Sunday, October 29, 2023

સન્ડે સ્પેશિયલ

 સરદારે પોતાના પૌત્ર બીપીનભાઈને કહ્યું :

સરદારના નામનો ઉપયોગ કર્શો નહીં. હું દિલ્હીમાં છું ત્યા સુધી દિલ્હીથી હંમેશા દૂર જ રહેજો.

 


        મંગળવારે  31 ઓક્ટોબર  એટલેકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. ગુલામીની ઝંઝીરોમાં સબડતા ભારતીઓમાં વીરત્વના સંસ્કારોના પ્રાણ ફુંકનાર ભારતના વ્રજપુરુષ સરદાર સહેબનું સ્મરણ સાંપ્રત સમયમાં થયા વીના રહેતું નથી. સરદાર સહેબ આજે આપણી વચ્ચે નથી જેની પ્રતિતિના આંચકા આજના દેશકાળમાં સતત અનુભવાતા રહે છે. 

           હિંદુસ્તાનની રક્તરંજિત સીમાઓ નિહાળીએ ત્યારે સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છેસરહદ પર શહાદત વ્હોરતા જાંબાઝ જવાનોની વિધવા પત્નિઓના આક્રન્નો ચિત્કારતેઓના માસુમ બાળકોના કરુણ કલ્પાંત હ્રુદયને જ્યારે ચીરી નાખે છે ત્યારે સરદાર સહેબનું સ્મરણ થઈ આવે છે. દેશ જ્યારે પ્રાંતવાદથી પીંખાય છે ત્યારે સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છે. અબજોની સંપત્તિમાં આળોટતા ભ્રષ્ટાચારી નેતાઓના વિલાસી જીવન નિહાળીએ ત્યારે ત્યાગમૂર્તિ સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છે.     આઝાદીના સાડા  સાત સાત દાયકાઓ વિત્યા પછી પણ સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વને મુલવવામાં આપણાં કાટલાં વામણાં સાબિત થયાં હોય એમ નથી લાગતું???

                સરદાર સાહેબનું જાહેર જીવનનું ખેડાન તેત્રીસ (૧૯૧૭-૧૯૫૦) વર્ષનું હતું. એમાં માત્ર ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ થી ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ સુધી જ. એટલે કે સડા ત્રણ વર્ષ કરતાંપણ ઓછો સમય સુધી શાસનની સત્તાની બાગડોર  તેઓના હાથમાં રહી હતી. આતલા ટૂંકા ગાળાની સરદાર સાહેબની જીવનશૈલીની સિધ્ધિઓનું શબ્દાંકન કરવું પડકાર રૂપ  છે.  

                    આવોઆ વિરાટ વ્યક્તિત્વના જીવન દર્શનની  આછેરી ઝલક મેળવવીએ.

                 ૧૯૧૭માં ગાંધીજીના પ્રભાવથી સરદારે આઝાદીના આંદોલનમાં ઝંપલાવ્યું એ પહેલા ગાંધીજી વિશેની વાતો સાંભળીને વલ્લભભાઈ એ વાતોની મશ્કરી ઉડાવતા એમને થતું કે   આ બેરિસ્ટર કાંઇક ગાંડપણ લઈને આવ્યા છેબ્રહ્મચર્ય પાળેજાજરું સાફ કરેદળેઘઉં માથી કાંકરા વીણે ,એવા દેશ સેવકો તૈયાર કરવાના છે??? “

              ગાંધીજીની ઠેકડી ઉડાળનાર આ બાહોશ ધારાશાસ્ત્રીએ જ્યારે જોયું કે ગાંધીજીએ ચંપારણમાં મનાઇ હુકમનો ભંગ કરીને અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવી મુક્યા ત્યારે એમને થયું કે આ નરવીર તો માથું હાથમાં લઇને ફરે છે અને આપો આપ એમના પડખે જઇ ઉભા રહ્યા.

               ૧૯૧૯ પોતાની લાખો રૂપિયાની ધિકતી પ્રેક્ટિસ છોડી પોતાનું જીવન દેશસેવા માં સમર્પિત કરી દીધું. ત્યારે તેઓ લખે છે કે  હું ગાંધીજીની જમાતમાં ભળ્યો ત્યારે મે થોડા ઈંધણ લાકડાં ભેગાં કર્યા હતાં અને એ સળગાવી કૌટુંબિક લાભોમારી કરકિર્દીમારો દરજ્જો એ બધું જ સ્વાહા કરી દિધું હતું.

             ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ આવી પડ્યો. આ આંદોલનનું સમગ્ર સંચાલન ગાંધીજીએ સરદાર સહેબ ને સોંપ્યુ.વલ્લભભાઈએ પ્રજામાં ખમીર પ્રગટાવ્યું. એમની વણી શક્તિના ઝરા સમાન હતી. સળગાવી મુકે એવા કટાક્ષો એમ્ની વાણીની શોભા હતી. આખરે સરકાર નમી. કનૈયાલાલ મુનશી મારફત સરકારે સમાધાન કર્યું. સત્યાગ્રહનો જયજયકાર થયો. ગાંધીજીએ પ્રજાને ધન્યવાદ આપ્યા. અને વલ્લભભાઈને  સરદાર ના વહાલસોયા નામે બિરદાવી નવાજ્યા.  ત્યારથી તેઓ સમગ્ર દેશના સરદાર બન્યા.

            ભારતના પ્રથમ વડાપ્રધાન પદ માટે નહેરુ અને સરદારના નામો ચર્ચામાં હતાં. કોગ્રેસના લગભગ બધા જ પ્રાંતિય નેતાઓ અને ૧૫ માંથી ૧૨ પ્રદેશ કમિટિઓએ સરદારના નામની દરખાસ્ત કરી હતી. અને સર્વે સરદારને વડાપ્રધાન બનાવવાના પક્ષમાં હતાં. નહેરુના નામને કોઇ પ્રદેશ કમિટીએ સુચવ્યું ન હતું. પરંતુ કોઇ કારણ સર ગાંધીજીના એક બોલે સરદાર વલ્લભભાઈએ પોતાનું નામ પાછું ખેંચી લઈ  ભારતના સર્વોચ્ચ પદ નો અધિકાર જતો કર્યો.

      ભારતને સ્વતંત્રતા મળતાં દેશની ૬૦% પ્રજાને આઝાદી મળી. પરંતું બાકીની  ૪૦% પ્રજા ભરતમાં આવેલાં દેશી રજવાડાંના શાસન તળે હતી. રાજાઓ પ્રજાને ચુસવામાં અને વિલાસી જીવન જીવવામાં રત હતા. ૪૦% પ્રજા રાજાઓના રાજ્યમાંથી મુક્ત થાય તો જ ભારત  અખંડ સંઘ રાજ્ય બની શકે. આ કામ ખુબ જ કપરું હતું પરંતું અસધારણ કુનેહથી સરદારે દેશી રજવાડાઓને શામદામદંડભેદની ચાણક્ય નીતિથી વશ કર્યા. અને દેશી રાજ્યોનુ ભરતીય સંઘમાં વિલીનિકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યુ. જો આ ન થઈ શક્યુ હોત તો ભારત દેશ અનેક ટુકડાઓમા વિભાજીત હોત. જુનાગઢ ગરવા ગીરનારના દર્શન કરવા માટે પકિસ્તાનના વિઝા લેવા પડતા હોત.

            સતાના સર્વોચ્ચ શિખરે હોવા છતાં પોતાના પરિવારને સરકારી સુખ સહેબીથી દૂર રાખી ત્યાગી જીવન જીવ્યા. મહાવીર ત્યાગી એ સરદાર પુત્રી મણીબહેનની સાડીમાં એક મોટું થીગડું જોઈ મણીબહેનની મજાક કરતાં બોલ્યા.: “સરદારની દીકરી થઈ તમે સાંધેલા કપડાં પહેરતાં શરમતાં નથી?”  આ સાંભળી સરદાર તાડુક્યા ગરીબ માણસની દીકરી છે. સારા કપડાં ક્યાંથી લાવે એનો બાપ થોડો કમાય છે?” સરદાર સહેબે એમનાં ચશ્માનું ખોખું બતાવ્યું જે ૨૦ વર્ષ જુનુ હતું. એમના ચશ્માની એક જ દાંડી હતી. બીજી બાજુ એ દોરો બાંધ્યો હતો. એ  જ રીતે એમ્ની ઘડિયાળ ત્રણ દયકા જૂની હતી. અને પેન ૧૦ વર્ષ પહેલાંની હતી.

          એક વાર સરદાર સહેબના પૌત્ર એટલે કે ડહ્યાભાઈના પુત્ર બિપિનભાઈ નોકરીની શોધમાં હતા. તેઓ દાદાના આશિર્વાદ લેવા ગયા ત્યારે સરદારે તેઓને સલાહ આપી જગતમાં જાત જાતનાં અને ભાત ભાતનાં લોકો મળશે.રોટલો ન મળે તો અહીં આવજો પણ સરદારના નામે કમાશો નહી. સરદારના નામનો ઉપયોગ કર્શો નહીં. હું દિલ્હીમાં છું ત્યા સુધી દિલ્હી થી હંમેશા દૂર જ રહેજો.         

        લેખક   રજની વ્યાસ એમના એક પુસ્તક માં સરદાર વિશે લખે છે કે ભલ ભલા ભુતોની ચોટલી પકડનાર આ ભૂવાએ એકેય નરિયેળ પોતના દીકરા તરફ ફેંક્યું નહી.                  

       ૧૫ મી ડિસેમ્બર ૧૯૫૦ ના દિવસે આ ફાની દુબનિયા છોડી એક વિરલ વ્યક્તિએ આપણી વચ્ચે થી વિદાય લીધી ત્યારે એમનું બેંક બેંલેંસ ૨૬૫ રુપિયા હતું.  નાયબ વડાપ્રધાન હોવા છતાં  તેઓની અંતિમ વિધિ ખુબ સદાઈથી પુરી કરવામાં આવી હતી. એમના નામે ના કોઇ ઘાટ રચાયો કે ના કોઇ સ્મારક. દાયકાઓ બાદ આ જ્ન્મ દિને ૧૮૨ મિટર ઊંચી પ્રતિમા પ્રસ્થાપિત કરી ઋણ અદા કરવનો આ પ્રયાસ કર્યો છે. અને આજે વિશ્વભરના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.  

    સરદાર એ સરદાર હતા. સરદાર સૌના બની રહ્યા કરણ કે તેઓ પોતાના રહ્યા ન હતા.    

      -  ઈશ્વર પ્રજાપતિ

98251 42620  

Sunday, October 22, 2023

સન્ડે સ્પેશિયલ

 એક સમયે રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મહેન્દ્રભાઈએ  પ્રચંડ પુરુષાર્થના બળે  એવો  ચમત્કાર સર્જ્યો કે હાલ  એકએકથી ચડિયાતી   ઈમ્પોર્ટેડ ગાડીઓ અને આલીશાન હોટેલના મલિક છે.

ક્યારેક દ્વારિકા જવાનું થાય અને ઉતારા માટે ઉત્તમ હોટેલની શોધ આદરો તો એમાં હોલિસ્ટન હોટેલ જોઈ મોહી પડાય તો નવાઈ નહિ ! હોટેલની ભવ્યતા જોતાં માન્યામાં ન આવે કે આ હોટેલના માલિક માત્ર નવ ચોપડી ભણેલા અને એક જમાનામાં રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હશે.  દ્વારકામાં પ્રવેશતાં જ ઇસ્કોન દરવાજાથી થોડા જ આગળ વધીએ એટલે જમણા હાથે આલીશાન હોલિસ્ટોન હોટેલ નજરે પડે ! હોટેલની સ્વચ્છતા, સુઘડતા અને સગવડો આંતરરાષ્ટ્રીય કક્ષાના માપદંડોમાં ફિટ બેસે તેવી ! આ હોટેલના સાહસિક મલિક છે મહેન્દ્રભાઈ કેર.

મહેન્દ્રભાઈ મૂળ વતન તો પોરબંદર પરંતુ સમયનું વહેણ તેમને દ્વારિકા તાણી લાવ્યું અને તેઓ અહીં ગોમતીના ઘાટે આવી સ્થિર થયા છે. તેમના જીવનમાં ડોકિયું કરીએ તો તેમને સાંપડેલી સફળતા દિવાસ્વપ્ન સમાન જ લાગે. જિંદગીના શરૂઆતનાં વર્ષોમાં જાહોજલાલી ! એ પછી પડતીની શરૂઆત થઈ...  એવી પડતી કે જિંદગી જાણે ઊંધા માથે પટકાઈ હોય એમ સઘળું વેર વિખેર થઈ પડ્યું ! દારુણ ગરીબીએ ઘરમાં ધામા નાખ્યા.  જાત નીચોવી પ્રચંડ પુરુષાર્થના બળે ગરીબી મૂળને ઉખાળી ફેંકી ! મહેન્દ્રભાઈની જીવનકથા કોઈ ફિલ્મની પટકથા જેવી રોમાંચક છે.

ઈશ્વર પ્રજાપતિ લિખિત પુસ્તકો ખરીદવા અહીં ક્લિક કરો

વર્ષ 1960 ના દાયકામાં પોરબંદરમાં બહુ ઓછા પરિવાર પાસે કાર હતી. એ જમાનામાં મહેન્દ્રભાઈના પિતા દેવુભા  કારના માલિક હતા. અશોક લેલનની ટ્રક પણ ખરી ! પિતા દેવુભા પોરબંદરની જાણીતી કાપડની મિલમાં નોકરી કરતા. મિલના માલિકને વફાદાર રહી પૂરી પ્રામાણિકતાથી ફરજ બજાવતા. કાપડની મિલમાં મજૂરો દ્વારા થતી ચોરી તેમણે જ બંધ કરાવી. અને કુનેહથી કામદારોની હડતાળ પણ પુરી કરાવી બંધ પડેલી મિલ ફરી શરૂ કરાવી હતી. એટલે તેઓ ઘણા લોકોની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. ફરજ પ્રત્યેની વફાદારીનું પરિણામ  કદી કલ્પ્યું  ન હોય એવું ભયાનક આવ્યું. મહેન્દ્રભાઈના પિતાજીની કરપીણ હત્યા  કરી નાખવામાં આવી. એ વખતે મહેન્દ્રભાઈની ઉંમર માંડ પાંચ વર્ષની હતી. તેમનાથી એક બહેન મોટાં જેમની ઉંમર 6 વર્ષની અને બીજાં બે ભાઈલાં નાનાં.
સમયે એવી તો કરવટ બદલી કે જાણે પંખીનો આખો માળો વિખરાઈ ગયો. પિતાનું ખૂન થતાં આખો પરિવાર જાણે નોંધારો બની ગયો. પિતૃક સંપત્તિ પણ છીનવાઈ ગઈ. હવે ઉપર આકાશ અને નીચે ધરતીનો સહારો હતો. મહેન્દ્રભાઈનાં માતા કુમાબેન ચાર સંતાનોને લઈ દ્વારિકા આવી ગયાં. નાનીમાના ખોરડે સંતાનોનો ઉછેર થયો.

ઘરની નાજુક પરિસ્થિતિ વચ્ચે મહેન્દ્રભાઈ ઝાઝું ભણી શક્યા નહી માંડ નવ ચોપડી ભણ્યા.. નાની ઉંમરે પરિવારની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી. બાળપણ જાહોજલાલીમાં વીત્યું પણ કિશોર અવસ્થા અને યુવાનીકાળમાં કાળી મજૂરી ભાગ્યમાં લખી હતી. વર્ષ 1971-72 માં મોટા બાપુજીની પણ હત્યા થઈ ગઈ.

સમય એક પછી એક કારમા ઘા મારે જતો હતો. એમ છતાં વિષમ પરિસ્થિતિમાં મહેન્દ્રભાઈ કદી ડગ્યા નહીં. કપરી પરિસ્થિતિ સામે હાર્યા થાક્યા વિના  હિંમતથી બાથ ભીડવાનું મહેન્દ્રભાઈએ બરાબર શીખી લીધું હતું. 

દ્વારિકા વિશ્વપ્રસિદ્ધ યાત્રા ધામ હોવાથી વિશ્વભના પ્રવસીઓ અહીં આવે. આ મુસાફરોની અવરજવર માટે રીક્ષા ચલાવવાનો ધંધો ધીકતો ચાલે. વર્ષ 1980માં મહેન્દ્રભાઈએ ભાડેથી રીક્ષા ચલાવી. એ જ વર્ષે મહેન્દ્રભાઈનાં લગ્ન પણ થયાં. એક વધુ જવાબદારી વધી. દ્વારિકામાં મહિને 30 રૂપિયાના ભડાનું એક ઘર લીધું.  રીક્ષાના ધંધામાં ફાવટ આવી ગઈ.પરંતુ રીક્ષા ભાડાની હોવાથી તેનાથી થતી બધી કમાણી ભાડામાં જ જતી. આખરે પોતાની રીક્ષા લાવવાનું નક્કી કર્યું. સોનાની ચેન વેચી અને મિત્ર દિલીપ દવેએ મદદ કરી. આમ પોતે રીક્ષાના મલિક બન્યા. રાત દિવસ જોયા વિના કામ કર્યે જ રાખ્યું. વર્ષના અંતે મહેન્દ્રભાઈ પાંચ રિક્ષાના માલિક હતા.

મહેન્દ્રભાઈ પોતે ઝાબાજ માણસ એટલે તેમના દુશ્મનોનો પણ પાર વિનાના  ! એક વાર કોઈએ તેમની રીક્ષા પર ગાડી ચડાવી તેમને પતાવી દેવાનોો  પ્રયાસ  કર્યો. આ અકસ્માતમાં તેમનો કુદરતીરીતે આબાદ બચાવ થયો. એ દિવસથી રીક્ષા ચલાવવાનું બંધ કર્યું. અને સમાજની ધર્મશાળા ચાલાવવાની જવાબદારી લીધી.

મહેન્દ્રભાઈ ભલે નવ ચોપડી ભણેલા પણ કોઠાસૂઝ ગજબની. કોઈપણ ધંધામાં હાથ અજમાવે  એમાં બે પાંદડે કેમ થવાય એની આવડત પણ ખરી. તેમની મહેનત રંગ લાવવા લાગી. થોડી ઘણી બચત થતાં થોડી જમીન ખરીદી. મહેન્દ્રભાઈ જે જમીન ને હાથ લગાડે એ સોનુ બની જતી.  પરિણામે જમીન લે-વેચમાં ખૂબ મોટી કમાણી થવા લાગી. આ દરિયા કિનારાનો વિસ્તાર હોવાથી તેમણે ફિશરીંગના બિઝનેસમાં પણ જંપલાવ્યું ! એમાં પણ પાસા સવળા પડ્યા. અને ધંધો જામી ગયો.

મહેન્દ્રભાઈ સમાજની ધર્મશાળા ચલાવતાં ખ્યાલ આવ્યો કે હોટેલનો બિઝનેસ પણ ઉત્તમ બિઝનેસ છે. એટલે હોટેલના બીઝનેસમાં ઝંપલાવવાનું મન બનાવી લીધું.  પોતે ભલે ભણી ન શક્યા પણ કાળી મજૂરી કરીને  સંતાનોને ભણાવવામાં કોઈ કસર છોડી નહીં. તેમના દીકરા પણ ભણીને પગભર થયા. હવે દ્વારિકામાં એક આલીશાન હોટેલનું સ્વપ્ન સાકાર કરવું હતું.
     મોખાની જગ્યા લઈ મહેન્દ્રભાઈએ જોત જોતામાં સપનાની આલીશાન હોટેલ ઉભી કરી દીધી. આશરે 40 રૂમ ધરાવતી આ હોટેલને તૈયાર કરવામાં મહેન્દ્રભાઈ અને તેમના દીકરાઓએ પોતાનો જીવ રેડી દીધો છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હોટેલના વૈભવશાળી રૂમ થ્રિ સ્ટાર કે ફાઈવ સ્ટાર હોટેલને આંટીઓ ખવડાવે તેવા છે. હવે શિવરાજ પુર બીચ પાસે 70 રૂમ ધરાવતી લકઝરીયસ નવીન હોટેલ બનાવવાનું કામ આરંભ્યું છે.

મહેન્દ્રભાઈએ જાત ઘસી પરિવારે ગુમાવેલી જાહોજલાલી પાછી મેળવી. તેમની  પાસે હાલ ઈમ્પોટૅટ કારનો કાફલો છે. દ્વારિકા આસપાસ ખૂબ મોટી જમીનના તેઓ માલિક છે. મોટો દીકરો દુબઈ સ્થાયી થઈ બિઝનેસ ચલાવે છે. નાનો પુત્ર વકીલાત ભણી હાલ હોટેલ ચલાવે છે. છેલ્લા કેટલાય વર્ષથી દ્વારિકામાં ડિસ કનેક્શન પણ મહેન્દ્રભાઈનો પરિવાર ચલાવે છે. ગુજરાતના એક જાણીતા અખબારની એજન્સી પણ તેમના નામે છે. રાજકોટમાં પણ તેઓ  એક આલીશાન શો રૂમ ધરાવે છે. નવ ચોપડી ભણેલા મહેન્દ્રભાઈ નાંં પૌત્ર પૌત્રી રાજકોટની સુખ્યાત ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. પૌત્ર-પૌત્રી ને ફાંકડું અંગ્રેજી બોલતાં જોઈ પોતે હરખ પામે છે.    

     કેળવણીના કબીરવડ સમાન આદરણીય ડૉ. મોતીભાઈ પટેલ સાથે  થોડા દિવસ પહેલાં મહેન્દ્રભાઈની આ આલીશાન હોટેલનું આતિથ્ય માણ્યું.   મન્દ્રભાઈને તેમની સફળતાનું રહસ્ય પૂછતાં તેઓ જણાવે છે કે પુરુષાર્થ કરવામાં ક્યારેય પાછીપાની નથી કરી એ બધું તો ખરું પણ આ બધી જ દ્વારિકાધીશની લીલા છે. એના આશીર્વાદ વિના કશું શક્ય નથી.

મહેન્દ્રભાઈની  ઘાટી મૂછો, ભરાવદાર ચહેરો  અને પડછંદ બંધો જોઈ ભલભલાના હાંધા ગગડી જાય જાય. પરંતુ તેમનું હૃદય બાળક જેવું નિખાલસ છે. જયારે તેઓ  ભૂતકાળની વાતો તાજી કરે છે ત્યારે તેમણે  કરેલો પ્રચંડ સંઘર્ષની વિતકકથાનાં દૃશ્યો તેમની આંખમાં તગતગે છે.

મહેન્દ્રભાઈ કેરને ઝીંદાદિલીને સલામ. અને હા, દ્વારકાધીશના દર્શને જાઓ તો હોલીસ્ટોન હોટેલની મુલાકત લઇ સાહસવીર મહેન્દ્રભાઈના સાહસને રૂબરૂ નિહાળજો.  સમયની થાપટો ખાઈને  જીવનથી હારેલા થાકેલા પ્રત્યેક માનવી માટે  મહેન્દ્રભાઈ કેર  જીવતું જાગતું પ્રેરણાનું ઝરણું છે.     

- ઈશ્વર પ્રજાપતિ

98251 42620  

Sunday, October 15, 2023

સંડે સ્પેશિયલ

 

વિસરાતી જતી વિરાસતના પ્રહરી શિક્ષક-લોકશિક્ષક 

શ્રી મોતીભાઈ નાયક 


           તાજેતરમાં જ ગુજરાત ગૌરવ પુરસ્કાર માટેનાં નામ જાહેર થયા એ  યાદી જોઈ સમસ્ત અરવલ્લી પંથકમાં આનંદ છવાયો. એનું મુખ્ય કારણ એ હતું હતું કે એ યાદીમાં આજીવન કલાની સાધના કરનાર લોક શિક્ષક  મોતીભાઈ નાયકનું પણ નામ હતું. વિસરાતી જતી લોક કલાને જીવંત રાખવા કોઈ પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરે અને એ વ્યક્તિનું સન્માન થાય ત્યારે સ્વાભાવિક રીતે જ હૈયે આનંદ ઉભરાય, કોણ છે આ મોતીભાઈ નાયક ?? આવો આજે આ વિરલ વ્યક્તિનો પરિચય મેળવીએ.

               મોતીભાઈ નાયક  એવા એક લોક શિક્ષક કે જેઓ પર આખું ગુજરાત ગૌરવ લઈ શકે. શિક્ષકની નોકરી પર્યંત પોતે હસ્તગત કરેલી આગવી કળાઓ થકી કેળવણી ક્ષેત્રે અનેક કીર્તિમાનો પ્રસ્થાપિત કર્યા. શિક્ષણમંત્રી થી લઈ મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિએ પણ મોતીભાઈનું બહુમાન કર્યું છે. મોતીભાઈએ નિવૃત્તિ બાદ પણ પોતાના શિક્ષત્વને મુરજાવા ન દીધું. બલ્કે ઔર ખીલવ્યું. નિવૃતિ બાદ વર્ગખંડની દીવાલોની સીમાઓ ઓગાળી નાખી. વર્ગખંડનો વિસ્તાર સમાજના છેવાડાના જન સુધી વિસ્તર્યો. વારસામાં મળેલી કલા થકી આ લોકશિક્ષક લુપ્ત થતી જતી લોક કલાઓ, કન્યા કેળવણી, લોક સાહિત્ય, લોક બોલીઓ, વિસરાતી જતી ભવાઈ કલાના ભવ્ય વિરાસતના સંવર્ધન માટે તેઓ અવિરત પ્રવૃત છે. 
               શ્રી મોતીભાઈ નાયકનો જન્મ સન 1948માં તરગાળા ભોજક એટલે કે ભવાઈવેશ કરતા કુટુંબમાં થયો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલું સરડોઈ ગામ તેઓનું વતન. માતા પિતા તરફથી કલાનો વારસો મળ્યો. પિતા ભવાઇના પાવરધા કલાકાર અને માતા અરખીબા ભલે નિરક્ષર પરંતુ વાર્તા કલા ગજબની હસ્તગત. પરિણામે કલાના ગુણો મોતીભાઈના લોહીમાં વણાયા. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પ્રાથમિક શિક્ષણ અધવચ્ચે છોડી બાળ મોતીભાઈને મહાલક્ષ્મી નાટક કંપનીમાં જોડાવું પડ્યું. જ્યારે તેઓ ધોરણ 6 માં હતા ત્યારે બાળનટ તરીકે નાટક કંપનીમાં અભિનયના ઓજસ પાથરવાના શરૂ કર્યા. પરંતુ નાટકો દરમિયાન રાત્રીના ઉજાગરા બાળ માણસ કેટલા સહી શકે?? તબિયત બગડતાં શારીરિક નાદુરસ્તીના કારણે નાટક છીડ્યું અને પૂનઃ અભ્યાસ કરવાની તક સાંપડી. માધ્યમિક કક્ષા સુધીનો અભ્યાસ સફળતાપૂર્વક પૂરો કર્યો.
               ભણવામાં તેઓ તેજસ્વી વિદ્યાર્થી એટલે ઓલ્ડ એસ.એસ.સી. બાદ પ્રાથમિક 1968 માં શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. બાદ મોતીભાઈ એ હિન્દી સેવક ખંડ-1 રાષ્ટ્રભાષા રત્ન હિન્દી સાહિત્ય સુધાકર સંસ્કૃત વિશારદ ડ્રોઈંગ ઇન્ટરમિડિયેટ પરીક્ષા ઉત્તીર્ણ કરી. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પીટીસી હિન્દી શિક્ષક સનદ પરીક્ષા ઉત્તીર્ણ કરી નાયક કે તાલીમ માંથી મુક્તિ મેળવી. 
                 શ્રી શ્યામપુર પ્રાથમિક શાળાના પ્રથમ નિમણૂકના પ્રારંભિક દિવસોમાં જ જૂથ સભાઓમાં બાળ ગીતો લોકગીતો ભજન લાલકારતા જીવંતવશિક્ષક મોતીભાઈને બાલ સાહિત્યકાર શ્રી રમણલાલ સોની રાજી થયા. અને આશીર્વાદ પાઠવ્યા. આજે પણ મોતીભાઈ આ પ્રસંગને યાદ કરી કહે છે " શ્રેષ્ઠ શિક્ષક સુધીની આ તમામ સફળતાનો યશ રમણલાલ સોનીના આશિર્વાદને ફાળે જાય છે. "
            છ માસના ટુંકા સમય પછી મોતીભાઈની બદલી મોડાસા તાલુકાની ખંભીસર પ્રાથમિક શાળામાં કરવામાં આવી. આ શાળાના જર્જરિત મકાનની હાલત જોઇએ શાળા માટે કંઈક કરી છૂટવાની ભાવના તેમના મનમાં જાગી. શાળાના મકાનની છતમાંથી ચોમાસામાં કાયમી પાણી ટપકતું હતું. શાળામાં ફક્ત એક જ વર્ગનો હતો. શાળાના આચાર્ય શિક્ષકો એ મનોમન નક્કી કર્યું કે કલાના જીવ મોતીભાઈમાં રહેલી ભવાઈની કલાનો ઉપયોગ શાળા માટે ભંડોળ ઊભું કરવા માટે કેમ ન કરવો !! જૂની રંગભૂમિ અને હોય આધારિત 'મા ભોમની હાકલ' અને 'અધૂરા લગ્ન' નાટકનું આયોજન મોતીભાઈના દિર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. ગામના યુવાનો દ્વારા નાટક ભજવવામાં આવ્યું ગ્રામજનોએ આ પ્રયાસને બિરદાવ્યો અને પ્રથમ પ્રયાસે જ રૂપિયા 10,000 નું ભંડોળ ઊભું કરવામાં સફળતા મળી. આ સફળતાએ ગ્રામજનોમાં નવી ચેતના પ્રગટાવી. લોકફાળો પણ એકત્ર કરવામાં આવ્યો. શાળાના મકાનનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું.
                  ભવાઇ નાટય પ્રકાર આધારિત બીજા નાટકો મોતીભાઈએ લખ્યા. જે નીચેના તેઓના જ દિર્ગદર્શન નીચે યુવાનો દ્વારા ભજવાયા. પરિણામે શાળાના સુંદર ચાર ઓરડાઓ બનાવીશ શકયા. વધુ ભંડોળ એકત્ર કરવાના હેતુથી નાટકો લખવાની પ્રવૃત્તિને વેગ મળ્યો. અને અધિકારીઓ તો આશ્ચર્ય ચકિત હતા. કોઈપણ જાતની સરકારી સહાય વિના એક ક્લાપ્રેમી શિક્ષકે કલાને બળે ચાર ચાર વર્ગખંડનું સુંદર નિર્માણ કર્યું. સૌ અધિકારીઓબે આ પ્રવૃત્તિઓ આકર્ષણ થયું. તેઓએ આ પ્રયાસોની ભારોભાર પ્રશંસા કરી. આજુબાજુના ગામોમાં આવેલી સંસ્થાઓએ પણ નાટક ભજવવા મોતીભાઈને આમંત્રણ આપવા માંડ્યા.
         ખંભીસર ગામમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન મોતીભાઈને જણાયું કે ગામમાં શિક્ષણ ભૂખ ખૂબ ઓછી. ખાસ કરીને કન્યા કેળવણી વિશે લોકોમાં ખોટી માન્યતાઓ ઘર કરી ગયેલી. દીકરીઓને કોઈ ભણાવા તૈયાએ નહીં. મોટાભાગના બાળકો ખેતરે અથવા અન્ય મજૂરી કામમાં રોકાયેલા રહેતા હતા. વાલીઓ જીવનના બે છેડા ભેગા કરવામાં જ રચ્યાપચ્યા રહેતા. બહુ જૂજ વાલીઓ શાળા પ્રત્યે ધ્યાન આપતા. 
             1972 ના વર્ષ દરમ્યાન ખંભીસર અને સરડોઈ વિસ્તારમાં અનુસૂચિત જાતિની બાળાઓની શાળાઓમાં પ્રવેશ મેળવવાની સંખ્યા લગભગ શૂન્ય હતી લોકવાર્તા લોકગીતો અને નૃત્ય નો શિક્ષણમાં ઉપયોગ કરી તેમ જ નાટક પ્રવૃત્તિઓ દ્વારા છોકરીઓની નિશાળે આકર્ષવાની યોજના નો પ્રસ્તાવ મોતીભાઈ તાલુકા પંચાયતના અધ્યક્ષ સમક્ષ મુકેલો. મોડાસા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુંજાભાઈનો સહયોગ લઇને ગામના દરેક ઘરની મુલાકાત લઈને નાટકો ભજવવાની શ્રી મોતીભાઈ બાળકો દ્વારા શરૂ કરી. ત્યારે કન્યા કેળવણીને લાગતાં શેરી નાટકો મોતીભાઈએ લખ્યાં. ગામની શેરીએ શેરીએ વિદ્યાર્થીઓ દ્વારા ભજવાયા. આ નાટકોના ધારદાર સંવાદો એ લોક જાગૃતિ આણી. કન્યાકેળવણી દહેજ નશાબંધી બાળ લગ્ન અને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપતાં મનોરંજન નાટક કાર્યક્રમો જેવા કે નાટક, એક પાત્રીય અભિનય,  લોક નૃત્ય, લોકગીતો બાળકો દ્વારા રજૂ થવા લાગ્યા. આવા કાર્યક્રમ દ્વારા તૈયાર થયેલ વિદ્યાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી લીધી. ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન શાળાએ જવાની ઉંમર ધરાવતી તમામ કન્યાઓ મોતીભાઈના પ્રયાસથી શાળાએ આવતી થયેલી. પરિણામે શાળામાં કન્યાઓની હાજરી દિનપ્રતિદિન વધવા લાગી 
      . મોતીભાઈના સંનિષ્ઠ પ્રયત્નોથી વિદ્યાર્થીઓમાં ગેરહાજરી પ્રમાણ લગભગ નહિવત જેવું બનેલું. નિશાળમાં છોકરીઓની સંખ્યા પણ વધી. શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સ્તર પણ ઘણું ઊંચું આવેલું. જેના ગ્રામ્ય સમુદાય પર સારા પ્રત્યાઘાત પડેલા. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જિલ્લા કક્ષાએ હરિફાઇઓમાં થતા સુંદર દેખાવ બદલ સમગ્ર ગામલોકોને ગૌરવની લાગણી થવા લાગી. આમ શાળા હકીકતમાં ગામના કોઈપણ જાતના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજનનું કેન્દ્ર બની.
         લોકજાગૃતિ માટે એક આદર્શ શિક્ષક તરીકે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકશિક્ષણ ને અસરકારક બનાવવા માટે મોતીભાઈએ હાથે ચાલતી બે કઠપૂતળી ઓ રંગલો અને રંગલી તૈયાએ કરી. વિવિધ પ્રદેશ ની લોકબોલીઓથી પણ મોતીભાઈ પરિચિત છે. કઠ પૂતળી ના માધ્યમથી તેઓ જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે. થોડા વર્ષો પહેલાં દૂરદર્શન પર દીવાદાંડી નામે એક કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો હતો. સતત પાંચ વર્ષ સુધી એ કાર્યક્રમે લાખો દર્શકોના દિલ પર રાજ કર્યું. એ કાર્યક્રમની શરૂઆત માં આવતી કઠપૂતળી મોતીભાઈ નાયક દ્વારા ચલાવવામાં આવતી. સતત પાંચ વર્ષ સુધી દૂરદર્શન ના દીવાદાંડી કાર્યક્રમના માધ્યમથી તેઓએ કઠપૂતળી દ્વારા લોકોનું મનોરંજન કર્યું. આજે પણ મોતીભાઈ પોતાની બેગમાં આ રંગલા રંગલી ની કઠપૂતળી રાખે છે. શાળા કોલેજમાં જ્યાં અવસર મળે કઠપૂતળી નો ખેલ બતાવી વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન પીરશે છે. મોતીભાઈ શ્રેષ્ઠ શિક્ષક હોવા ઉપરાંત એક સારા લેખક એક સારા કલાકાર અને ઉમદા વ્યક્તિ છે. તેઓએ અનેક નાટકો, એકાંકીઓ અને ભવાઈ નાટક લખેલા છે તેઓ લિખિત એકાંકી નાટકો યુવા પ્રતિભા શોધ અંતર્ગત યોજાતા કાર્યક્રમોમાં કોલેજના વિદ્યાર્થીઓએ   અનેક વાર ભજવ્યા પણ છે.
          તેઓ દ્વારા લખાયેલા બાળગીતો ગુજરાત ના પ્રતિષ્ઠિત બાળ સમાયિકોમાં અવારનવાર છપાય છે. CCRT નવી દિલ્હી દ્વારા ચલાવવામાં આવતી કઠપૂતળીની તાલીમ પણ તેઓ લઈ ચુક્યા છે અને બીજા અનેક શિક્ષકોને તેઓવ તાલીમબદ્ધ કર્યા છે. રાજસ્થાનના ઉદયપુર ખાતે એસ.આઈ. આર. ટી. ખાતે શ્રી મોતીભાઈએ પપેટ્રી ફોર એજ્યુકેશન રિફ્રેશર કોર્ષની તાલીમ દરમિયાન ભારતમાં યોજાયેલ "રાશીય મહોત્સવ" માં રાષ્ટ્રીય સમુહગાનમાં ભારતીય પ્રતિનિધિ તરીકે તેઓ ભાગ લઈ ચુક્યા છે. ભારતના વિવિધ રાજ્યોમાં અનેક સેમિનારમાં તેઓએ ગુજરાત પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યાં આપણી સંસ્કૃતિને દેશ દુનિયા સામે આગવી શૈલીમાં પ્રસ્તુત કરી સૌના દિલ તેઓએ જીત્યા છે. 
           આ લોક શિક્ષકને અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. ગુજરાતના વિવિધ સમયના શિક્ષણમંત્રીઓ, મુખ્યમંત્રીઓ , મહામહિમ રાજ્યપાલો અને રાષ્ટ્પતિ એ મોતીભાઈના કાર્યોને એવોર્ડ આપી સનમાન્યા છે.  તાત્કાલિન સુપ્રીમ કોર્ટના  જસ્ટિસ માનનીય આર.કે અગ્રવાલ સાહેબે પણ મોતીભાઈના કાર્યની કદર રૂપે  જાહેર સન્માન કર્યું. એ ઉપરાંત પરદેશના હાઈ કમિશને પણ સન્માન કર્યું.  એ સમયે ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા IIM દ્વારા ગુજરાતભરમાં થી 30 ઇનોવેટિવ ટેલેન્ટેડ ટીચર પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે મોતીભાઈ નાયકનું નામ હતું. હાલ તેઓ IIM માં તજજ્ઞ તરીકે સેવાઓ આપે છે. 
            પદ્મશ્રી અનિલ ગુપ્તાની સંસ્થા સૃષ્ટિ દ્વારા મોતીભાઈ નાયકનું બહુમાન કરવામાં આવ્યું. હાલ તેઓ સૃષ્ટિ સંસ્થાના માનદ પ્રતિનિધિ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. હાલ લોક સંસ્કૃતિના જતન માટે વિસરાતી જતી લોક કલાઓ માટે મોતીભાઈ હાલ ગહન સંશોધન કરી રહ્યા છે. જેના માટે તેઓને નેશનલ ફેલોશીપ પણ મળી છે. મોતીભાઈના આવા કાર્યો થી પ્રભાવિત થઈ BBC london એ મોતીભાઈ ની મુલાકાત લઈ એક ટેલિફિલ્મ બનાવી. જે ફિલ્મ પણ ખૂબ પ્રસિદ્ધિ પામી. 
        મોતીભાઈ આજે પણ અવિરત કાર્યશીલ છે. તેઓના અનેક શૈક્ષણિક કાર્યક્રમો બાયસેગ ગાંધીનગર દ્વારા અવારનવાર પ્રસારિત કરવામાં આવે છે. આજે પણ તેઓ GCERT, NCERT. અને IIM જેવી  બીજી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં માનદ સેવાઓ આપી રહ્યા છે. 
           મોતીભાઈના ઘરના કબાટ અનેક પ્રમાણપત્રો અને સન્માન પત્રોથી થી ભરેલાં પડ્યા છે. એક આખો ઓરડો વિવિધ એવોર્ડના મોમેન્ટોથી ભરેલો છે. તેઓના ઘરની દીવાલો બોલે છે. આ એક શિક્ષકે કેટલું કામ કર્યું છે. નિવૃત બાદ પણ આ માણસે પલોઠી વાળી બેઠો નથી. આટ આટલું કામ કર્યું હોવા છતાં, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થયું હોવા છતાં ખૂબ સામાન્ય પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે. તેઓનુ પેંશન પોતાના સંશોધનો પાછળ ખર્ચી નાખે છે. આજે પણ શાળા કૉલેજો આમંત્રણ મળતાં સ્વખર્ચે જાય છે. વિદ્યાર્થીઓમાં જ્ઞાનની લ્હાણી કરે છે. ભૌતિક સંપત્તિ ન હોવાનો જરા પણ વસવસો નથી. તેઓનું હાસ્ય બાળક જેવું નિખાલસ છે.મોતીભાઈ પાસે બેસી શિક્ષણ સતસંગ કરવો એક લ્હાવો છે.

લેખન : ઈશ્વર પ્રજાપતિ
 ૯૮૨૫૧૪૨૬૨૦ 

Sunday, October 8, 2023

ઘરે બેઠાં ખરીદો ઈશ્વર પ્રજાપતિ લિખિત પુસ્તકો

 ઘરે બેઠાં ખરીદો  ઈશ્વર પ્રજાપતિ લિખિત પુસ્તકો 

ઈશ્વર પ્રજાપતિ લિખિત  પુસ્તકોના સેટની ખરીદી પર વિશેષ  વળતર ઉપલબ્ધ. પોસ્ટેજ ફ્રી. નીચે આપેલ સ્કેનેર થી પેમેન્ટ કરી શકાશે. પેમેન્ટ કરી 9825142620 પર સ્ક્રીન શોર્ટ અને પીનકોડ સાથેનું  એડ્રેસ વોટ્સેપ દ્વારા મોકલી આપવું. 



દેવેન્દ્ર પટેલ (જીવન સફર) : 950/-



કર્તવ્ય : 300/-


અરવલ્લીની અસ્મિતા :150/-


શિક્ષણ જગતના ઝગમગતા સિતારા :250/-


જીંદગી ઝીન્દાબાદ :230/-

વ્યક્તિવિશેષ ; 130/-

આ સિવાય અન્ય પ્રકાશનોના આપનાં મનગમતાં પુસ્તકો આપ ઘેર બેઠાં મંગાવી શકો છો. પુસ્તકનું નામ, લેખકનું નામ અને પ્રકાશકનું નામ જણાવી 9825142620  ઓર્ડર કરાવી શકો છો.
Google Pay Mo. No. 6351786155


Sunday Special

 

Nirbhaya case Re enacted



         On hearing about certain heinous incidents that occur in the society, makes one’s heart tremble from the core. The Nirbhaya incident that occurred in New Delhi, shook the whole country. Its ramifications echoed across the streets of the Parliament. The government took serious note of the whole incident and made the laws more stringent. Yet, how such heinous incidents keep occurring in society is always surprising?                                        

          When a man becomes a beast, he breaks all the boundaries of humanity and assumes the form of a monstrous devil. The recent incident of rape in Aravalli district has left people in shame…

           A small village of Malpur taluka had risen itself, frenzily celebrating the Holi festival. In the night village people had assembled in  the open ground to pay their obeisances by lighting the holy fire for Goddess Holika. A couple residing in the outskirts of the village too had come to offer their prayers leaving their two daughters asleep at home. People were dancing in trance to the beats of the drumsticks hitting the big drums in unison. But amidst the thunderous sounds of the drums ,none could hear the screams of a four and half year old helpless girl.

        When the couple returned home after the Holi puja, their little daughter was not in the bed. They thought her playing  somewhere nearby.

         The parents searched around but couldn’t trace her out. Now they got panic stricken. Their hearts sank in agony. “Where could their  sleeping daughter have gone?” A whirlwind of thoughts arose in an instant. “Where and in what state she would be in? Who would have taken her away?”

        People from the  surrounding area too , assembled and started searching the fields with torches and lanterns. A little away from the house as light fell on the slope side of the field, a terrible scream emanated from the person who saw that scene. A demonic figure of around twenty-four years of age was ruthlessly tearing apart a four-and-a-half-year-old girl to satisfy his lust. As light fell on this demonic figure, he fled nakedly from the place to save his life .

        …And a small girl was lying in a pool of blood reeling in pain and agony. All hell broke loose for the parents. The flames of the Holi puja had died down by now, but the flames that were rising in the small girl’s life would never probably die down.

         The shock was unbearable for the parents. The entire incident was reported to the Malpur police station. The girl child was admitted to the hospital for treatment.

         The district police showed extreme seriousness regarding this heartbreaking and sensitive case and were determined to find out the culprit and accord him the strictest punishment. The alleged rapist was caught in a matter of few hours/no time.  This demonic act was condemned from all sides.

        The police didn’t rest by just arresting the rapist but ensured that he would get seriously punished for his heinous act. The L.C.B. PI C.P Vaghela and his team investigated the case on a war footing. Due to lack of evidence in many cases, the criminals go scot-free, but in this case, the police were careful not to miss even the slightest bit.

           The L.C.B. team after carrying out Panchnama collected the necessary evidences. The clothes that the girl child was wearing at the time of the incident along with the clothes of the demonic man were sent to the FSL. The girl child was medically examined. All reports indicated the heinous act of the culprit.

          Sanjay Kharat’s efforts to get the case heard quickly in the Special court and for the rapist to be punished expeditiously were great and his efforts were successful. The case was tried in a Special court. Public prosecutor D.S. Patel also made a strong pleading in the court and strengthened the case. Finally, everyone’s hard work paid off. In just a short span of seven mon,ths the court handed down its verdict and sentenced the verdict by inflicting a rigourous punishment of 20 years to the devil in human garb. This was a historic verdict. The efforts of L.C.B. PI C. P. Vaghela, and PSI S. K. Desai in bringing the culprit to justice were admirable.

            The role of all officers and the Public Prosecutor in the entire case was instrumental in helping the victim’s family to get speedy justice.

                             

Chapter 8 from ‘Kartavya’ by Shri Ishwar Prajapati, page no. 34- 37

Translated: Pallavi Gupta



Sunday, October 1, 2023

સન્ડે સ્પેશિયલ

 

આણંદના એક ખેડૂતનાં ત્યાં ભારતના વડાપ્રધાન

 લાલબહાદુર શાસ્ત્રીજીએ  જ્યારે  રાત્રી રોકાણ કર્યું.


      આવતી કાલે ૨ જી ઓક્ટોબર એટલે ગાંધી જયંતીને સાથે સાથે લાલબહાદુર શાત્રીજીની પણ જન્મ જયંતી છે. વામન કદના પરંતુ  વિરાટ વ્યક્તિત્વ ધરાવતા ભારતાના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના સાદગી અને શાલીનતા ભર્યા જીવનથી સૌ કોઈ પરિચિત છે. શાસ્ત્રીજીના જીવનનો એવો જ એક પ્રસંગ ગુજરાત સાથે જોડાયેલો છે જે બહુ ઓછા લોકો જાણે છે. શાસ્ત્રીજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેઓ આણંદ  નજીકના એક ખેડૂતના ત્યાં રાત્રી રોકાણ કરી એક સામાન્ય જનમાણસની જેમ સળગી પૂર્વક રહી ગ્રામલોકો સાથે સંવાદ કર્યો હતો. આ અખો સુંદર પ્રસંગ વર્ગીસ કુરિયન લિખિત મારું સ્વપ્ન પુસ્તકમાં ખુબ સુદર રીતે આલેખવામાં આવ્યો છે. જે અહી પ્રસ્તુત છે. 

    આણંદથી આઠેક કિ.મી. દૂર સ્થિત કંજરી ગામે ૧૯૬૪ માં ‘ઑક્સફામ’ નામની સંસ્થાની આર્થિક સહાય વડે ખેડા મંડળીનું નવું ચારા મિશ્રણનું કારખાનું તૈયાર થયું. આ પ્લાન્ટ આધુનિક હતો જેમાં સ્વયંસંચાલિત મશીનો હતાં અને ભારતભરમાં આ પ્રકારનું એ પ્રથમ કારખાનું હતું. દેશના ડેરી ઉદ્યોગમાં આ ક્રાંતિકારી પગલું હતું. અમને લાગ્યું કે આવું કારખાનું જો દેશના વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન પામે તો તે વધુ યોગ્ય રહે. તે વખતના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને અમે નિયંત્રણ મોકલ્યુંકે આણંદ પધારીને કારખાનાનું ઔપચારિક ઉદ્ઘાટન કરે. ફરી એક વારતે માટેની તિથિ હતી. સરદાર પટેલની જન્મજયંતિ૩૧ મી ઑક્ટોબર. શાસ્ત્રીજીએ અમારું નિમંત્રણ સ્વીકાર્યુંપણ હજુ આણંદમાં તેમને રહેવા માટે યોગ્ય હોય તેવી કોઈ હોટેલ હતી નહિ.

         શાસ્ત્રીજીની માગણી તો ઓર કપરી નીકળી . તેમણે વિનંતી કરી કે અમે જે મુજબની કાર્યક્રમની વિગતો ઠરાવી હતીતેમાં ફેરફાર કરવો અને આથી તો ખૂબ ચકરાવામાં પડ્યા. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાને કહેવડાવ્યું કે તેઓ એક દિવસ વહેલા આવીને ગામડાના કોઇ એક ખેડૂતને ત્યાં રાત રોકાવા ઇચ્છે છે. જો શક્ય હોય તો આ ખેડા જિલ્લાના કોઈ ખેડૂતને ઘેર ! મેં મારી જાણ મુજબભારતના વડા પ્રધાને આજ સુધી ગામડામાં રહેવાની ઈચ્છા કરી નથીમાટે આવી અસામાન્ય વિનંતીથી અમે સ્વાભાવિક ઊતે જ ગભરાઈ ઊઠ્યામુખ્ય મંત્રીએ વળી મને કહ્યું કે આ રીતે વ્યવસ્થા કરી. તેમને કહ્યું કે જો ભારતના વડા પ્રધાન ગામડે રહેવા જાયતો તેઓ આવે તે પહેલાં જ ગામડું ૩૦૦ જેટલા તો સુરક્ષા કર્મચારીઓથી ભરાઇ જાયખેડાના ગામડાંઓની સરેરાશ વસતી જ ૩૦૦ જેટલી હોય છે અને જો એટલા જ પોલીસો આવે તો તે ગામડું લાગવાને બદલે પોલીસથાણું વધારે લાગશે. તો પછી આવા પોલીસથાણે વડા પ્રધાને શા માટે જવું છે  જો વડા પ્રધાન ખરેખર ગામડાને તેની સ્વાભાવિક સ્થિતિમાં જોવા જ ઇચ્છતા હોયતો તેઓની સુરક્ષાનું કામ પણ મુખ્ય મંત્રીએ મારા પર છોડવું પડશે. 

    બળવંતરાયે ગૃહસચિવ એફ. જે. હેરેડિયાને બોલાવીને મારા સૂચનની વાત કરી. હેરેડિયા સહેજે માનવા તૈયાર ન થયા. ‘આમ કઈ રીતે થાય જ! તેમણે કહ્યું, ‘ જો કંઈ અણઘટતું ઘટી જાય તો સજા મને મળેકુરિયનને નહિ. માફ કરોપણ વડા પ્રધાનની સુરક્ષા એ મારી જવાબદારી છે અને તે હું કોઈ બીજાને સોંપી શકું નહિ. 'અલબત્તતેઓ મારો મુદ્દો અવશ્ય સમજી શક્યા હતા. અને અમે મિત્રો તો હતા જતેથી એમણે વ્યવસ્થા એ રીતે કરવાનું વચન આપ્યું જેનાથી તેમની અને મારી બંનેની જરૂરિયાત પૂરી થઈ શકે. અરેકુરિયનનો આગ્રહ છે કે પોલીસો ન હોવા જોઈએ અને તમે કહો છો કે પોલીસો તો હશે જતો એવું કઈ રીતે ગોઠવશો ?’ મુખ્ય મંત્રી સહેજ વિચારમાં પડ્યા. ‘સાવ સહેલું છે.’ ગૃહસચિવ કહેવા લાગ્યા. વડા પ્રધાન ગામડાની મુલાકાતે જવાના છેકે અમુક ગામડાની મુલાકાતે જવાના છેએ વાતની ગંધ સુધ્ધાં કોઈને આવવી જોઈએ નહિ. પછી તો વડા પ્રધાન સુરક્ષિત જ રહેશ.  આ કંઈક સારું સૂચન લાગ્યું. અમારી સુરક્ષા વ્યવસ્થામાં ગોપનીયતાને મુખ્ય સ્થાન અપાયું. મુખ્ય મંત્રી બળવંતરાયે મંજૂરી આપતા કહ્યું, “તમે અને કુરિયન મળીને બધું નક્કી કરી લો. હું અને હૈડિયા કામે વળગ્યા .

           આણંદથી થોડે જ દૂર આવેલું અજરપુરા ગામને અમે પસંદ કર્યું. અહીંની દૂધ સહકારી મંડળી સહુથી જૂની મંડળીઓમાંની એક હતી. મેં ખેડૂત યજમાન પણ પસંદ કરી લીધાજેમનું નામ હતું રમણભાઈ પુંજાભાઈ પટેલ. મેં તેમને સમજાવ્યું કેબે વિદેશીઓ આપણી મુલાકાતે આવે છે અને તેઓ ગામડામાં એક રાત રોકાવા ધારે છે. તો શું તમે એ માટે બંદોબસ્ત કરી આપી શકશો ? ' રમણભાઈ વિચારમાં તો પદ્મ કે વળી વિદેશી લોકોની આવી કેવી ઇચ્છા હશે. મેં સમજાવ્યું કે તેઓ જ વિચિત્ર અને ધૂની તો હતા પણ એક રાત તમારે ત્યાં રોકાય તો બહુ મુશ્કેલી પડે તેમ નથી ને ! વળી બીજું કંઈ ખાસ કરવાનું ન કહેતાં મેં તેમને એટલું જ સૂચવ્યું કે ઘર થોડું સારું ગોઠવે અને બાથરૂમ સ્વચ્છ રાખે

         મહેમાન આવવાના દિવસે પોતાનું નાનું ઘર સરખું કરીને રમણભાઈ આંગણામાં પાણી છાંટી ધૂળ ન ઊડે તેની વ્યવસ્થા કરી રહ્યા હતા. અને ‘ વિદેશી મહેમાનો’ની રાહ જોઈ રહ્યા હતા . હું તેમની પાસે ગયો. તેમને જણાવ્યું, ‘ હવે તમે જાણી લ્યો કે તમારે ત્યાં કોણ ખરેખર મહેમાન બનીને આવવાનું છે તે છે ભારતના વડા પ્રધાન અને ગુજરાતના મુખ્ય મંત્રી.’ ‘વડા પ્રધાન અને મારા ઘરમાં સાહેબ તમે આ મને શું કર્યું ? ’ ખૂબ અકળાઈને તેમણે પૂછ્યું . ‘અરે એમાં કંઈ નથી.’ મેં તેમને શાંત પાડતાં કહ્યું. માનો મારી વાત. એ લોકો બહુ જ સારા માણસો છે. તમારા બીજા મહેમાનો સાથે વર્તો છોતેમ જ એમની સાથે પણ વર્તો, ' ' સાહેબ ! મેં તો કંઈ સરસ ખાવાનું પણ નથી બનાવ્યું. તમે મને ના પાડેલી !’ મેં તેમને ખાતરી કરાવતાં કહ્યું કે એ લોકોને પણ કશું ખાસ કે સરસ ખાવાનું નહોતું જોઈતું. પછી મેં તેમની ઓળખાણ કલેક્ટર સાથે કરાવીજેઓ જિલ્લાના અધિકારી હોય છે. પછી મેં તેઓ બંનેને કહ્યું, ‘ હવે વડા પ્રધાનને હું તમારા હાથમાં સોંપું છું. તેમનું ધ્યાન તમે રાખજો અને હું જાઉં છું મારે ઘેર. મેં તેમને કહ્યું કે શાસ્ત્રીજીએ કોઈ જ નિશ્ચિત કાર્યક્રમ રાખ્યો નથી. અહીં આવીને જ તેઓ ઠરાવશે કે ગામડાના મહેમાન તરીકે તેમને શું કરવું છે. મેં કહ્યું કે મારે પાછા મારે ઘેર જવું જરૂરી છે કે કારણ કે ત્યાં મારી પત્ની  એકલી છે અને બીજા પણ મહેમાનોની તેણે વ્યવસ્થા કરવાની છેજેમને કો ખ્યાલ નથી કે તે દિવસે વડા પ્રધાન પહોંચવાના નથી. યોજના મુજબ વડા પ્રધાનની ગાડીઓનો રસાલો અમદાવાદથી આણંદ આવતો હતોત્યાં અધવચ્ચેથી માત્ર શાસ્ત્રીજીની ગાડીને અજરપુરા ગામે વાળી લેવાઈ જ્યારે બાકીની ગાડીઓ આણંદ જવા લાગી.

         વખતસર શાસ્ત્રીજી અજરપુરા પહોંચ્યારમણભાઈને મળ્યા અને તેમની સાથે તેમનું સાદું ભોજન પણ લીધું. પછી તેઓ ગામડાનું ચક્કર મારવા ચાલવા નીકળ્યા. ત્યાં તેઓ ઓળખાઈ તો ગયા પણ ગામડાનાં લોકો વચ્ચે તદ્દન મુક્તપણે તેમણે વિહાર કર્યોપોતે સામે ચાલીને બીજા લોકોના ઘેર ગયાતેમની સાથે બેઠા અને લાંબી વાતો પણ કરી. આ લોકોના જીવન વિશે તેમણે જાણવાની તીવ્ર ઇચ્છા હતી. તેઓ પૂછતા હતા કે સ્ત્રીઓ કેવાં કેવાં કાર્યો કરે છેશું તેઓ પાસે કોઈ ભેંસો છેકેટલું દૂધ આપે છેકેટલું વળતર મળે છેવધુ દૂધ આવે તે માટે કોઈ પ્રોત્સાહન મળે છેઆ મંડળીના તેઓ શા માટે સભ્ય બન્યાતેમનો સમાજ કઈ તરફ પ્રગતિ કરી રહ્યો છેવગેરે વગેરે. ખૂબ લંબાણપૂર્વક તેમની વાતચીત ચાલી રહી.

           ગામના હિરજનવાસમાં પણ તેઓ પહોંચ્યા. તેમની સાથે બેઠાવાતો કરી. ગામના મુસલમાનોની પણ તેમણે સામે ચાલીને મુલાકાત લીધી. સવારના છેક બે વાગ્યા સુધી તેઓ ખેડૂતો સાથે તેમના જીવન અને સમસ્યાઓ અંગે વાતચીત કરતા રહ્યા. ગૃહસચિવે તેમને બીજા દિવસના કાર્યક્રમની યાદ આપવી પડીજે સવારે સાત વાગ્યે શરૂ થવાનો હતો. આમ બાકીના થોડા કલાકો માટે તેમણે સૂવા જવું પડ્યું. બીજે દિવસે વહેલી સવારે ફરીથી વડા પ્રધાન તો ગામના ચૂંટેલા પ્રતિનિધિઓ વડે ચાલતી દૂધની સહકારી મંડળીએ પહોંચી ગયા. અહીં હું તેઓને પહેલી વાર મળ્યો. તેમને સહકારી મંડળીઓની વ્યવસ્થા અંગે મેં સમજ આપી. આટલું કરી લીધા પછી જ તેઓ આણંદ આવવા અને મારે ઘેર આવવા રાજી થયા. થોડા સમય પછી તેમણે ઔપચારિક રીતે ચારામિશ્રણના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું અને સભાને ખૂબ જ પ્રેરણાત્મક પ્રવચનથી સંબોધિત કર્યું.

     વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજી દરેક દૃષ્ટિથી સાચે જ લોકોના પ્રતિનિધિ હતા. તેઓ આણંદ આવ્યા, સહકારી મંડળીઓનું કામકાજ જાતે જોયું અને સામાજિક અને આર્થિક પરિવર્તનનાં ગરમીન ક્ષેત્રેના સાધન તરીકે તેની નાડ પારખી. આ નીચી દડીના શરીર ધરાવતા આ મહાન માણસના હૃદયની સૌથી નજીક કશું હોય તો તે માત્ર આપણા ગ્રામવાસીઓનું કલ્યાણ જ હતું.

-ઈશ્વર પ્રજાપતિ 

9825142620

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts