Monday, February 11, 2019

આપણો જીલ્લો, આપણું વતન અરવાલ્લી ભાગ ૨


    


અરવલ્લીને અટારીએથી







       અરવલ્લીની અટારીએથી અરવલ્લી જીલ્લાનું દર્શન કરતાં અરવલ્લીની તાસીર અને તસવીર અદભુત નિર્માણ પામે છે.  આભરે ભરેલાં પ્રાક્રુતિક સૌદર્ય અને નયન રમ્ય ગિરિ કંદરાઓ અરવલ્લી જિલ્લાનાં આભુષણ છે.  આ જિલ્લો ગિરિમાળાની ગોદમાં આવેલો વન સમૃધ્ધી તથા પ્રાકૃતિક સૌદર્યના કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચિન સ્થાપત્ય, ઐતિહાસિક સ્મરકો અને યાત્રાધમો પોતની ગોદમાં સમાવીને  બેઠો છે. જિલ્લો ગાઢ જંગલો થી આચ્છાદિત છે.
       ૩૩૦૮ ચો. કિ.મી. ક્ષેત્રફળ  વિસ્તાર ધરાવતો અરવલ્લી જિલ્લો આમ તો છે ખોબા જેવડો પરંતુ જિલામાં વસતા માનવીઓના દિલ દરિયા જેવા, ખમીરવંતા અને ખડતલ પણ ખરા. વહિવટ્ના વિકેન્દ્રિયકરણના ભગરૂપે સા.કાંમાથી છુટા પડેલ આ જિલ્લામા ૬ તલુકાઓનો સમવેશ થય છે. (૧) મોડાસા (૨) માલપુર (૩) મેઘરજ (૪) બાયડ (૫) ભિલોડા (૬) ધનસુરા. મોજીલું  મોડાસા અરવલ્લી જીલ્લનું વડું મથક છે.
           અરવલ્લી જિલ્લાની ઉત્તર પુર્વ સરહદ રાજસ્થાનની વિશાળ પટ્ટી સ્પર્શે છે.  પશ્ચિમે સાબરકાંઠા જિલ્લો અને દક્ષિણમાં ખેડા અને પંચમહાલ જીલાની સીમાઓ સ્પર્શે છે.આ જિલાને ઉત્તર અને પુર્વે અરવલ્લીની વિસ્તુત ગિરિમાળાનુ કુદરતી રક્ષણ મળ્યું છે. અરવલ્લી જિલ્લો મહદઅંશે મેદાન અને ડુંગરાળ પ્રદેશ ધરાવે છે. અહિં ડુંગરાળ પ્રદેશ ની ઉંચાઈ ૩૦૦ થી ૯૦૦ મીટર સ્યઉધીની જોવા મળે છે. જિલ્લામાં મુખ્યત્વે રેતાળ, ગોરાળું અને મધ્યમ કાળી જમીન જોવા મળે છે. જિલ્લમાં વરસાદ્નું પ્રમાણ અનિયમિત છે. અહિં સરેરાશ વરસાદ ૭૧૫ થી ૧૦૦૦ મિલિમિટર જેટલો થાય છે.
       અરવલ્લી જીલ્લામાં કુલ ૬૮૯ ગામ અને ૩૦૮ ગ્રામપંચાયતો આવે લી છે અને નગરપાલીકાઓ આવેલી છે. ૨૦૧૧મની વ્સ્તિ ગણતરી પ્રમાણે જીલ્લાની વસ્તી ૧૦,૫૧.૭૪૭ છે. જેમા પુરુષ સ્ત્રીનું પ્રમાણ ૧૦૦૦:૯૪૦ છે. જિલ્લનું સક્ષરતા પ્રમાણ  આશરે ૭૪ % જેટલું
આદિવાસી લોકજીવન
    પ્રાગૈતિહાસિક યુગથી એક વિશેષ સભ્ય ધરાવતા અને વેદો, મહાભારત અને પુરાણોમાં નિષાદ કે પુલિંદ તરીકે ઓળ્ખાતા ભીલ આદિવાસીની ઉપજાતીઓ દેશના જુદા જુદા ભૂમીખંડોમાં ફેલાયેલી છે. મહાભારતના યાદવકુળ સંબંધિત હરિવંશ પુરાણમાં પણ આદિવાસીઓના અનેક વર્ણનો આવે છે. આ જાતિ એટલી બધી પ્રાચીન છે કે, ઈશુના ૫૦૦ વર્ષ પુર્વેની પ્રજાતિ તાલિકામાં પણ તેની ગણના કરવામાં આવે છે.
         આદિવાસી ભારતના મૂળ નિવાસી છે. આ જાતિ આદી કાળ થી અહિં વસતી હોવાથી એમને “આદિજાતિઓ” કે “આદિવાસીઓ” એવું નામ આપવામાં આવ્યું. કહેવામાં આવે છે. ભારત્ના પુર્વ , મધ્ય અને દક્ષિણ માં વસતા આ આદિવાસીઓને ભારત્ની ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાન્માં રાખી ત્રણ વિભાગમાં વહેચવામાં આવ્યા છે.
(૧) ઇશાન પ્રદેશ ના આદિવાસીઓ
(૨) મધ્ય ભાગ ના આદિવાસીઓ
(૩ ) દક્ષિણ બપ્રદેશના આદિવાસીઓ
          ગુજરાતના આદિવાસીઓની ગણના ભારતના મધ્યભાગના આદિવાસીઓ સાથે કરવામાં આવે છે. આદિવાસિઓ ભારતના ૧૯% ભુભાગ પર વસે છે.  ગુજરાતમાં  ઉત્તરે અરવલ્લીની હારમાળામં , પુર્વમાં સાતપુડા અને વિંધ્ય પહાડની શિખરાવલ્લીઓની તળેટીઓ પર અને દક્ષિણમાં સહ્યાદ્રિની પર્વત શ્રેણીઓમં આદિવાસીઓનું નિવાસ્થન છે. આ પુરો ભાગ લગભગ ૨૦ હજાર માઈલમાં ફેલાયેલો છે.   
      જિલ્લાનાં કુદરતી ખોળે વસતા વનવાસી આદિજાતી લોકોની આગવી સંસ્કૃતિ, રીત-રિવાજ, આભૂષણો અને ઉત્સવો આગવી ઓળખ ધરાવે છે. સરકારશ્રીએ આદિજાતી વિસ્તાર તથા આદિજાતી લોકોનાં નબળા આર્થિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ તરફ ડગ માંડી રહ્યા છે.
         અરવલ્લી જીલ્લાના ભિલોડા, માલપુર અને મેઘરજ તલુકાઓના બહુધા વિસ્તારમાં આદિવાસી લોકો રહે છે. અરવલ્લીની ગિરિમાળામા6 બવસવાટ કરતા આ લોકો સ્વત6ત્ર સ્વભાવના, ખમિરવંતા ડુંગરી ભીલો , ભીલ, ગરાસિયા, ડુંગરી ગરાસિયા મુખ્ય જાતિઓમાના છે. જેમાં પણ નિનામા, બામણીયા, રાઠોડ, બળેવિયા, ખરાડી, ચૌહાણ, મડીયા, સુવેરા, પરઘી, અસારી, ડામોર, કલાસવા, કટારા, જોષિયારા, ગડસા, ભરાડા, ખાણમા,પલાત, ગોપાત, તબિયાર, પરમાર,મકવાણા, ગમાર, ડાભીજેવી અલગ અલગ અટકો ધરાવે છે. આદિબવાસી લોકો સામાન્ય રીતે પોતાના ખેતરમાં જુપડાં  બાંધીને બનાવીને રહે છે.
           આદિવાસિ પહેરવેશ અને પોષાક પુરતા વસ્ત્રો પહેરે છે. ૧૬ હાથનો ચણીયો એ ડુંગરી ભીલ સ્તીના પહેરવેશની વિશિષ્ટતા છે. સ્ત્રીનાં આભુષણો મુખ્યત્વે ચાંદી, પિત્તળ કાંસાનાં હોય છે. પગનાં આભુષનને કડલાં અને છડા કહે છે. જે ચંદીના હોય છે. પગની આંગળીએ એલ્યુમિનિયમ, પિત્તળ કે ચાંદીની વીંટીઓ પહેરે છે. તેને ચગોઠેઓ કહેવામાં આવે છે. હાથે ચાંદીના કે હાથીના દાતના સૂર બલાયાં પહેરે છે. આ ઉઅપરાંત કાચની કાવરીઓ, બંગડીઓ પહેરે છે. ગળામાં વરલો કે હાંસડી પહેરે છે. જે ચાંદીની બનેલી હોય છે. નજર ન લાગે તે માટે ગળામાં કાળો દોર પહેરે છે. નાકમાં ચાંદીની, પિત્તળ્ની કે સનોરી પહેરે છે. આંખમાં મેશ આંજવાનો રીવાજ હજુ પણ ચાલે છે.
             આદિવાસિ લોકો ઓજારો જાત જાત્ના અને ભાત ભાત નાં રાખે છે. તીર કામઠું પણ અવશ્ય જોવા મળે છે. કટારી પાણીદાર અને ધારવાળી કાળા મ્યાનની તોચને ચાંદીથી મઢવામાં આવે છે.   

છે.  
(ક્રમશ:  )
લેખક : ઇશ્વર પ્રજપતિ

(9825142620)

1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts