સોમવાર, 13 જાન્યુઆરી, 2020

જિંદગી ઝીંદાબાદ : ડૉ. કરસનદાસ સોનેરી


અરવલ્લીની ધરામાં પ્રગટેલ મધમધતું સોનેરી માનવપુષ્પ   : 
ડૉ. કરસનદાસ સોનેરી
                    
                  

                   
                 ડૉ. કરસનદાસ સોનેરીનું વ્યક્તિત્વ ગુજરાત માટે અજાણ્યું નથી.
               ડૉ. કરસનદાસ સોનેરી ગુજરાતના એક છેવાડાના ગામડામાંથી સ્વબળે આગળ વધેલ વ્યક્તિ છે.  આઝાદી પહેલાં એક દાયકા પૂર્વેની  વાત છે. જ્યારે સાબરકાંઠાના ધનસુરા જેવા મોટા ગામોમાં પણ વિજળી આવી હતી.  ફાણસનો જમાનો.  ઘરે ફાણસ હોવી પણ એક શ્રીમંતાઈની નિશાની ગણાતી.   સમયે સમાજમાં જાગૃતિનો પણ અભાવ. અસ્પૃશ્યતા, અંધશ્રધ્ધા,  રૂઢીચુસ્ત રીતરિવાજો જેવી અનેક બદીઓથી સમાજ ખદબદતો હતો. સમયે ખેત મજૂર વણકર પરીવારમાં જન્મેલા ડો. કરસનદાસ  સોનેરી ભણી ગણીને  પ્રોફેસર બની, ગુજરાત રાજ્યાના એક યશસ્વી શિક્ષણ મંત્રી અને વિધાન સભાના ઉપાધ્યક્ષ બનશે એવી તો કોઈએ કલ્પના પણ ક્યાથી કરી હોય?   અનેક હાડમારીઓ વચ્ચે  પોતાની જીવન યાત્રા ઘણી કાથીનાઈમાં પસાર કરી છે. તેમના પિતાજી  હીરાભાઈ વણાટ કામ કરતા.  નાની વયમાં પિતાની છત્ર છયા ગુમાવી તેમના માતૃશ્રી કોદરીબાએ   મજૂરી કરતાં કરતાં, પેટે પાટા બાંધી તેમને ભણાવ્યા. કપરા આર્થિક સંજોગો સામે બાળવયથી બાથ ભીડી.
          ડૉ.  કરસનદાસ સોનેરી જેમણે સમાજની રૂઢિચુસ્ત વ્યવસ્થાથી ઉપર ઉઠીને પોતાની જાતે એક ભવ્ય કારકિર્દીનું નિર્માણ કર્યું. સમાજ વ્યવસ્થાના તમામ વિપરીત પરિણામનો સામનો કરીને તેમણે પોતાની જાતે એક અગ્નિ પરિક્ષામાંથી પસાર કરીને વધુ કંચન શુદ્ધ વ્યક્તિત્વનું સર્જન કર્યું. સાબરકાંઠાના વણકર સમાજના પ્રથમ ગ્રેજ્યુએટ, પ્રથમ પ્રોફેસર, પ્રથમ પીએચ. ડી. અને પ્રથમ કેબિનેટ મંત્રી ડો. કરસનદાસ  સોનેરીની અસાધારણ પ્રગતિનો ચિતાર આપે છે.
            પ્રાથમિક અને મધ્યમિક  શિક્ષણ વતન ધનસુરાની સરકારી શાળામાં લીધુ. ભણવામાં પહેલેથી તેજસ્વી કરસનદાસે મોડાસા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. મોડાસા કોલેજના પહેલા જી.એસ. બન્યા. અને અહીં પોતાના નેતૃત્વના ગુણનો સર્વને પરિચય કરાવ્યો . અમદાવાદ ગુજરાત કોલેજમાં પણ અભ્યાસ કર્યો. એમ.., એલ.એલ.બી. પીએચ.ડી. જેવી પદવી પ્રાપ્ત કરી.   
               નડિયાદની કૉલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી તેઓ   1972 માં ઈડર આર્ટ્સ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા ત્યારે તેમના શિક્ષણથી વિદ્યાર્થીઓ આકર્ષાયા. તેમના વ્યક્તિત્વથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થવા લાગ્યા. શિક્ષણ આપવાની તેમની આગવી કળા અને વિદ્યાર્થીઓ સાથેનો મૃદુ વ્યવહાર, વિદ્યાર્થીઓની લાગણી - માગણીને માન આપી વિદ્યાર્થીઓમાં અન્ય પ્રોક્સરો કરતાં વધુ પ્રિય બની ગયા. ઈડર કૉલેજના બાહોશ અધ્યાપક બની બીજા અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ પેદા કર્યા.
              ૧૯૭૫ની વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનાવવામાં વિદ્યાર્થીઓનો જે સહકાર સોનેરી સાહેબને મળ્યો તે  અકલ્પનીય ગણી શકાય તેવો હતો. 1985 માં નાયબ અધ્યક્ષ પદ તેઓએ શોભાવેલું.. શિક્ષણપ્રેમી શ્રી સોનેરી સાહેબ શિક્ષણનો જીવ તેથી 1990 ની ચૂંટણીમાં વિજેતા બનતાં તેમને ગુજરાતના શિક્ષણપ્રધાન બનાવવામાં આવ્યા . એક મોટી જવાબદારી સ્વીકારી તેમણે શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાના સાચા  ઉદશથી પ્રયત્નો શરૂ કર્યા. શિક્ષણમાં આજે પણ આચારસંહિતા જે છે તે સોનેરી સાહેબની આગવી સૂઝનું પ્રતિબિંબ છે. શિક્ષણમાં નાવીન્ય આધુનિક ટેકનોલોજી અને કોમ્પ્યુટર શિક્ષણ જેવી મહત્વપૂર્ણ બાબતો પ્રત્યે ભાર મૂકી શિક્ષણનું આધુનિકરણ કરવાનો પ્રયાસ કર્યો. રાજ્યના પ્રધાનમંડળમાં રહી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં રચનાત્મ અભિગમ દાખવેલો. ગરીબો, દલિતો, વંચિતો અને પછાતોના તેઓ મસીહા બનીને રહ્યા. વિનમ્રતા તેમનું સૌથી મોટું અભાષણ રહ્યું છે.
              વર્તણૂકમાં નમ્રતા અને પ્રેમ ભારોભાર ભર્યા હોવા છતાં ડૉ. સોનેરી એક સ્પષ્ટ વક્તા રહ્યા છે. ડૉ. સોનેરી સાહેબે  રાજકારણમાં પ્રવેશીને મૂલ્યનિષ્ઠ રાજકારણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વ્યક્તિગત લાભોને ઠોકર મારીને સમગ્ર પ્રજાહિતમાં કાર્ય કર્યું છે.  પોતાની સત્તાનો પોતાના માટે, પોતાના પરિવાર જનો માટે કે પોતાના સ્વજનો કે સ્નેહી જનો માટે ક્યાંય દુરુપયોગ કર્યો નથી.  આપને જાણીને આશ્ચર્ય થશે કે શિક્ષણ મંત્રી રહ્યા હોવા છતાં આજે એમની કોઈ શૈક્ષણિક સંસ્થા કે અન્ય કોઈ આશ્રમશાળા નથી. પોતે સત્તના શિખરે હોવા છતાં  પોતાના પુત્ર અને પુત્રવધુ ક્વોલિફાઇડ ડીગ્રી ધરાવધા હોવા છતાં વગ વાપરી સરકારી નોકરી અપાવી નથી. જો તેઓએ ધાર્યુ હોત તો પોતાના સંતાનોને પોતાની વગ વાપરી ઉચ્ચ સરકારી નોકરી આપાવી શક્યા હોત . પરંતુ કામ તેમના સિધ્ધાંત વિરુધ્ધનું હતું.  તેઓના પુત્ર અશોકભાઈ સોનેરી 1997 માં એક સહકારી બેંક્માં આપ બળે એક ક્લાર્ક તરીકે જોડાયા. પુર્વ પ્રધાનના પુત્ર હોવા છતાં  નોકરીના શરૂઆતના વર્ષોમાં  અશોકભાઈ ચાલું વહનોમાં અવર જવર કરતા  રહ્યા.  પરંતું સિધ્ધાતો સાથે ક્યારેય બાંધછોડ કરી.   
              ડૉ. સોનેરી સાહેબના   અર્ધાંગિની શ્રીમતી જયાબેન એક પડછાયાની જેમ સાથે રહ્યાં. જયાબહેન તો અનંત યાત્રાએ ચાલી નીકળ્યા પરંતુ તેઓનો સ્મિતભર્યો ચહેરો અને ઉષ્માસભર આવકાર નજર સમક્ષ તરવરે છે.
        ધનસુરા નગરમાં આજે જે મહિલા કોલેજ વટવૃક્ષ બનીને ફૂલી ફાલી છે ડો. કરસનદાસ સોનેરીના વતન પ્રત્યેના પ્રેમ , શિક્ષણપ્રિતિ અને દિર્ધદ્રષ્ટીનું પરિણામ છે. જવાહર નવોદય વિદ્યાલય જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણીક સંસ્થા ધનસુરાની  ભાગોળે  લાવી વિકસાવવાનો યશ પણ ડો. સોનેરી સહેબને ફાળે   જાય છે. ઉપરાંત પણ બીજાં અનેક વિકાસના કામો વતનના પંથક માટે તેઓ રસ દાખવી ને કરાવ્યા છે. આજે પણ તેઓ વતન ના વિકાસના કામો માટે અવિરત કાર્યરત છે.  

       '
સંદેશ ના વરિષ્ઠ પત્રકાર દેવેંદ્ર પટેલ તેમના પુસ્તક 'જીવન પ્રકાશ'માં નોંધે છે  કેકરસનદાસ સોનેરી : સાદગીભર્યા પરિવેશમાં એકમહામૂલા માનવી' છે.      જમાનો હતો ફાનસનો. શ્રીમંતોના ઘરે ફાનસ હોય અને સામાન્ય લોકોના ઘરે ચીમની હોય . સમયે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નાનકડા ગામ આકરૂન્દમાં હું ફાનસના અજવાળે ભણતો હતો. નજીકમાં  હતું એક બીજું ગામધનસુરા. વખતે મને પણ ખબર નહોતી કે કાપડ વણવાનું કામ કરતા એક વણકર પરિવારમાં જન્મેલો તેજસ્વી પુત્ર ભવિષ્યમાં ગુજરાત રાજ્યનો બાહોશ શિક્ષણમંત્રી બનશે . મને વાતની ખબર નહોતી કે બાળક એક દિવસ ગુજરાત વિધાનસભા નાયબ અધ્યક્ષપદ શોભાવશે.
           અમે એક ધરતીના અમે હોવા છતાં અમારી મુલાકાત પણ એક નાટ્યાત્મક ઘટના હતી. રાજનીતિમાં એક તેજસ્વી તારાની જેમ ચમકેલા ડૉ . કરસનદાસ સોનેરી એક વ્યક્તિ નહીં પરંતુ સ્વયં એકસંસ્થા' છે . રાજનીતિમાં ચડ - ઊતર આવે છે,  પરંતુ  ડૉ. કરસનદાસ સોનેરીને સત્તા વખતે અભિમાન કે અહંકારથી. છલકાતા જોયા નથી અને જ્યારે તેમની સરકાર ગઈ તે પછી પણ મેં તેમને કદીયે હતાશ થયેલા જોયા નથી . તેમના ચહેરા પર એક સ્મિત કાયમી ફરકતું રહે છે. તેમના અવાજનો રણકો આજે પણ એવો ને એવો છે. તેઓ કદીયે નિવૃત્ત થયા નથી . એક અધ્યાપક કદીયે નિવૃત્ત થઈ શકે નહીં, કારણ કે તે શિક્ષણ - કેળવણીનો જીવ છે . તેમનું વાંચવાનું અને લખવાનું ચાલુ રહે છે. શબ્દસાધના અવિરત ચાલ્યા કરે છે, કારણ કે તેમની માંહ્યલો તેમને કદીયે જંપવા દેતો નથી અને કારણે આજે પણ ડૉ. કરસનદાસ સોનેરી એક આગવી પ્રતિભા છે. લોકોનાં કામો કર્યા કરવાં તે તેમનો જીવનમંત્ર છે.
              જે જમાનો સમાજ માટે અંધકાર યુગનો હતો, જે જમાનામાં અસ્પૃશ્યતાની બદીથી સમાજ ખદબદતો હતો એવા કપરા કાળમાં ગરીબ પરિવારમાં જન્મેલો એક યુવાન આજે પણ બીજા અનેક યુવાનો માટે પ્રેરણાસ્રોત છે . ડૉ . કરસનદાસ સોનેરી વણકર જ્ઞાતિમાં જન્મેલા હોવા છતાં સમાજના તમામ વર્ગો , વર્ણો અને જ્ઞાતિઓએ તેમના પ્રિય નેતા તરીકે તેમને સ્વીકારેલા છે . રીતે તેઓ પણ કોઈ એક જ્ઞાતિના નેતા બનીને રહ્યા નથી,  બલકે સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ તેમણે કર્યું છે.
           તમામ વર્ગોમાં સર્વસ્વીકૃત બનવું લોકપ્રિય બનવું મુશ્કેલ છે અને ડૉ. કરસનદાસ સોનેરી ગુજરાતના તમામ વર્ગોના આત્મીય બનીને રહ્યા છે. સમાજના તમામ વર્ગોમાં,  ડૉ. કરસનદાસ તેમની આગવી સિદ્ધિ છે. કરસનદાસ સોનેરી માત્ર રાજનીતિજ્ઞ નહીં પરંતુ એક અદભુત વ્યક્તિત્વના માલિક પણ છે. તેમની સાથે બેસવું, તેમની સાથે વાતો કરવી તે એક લહાવો છે. અને વાત સાચી છે કે આટઆટલી ઊંચાઈઓ હાંસલ કર્યા બાદ પણ અહંકારથી દૂર રહેવું એવું કોઈ વીરલો કરી શકે છે. સાદગી એમની શોભા છે અને નિરભિમાનીપણું એમનો સદ્ગુણ છે. જે વિષયમાં તેઓ ઊંડા ઊતર્યા નથી તે વિશે નિખાલસતાથી કહે છે કે, “ ધર્મ વિશે હું બહુ જાણતો નથી.” આવું કહેવા માટે હિંમત જોઈએ. 
              અને હા , જાહેર જીવનમાંથી એક અસલી ગાંધીવાદી પેઢી લુપ્ત થઈ રહી છે ત્યારે ડૉ. કરસનદાસ સોનેરીને જોઈ હૈયાને ટાઢક પ્રાપ્ત થાય છે . ડૉ . સોનેરીને મળીએ છીએ ત્યારે લાગે છે કે , ખાદીનાં સાદગીભર્યા વસ્ત્રોમાં એક શ્રેષ્ઠ માનવી આપણી વચ્ચે છે . શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, જન્મથી કોઈ માનવી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર હોતો નથી.
માનવી તેનાં કર્મોથી ઓળખાય છે . ડો .કરસનદાસ સોનેરી જ્ઞાનપિપાસુ છે , જ્ઞાનના સંવર્ધક છે અને જ્ઞાનના વિતરક પણ છે અને રીતે તેઓ કર્મથી બ્રાહ્મણ છે.”
         કાદવમાં કમળની જેમ ખીલી ડૉ. કરસનદાસે સમાજને નવો રાહ ચીંધી આપ્યો છે. આજના રજકારણીઓએ ડો. સોનેરી સહેબના જીવનમાંથી બોધપાઠ લેવા જેવો છે.

અશોક સોનેરી :   સંપર્ક નં. 99989 00666 
સંદર્ભ : 1.ડૉ. કરસનદાસ અભિવાદન ગ્રંથ 'સોનેરી માનવી'
            2. જીવન પ્રકાશ : દેવેંદ્ર પટેલ           

લેખન- સંકલન   : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)


(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts