એવું અનુભવી રહ્યો છું કે આમારો સંબધ જાણે વર્ષો પુરાણો છે. જાણે આ મન પાંચમના મેળામાં કોઈ સચુકુલું પોતીકું જણ જડી ગયું !

      જન્મ દિવસની ઉજવણી પાછળ લાખો રૂપિયા ઉડાવતા દંભી પરિવારોની આપણા ત્યાં કમી નથી. પણ આ રીતે સ્વજનના જન્મ દિવસે  અજાણ્યા  જરૂરિયાતમંદ ચહેરા પર સ્મિત લાવવાનું પુણ્ય કાર્ય કરી સ્વજનનો જન્મ દિવસની સળગી પૂર્ણ ઉજવણી કરી  આ પરિવારે સમાજને નવી દિશા ચીંધી છે.  કોઈ નામ કે માનની અપેક્ષા વગર સાવ નિખાલસ સહજ ભાવે કોઈ અંતરીયાળ વિસ્તારની અપરિચિત જગ્યાએ જઈ  દાનની સરવાણી વહાવવી, એ પણ જમણા હાથે આપેલું ડાબા હાથને ખ્યાલ સુધ્ધાં ન આવે એ રીતે. નીલમબેન અને ધર્મેશભાઈ  આભલાના ટેકા નહિ તો બીજું શું છે??

-      ઈશ્વર પ્રજાપતિ

-      9825142620





 

રવિવાર, 7 જુલાઈ, 2024

સન્ડે સ્પેશિયાલ

 પ્રેમ, પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા  એટલે અનાહિતા.


વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સર દ્વારા લિખિત નવલકથા અનાહિતા સંદેશ અખબાર માં પ્રગટ થઇ.. અત્યંત લોકપ્રિય બનેલી આ નવલકથા પુસ્તક રૂપે હવે પ્રસ્તુત છે. નવલકથા માટે મેં લખેલો પ્રતિભાવ શબ્દશઃ પુસ્તકમાં પ્રગટ કરવા બદલ આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભારી છું. આ પુસ્તક માં પ્રગટ થયેલ  નવલકથા માટે મારો પ્રતિભાવ શબ્દશઃ અહી પ્રસ્તુત છે. 

                "ગુજરાતના માતબર અખબાર સંદેશની સંસ્કાર પૂર્તિમાં પ્રગટ થયેલી વરિષ્ઠ પત્રકાર  દેવેન્દ્રભાઈ પટેલ લિખિત નવલકથા અનાહિતાએ લાખો વાચકોના હ્રુદયને ઝંકૃત કર્યા છે. આ નવલકથા અખબારમાં પ્રગટ થાય  એ અગાઉના  સપ્તાહથી ફ્રન્ટ પેજ પર નવલકથા શરૂ થવાની આવતી જાહેરાતે જ વાંચકોમાં ગજબની ઉત્કંઠા જન્માવી  હતી.  કોઈ નવલકથા પ્રગટ થવાની જાહેરાત સળંગ એક સપ્તાહ સુધી ફ્રન્ટ પેજ પર આ રીતે છપાઈ હોય, એવું અખબારના ઇતિહાસમાં કદાચ  પહેલી વાર બન્યું હતું. એની પાછળનું કારણ માત્ર  દેવેન્દ્રભાઈ પટેલની કલમની અત્યંત લોકપ્રિયતા છે! પત્રકાર રસપ્રચૂર ટુંકી વાર્તાઓ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર અનેક નવલકથાઓ સર્જી  શકે એ બાબત  સાહિત્ય જગતના કહેવાતા વિવેચકોને વિચારવા મજબૂર કરે છે.

    'નવલકથા જેવું સાહિત્ય સ્વરૂપ હવે કોઈ વાચતું જ  નથી.' આ માન્યતાને ખોટી ઠેરવવામાં દેવેન્દ્રભાઈ પટેલેની કલમે  રીતસરનો જાદુ કર્યો છે. ટૂંકુંનેટચ વાંચવા ટેવાયેલી નવી પેઢી ને નવલકથા વાંચવા મજબૂર કરવામાં  તેમની કલમે ચમત્કાર સર્જ્યો છે. દેવેન્દ્રભાઈ પટેલની આગવી વિશેષતા રહી છે. વાંચકોની  નાડ પારખી તેઓ તદ્દન નવા વિષયવસ્તુ સાથે પ્રસ્તુત થાય છે. અનાહિતા તદ્દન અલગ પ્રકારના વિષય વસ્તુ સાથે પ્રગટ થયેલી રસપ્રચુર નવલકથા છે. આ કથાએ અખબાર અને સાહિત્ય જગતમાં નવા કીર્તિમાનો પ્રસ્થાપિત કર્યા છે.  

      અનાહિતા નવલકથાની અપ્રતિમ સફળતાના રહસ્ય અંગે દેવેન્દ્રભાઈ પટેલ સાથે અવારનવાર રૂબરૂ મળી ચર્ચા કરી છે. ત્યારે મને જાણવા મળ્યું કે અંદાજે સોળ વર્ષ પહેલાં અનાહિતા નવલકથાનું વિચારબીજ તેમના હૃદયમાં રોપયયેલું. આ કથાના પાત્રો મનમાં  સતત રમ્યા કરતાં. પાત્રોની વેદના, સંવેદના વર્ષો સુધી સર્જકના દિલમાં ઘૂંટાતી રહી છે. જેમ કોઈ પીપળો સિમેન્ટની ભીંત ફાડીને ઊગી નીકળે છે, બસ એમ જ આ કથા દેવેન્દ્રભાઈ પટેલની મંજાયેલી કલમે પ્રગટી છે. 

        અનાહિતાના પ્રથમ પ્રથમ પ્રકરણથી જે રફતાર પકડે છે.  દુબઈની પૃષ્ઠભૂમિ પરથી અંડરવલ્ડના આકા લોરેન્સ  ડિસોઝાના વિશાળ સામ્રાજ્યના વર્ણનથી દિલધડક  કથાનું મંડાણ થાય છે. પ્રથમ પ્રકરણથી શરૂ થયેલ  સસ્પેન્સ અને થ્રીલર આખરી પ્રકરણની આખરી લાઈન  સુધી બરકરાર રહે છે. દરેક પ્રકરણ એવા વળાંકે આવીને અટકે કે વાંચક કથાને અધવચ્ચે છોડી શકતો જ નથી.

     એસ.પી. સહદેવની પત્ની  અનાહિતા અને અંડરવલ્ડના ડોન લોરેન્સ ડિસોઝાની પુત્રી ઇનાયા વચ્ચેની ગાઢ મૈત્રી જેવી વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરી લેખક વાંચકોના મનને આંદોલિત કરે છે. ડગલેને પગલે કથા નવા વળાંકો લે છે. કથાનું આગામી પ્રકરણ  કઈ દિશામાં વળાંક લેશે એ કળવું વાંચકો માટે આત્યંત મુશ્કેલ  બની જાય છે.

     અનાહિતા અને સહદેવનો ઉત્કટ પ્રેમ, પ્રેમની સાથે ફરજનિષ્ઠા, અને ફરજનિષ્ઠા માટે જાનની બાજી લગાવતા પ્રમાણિક ઓફિસર સહદેવની આકસ્મિક ચીર વિદાય કાળજું કંપાવી જાય છે. લેખક કથાના વહાણને  એવા વળાંકે લાવીને લાંગરે છે કે વાંચકનું હૃદય અને આંખો બંને ભીંજાઈ જાય છે. અનાહિતાના જીવતરમાં  ધનરાજના  પ્રવેશ પછી જે  કથા સરિતામાં તોફાન ઉમટે છે એના ઘૂઘવાટના પડઘા વાચકના હૃદયમાં પડ્યા વિના રહેતા નથી.

જ્યારે કોઈ સ્ત્રીને ખ્યાલ આવે કે જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન કર્યા છે એ  વ્યક્તિ જ તેના  પતિનો કાતિલ છે તો એની મનોસ્થિતિ કેવી હોય ??  જ્યારે કોઈ સ્ત્રીને ખ્યાલ આવે કે તેની સાથે વિશ્વાસઘાત થયો છે ત્યારે તેની મનોદશા કેવી હોય ? પ્રતિશોધની આગમાં જલતી અનાહિતાનું અદભુત પાત્રાલેખન કરવામાં લેખક સફળ રહ્યા છે.

 સહદેવનું સપનું સાકાર કરવું એ માત્ર જીવન ધ્યેય બનાવી અનાહિતા યુદ્ધ માટે સજ્જ થાય છે.   પરિસ્થિતિથી હારી થાકી જીવન ટૂંકાવવાના બદલે ‘સ્વિટ રિવેન્જ’ માટે અનાહિતા તૈયાર કરે છે. સ્ત્રીઓએ બદલો લેવા માટે ગોળી ચલાવવાની જરૂર નથી. સ્ત્રી માટે તેનું સ્ત્રીત્વ તેનું શક્તિશાળી વેપન છે. ખરું યુદ્ધ હવે જામે છે. ધનરાજને છોડી રોજ રાત્રે અનાહિતા ક્યાં ચાલી જાય છે ? કોને મળે છે  ? ધનારાજના સાગરીતો વિનય, મુસ્તુફા, કાલીચરણ કે  ડૉ. શર્મા સાથે અનાહિતાને મૈત્રી કરી સમય પસાર કરવો કેમ ગમવા લાગ્યો ? આ બધા પ્રશ્નો વાચકોના મનમાં કેટ કેટલીય શંકા કુશંકાઓ જન્માવે છે. અનાહિતાના પ્રેગ્નેન્ટના રીપોર્ટે ધનરાજ સહીત વાંચકોને પણ જબરજસ્ત આંચકો આપ્યો. ધનરાજે તો ફેમીલી પ્લાનિંગનું ઓપરેશન કરાવેલું છે. તો અનાહિતાના પેટમાં કોનું પાપ વિકસિત થઇ રહ્યું છે ?? રહસ્યની ગુત્થી વધુ ગૂંચવાતી જાય છે.

       દર રવિવારે અનાહિતાના આગમનનો ઇન્તજાર રહેતો. શનિવારની સાંજ વાચકો માટે અકળાવનારી બની રહેતી. ક્યારે રવિવારની સવાર પડે ને રહસ્ય પરથી પડદો ઉંચકાય ! કથાનો અંત જેમ જેમ નજીક આવતો જાય છે એમ કથાની રફતાર અને રોમાંચ એની ચરમસીમાની પરાકાષ્ઠાએ પહોંચે છે.   દિલની ધડકન તેજ બની જાય છે. આખરી પ્રકરણ સુધી કથા કયો વળાંક લેશે એ રહસ્ય અકબંધ રાખવામાં પણ દેવનદ્રભાઈની કલમ દાદ માંગી લે છે.

દેવેન્દ્રભાઈ પટેલની કલમ  કથાનો અંત ચમત્કૃતિ સાથે પૂર્ણ કરવા માટે ખુબ જાણીતી બની છે. નવલકથા મનોરંજનની સાથે મનોવલણનું પણ ઘડતર કરવમાં મહત્ત્વનો ફાળો પ્રદાન કરે છે.  સમાજને સુંદર સંદેશો પ્રાપ્ત થાય એવો ગર્ભિતાર્થ પણ કથામાંથી સરે છે.  અંધારી આલમના ખતરનાક ક્રિમીનલની ભીતર પણ પિતાનું કુણું કાળજું હોય છે. એ પોતાની પુત્રી માટે શું કરી શકે ? નવલકથાના વાંચકો આ આખરી  પ્રકરણ વાંચ્યા પછી જ સમજાશે.

     વર્ષો પહેલાં દેવેન્દ્રભાઈ પટેલના પુસ્તક લોકાર્પણ પ્રસંગે સુપ્રસિદ્ધ કવિ સુરેશ દલાલે સુંદર દૃષ્ટાંત પ્રસ્તુત કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે  "નળરાજા  વનમાં ગયા. જ્યારે તેમને ભૂખ લાગી ત્યારે તેમણે માછલાં પકડ્યા. જેલમાંથી માછલું બહાર કાઢે અને એ તરફડીને મરી જાય. નળરાજા એ માછલાંને દમયંતીના હાથમાં મુકતા હતા અને એ માછલું પાછું જીવિત થઈ જતું. કારણ કે દમયંતીના હાથમાં અમૃત હતું. દેવેન્દ્ર પટેલના હાથમાં એવું અમૃત છે કે જે ઘટનાઓ પ્રસંગો વર્ણવે છે એ જીવંત કરી દે છે."

        સુરેશ દલાલના દૃષ્ટાંતને સાર્થક કરતુ વધુ એક ઉત્તમ ઉદાહરણ  અનાહિતા નવલકથા  છે. કથામાંમાં  વર્ણવેલ પ્રસંગો જાણે આંખ સામે જીવંત ભજવાતા હોય એવી અનુભૂતિ દરેક વાંચક અનુભવે છે.

     "અનાહિતા" નવલકથા આધારિત "યુદ્ધ" વેબસિરીઝ પણ  નિર્માણ પામી છે.   મેગ્નેટ મીડિયા પ્રોડક્શન અને પ્રિય મિત્ર સલિલ  પટેલે સાથે મળીને બનાવેલી આ થ્રિલર વેબ સિરીઝ યુદ્ધ JOJO app.in પર રજુ થઈ છે. આ વેબસિરીઝના ડીરેક્ટર  કર્તવ્ય શાહ તથા ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી  કુમાર નાયર છે. મુખ્ય પાત્રોમાં ચેતન ધનાની, પૂજા જોષી અને તુષાર સાધુ છે. JOJO OTT પર લોકો નો બહુ જ સરસ પ્રતિભાવ મળી રહ્યા છે.આ વેબસીરીજ કોઈ પણ ચાર્જ  વિના JOJO OTT પર ઉપલબદ્ધ  છે.

     અનાહિતા નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થઇ રહી છે ત્યારે હવે  વાંચકો સપ્તાહના વિયોગના વિલંબ વિના સળંગ કથાનો આસ્વાદ માણી શકાશે. આગામી સમયમાં રહસ્ય અને રોમાંચથી ભરપુર હજી વધુ ને વધુ નવલકથાઓ આદરણીય દેવેન્દ્રભાઈ પટેલની કલમથી પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના." 

                                                                     -         ઈશ્વર પ્રજાપતિ 



પુસ્તક  ખરીદવા  મેળવવા સંપર્ક : -નવભારત સાહિત્ય મંદિર,જૈન દેરાસર પાસે, ગાંધીરોડ ,અમદાવાદ-380001. ફોન નંબર (079)22139253 અથવા 98250 32340








Popular Posts