Sunday, December 24, 2023

સન્ડે સ્પેશિયલ

 

નોકરી જવાનું કહી ઘેરથી  નીકળેલ અજય દિવસો બાદ પણ  ઘેર પરત ફર્યો નહિ.  આખરે અજય  હતો ક્યાં ?



એપ્રિલ 2021ની આ વાત છે. પહાડી વિસ્તારના એક  ગામમાં ચહલપહલ મચી હતી. ગામનો એક આશાસ્પદ યુવાન બે દિવસથી ગાયબ હતો. એનું નામ અજય હતું. તે બાજુના જ એક ગામમાં  નોકરી કરતો હતો. અજય બે દિવસ પહેલાં નોકરી જવા માટે ઘેરથી નીકળ્યો હતો. એ પછી તે પરત ફર્યો ન હતો. પરિવાર ચિંતામાં ઘરકાવ બની ગયો હતો. સગાસંબંધી અને મિત્ર વર્તુળમાં પણ તપાસ કરાવી પણ અજયનો કોઈ જ પત્તો જડ્યો નહિ. આખરે પરિવારે પોલીસની મદદ લેવાનું મુનાસીબ માન્યું. પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા.

પોલીસે અજયની શોધખોળ આદરી. શોધખોળ કરતાં બાજુના ગામના જંગલ વિસ્તારમાંથી એક પુરુષની  લાશ મળી આવી. તેના શરીર પર ઘાતકી રીતે  ચપ્પાના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. આ લાશ બીજા કોઈની નહિ પણ બે દિવસથી ગુમ થયેલ અજયની જ હતી. અજયની હત્યાની જાણ થતાં આખા પરિવારજનો પર જાણે આફતનું આભ ફાટ્યું. કોઈને કંઈજ સમજાતું ન હતું કે અજયની હત્યા કોણે અને કેમ કરી? અજય એક સારી નોકરી કરતો હતો. એને સુંદર પરિવાર હતો. કોઈ સાથે દુશ્મની પણ હતી નહીં. તો આવી ઘાતકી હત્યા કરી કોણે આ સવાલનો જવાબ કોઈ પાસે હતો નહીં. પોલીસ માટે આ કેસ ઉકેલવો એક કોયડારૂપ હતો.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

  પોલીસે  કેસને ઉકેલવા મોરચો સંભાળ્યો.  પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને ખાનગી બાતમિદારોને કામે લગાડ્યા. કેસની વધુ તપાસ કરતાં જે તથ્યો બહાર આવતાં ગયાં તે ચોંકાવનારાં હતાં. અજયની કોલ ડિટેઇલનું વિષ્લેષણ  કરતાં એક ફોન નંબર શંકાસ્પદ જણાતો હતો. એ નંબર પર અજય દિવસમાં અનેકવાર વાતચિત કરતો. અજયના નંબર પરથી છેલ્લી વાત પણ એ શંકાસ્પદ ફોન ઉપર જ થઈ હતી. પોલીસે તેની વિગત મેળવી. એ ફોન નંબર કુસુમ હતો. કુસુમ એ અજયના કુટુંબી નાના ભાઈની પત્ની હતી. હવે આ હત્યા કેસે નવા જ વળાંક લીધો.

કુસુમ યુવાન હતી. સુંદર હતી. તે તેના સાસુ સસરા સાથે એકલી રહેતી હતી. પોલીસે કુસુમની પૂછપરછ આદરી. પોલીસથી સત્ય છુપાવવું અશક્ય હતું. ઉલટ સુલટ પ્રશ્નો પૂછતાં કુસુમ ભાંગી પડી. પોલીસને અતઃથી ઇતિ કહી સંભળાવ્યું તે અત્યંત આઘાતજનક હતું.

કુસુમે પોલીસને જણાવ્યું  "ભર્યાભાદર્યા પરિવારમાં મારો ઉછેર થયો. યુવાનીના ઉંમરે પગ મૂકતાં જ મારાં કાકીના ભાઈ કેતન સાથે આંખો મળી અને પ્રેમ સંબંધે બંધાઈ ગઈ. કેતનને સાથે જીવવા મરવાના કોલ આપી ચુકી હતી. એટલે એની સાથે રહેવા ઘેરથી ભાગી નીકળી. ભલે વિધિપૂર્વક અમારાં લગ્ન નથી થયાં પરંતુ છેલ્લા પાંચ વર્ષથી અમે પતિ પત્નીની જેમ રહીએ છીએ.

કેતનનો પરિવાર સાધારણ પરિવાર હતો. પરિવારના નિભાવ માટે કેતન કચ્છમાં નોકરી કરવા ગયો. મારા સસરા એટલે કે કેતનના પિતાને બી.પી.ની બીમારી હતી. તમને સાચવવા મારે તેમની સાથે ઘેર જ રહેવું. પડતું. કેતન મહિને બેત્રણ દિવસ માટે ઘેર આવતો. એ બેત્રણ દિવસ જ અમે સાથે રહી શકતાં. એ પછી કેતનની હૂંફ માટે મારે મહિનાની રાહ જોવી પડતી. વિરહ ક્યારેક અસહ્ય થઈ પડતો.

 મારા સસરા બીમાર રહેતા હોવાથી અજય અવાર નવાર ખબર કાઢવા આવતો. અજય એ મારો કૌટુંબિક જેઠ પણ થતો. સસરાની ખબર જોવાનું એક બહાનું હતું એ મને જ જોવા આવતો. એ ઘેર આવી મને નીરખ્યા કરતો. એની નજર પરથી  અજયના ઈરાદા હું પામી ગઈ. મને પણ એકલતા કોરી ખાતી હતી. મને પણ અજયનો સહવાસ ધીમે ધીમે પસંદ આવવા લાગ્યો. મર્યાદાઓ ઓળંગી  સંબંધમાં અમે ક્યારે આગળ વધી ગયાં એ હું કાંઈ સમજી ન શકી. એ પછીતો અજય અને હું અવારનવાર મળતાં રહેતાં. પરંતુ મારા પતિ કેતનને જો આ સંબંધની જાણ થશે તો ? આ વિચાર જ મને કંપાવી મુકાતો. ક્યારેક ઘોર પાપ કર્યાની લાગણી અનુભવાતી.

 આ સંબંધને વધુ આગળ વધતાં અટકાવી દેવો મને યોગ્ય લાગતું હતું. અજયથી હું દૂર થવા પ્રયત્ન કરતી હતી. પરંતુ અજય હવે દૂર જવા માટે તૈયાર ન હતો. ઘણું સમજવ્યા પછી પણ એના ફોન આવ્યા જ કરતા હતા. આ સંબંધ મારા માટે હવે એક બોઝ બની ગયો હતો.

એક વાર મારા પતિ કેતન કચ્છથી ઘેર આવેલા હતા. એ દરમિયાન મારા ફોનની કોલ ડિટેલમાં અજયનો નંબર જોઈ કેતનને શંકા ગઈ. અને મેં સઘળી હકીકત કહી સંભળાવી કે હવે મારે અજય સાથે કોઈ સંબંધ નથી રાખવો પણ અજય સતત ફોન કર્યા જ કરે છે. હું પણ કંટાળી છું.  એ જ રાત્રે  અમે આ સંબંધનો કાયમી અંત કેવી રીતે લાવવો એની યોજના ઘડી કાઢી.

 બીજા દિવસે અજયનો ફોન આવ્યો. એ મને મળવાની સતત જીદ લઇને બેઠો હતો. એને મળવા માટે મેં જ જગલમાં બોલાવ્યો. યોજના પ્રમાણે થોડા અંતરે મારો પતિ કેતન સંતાઈને બેઠો હતો.  મારો ફોન કેતનને ડાયલ કરી ચાલુ રાખી બાજુમાં મૂકી દીધો હતો. અજય જંગલમાં મને મળવા આવી પહોંચ્યો. થોડી વાર અલપઝલપ વાતો કર્યા પછી  એને ફરી અંગત પળો માણવા જીદ કરી. મારો પતિ આ બધી જ વાતો ફોનથી સાંભળી રહ્યો હતો. કેતન ગુસ્સે થઈ અમે જ્યાં બેઠાં હતાં ત્યાં દોડી આવ્યો. કેતને  અજયનું ગળું દબાવી દીધું. રાત્રે ઘડેલી યોજના પ્રમાણે મેં  નાડીના છેડે ધારદાર ચપ્પુ સંતાડી રાખ્યું હતું. એ ચપ્પુ મેં કેતનને આપ્યું. અજય જીવતો છૂટી ન જાય એટલે  ચપ્પા વડે બે ત્રણ ઘા ઝીંકી દીધા. અમારી નજર સામે જ અજય તરફડીને મૃત્યુ પામ્યો. અજયના લોહીથી રંગાયેલા કેતનના હાથ મેં પાણીથી ધોવડાવ્યા. ચપ્પુ પણ ત્યાં જંગલમાં જ ફેંકી દીધું.

અમે ઘેર આવી જાણે કાંઈ જ બન્યું ન હોય એમ કામમાં પરોવાઈ ગયાં. અજયના ગુમ થયાના સમાચાર વાયુ વેગે ફેલાયા પણ એ ક્યાં હતો એ હું અને કેતન જ જણાતાં હતાં. હત્યા નો કોઈ પુરાવો અમે છોડ્યો ન હતો. એટલે અમેને એમ હતું કે કોઈ અમારા પર શંકા પણ નહીં કરે અને પોલીસ પકડી પણ નહીં શકે. પણ અમારી બધી ધારણાઓ ખોટી પડી. હા, હું સ્વીકારું છું કે હું ગુનેગાર છું. મેં અને મારા પતિ કેતને સાથે મળીને અજયની હત્યા કરી છે." કુસુમની જુબાની સાંભળી પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ. પોલીસે કેતન અને કુસુમને જેલના હવાલે કરી દીધાં.  

     જીવનમાં કોઇપણ અનીતિક કામ કરશો તો એનો આનંદ ક્ષણિક હોય છે. પરંતુ એનો આખરી અંજામ અત્યંત  કરુણ  આવતો હોય છે. આપણે એ વાત ક્યારેય ભુલવી ન જોઈએ કે  પાપ હંમેશા છાપરે ચઢી મને પુકારતું હોય છે. કુસુમ અને કેતન તો હવે હત્યાના ગુનામાં જેલમાં છે. પરંતુ અજયનો પરિવાર નિરાધાર બની ગયો છે. સમાજે આવા કિસ્સાઓમાંથી બોધપાઠ લેવો રહ્યો. 

(સત્ય ઘટના : નામ પરિવર્તિત કરેલ છે.)  

  - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Friday, December 22, 2023

सर्वस्य चाहं हृदि सन्निविष्टो 

 सर्वस्य चाहं हृदि सन्निविष्टो 




        સમય આશરે 5000 વર્ષ પહેલાનો.

        સ્થળ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનું રણમેદાન.

        માગશર સુદ એકદશીનો દિવસ.

        દુર્યોધનની સેના વતી ભીષ્મ પિતામહે શંખ ફૂંકી યુદ્ધનો આગાઝ કરી દીધો છે. શ્રીકૃષ્ણે # *પંચજન્ય* અને વીર ક્ષત્રિય યોધ્ધા અર્જુને # *દેવદત્ત* નામનો શંખ ફૂંકી યુદ્ધ માટે તૈયાર છે. જેની સામે યુદ્ધ લડવાનું છે એમને નિહાળવાની જિજ્ઞાસાવશ
        બે શક્તિશાળી સેનાની મધ્યમાં કપિદ્વજ રથ ઉભો છે. રથમાં સવાર છે જિજ્ઞાસુ અર્જુન અને તેના સારથી છે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ.
યુદ્ધ મેદાન માં સામા પક્ષે પિતામહો, પિતારાઈઓ, ગુરુઓ, સાસરાઓ જેવા સ્વજનો જોઈ અર્જુનને સંશય થાય છે, અર્જુન કીંકર્તવ્યમૂઢ બને છે, નિરાશ થાય છે, વિષાદ થાય છે.. કે આ સ્વજનો ને હણીને પૃથ્વી તો શું પણ ત્રણેય લોકનું આધિપત્ય મળે તો પણ શા કામનું !! અને અર્જુન પોતાનું પ્રિય એવું ગાંડીવ બાજુ પર મૂકી હતોત્સહી થઈ રથમાં બેસી જાય છે. અને યુદ્ધ ન કરવાનો નીર્ધાર કરે છે ત્યારે
        અર્જુનના આ વિષાદ ને દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણે જે અતિ ઉગ્ર એવું જ્ઞાન અર્જુનને આપ્યું તે જ્ઞાન એટલે જ *શ્રીમદ્દ ભગવદ્ ગીતા!!!*
અર્જુનનો વિષાદ યોગ ગીતા જ્ઞાન માટે નિમિત્ત બન્યો. પરંતુ વાસ્તવમાં સંસારનો દરેક માનવી જ્યારે જ્યારે સંશય અનુભવે છે, હતાશા થી ઘેરાઈ જાય છે, જ્યારે કઈ જ માર્ગ સૂઝતો નથી, મનુષ્ય હારીને બેસી જાય છે ત્યારે મનુષ્ય નું મન કુરુક્ષેત્રનું રણમેદાન બને છે. અને દ્વંદ્વ રચાય છે ત્યારે ગીતા રૂપે ભગવાન આશ્વાસન આપે છે કે
#         *ક્ષુદ્રમ_હૃદય_દૌરબલ્યમ_ત્યકત્વોતિષ્ઠ_પરન્તપ* . (અધ્યા.2/3)
અર્થાત હૃદયની આવી દુર્બળતા નો ત્યાગ કર અને ઉભો થા.
        ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે "ગીતા મારુ હ્યુદય છે, ગીતા મારો ઉત્તમ સાર છે, ગીતા મારુ અતિ ઉગ્ર જ્ઞાન છે, ગીતા મારુ અવિનાશી જ્ઞાન છે, ગીતા મારૂ શ્રેષ્ઠ નિવાસસ્થાન છે. ગીતા મારુ પરમ રહસ્ય છે. ગીતા મારો પરમ ગુરુ છે"
        ગીતામાં કોઈ જગ્યાએ એવું નથી કહેવામાં આવ્યું કે "શ્રીકૃષ્ણ ઉવાચ" પરંતુ એમ કહેવાયું છે કે "ભગવાન ઉવાચ"
એટલે ગીતા એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ માંથી નિતરેલું નર્યું માધુર્ય.
        ગીતા કોઈ એક ધર્મ માટેનો ગ્રંથ ન બની રહેતાં વિશ્વધર્મ ગ્રંથ બન્યો છે. માટે જ વિશ્વ ની અનેકવિધ ભાષાઓમાં ગીતાજીનું ભાષાંતર થયું છે. સ્વાધ્યાયના પ્રણેતા પૂજ્ય  પાંડુરંગ_શાસ્ત્રીજી એ તો એમ કહ્યું છે "#Gita is not the #Bible_of_Hinduism but it is the #Bible_of_humanity"
        મહાત્મા  થોરો કહે છે"ગીતામાં એટલું તો ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના લખનારને અગણિત વર્ષો થઈ ગયાં હોવા છતા એવો બીજો એક પણ ગ્રંથ હજુ લખાયો નથી ગીતાજીની સાથે સરખાવતાં આ જગતનું હાલ નું જ્ઞાન મને તુચ્છ લાગે છે"
        તો મહાત્મા ગાંધીજી એ હરિજબંધુ માં નોંધ્યું છે કે " મને કોઈ ધર્મ સંકટ આવે એટલે હું ગીતા માતાનું શરણ લવ છું.એને સદાય મને પથદર્શન કર્યું છે.ગીતમાતા ના ખોળામાં જે માથું રાખે છે એ કદાપિ નિરાશ થતો નથી.ગીતા એના ભક્તો ને ક્ષણે ક્ષણે નવું જ્ઞાન, આશા, અને શક્તિ આપે છે. રોજ સવારે ગીતા તમે વાંચી જુઓ ને એનો ચમત્કાર પોતે અનુભવશો"
ભગવદ્દ ગીતા ભારત વર્ષ ના આધ્યાત્મિક ખજાનાના સૌથી મૂલ્યવાન રત્ન તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. ત્યારે તત્વજ્ઞાનથી ભરપૂર આ ગ્રંથ ને માત્ર ચંદનના લેપ લગાવી મૂકી રાખવા માટે કે ઘર ની શોભા વધારવા માટે મૂકી ન રાખતાં ગીતાજીનું સાચું પૂજન એનું વાંચન અને એનું આચરણ છે. ગીતા જયંતિ ના આજના પાવન દિને શ્રીકૃષ્ણના દિવ્ય સંદેશના આપણે વાહક બની ગીતાજીને ઘર-ઘર અને જન-જન સુધી પહોંચડીએ. પ્રભુના દૂત બનવાનું ગૌરવ લઈએ. સંકૃત અને સંસ્કૃતિથી વિમુખ થતાં જતાં સમાજને વિશ્વધર્મ ગ્રંથ ભેટ ધરીએ.
    જો અર્જુન આપણો આદર્શ બને તો શ્રી કૃષ્ણ સ્વયં આપણા જીવન રથના સારથી બનવાનું જરૂર પસંદ કરે.

                    यत्र योगेश्वर: श्रीकृष्ण: यत्र पार्थो धनुर्धर:।
                        तत्र श्रीर्विजयो भूतिध्रुवा नीतिर्मतिर्मम।

        આપ સર્વેને  ગી તા જયંતિની હાર્દિક શુભકામનાઓ.
        જય શ્રી કૃષ્ણ !

- ઈશ્વર_પ્રજાપતિ
9825142620


Saturday, December 16, 2023

Sunday Special

New Moon: K. K. Shah

A Biography

An Article in Gujarati: Shri Ishwar Prajapati

Translation: Shri Pallavi Gupta

To read this article in Gujarati Pl. click here

Mr K. K. Shah was born in an ordinary family but held various dignified posts right from Cabinet Minister to Honourable Governorship.

Mr K. K. Shah means Shri Kodarbhai Kalidas Shah

                 The present generation might not be much familiar about this invaluable gem that the land of Aravalli has gifted to this country. But Mr. K. K. Shah is that name whose leadership rendered a new direction to the country. He stood steady fast with Sardar in merger of local fiefdoms. He was a Union Minister and later the Governor of Tamil Naidu. Had the leadership of the region at that time grasped the talent of the person who had reached the pinnacle of power, the overall development of this area would have been more magnificent. Well, though decades have passed since the demise of Mr K.K. Shah, the fragrance of his services still lingers.

           His hometown Gabat, is a village situated at the remote village of Aravalli. He was born on 27th October,1908 in his maternal home at Goregaon in Maharashtra. Unfortunately, his father passed away in his childhood, but he was a brilliant student and hence was not a burden to his brother.

           He completed his primary education from Gabat, his higher secondary education from Modasa and Ahmedabad and finished his college education from Pune. He later settled down in Mumbai to study law. He graduated in the year 1919 and received several scholarships during his student life. He passed with first rank and became a fellow the same year at Parsuram Bhau College, Pune. His favourite subject was Mathematics. He was fully desirous to master that subject. As circumstances not being favourable, he turned his attention to law.

To contribute for this blog click here   

          Mr. K. K. Shah was nicknamed as ‘Motabhai’ (big brother) in his large circle as he viewed everyone with the magnanimity of brotherhood. His radiantly smiling face always gave solace and a golden ray of hope to depressed people. His bright eyes enticed everyone. His beautiful and eloquent speech would instil the feeling of brotherhood in all who came in his contact.

           In 1930, when a whirlwind swept across the country, he too jumped into the campaign of liberating Mother India from the shackle of the bondage and was jailed for it in 1932. In 1943, when there was a nationwide agitation for ‘Quit India’ movement, he was in the forefront and the tyrannical British government again jailed him.

In 1934, having received his Sanad he started his distinguished career as an MLA from that day itself. During this time, he started practicing law in Bombay High Court in 1934, when he came in contact with the famous MLA Babubhai T. Desai and Munshi Saheb, an eminent litterateur of Gujarat. In the year 1946, Mr K. K. Shah eloquently defended the accused of Chembur murder case and got them acquitted. He gained popularity in the everywhere among the realm of judiciary. In 1939, Sardar Patel assigned him a task of Nagina Masjid riot case to this able MLA and he accomplished the task beautifully well.

Mr K. K. Shah rendered unparalleled services as an advisor to the Maharaja of Vadodara. In the year 1948 he became the advisor of Maharaja of Vadodara.

When the time came for the merger of 600 kingdoms it was Mr K. K. Shah who helped Mr Sardar Patel by persuading Maharaja of Vadodara in doing so. The Secretary of Mr Sardar Patel, Mr V. P. Menon in his book ‘The Integration of States’ has highly appreciated him for this lofty task.

          When Mrs Sitadevi divorced the Maharaja of Vadodara and went to Europe with jewellery worth crores of rupees, it was Mr Saradar Patel who had sent Mr Shah to recover the valuable wealth of the country. As the advisor of The Maharaja of Vadodara, Mr Shah rendered unparallel services to the people of Vadodara.

             In the general election held in 1952, Mr Shah was elected with vast majority in Mumbai Legislative Assembly. The contribution made in the field of education is highly invaluable. His career as a Senate and Syndicate member of Mumbai Vidyapith will always remain memorable. He also served for many years as a municipal member in Mumbai nagarpalika. He held the post of President in many legal committees. As a member of Senate and Syndicate member of Mumbai Vidyapith he supported education and his acumen ship in election and helping in raising local help was instrumental in getting included as a confidante member of the Prime minister’s Council.

The work done by him as committee member of Central Relief Committee during Indo -Pak conflict was highly commendable and as a token of appreciation he was appointed as Minister by Indiraji. In 1967 he took the reins of Akashwani as minister and the work the wonderful work he did in short time is highly appreciable. He devised many schemes to promote, develop and make Akashwani self-sustainable, for example starting of commercial advertising etc. At that time the Pant Pradhan entrusted him with heavy responsibilities of nation building in areas like Housing Sector, Health and Family planning. Thus, due to his unique feelings for the betterment of common men and poor, he did a very commendable job. In place of thousands of uncountable shacks littering the Bay of Bandra, Mumbai he devised grand housing scheme and had it inaugurated at the hands of Mrs Indira Gandhi. He prepared good housing schemes throughout the country, so that numerous poor and middle-class people can benefit from it. He did commendable job as a Minister of Family Planning.

Elections got declared in 1970. There were repeated requests for Mr Shah to contest elections in South Mumbai and Northwest areas of Mumbai. He had made ample preparations for contesting the election and had also organised the campaign for it. Thus, when Shri Shah was preparing to contest the election, suddenly a message came from Prime Minister Mrs. Gandhi. She requested Mr. Shah to head the Election campaign of ruling Congress party at national level. Seeing the way Mr. Shah handled the campaign previously, the Prime minister felt that this colossal task must be taken up by Mr. Shah in the interest of the party. In spite of his desperate urge to contest the elections, Mr Shah heeded to the request of the Prime minister and immersed wholeheartedly in the election campaign. His held an unwavering and unique loyalty, both to his country and to the Prime minister. In his unique style he at times sarcastically jabbed at the congress leaders and often regaled the audience with rhymes (shayaries) and jokes.

In the general election held in 1952, Mr Shah was elected with vast majority in Mumbai Legislative Assembly. The contribution made in the field of education is highly invaluable. His career as a Senate and Syndicate member of Mumbai Vidyapith will always remain memorable. He also served for many years as a municipal member in Mumbai municipality. He held the post of President in many legal committees. As a member of Senate and Syndicate member of Mumbai Vidyapith he supported education and his acumen ship in election and helping in raising local help was instrumental in getting included as a confidante member of the Prime minister’s Council.

In June 1971, the post of Governor of Tamil Naidu felt vacant. It was a serious question arising in the mind of the Prime minister, to find a trusted person in whose hands the reigns in of such a big state with complex problems could be entrusted. Mrs Indira Gandhi knew that Mr Shah was the genius of successfully completing the task he undert00k. He has the ability of getting the work done from his colleagues. He was industrious, patient and tactful, and being loyal and hence, in the interest of the country he was asked to assume the headship of Tamil Naidu.

             On taking the reins of Madras he addressed many questions of the reporters and said, “I have profound respect for Tamil Nādu for years. The people of this state have made important contribution to the culture and tradition of the country. I will try my level best as the governor of Tamil Naidu to enhance this culture and tradition.”  In order to be in close contact with the community and to address to many complex problems in the state, he learnt Tamil language and could also speak it very well. When the country is entangled in linguistic issues, he set a very good example before the whole country. There should not be any resentment or hatred toward any language. He opened the doors of Madras Governor house for commoners where even a small farmer could come and discuss his problems in Tamil and get solution to them. In reply to a question asked by a Gujarati journalist he replied, “I am always ready to relinquish any post or position and serve Gujarat eagerly, whenever they demand my services.”

         Mr. K. K. Shah, a great thinker of socialist society formation, has presented a beautiful example as a Governor and a guide to other Governors too. He was easily accessible to commonest of the common man. The Raj bhavan of Madras was made easily accessible to the general people of Madras. He accepted the least remuneration in comparison to other Governors. He downplayed the importance of false pretensions and gave supreme importance to public service, which was appreciated. Seeing increase in unrest and discontent in Tamil Nadu, the Centre gave him the power to dismiss Karunanidhi’s DMK government and soon the government under Karunanidhi’s helm was dismissed. Shri Shah with peace and tact did wonderful work in the progress of Tamil Nadu.

            Even though he held high positions, his love for his homeland was incredible. Today, Vatrak hospital serves hundreds of thousands of poor patients at nominal rate is a result of his foresight and love for his homeland. With the spirit of giving something back to homeland, he founded Vatrak hospital in 1965 to provide health facilities to the poor and the reprieved patients of Sabarkantha area. Today, the hospital equipped with advanced facilities is proving a boon for the poor of the area.

             Retiring from the post of Governor of Tamil Naidu, he joined the rural development work Gujarat and under the guidance of Shri Morarjibhai, he roamed from village to village along with his wife and continued the rural development activities. He spent a major time in Vadodara itself. He started good boys’ and girls’ hostel under the aegis of Sir Sayajirao Diamond Jubilee Trust. Both the husband and the wife without any expectations plunged into the service and teaching activities wholeheartedly. They quitted all political activities. The demand of his lectures on Yoga, Education and collective issues were in great demand in various cities of Gujarat and Mr K. K. Shah in the larger interest of the society started delivering series of lectures from village to village and different cities.

He passed all of sudden away on 14-3-1986 due to cardiac arrest at Calcutta Raj Bhavan.

           Presently Mr K. K. Shah is no more with us, but his son Prakashbhai Shah is spreading the fragrance of humanity in the footsteps of his father. He has moved and is presently settled in California in America. Although serving in high position in America, he has preserved the love for his motherland which he has inherited from his father. He frequently visits his hometown. Along the banks of Vatrak River, Mr K. K. Shah charitable trust is working in the service of the poor. Jankiben, wife of Prakashbhai too is working shoulder to shoulder in service of the poor.

આ આર્ટીકલ ગુજરાતીમાં વાંચવા આહીં ક્લિક કરો.

                                                                                 Contact No. 9825142620

                                                                            Email : khudishwar1983@gamil.com 

Thursday, December 14, 2023

Sunday Special

Dhaval :  An unsolved Riddle

                                   An article in Gujarati  by Ishwar Prajapati  

Translate By: Pallavi Gupta  

 

         This is one of the heart-wrenching incidents of the Aravalli region. One evening, Ramjibhai was frantically searching for his four-year-old grandson. His beloved and cherished grandson had been missing since afternoon. He searched the whole village but no one did not find him. Even though it was getting dark, there was no trace to be found of Dhaval anywhere. Later, on the whole village joined in search of Dhaval. The village was very small. So now the search was directed to the outskirts of the village. 

        The villagers began searching surrounding fields, ponds, and wells. The news rvillagerseceived of late was very shocking. Someone tried to kill him by tightening the noose of the rope around Dhaval’s neck on Ramjibhai’s farm. But Dhaval was still breathing. He was immediately taken to a nearby town hospital for treatment. Dhaval’s condition was turning out to be critical. Hence, he was shifted to a big city hospital. Dhaval breathed his last during the treatment at the hospital. Even after great effort, Dhaval couldn’t be saved. The crime of Dhaval’s murder was registered at the police station. And the police scrambled to find the murderer of the innocent child. 

        The question was, who would have committed this heinous and gruesome crime of killing an innocent child? Who must be the killer? Who would be that sinner? And what would be the motive behind the murder of this innocent child? This was one question which would start anyone contemplating it. The first question was why was Dhaval staying with his grandfather? Are the parents alive or not? And if the parents are alive, where are they? The name of Dhaval’s father was Sureshbhai. His first marriage was with the girl of his own community. The marriage barely lasted for one year. Suresh and his wife got divorced in one year. After getting divorced, Suresh fell in love with a girl who was a resident of a small village in the Aravalli district. And finally got married and started living together. Initially both passed a happy married life, and a son was born to them. The son was named Dhaval. As Dhaval’s age advanced, so did the marital discord between Suresh and his second wife kept on increasing. 

        The dissention/disagreement rose to such a level that the relation with his second wife was on the verge of breaking. Later the matter came to the point of divorce. Dhaval was three and half years old at that time. Suresh’s second wife handed over the custody of her son Dhaval to her in-laws and went to her parent’s home. Now Suresh also left home. Despite having parents, Dhaval became parentless. The responsibility of upbthe ringing/nurturing of Dhaval fell on the grandfather Mr. Ramjibhai. Suresh kept moving from one city to another in search of a job. Sometimes he used to get retail jobs in cities like Himmat Nagar, Ahmedabad or Surat. Meanwhile, a girl came into his contact and later turned into a love relationship. Suresh was now in a relationship with a third girl. He then came with the girl to his hometown. The girl’s family disapproved of this relationship at all cost. The girl's family took the girl back home. Now Suresh was all alone. He became irritable and suspicious by nature. He was not ready to talk in a decent manner with anyone.

         While Sures was in his hometown he received a phone call from his second wife. After conversing with his second wife, restlessness in Suresh intensified, His face was livid and turned red with anger. He was at a loss as to what to do next. In the afternoon he took his son Dhaval to a barber in nearby village. After returning from the adjoining village, he took his bag and left for work. After that, Dhaval having not returned until nightfall, the grandfather started the search and found Dhaval in an unconscious state with a rope around his neck in the field. And while the treatment was in progress in the hospital he breathed his last. The killing of the innocent child left the whole area in a state of deep shock. 

        The case was gaining momentum under the guidance of District Police Chief Sanjay Kharat. The district LCB was given the charge to lead the case and trace the accused. The investigation started in full swing. The LCB started working day and night to gather the evidence and when the truth came out it was astonishing for everyone. At the time when this incident took place, the presence of Dhaval, i.e. Dhaval’s father was noted around the spot/place. The needle of suspicion of the murder was pointing towards the child’s father, Suresh. 

        When police started searching for Suresh he was found working as a labourer in a city. He was nabbed from the spot. On his interrogation at the police station, he confessed that “ I have attempted to kill Dhaval because her mother only told me on a phone that Dhaval was not his child, but that of her lover/paramour. This fact was unbearable for me to accept that someone else’s son was being raised in my home. This very thought robbed me of my mental peace. And that day itself I took Dhaval under the pretext of hair cut with the intention of killing him. I took him to the field and put a noose tightly around his neck and came home and escaped saying that I am to leave for some job.” Suresh’s confession even stunned the police. How can a father kill his own innocent child? It's truly said, that there can be no remedy to doubt/suspicion. It is difficult to imagine how the doubt of a worm can make a person perpetuate the most heinous of an act. 

        Dhaval’s grandfather Ramjibhai was forced to spend his old age in a helpless state. One of the specialities of our judicial system is that a hundred criminals can be acquitted, but one innocent should not be punished. Suresh had confessed to having committed the crime at the police station, but no evidence or witnesses were there to prove it, hence the crime couldn’t be proved. Due to the need for proper evidence and witnesses, the honourable court acquitted Suresh.

Sunday, December 10, 2023

સન્ડે સ્પેશિયલ

  મસ્તક વિનાની મળેલી  અજાણી યુવતીની લાશ ! 

આખરે એ દુર્ભાગી યુવતી કોણ હતી ???




વર્ષ ૨૦૧૮ ની વાત છે. સૌરાષ્ટ્રના એક જાણીતા શહેરની ડમ્પિંગ સાઈટ પર એક યુવતીનું ધડ  વિકૃત હાલતમાં મળી આવ્યું. યુવતીની ઓળખ થઇ ન શકે તે માટે કોઈએ ક્રુરતા પૂર્વક   યુવતીનું મસ્તક વાઢી નાખી લાશને ડમ્પિંગ સાઈટ પર ફેકી દીધી હતી. આખા પંથકમાં જાણે  ચકચાર મચી ગયો. પોલીસને જાણ થતાં તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી.

લાશ જોતાં જ અંદાજ આવતો હતો કે યુવતીની હત્યા અંદાજે ૩૬ કલાક પહેલાં કરવામાં આવી છે. યુવતીએ જીન્સ ટોપ પહેર્યું હતું. શાતીર દિમાંગ ધરાવતા હત્યારાએ લાશની આસપાસ કોઈ પુરાવા પણ છોડ્યા ન હતા. મસ્તક વિનાની લાશની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. પોલીસ માટે આ હત્યાનો ભેદ ઉકેલવો એક  જટિલ કોયડો બની ગયો હતો. મૃત્યુ પામેલ યુવતીના જમણા હાથ પર V.V. ત્રોફાવેલ હતું. આ સિવાય યુવતીની ઓળખ થઇ શકે એવી કોઈ વિગત ઉપલબ્ધ હતી નહિ.

હાથ પર ત્રોફાવેલ V.V. અંગ્રેજી બે મૂળાક્ષરોના આધારે હત્યારા સુધી પહોંચવું પોલીસ માટે સહેલું ન હતું. પોલીસે ધીરજ પૂર્વક કામ લીધું અને તપાસ આરંભી. આસપાસના વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતીઓની માહિતી એકત્રિત કરી. મૃત્યુ પામેલ યુવતીએ પહેરેલ વેસ્ટર્ન કપડાં આધારે ઓળખ કરવા છાપાં – ટેલીવિઝન પર જાહેરાત આપવામાં આવી. આસપાસના વિસ્તારમાંથી ગુમ થયેલ યુવતીઓના હાથ પર V.V. એવું ત્રોફાવેલ નિશાન છે કે કેમ ? આ બધી જ તપાસ કરી જોઈ પણ આ યુવતીની ઓળખ થાય એવી કોઈ કડી ક્યાયથી હાથ લગતી જ નહતી.

પોલીસે અંગત બાતમીદારોને સક્રિય કરી તપાસના ચક્રો વધુ ગતિમાન કર્યા. એક વિશ્વાસુ બાતમીદારે પોલીસને માહિતી આપી કે આ હત્યાનો બનાવ બન્યો છે ત્યારથી પાસેના ગામમાં રહેતો વિશાલ નામનો વ્યક્તિ પણ ગાયબ છે. યુવતીના હાથ પર ત્રોફાવેલ V.V. નાં કારણે શંકા વધુ પ્રબળ બની જતી હતી.  આ કેસને ઉકેલવા  વિશાલ સુધી પહોંચવું જરૂરી હતું. પોલીસે પાસેના ગામ પાસે જઈ ખાનગી રાહે  વિશાલની વિગતો એકત્રિત કરી. વિશાલનું પગેરું શોધવું જરૂરી હતું. જીલ્લા પોલીસે વિશાલને શોધવા ઈન્ટેલીજન્સ એજન્સીને  કામે લગાડી. ભારે જહેમત બાદ પોલીસને વિશાલની ભાળ મળી. વિશાલ કચ્છના એક છેવાડાના ગામની વાડીમાં આશ્રય લીધો હતો. સૌરાષ્ટની પોલીસ કચ્છ પહોંચી વિશાલને પૂછપરછ માટે લઈ આવી. શરૂઆતમાં વિશાલે ચતુરાઈ પૂર્વકના જવાબ આપી પોલીસને ગુમરાહ કરતો રહ્યો. પરંતુ પોલીસે કડક હાથે કરેલી  ઉલટ પ્રશ્નોત્તરી દરમિયાન વિશાલની કોઈ હોંશિયારી ચાલી નહિ. અને પછી તો જે પણ બન્યું હતું એ પોપટની જેમ વિશાલ બોલવા લાગ્યો. વિશાલે જે કબૂલાત કરી એ સાંભળી સૌ કોઈ ચોંકી ઉઠયા. 

મૃત્યુ પામેલ યુવતીનું નામ વિમલા હતું. તે પરણિત મહિલા હતી. તે ત્રણ સંતાનોની માતા હતી. તેને સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરો હતો. પરંતુ પતિ સાથેના કંકાસને કારણે તે તેની નાની દીકરી સાથે અલગ રહેતી હતી. જયારે મોટી દીકરી અને દીકરો વિમલાના પતિ સાથે રહેતાં હતાં. વિશાલ તેની બહેનનાં ઘેર જતાં વિમલા સાથે આંખ મળી ગઈ. વિશાલ અને વિમલા એકબીજાને પસંદ કરવા લાગ્યા. અને એકબીજાને અવાર નવાર મળવા લાગ્યાં. બંનેએ સાથે જીવવા મારવાના કોલ આપી દીધા. વિમલાએ પ્રેમની નિશાની રૂપે પોતાના જમણા હાથ પર V.V. એમ ત્રોફાવી દીધું.  

વિમલા હવે તેની નાની દીકરી લઈને વિશાલની સાથે જ રહેવા આવી ગઈ. પરંતુ આ સંબધ વિશાલના પરિવારને મંજૂર હતો નહિ. રોજ રોજ કંકાસ વધવા લાગ્યો. એટલે વિશાલ વિમલાને લઇ બીજા ગામ વાડીએ રહેવા ચાલ્યો ગયો. વાડીએ રહેવા આવ્યા બાદ પણ કોઈ અણગમતા કારણસર વિમલા અને વિશાલ વચ્ચેનો કંકાશ સમ્યો નહિ. વિશાલ હવે દારૂની લતે ચડી ગયો હતો. રોજ દારૂ પી ને આવી વિમલા સાથે મારઝૂડ કરતો. વિમલા પોતાના પતિને છોડીને હવે પસ્તાઈ રહી હતી પરંતુ તેની પાસે પાછા વળવાનો કોઈ જ રસ્તો બચ્યો ન હતો. તેના સંતાનોનું ભાવી પણ અંધકારમય બની ગયું હતું. વિમલાનું જીવન હવે જાણે નર્કાગાર બની ગયું હતું.

          એક સાંજે વિશાલ ચિકકાર દારુ પીને ઘેર આવ્યો અને વિમલા સાથે ઝઘડો કર્યો. વિમલા આ સહન કરી શકી નહિ. ઝઘડાએ ઘાતક રૂપ લીધું. વિશાલ બેરહમીથી વિમલા પર તૂટી પડ્યો. વિમલાનું પ્રાણપંખેરું ઉડ્યું નહિ ત્યાં સુધી વિશાલ તેને મારતો રહ્યો. આખરે  વિમલા મૃત્યુ પામી. વિમલા મારથી મૃત્યુ પામી છે એ જાણી વિશાલ ગભરાઈ ગયો.  હવે કોઈને પણ આ વાતની જાણ ન થાય એ માટે એને લાશને સગેવગે કરવાનું નક્કી કર્યું. પોતે હત્યા કરી છે અને હવે પકડાઈ ન જાય એ માટે હવાતિયા મારવા લાગ્યો.લાશની ઓળખ થાય નહિ અને  કોઈને શંકા જાય નહી એ માટે વિમલાને જીન્સ અને ટોપ પહેરાવી દીધું. અને કરવતથી મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. ધડને ડમ્પિંગ સાઈટ પર ફેંકી આસપાસ જાળી ઝાંખરા પાથરી દીધાં. જ્યારે મસ્તક બીજા કોઈ ગામના સીમ વગડામાં જઈ  દાટી દીધું.

લાશને સગેવગે કર્યા બાદ જાણે  કશું જ બન્યું ન હોય એમ વિશાલ વાડીએ જઈ કામમાં જોતરાઈ ગયો. માણસ જ્યારે હેવન બને છે ત્યારે માનવતાની તમામ મર્યાદાઓ નેવે મૂકતા જરા પણ શરમાતો નથી.  વિશાલે વિમલાની તો ક્રૂર હત્યા કરી નાખી, હવે વિમલા જે  સગીર વયની દીકરી સાથે લાવી હતી તેની ઉપર નજર બગાડી, વિશાલ પોતાની હવસ સંતોષવા લાગ્યો. વિશાલ હેવન બની માસુમ કળીને મસળતો રહ્યો.

પોલીસ સમક્ષ વિશાલે કરેલી કબૂલાત સાંભળી ખુદ પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ. પોલીસે ગજબની કુનેહથી હાથ પર ત્રોફાવેલ મુલાક્ષારોના આધારે આ જટિલ કેસને ઉકેલી હેવાનને  જેલને હવાલે કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. એક વાત તો નક્કી છે પાપી પાપ કરતાં ગમે તેટલી ચાલાકી કરે પરંતુ કરેલું પાપ છાપરે ચડી પોકારતું હોય છે. વિમલાની દીકરીને મૂળ પિતાને સોંપી દેવામાં આવી.વિશાલ જેલના સળિયા પાછળ  પોતે કરેલા કર્મોની સજા ભોગવી રહ્યો છે.   

(સત્ય ઘટના. નામ પરિવર્તિત કરેલ છે.)

-     ઈશ્વર પ્રજાપતિ

98251 42620

( નોંધ -  આપ પણ આપના જીવનની વ્યથા કથા નીચેના સરનામે પોસ્ટ કે કુરિયર થી મોકલી શકો છો. અથવા નીચેના આપેલા નંબર પર Whatsapp કરી શકો છો.  સરનામું : B-13 અમૃતાલય, રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષ , મેઘરજ રોડ, ઉમિયા ચોકની સામે, મોડાસા 383315.  સંપર્ક : ૯૮૨૫૧ ૪૨૬૨૦ )

Sunday, December 3, 2023

સન્ડે સ્પેશિયલ

 

અનેક દિવ્યાંગ બાળકોના પાલક માતાપિતાની ભૂમિકા અદા કરતું, માનવતાના મહાયજ્ઞમાં સમર્પિત  દંપતિ જ્યંતિભાઈ અને લીલાવતીબહેન પટેલ. 


               આજે 3 જી ડિસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસ.  એક એવા શિક્ષક દંપતીની વાત કરવી  છે કે જેઓએ દિવ્યાંગ બાળકોની સેવા માટે આખું આયખું ઘસી નાખ્યું છે. જિંદગીના ત્રણ ત્રણ દાયકા મૂકબધીર વિદ્યાર્થીઓના શિક્ષક તરીકે દિલ રેડીને સેવાઓ આપી અને જ્યારે સેવા નિવૃત થયાં તો જિંદગીની સઘળી કમાણી અનાથ, ગરીબ દિવ્યાંગ બાળકો માટેની શાળાની સ્થાપના પાછળ ખર્ચી નાખી એટલું જ નહીં સરકાર તરફથી પોતાને મળતું પેંશન પણ આ સંસ્થાને ધબકતી રાખવા ખર્ચી રહ્યાં છે. આ સંસ્થા એટલે માનવતાના મહાયજ્ઞ સમી મમતા દિવ્યાંગ શિશુ વિદ્યામંદિર. અને આ ઋષિ દંપતી એટલે જયંતીભાઈ પટેલ અને લીલાવતીબહેન પટેલ. 
        આ ઋષિ દંપતીની તપોભૂમિ સમી સંસ્થા મમતા દિવ્યાંગ શિશુ વિદ્યામંદિર આજે સાબરકાંઠાનું એક તીર્થ સ્થાન બન્યું છે. અનાથ, ગરીબ, જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકો સહજ સ્વીકૃતિ સાથે અહીં સન્માન પૂર્વક અભ્યાસ કરી રહ્યાં છે. અહીં અભ્યાસ કરતા દિવ્યાંગ નિર્દોષ વિદ્યાર્થીઓને નિહાળો તો દિલમાં સંવેદનાની સરવાણી આપોઆપ પ્રગટે છે. નિર્દોષ દિવ્યાંગ બાળકોની આંખોમાંથી નીતરતી નિખાલસતા હૃદયને ભીંજવી દે છે. આવાં દિવ્યાંગ બાળકોને શિક્ષિત અને દિક્ષિત કરવાનું કામ પડકાર રૂપ છે. આ બાળકો સાથે કામ લેવામા અપાર ધીરજ અને માતૃ હ્રદય જોઈએ. જયંતીભાઈ અને લીલાવતીબહેનના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા અહીંના ફરજનિષ્ઠ શિક્ષકોથી માંડી તમામ કર્મનિષ્ઠ કર્મચારીએ બાળકો સાથે પોતાની જાતને ઓગળી દીધી છે. ગુજરાત, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશ એમ સમસ્ત ભારતમાંથી દિવ્યાંગ બાળકો કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અહીં આશ્રય પામ્યાં છે. 
          દિવ્યાંગ બાળકો માટે ઉત્કૃષ્ઠ કામ કરતી આ સંસ્થાની પાયાની ઈંટ મંડનાર જ્યંતિભાઈ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના માદેવપુરા ગામના વતની. અત્યંત ગરીબાઈમાં તેઓનું બાળપણ વિત્યું. પિતા મગનભાઈ અને માતા કંકુબહેન ખેતી કરી પેટિયું રળતાં. ચાર દીકરા અને ત્રણ બહેનોનો ભર્યો ભાદર્યો પરિવાર. ટૂંકી આવકમાં નિર્વાહ કરવો પણ દુષ્કળ. એમ છતાં પેટે પાટા બાંધીને જયંતીભાઈને ભણાવ્યા. કોલેજ કાળના એ કપરા દિવસો યાદ કરીને જ્યંતિભાઈની આંખો આજે પણ ભીની થઈ જાય છે. જ્યારે તેઓ પાસે ફૂડ બિલની ફી ભરવાના પૈસા ન હતા ત્યારે ચાર ચાર દિવસ ભૂખ્યા રહી દિવસો પસાર કરવા પડેલા. મિત્રો અને સ્નેહીજનોની મદદથી અભ્યાસ પૂર્ણ કર્યો. અને એ જ સમયે મનમાં ગાંઠ વળી કે જીવન ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓની સેવામાં ખર્ચી નાખવું. ભણવામાં તેજસ્વી જ્યંતિભાઈએ અન્ય ડિગ્રીઓ મેળવી આરામ દાયક જિંદગી પસાર કરવાને બદલે બી.એસ.સી. નો અભ્યાસ પૂર્ણ કરી દિવ્યાંગ બાળકોના શિક્ષક બનવા માટેનો ડિપ્લોમા કોર્સ કરવા અમદાવાદ ગયા ત્યારે પહેલીવાર અમદાવાદ નિહાળ્યું. 
          અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હિંમતનગરની બહેરામુંગા શાળામાં શિક્ષક તરીકે જોડાયા. અને બાદમાં પ્રિન્સીપાલ તરીકે યશસ્વી સેવા બજાવી. 2012 માં સરકારી ચોપડેથી સેવા નિવૃત્ત થયા. દિવ્યાંગ બાળકોની વચ્ચે રહી છેલ્લા સાડા ત્રણ દાયકા સુધી મૂકબધીર બાળકોનું દિલ રેડીને શિક્ષણ કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન વેદના, સંવેદના, પીડા, ઝીલી રહેલા વિક્લાંગ બાળકોની પરિસ્થિતિ જોતાં હૃદય વલોવાતું રહ્યું. આ સંવેદનશીલ ક્ષેત્રમાં દિવ્યાંગ બાળકે માટે ઘણું કાર્ય કરવાનું હજુ બાકી છે તેવું વ્યથિત હૃદયે વિચાર્યું. અને નિવૃત્તિ બાદ બમણા વેગે દિવ્યાંગ વિદ્યાર્થીઓની સેવામાં પ્રવૃત્ત બન્યા.
       દિવ્યાંગોની વ્યકિતત્વ પ્રતિભાને વિકસિત કરવાની ખેવના સાથે હિંમતનગરમાં દિવ્યાંગ બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરતી સંસ્થાનું સર્જન કરી માનવતાના મહાયજ્ઞ પ્રારંભ કર્યો. હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં ભાડાના મકાનમાં ધોરણ 1 થી 5 નાં 15 બાળકો સાથે હ્યુમન રિસર્ચ ફાઉન્ડેશન હિમતનગર સંચાલિત "મમતા વિકલાંગ શિશુ વિદ્યામંદિર"નો પ્રારંભ થયો . જેમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ - 1 થી 8ની મંજુરી મેળવી શિશુ વિદ્યા મંદિર શરૂ થયું. 9 વર્ષની યાત્રામાં અનેક ચઢાવ - ઉતાર વચ્ચે હાલ આ સંસ્થામાં કુલ 55 દિવ્યાંગ બાળકોનો અભ્યાસ સાથે જીવન નિર્વાહ ચાલી રહ્યો છે. સામાન્ય શાળાઓમાં કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ જેવી તમામ પ્રવૃત્તિઓથી શાળા ધમધમે છે. દિવ્યાંગ બાળકો ઓશિયાળું જીવન ન જીવતાં, સમાજમાં સન્માન પૂર્વક જીવી શકે તેવા પાઠ આ પાઠશાળામાં શીખવામાં આવે છે. સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ માટે 29 જેટલાં વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલના હસ્તે સન્માન પામ્યાં છે.

          દિવ્યાંગ બાળકોને શિક્ષણ ઉપરાંત છાત્રાલયમાં રહેવા, જમવા, મેડિક્લ જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્ય ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ પાસે એક પણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. સરકારશ્રીની કોઈપણ પ્રકારના અનુદાન વિના સમાજના સહિયારા સહારથી સંસ્થા કાર્યરત છે. બાળકોને બે ટાઈમ જમવાનું, ચા નાસ્તો, કર્મચારીઓને પગાર , માનભાડું , ટેલીફોન બીલ, લાઈટબીલ તથા અન્ય તમામ ખર્ચ માટે અન્ય કોઈ કાયમી સ્રોત ઉપલબ્ધ નથી. આ ભગીરથ કાર્યમાં વિશેષત: ભોજન નિભાવ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ છે. એમ છતાં સામેથી કોઈ દાન આપે તો સ્વીકારવું બાકી કોઈની પણ પાસે દાન માટે હાથ નહીં લંબાવવાનો દૃઢ સંકલ્પ છે. 
          જયંતિભાઇ પટેલે દિવ્યાંગ બાળકોની સેવા અર્થે આરંભેલા યજ્ઞને પ્રજવલિત રાખવા માટે સતત સંઘર્ષ કરતા રહ્યા હતા ત્યારે હિંમતનગરના બહેરામુંગા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં તેમના ધર્મપત્નિ લીલાવતીબેન પટેલે પણ પોતાની ચાલુ સેવા દરમિયાન મળતા માસિક પગારમાંથી વિસ હજાર પ્રતિ માસ સંસ્થા માટે અર્પણ કરતાં રહ્યા. સાથે નિવૃત્તિ બાદ આવેલી બાર લાખ જેટલી માતબર રકમ સંસ્થાને સમર્પિત કરી. દિવ્યાંગ બાળકો માટે જ્યંતિભાઈએ જોયેલાં સપનાને સપનાને સાકાર કરવા લાલીતાબહેને  પણ કોઈ કસર ન છોડી. આર્થિક સહાય ઉપરાંત માતૃ હૃદયે સંસ્થા પર મમતા વરસાવતાં રહ્યાં છે. 
            હ્યુમન રિસર્ચ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ જણાવે છે કે "વર્ષ 2013 માં સંસ્થાના વહીવટી નિર્વાહ માટે મોટી મુશ્કેલી સર્જાઇ તે દરમિયાન દિકરાના લગ્ન પ્રસંગે આવેલ દોઢ લાખ રૂપિયાની ચાંલ્લાની રકમ સંસ્થાને સમર્પિત કરી હતી. તદુપરાંત સંસ્થા ચલાવવા આર્થિક ભીડ વધતાં વતનની સોનાની લગડી જેવી જમીન વેચી. તેમાંથી આવેલા પાંચ લાખની માતબર ૨કમનો સંસ્થામાં અર્પણ કરી દીધી. શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો હતો પસંગે મળેલ પચીસ હજાર રૂપિયાનો પુરસ્કાર પણ સંસ્થાને જ અર્પણ કરી દીધો. "
         મમતા દિવ્યાંગ શિશુ વિદ્યામંદિરના નવસર્જનમાં, માનવતાના આ સેવાયજ્ઞમાં દંપતિએ પોતાના સમગ્ર પરિવારને પણ જોડી દીધો છે. મોટા દિકરા ધવલના પત્નિ ગાયત્રી પટેલ ઑડિયોલોજીસ્ટ તરીકે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. તેમજ નાના પુત્ર હર્ષનાં પત્નિ નિકી પટેલ સિવિલમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવી રહ્યાં છે, જે બંને પુત્રવધૂઓ પણ મમતા દિવ્યાંગ શિશુવિધામંદિરના દિવ્યાંગ બાળકોની સેવા માટે પોતાનું પદાર્પણ આપી રહી છે. જયંતિભાઈ પટેલ જિલ્લાની ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્ય તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. જયંતીભાઈએ 42 દિવ્યાંગ દીકરીઓને લગ્ન કરવી આપી ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરાવ્યો છે. 
             શિક્ષક દંપતીની આ તપોભૂમિના દર્શન કરવાનો લ્હાવો લૂંટવા જેવો છે. દિવ્યાંગતાને કુદરતે બક્ષેલ ભેટ સમજી વિદ્યાર્થીઓ જીવન ઉત્સવ મનાવી રહ્યાં છે. જીવનની નાની નાની સમસ્યાઓના રોદણાં રોતા વ્યક્તિએ અહીં આવી અનેક મર્યાદાઓ વચ્ચે પણ આનંદથી જીવતા દિવ્યાંગ બાળકોના દર્શન કરવા જેવાં છે. શિક્ષક દંપતીના સેવા યજ્ઞને દિલથી સલામ!

જયંતીભાઈ પટેલ સંપર્ક નં. - 99799 21428


લેખન-  ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts