Friday, December 10, 2021

યુવાનોને શરમાવે તેવા તરવાળાટથી ભર્યા ભર્યા, ઉત્સાહી અને ઉર્જાવાન, મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બીપીનભાઈ શાહ...

   યુવાનોને શરમાવે તેવા તરવાળાટથી ભર્યા ભર્યા, ઉત્સાહી અને ઉર્જાવાન, મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ : શ્રી બીપીનભાઈ શાહ...




            અરવલ્લી પંથકમાં કેળવણી ક્ષેત્રે સંકળાયેલ હોય અને બીપીનભાઈ શાહના નામથી અને કામથી પરિચિત ન હોય એવી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે. મૂળે તો એડમિસ્ટ્રેટિવ જીવ.. પણ શિક્ષણ પ્રેમ તેઓના હૈયે વસેલો..પોતાની ફરજ માંથી સેવા નિવૃત્ત થયા બાદ  શિક્ષણ સેવા યજ્ઞમાંમાં પોતાનો સમય ખર્ચવાનો નીર્ધાર કર્યો... તેઓ મોડાસા કેળવણી મંડળ માં^ યશસ્વી સેવાઓ આપી રહ્યા છે. 

         શ્રી  કે. એન. શાહ વિદ્યાલય એ માત્ર મોડાસાની કે માત્ર અરવલ્લીની જ નહીં પરંતુ સમસ્ત ગુજરાતની એક પ્રતિષ્ઠિત અને ગૌરવશાળી શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થા  સો વર્ષની યશસ્વી મઝલ કાપી એક ગૌરવપૂર્ણ પડાવે પહોંચી છે. એક સદીની શિક્ષણ યાત્રા પૂર્ણ કરી બીજી સદીમાં મંગલ પગરણ માંડવા આ સંસ્થા સજ્જ છે. કુશળ વહીવટ કર્તાઓની દીર્ઘ દ્રષ્ટિના પરિણામે આ સંસ્થાને જાણે વિકાસની નવી પાંખો ફૂટી. આ સંસ્થાએ આજ સુધી અન્ય 14 શૈક્ષણિક વિદ્યાસંસ્થાઓ સમાજને ભેટ ધરી છે. 

            સો વર્ષ પૂર્ણ કરનાર આ સંસ્થાના મકાનો જૂનાં થતાં, અદ્યતન  સુવિધા યુક્ત વર્ગખંડો સાથે આખી શાળાનું નવનિર્માણનું બીપીનભાઈ શાહ અને સાથી ટ્રસ્ટીઓએ વિરાટ  સપનું સેવ્યું.. અદ્યતન શાળાનું નવું બિલ્ડીંગનો ખર્ચ પણ કરોડોમાં થાય.. એમ છતાં   દ્રઢ મનોબળ અને વિઝન સાથે કાર્યનો આરંભ કર્યો... નિષ્ઠવાન પ્રયાસ અને પારદર્શક વહીવટના પરિણામે દાનની સરવાણી વહી... એક-એક કરોડ જેટલી માતબર રકમના ત્રણ દાતાઓ મળ્યા.. સારા કાર્યની સૌરભને દેશની સીમાઓ પણ નથી નડતી હોતી.. દેશ પરદેશ માંથી દાનનો ધોધ વહયો..  અંદાજે  આઠ થી નવ કરોડના માતબર દાન થી શાળાનું ભવ્યાતિભવ્ય ભવનનું કામ પૂર્ણ થવાના આરે છે. મોર્ડન આર્કિટેક પ્લાન મુજબ તૌયાર થયેલ બિલ્ડીંગ મોડાસાનું જ નહીં પરંતુ અરવલ્લી પંથકનું ઘરેણું છે... આ ટલું માતબર દાન પ્રાપ્ત થવાનું જો કોઈને શ્રેય આપવો હોય તો સંસથના બીપીનભાઈ શાહ સાથી ટ્રસ્ટી શ્રીઓના પારદર્શક વહીવટ અને શાળાના કર્મનિષ્ઠ આચાર્ય અને શિક્ષકોને આપવો પડે.

                 સંસ્થાના પ્રમુખ શ્રી બીપીનભાઈ શાહ. સૌ એમને બિપીનકાકાના હુલામણા નામે સંબોધે છે. સંસ્થાના વિકાસના કામો મિશનના રૂપે તેઓએ ઉપડ્યા છે. તેઓ કુશળ વહીવટ કરતા છે, કામ લેવાની ગજબની કોઠાસૂઝ તેઓ ધરાવે છે. સંસ્થાના હિતમાં આકારમાં આકરા નિર્ણયો લેવામાં તેઓ ખચકાતા નથી. કોઈના અપ્રિય બનવું પડે તો બનીને પણ સંસ્થાના હિતમાં સિદ્ધાંતોમાં બાંધછોડ કરવામાં તેઓ માનતા નથી. એટલે જ કદાચ આ સંસ્થા પારદર્શી વહીવટ થકી ગુજરાતની શ્રેષ્ઠ સંસ્થાઓમાં સ્થાન પામી છે. બિપીન કાકાની સાથે મોડાસા હાઈસ્કૂલના યુવાન ઉત્સાહી અને સૌમ્ય સ્વભાવના આચાર્ય મનીષભાઈ જોશી ખભેખભા મિલાવી સંસ્થાને ઉચ્ચત્તમ શિખરે લઈ જવાના ઉત્તમ પ્રયાસો કરી રહ્યા છે.
    મોડાસા કેળવણી મંડળમાં છેલ્લા 28 વર્ષથી જોડાયેલા દીર્ઘદ્રષ્ટા અને શિક્ષણપ્રેમી બીપીનભાઈ શાહના ભગીરથ પ્રયત્નોથી મોડાસા કેળવણી મંડળના કેમ્પસમાં શ્રી કે.એન.શાહ મોડાસા હાઈસ્કુલ, શ્રી સી.જી. બુટલા સર્વોદય હાઈસ્કૂલ, કલરવ હાઈસ્કૂલ, શ્રી બી- કનાઈ હાઈસ્કૂલ માં 6500 થી અધિક વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે ઉચ સંસ્કાર પ્રાપ્ત કરી રહ્યાં છે. 

           એક સદીની શિક્ષણયાત્રા  પૂર્ણ કરી બીજી સદીની શિક્ષણયાત્રાનાં પગરણ માંડતી આ સંસ્થા અરવલ્લીના અંતરિયાળ વિસ્તારોમાં વસતા વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો દિપક પ્રગટાવે... રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ હજીએ નામના દિવ્ય બને ... અને આદર્શ નાગરિકો નું ઘડતર કરી રાષ્ટ્ર નિર્માણ કર્યો માં અગ્રેસર રહી સફળતાનાં તમામ શિખરો સર કરે એવી દિલથી શુભેચ્છાઓ....

લેખન : ઈશ્વર પ્રજાપતિ
98251 42620

Sunday, December 5, 2021

પ્રાઈમ મિનિસ્ટર નરેંદ્ર મોદી લેખક- ડૉ. ધીમંત પુરોહિત

 પ્રાઈમ મિનિસ્ટર નરેંદ્ર મોદી  

લેખક- ડૉ. ધીમંત પુરોહિત 

             


            ગુજરાતી પત્રકારીતા ક્ષેત્રે ગુંજતું અને ધબકતું નામ એટલે ડૉ. ધીમંત પુરોહિત.. વિવિધ ન્યુઝ ચેનલ પર અવાર નવાર તેમને સટીક વિશ્લેષણ કરતા નિહાળ્યા છે. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્ર પટેલ સરના માદરે વતનમાં તેઓની પ્રેરણાથી આકરુન્દ ગામની પ્રાથમિક શાળામાં નિર્માણ પામેલ અદ્યતન  "સંદેશ લાઈબ્રેરી" માંથી ધિમંત પુરોહિત લિખિત "પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી" પુસ્તક હાથ લાગ્યું. પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત થ્રિ ડી મુખપૃષ્ઠ ધરાવતું આ પુસ્તક હાથમાં લેતાં જ એક વાંચકનું મન લલચાયા વિના રહી જ ન શકે..

              પુસ્તક હાથમાં લીધું અને એક એક પાના ઉઠલાવતો ગયો. અને એક જ બેઠકમાં 115 પેજનું પુસ્તક ક્યારે પૂરું થયું એનો ખ્યાલ જ ન રહ્યો.. લેખકની સરળ અને રસાળ શૈલી દાદ માંગી લે તેવી છે. જુદા જુદા 12 પ્રકરણ માં વિસ્તરેલું આ પુસ્તકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની C.M ( common man) થી લઈ P. M. (Prime minister) સુધીની રોમાંચક સફરની શબ્દ યાત્રા કરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશે અલગ અલગ લેખકો દ્વારા અનેક પુસ્તકો પ્રગટ થયાં છે. એમ છતાં આ પુસ્તક કંઈક નવી ભાત પાડે છે.
        ગુજરાતના વિચાર પુરુષ ગુણવંત શાહ સાહેબે આ પુસ્તકને આવકારતા 'શગ મોતીડે' વધાવ્યું છે. તેઓ પુસ્તકના આવકારમાં લખે છે. "ડૉ. ધિમંત પુરોહિતે 'પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી' પર લખેલા આ પુસ્તક પૂર્વાપર સંબંધ જાળવી ને એમના શાશનના પ્રથમ વર્ષ નો રિપોર્ટ કાર્ડ પ્રગટ કર્યો છે. ધીમંતભાઈ ગુજરાત ના તેજસ્વી પત્રકાર છે. અને એમને રાષ્ટ્રીય કક્ષાએ મીડિયા સાથે કામ કર્યું છે. એમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વેશે જે લખ્યું તેમાં ઔચિત્ય અને વિવેક જણાવાયાં છે."
        સરકારનું એક વર્ષનું રિપોર્ટ કાર્ડ રજૂ કરતા સરકારના જમા પાસાઓની ચર્ચા કરી જ છે સાથે સાથે એક નીડર પત્રકારને છાજે એ અદામાં ઉધાર પાસાની પણ છણાવટ કરી છે.  જમા પાસા આલેખતાં લેખક પુસ્તકના પા. નં. 109 પર નોંધે છે.

1. કેન્દ્ર સરકારમાં ટ્રાન્સફર- રાજનો ખાતમો. બદલીઓ માં થતાં ભ્રષ્ટાચારનો અંત આગ્યો.
2. એનર્જી સેક્ટરમાં કોલસાની ખાણોમાં પારદર્શક હેરાજી.
3. સરકારી પૉલિસી અને સરકાર માં કોર્પોરેટ હસ્તક્ષેપ સંપૂર્ણપણે બંધ.
4. ડિજિટલ ઇન્ડિયા - માય ગવર્મેન્ટ વેબ પ્લેટફોર્મ થી લોકભાગીદારી.
5. જન ધન વીમા જેવી યોજનાઓ થી ગરીબ - સામાન્ય માણસની સામેલગીરી અને સશક્તિકરણ.
6. વર્ષ દરમિયાન સરકાર ને સંડાવતો ભ્રષ્ટાચારનો કોઈ મોટો મામલો નહીં...

મોદી સરકારનાં ઉધાર પાસા આલેખતાં લેખક પુસ્તકના પા. નં. 110 પર નોંધે છે.

1. મોદી વન મેન આર્મી
2. મંત્રી મંડળમાં મોદી સિવાય બીજા કોઈનું મહત્વ નહીં.
3. મોટાં મોટાં વચનો સામે એટલાં પરિણામો નથી.
4. અનિયંત્રિત મોંઘવારી
5. કાળા નાણાં મામલે સંતોષ જનક મોંઘવારી નહીં.
        લેખકે નોંધેલ મુદ્દાઓ ની આ માત્ર આંશિક ઝલક છે. અમદાવાદ ખાનપુર ખાતે આવેલા બી. જે.પી. કાર્યાલયમાં નિવાસ કરતા મોદી સાહેબ ની વાત છે. તો કાર્યાલય પાસે આવેલા પીપળા ઝાડ (બોધિવૃક્ષ ) નીચે થતી ગોષ્ઠી ની વાત પણ છે. ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરની કાયા કલ્પ ની વાત છે તો વાઇબ્રન્ટ સમિટના આરંભ ના ઇતિહાસ ની વાત પણ સામેલ છે. 15 મી ઓગષ્ટ 2013 માં ભુજની લાલન કોલેજના આપેલા ધુવાધાર ભાષણ ની વાત છે તો 15 મી ઓગષ્ટ 2014 માં લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપેલ દમદાર ઐતિહાસિક ભાષણની પણ વાત છે. સદભાવના ઉપવાસ ની વાત છે તો એ પછીના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારની પણ વાત છે. સ્વચ્છતા અભિયાન ની પણ વાત છે તો આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના દબાદબાની પણ વાત આ પુસ્તકમાં સમાવિષ્ટ છે.
        "ટર્નીગ પોઇન્ટ" નામના પ્રથમ પ્રકરણ થી શરૂ થયેલું આ પુસ્તક "અચ્છે દિન" નામના 12 અને આખરી પ્રકરણ સાથે સમાપ્ત થાય છે.લેખકનો વર્ષોનો રાજનીતિનો ઝીણવટ ભર્યો અભ્યાસ અને પત્રકારીતાની નોખી સૂઝથી આલેખાયેલ આ પુસ્તક વાંચકે વાંચવું રહ્યું.

પુસ્તક મેળવવાનું સરનામું
પાર્શ્વ પબ્લિકેશન
102, નંદન કોમ્પલેક્ષ, મીઠાખળી ગામના રેલવે ક્રોસિંગ ની સામે,
અમદાવાદ - 3800009
ફોન નં. : - (079) 2642 4800

લેખન - ઈશ્વર પ્રજાપતિ
(આપ આપના પ્રતિભાવ 9825142620 પર વોટ્સએપ દ્વારા મોકલી શકો છો.)

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts