યુવાનોને શરમાવે તેવા તરવાળાટથી ભર્યા ભર્યા, ઉત્સાહી અને ઉર્જાવાન, મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ : શ્રી બીપીનભાઈ શાહ...
અરવલ્લી પંથકમાં કેળવણી ક્ષેત્રે સંકળાયેલ હોય અને બીપીનભાઈ શાહના નામથી અને કામથી પરિચિત ન હોય એવી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે. મૂળે તો એડમિસ્ટ્રેટિવ જીવ.. પણ શિક્ષણ પ્રેમ તેઓના હૈયે વસેલો..પોતાની ફરજ માંથી સેવા નિવૃત્ત થયા બાદ શિક્ષણ સેવા યજ્ઞમાંમાં પોતાનો સમય ખર્ચવાનો નીર્ધાર કર્યો... તેઓ મોડાસા કેળવણી મંડળ માં^ યશસ્વી સેવાઓ આપી રહ્યા છે.
શ્રી કે. એન. શાહ વિદ્યાલય એ માત્ર મોડાસાની કે માત્ર અરવલ્લીની જ નહીં પરંતુ સમસ્ત ગુજરાતની એક પ્રતિષ્ઠિત અને ગૌરવશાળી શૈક્ ષણિક સંસ્થા છે. આ સંસ્થા સો વર્ષની યશસ્વી મઝલ કાપી એક ગૌ રવપૂર્ણ પડાવે પહોંચી છે. એક સદીની શિક્ષણ યાત્રા પૂર્ણ કરી બીજી સદીમાં મંગલ પગરણ માંડવા આ સંસ્થા સજ્જ છે. કુશળ વહીવટ કર્તાઓની દીર્ઘ દ્ રષ્ટિના પરિણામે આ સંસ્થાને જા ણે વિકાસની નવી પાંખો ફૂટી. આ સંસ્થાએ આજ સુધી અન્ય 14 શૈક્ ષણિક વિદ્યાસંસ્થાઓ સમાજને ભેટ ધરી છે.
સો વર્ષ પૂર્ણ કરનાર આ સંસ્થાના મકાનો જૂનાં થતાં, અદ્યતન સુવિધા યુક્ત વર્ગખંડો સાથે આખી શાળાનું નવનિર્માણનું બીપીનભાઈ શાહ અને સાથી ટ્રસ્ટીઓએ વિરાટ સપનું સેવ્યું.. અદ્યતન શાળાનું નવું બિલ્ડીંગનો ખર્ચ પણ કરોડોમાં થાય.. એમ છતાં દ્રઢ મનોબળ અને વિઝન સાથે કાર્યનો આરંભ કર્યો... નિષ્ઠવાન પ્રયાસ અને પારદર્શક વહીવટના પરિણામે દાનની સરવાણી વહી... એક-એક કરોડ જેટલી માતબર રકમના ત્રણ દાતાઓ મળ્યા.. સારા કાર્યની સૌરભને દેશની સીમાઓ પણ નથી નડતી હોતી.. દેશ પરદેશ માંથી દાનનો ધોધ વહયો.. અંદાજે આઠ થી નવ કરોડના માતબર દાન થી શાળાનું ભવ્યાતિભવ્ય ભવનનું કામ પૂર્ણ થવાના આરે છે. મોર્ડન આર્કિટેક પ્લાન મુજબ તૌયાર થયેલ બિલ્ડીંગ મોડાસાનું જ નહીં પરંતુ અરવલ્લી પંથકનું ઘરેણું છે... આ ટલું માતબર દાન પ્રાપ્ત થવાનું જો કોઈને શ્રેય આપવો હોય તો સંસથના બીપીનભાઈ શાહ સાથી ટ્રસ્ટી શ્રીઓના પારદર્શક વહીવટ અને શાળાના કર્મનિષ્ઠ આચાર્ય અને શિક્ષકોને આપવો પડે.
સંસ્થાના પ્ રમુખ શ્રી બીપીનભાઈ શાહ. સૌ એમને બિપીનકાકાના હુલામણા નામે સંબોધે છે. સંસ્થાના વિકાસના કા મો મિશનના રૂપે તેઓએ ઉપડ્યા છે. તેઓ કુશળ વહીવટ કરતા છે, કામ લેવાની ગજબની કોઠાસૂઝ તેઓ ધરાવે છે. સંસ્થાના હિતમાં આકારમાં આકરા નિર્ણયો લેવામાં તેઓ ખચકા તા નથી. કોઈના અપ્રિય બનવું પડે તો બનીને પણ સંસ્થાના હિતમાં સિદ્ધાંતોમાં બાંધછોડ કરવામાં તેઓ માનતા નથી. એટલે જ કદાચ આ સંસ્થા પારદર્શી વહીવટ થકી ગુ જરાતની શ્રેષ્ઠ સંસ્થાઓમાં સ્થા ન પામી છે. બિપીન કાકાની સાથે મોડાસા હાઈસ્ કૂલના યુવાન ઉત્સાહી અને સૌમ્ય સ્વભાવના આચાર્ય મનીષભાઈ જોશી ખભેખભા મિલાવી સંસ્થાને ઉચ્ચત્ તમ શિખરે લઈ જવાના ઉત્તમ પ્રયા સો કરી રહ્યા છે.
મોડાસા કેળવણી મંડળમાં છેલ્લા 28 વર્ષથી જોડાયેલા દીર્ઘદ્રષ્ ટા અને શિક્ષણપ્રેમી બીપીનભાઈ શાહના ભગીરથ પ્રયત્નોથી મોડાસા કેળવણી મંડળના કેમ્પસમાં શ્રી કે.એન.શાહ મોડાસા હાઈસ્કુલ, શ્ રી સી.જી. બુટલા સર્વોદય હાઈસ્ કૂલ, કલરવ હાઈસ્કૂલ, શ્રી બી- કનાઈ હાઈસ્કૂલ માં 6500 થી અધિક વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે ઉચ સં સ્કાર પ્રાપ્ત કરી રહ્યાં છે.
એક સદીની શિક્ષણયાત્રા પૂર્ણ કરી બીજી સદીની શિક્ષણયાત્રાનાં પગરણ માંડતી આ સંસ્ થા અરવલ્લીના અંતરિયાળ વિસ્તારો માં વસતા વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો દિપક પ્રગટાવે... રાષ્ ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા એ હજીએ નામના દિવ્ય બને ... અને આદર્શ નાગરિકો નું ઘડતર કરી રા ષ્ટ્ર નિર્માણ કર્યો માં અગ્રે સર રહી સફળતાનાં તમામ શિખરો સર કરે એવી દિલથી શુભેચ્છાઓ....
લેખન : ઈશ્વર પ્રજાપતિ
98251 42620
No comments:
Post a Comment