Saturday, March 28, 2020

ફેક્ટ બિહાઈન્ડ ફેક્ટ :

વિશ્વ આખું આઈ. સી.યુ. માં ખાંસે છે, હાંફે છે
 અને ચીન હવે દુનિયાને વેન્ટિલેટર વેચે છે.

           ચીન દેશની અવળચંડાઈને હજી કેટલો માનવ સંહાર નોતરશે એ અંદાઝ લગાવવો પણ મુશ્કેલ છે. મહાસત્તા બનવાના મોહમાં માનવતા અને માનવજાતનું નિકંદન નીકળી જાય તો નવાઈ નહીં!! તલવાર, તોપ કે તમંચો લઈ સામી છાતીએ લડતા દુશ્મનને પરાક્રમથી પરાસ્ત કરવો સહેલો છે. પરંતુ યુદ્ધ જ્યારે અદૃશ્ય દુશ્મન સામે હોય ત્યારે યુદ્ધ જીતવું એક પડકાર બની જાય છે. હા, આ યુદ્ધ જ છે ઘાતક હથિયારો કે દારૂગોળા વિનાનું! કોરોના નામે વાયરસ માનવજાતના અસ્તિત્વ પાછળ હાથ ધોઈને પડ્યો છે. આજે આજે આખું વિશ્વ આ અદૃશ્ય દુશ્મનના આક્રમણથી હચમચી ઊઠ્યું છે. સમસ્ત માનવજાત ફફડી ઉઠી છે.
          અત્યાર સુધી વિશ્વના અંદાજીત છ લાખ લોકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. 27,365 લોકો મોત ને ભેટ્યા છે. અને બીજાં હજ્જારો લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયાના કોઈપણ દેશને તહસનહસ કરી નાખવા સક્ષમ, આખા વિશ્વ પર જમાદારી કરતું, મહાસત્તાના મદમાં મસ્ત અમેરિકા જેવું અમેરિકા પણ આ માનવ સંહારને લાચાર બની નિહાળી રહ્યું છે. અમેરિકામાં જ એક લાખ કરતાં વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. હવે અમેરિકા દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્રમિત લોકો ધરાવતો દેશ બની ચુક્યો છે. બ્રિટનના પ્રિન્સ થી માંડી વડાપ્રધાન પણ કોરોનાના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. ઈટલી અને સ્પેનની દશા દયાનીય છે. અંતિમક્રિયા માટે જ્યાં સૈન્યની મદદ લેવાય એ દેશની સ્થિતિ કેટલી હદે વણસી હશે એ કલ્પના જ ધ્રુજાવી મૂકે છે.
        અચરજ ની વાત તો એ છે કે આખું વિશ્વ આજે ઘરોમાં કેદ થવા મજબૂર બન્યું છે. ત્યારે આ વાયરસનો જનક દેશ ચીન ધીકતો ધંધો કરી રહ્યો છે. વૈશ્વિક અર્થતંત્રની કમર તૂટી રહી છે ત્યારે ચીને પોતાના અર્થતંત્રને મજબૂત કરવા હરણફાળ ભરી છે. વિશ્વ આખું આઈ.સી. યુ. માં ખાંસી ખાંસીને દમ ઘૂંટી રહ્યું છે ત્યારે ચીન વિશ્વના દેશોને વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઇકવીપમેન્ટ વેચી તગડો નફો રળી રહ્યું છે અને એટલે જ શંકા પ્રબળ બને છે કે આ સુયોજિત ષડયંત્ર તો નથી ને ??? કોરોના વાઇરસ વુહાન શહેરમાં આવેલી લેબોરેટરીમાં કામ કરતા ચીના વૈજ્ઞાનિકોની પેદાશ તો નથી ને ?? જો એવું ના જ હોય તો વુહાન થી 1200 કિલોમીટર આવેલા બેઇજિંગ અને 850 કિલોમીટર જેટલા નજીવા અંતરે આવેલા શેંગાઈ શહેરમાં વાઈરસ ન પહોંચ્યો અને હજારો કિલોમીટર દૂર દૂર ના દેશોમાં કોરનાનો કાળો કહેર કેવી રીતે પ્રસર્યો???
             ખૂંધા ચીનની લુચ્ચાઈથી કોઈથી છુપી નથી જ. ભલે ચીન ગમે તેટલું શક્તિ શાળી રહ્યું પરંતુ શસ્ત્રોની પ્રત્યક્ષ લડાઈ લડવાની હિંમત કરી શકે એમ નથી. કારણ કે ચીનના તમામ સ્પર્ધક દેશો પણ ન્યુક્લિયર શસ્ત્રોથી સજ્જ છે. પ્રત્યક્ષ યુદ્ધમાં કોઈપણ દેશને હરાવવો આ સમયમાં એટલો આસાન નથી જ. અને એટલે જ વિશ્વને ગોઠનીયે પાડવા જૈવિક શસ્ત્રો ઉપયોગ લંપટ ચીન કરે એમાં અચરજ પામવા જેવું પણ નથી. ચીન ને સ્થાને જો અન્ય કોઈ દેશ હોત તો UNO અમે WHO તાત્કાલિક અસરથી અનેક ઠરાવો પસાર કરી જે તે દેશની કમર તોડી નાખી હોત. દુનિયાના અન્ય દેશો પર દબંગાઈ કરતું અમેરિકા પણ ચીન ની અવળચંડાઈ બાબતે એક શબ્દ ઉચ્ચરવા તૈયાર નથી. બધા ચોરના ભાઈ ઘંટી ચોર જ છે.
          વિશ્વ કણસી રહ્યું છે અને ચીન આ દૃશ્યો જોઈ મંદ મંદ સ્મિત વેરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ ભારત દેશને સુરક્ષા કવચમાં લપેટી દીધો છે. ભારત વેળાસર જાગ્યું છે. દુનીયાને ભારત શિસ્ત અને શાણપણના દર્શન કરાવવાનો આ અનેરો અવસર છે. આરોગ્ય કર્મીઓ, પોલીસતંત્ર, અને સમસ્ત સરકારી તંત્ર દેવદૂત બની કામે લાગ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીએ. આપણા કારણે આપણો પરિવાર ચીની ષડયંત્રનો ભોગનો ભોગ ન બની જાય. ચીની વાયરસનો વાહક આપણે તો ના જ બનીએ. ઘરમાં રહીને ચીની વાયરસને જડબાતોડ જવાબ આપીએ. સલામત રહીએ. જાન હૈ તો જહાન હૈ.

 *લેખન - ઈશ્વર પ્રજાપતિ*
(98251 42620)

Thursday, March 19, 2020

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : મિનેષભાઈ પ્રજાપતિ


મારી જીવન શાળા ગાડીયારાના શિલ્પી યુવા અને ઉત્સાહી આચાર્ય મિનેષભાઈ પ્રજાપતિ
                     

           અમુક વ્યક્તિઓ   વિશિષ્ટ પ્રકારના હોય છે.જે પરંપરાગત રસ્તાથી થોડા હટકે  પોતાનો જુદો માર્ગ શોધતા હોય છે. જે પછી રાજમાર્ગ બનતો હોય છે. વાત છે એવા આચાર્યની કે જેઓએ ખોબા જેવડા ગામની એક સરકારી પ્રાથમિક શાળાની ઉત્તમ શાળા બનાવી છે. જ્યાં વિદ્યાર્થીઓ મુલ્ય શિક્ષણ અને જીવન કૌશલ્યના પાઠ હોશેંહોશેં શિખી રહ્યાં છે.
                    યુવાન અને ઉત્સાહી આચાર્યનું નામ છે  મિનેષભાઈ પ્રજાપતિ.
              ખેડા જીલ્લાના તાલુકા મથક કપડવંજથી 10 કિ . મી દૂર ખારવા નદી કીનારે આવેલું  નયનરમ્ય  ગાડીયાર ગામની શાળાને સૌ શિક્ષકોના સહિયારા પુરુષાર્થે રળિયામણી બનાવી છે. અહીના લોકો ખૂબ વિકટ આથિક પરિસ્થિતિની સામનો કરી રહ્યો છે. છતાં હિંમતથી સામનો કરી પોતાનું જીવન ગૌરવભેર જીવી રહ્યા છે.
         ગામમાં શાળાનો પાયો તો અઝાદી કાળમાં નંખાઈ ચુક્યો હતો.  સમયે ગામના 5 લોકો ભેગા મળી 10 / 08 / 1949 ના દિવસે ગામના કોઈ વ્યક્તિના ઘરમાં એક  શાળા શરૂ કરવામા આવી. આજથી 68 વર્ષ પહેલા બાળકોથી શરૂ કરવામાં આવેલી શાળા આજે 200 બાળકો અને 8 શિક્ષકથી ઘમઘમે છે. શાળાના વિકાસમાં પુર્વ આચાર્યો અને પુર્વ  શિક્ષકોનો પણ ફાળો  ખરો.
       મિનેષભાઈ પ્રજાપતિ 2004 માટ શિક્ષક તરીકે નિયુક્તિ પામ્યા. અને 2014 માં ગાડીયારા શાળાના  કર્ણધાર બન્યા.  જ્યારે તેઓએ આચાર્ય તરીકેની જવાબદારી  સ્વિકારી ત્યારે અનેક પડકારો હતા. ગાડીયારા પ્રાથમિક શાળા ગુણોત્સવમાં ડી ગ્રેડ ધરાવતી શાળા હતી. શાળાના આચાર્ય મિનેભાઈ અને સાથી શિક્ષક મિત્રો કમર કસી અને શાળાનું શૈક્ષણીક ધોરણ ઊંચું લાવવાની મથામણ આદરી. શાળા અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમવા લાગી.  શાળામાં સાંસ્કૃતિક કાર્યકમો, ગરબા , રક્ષાબંઘન હીળો , ઉતરાયણ , દિવાળી , ગાંધી જયંતી,  મટકી ફોડ, , જેવા કાર્યક્રમ થકી બાળકોમાં અને સહભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા  શિક્ષણની ભૂખ જગાડી. આચાર્ય મનિષભાઈના શાળાના શિક્ષકોને મોકળું મેદાન પુરું પાડ્યું.  સૌની સહિયારી મહેનત રંગ લાવવા માંડી.  ધીમેધીમે શૈક્ષણિક ગુણવત્તાનો  ગ્રાફ વધતો ગયો આજે શાળા A ગ્રેડમાં સ્થાન પામી છે. જે શાળાની મોટી સફળતા ગણાય છે.
             ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન માં નાની અમથી શાળા બે વાર રાજ્ય કક્ષાએ ખેડા જીલ્લાનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ અપાવ્યું. એટલું નહીં પરંતું રષ્ટ્ર કક્ષા ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે  સમગ્ર રાજ્યમાંથી 4 કૃતિ પસંદ કરવામાં આવી જેમાં 2 કૃતિ ગાડીયારા  પ્રાથમિક શાળાની હતી.   બેગ્લોર ખાતે હુબલી મુકામે નેશનલ કક્ષાના પ્રર્દશનમાં શાળાએ ભાગ લઈ  સમસ્ત રાજ્યને ગૌરવ અપાવ્યું હતું.  ગૌરવ બદલ  જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ . 26 મી જાન્યુઆરી ના દિવસે માન. મંશ્રીના હસ્તે શાળાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

          ગામની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે શિયાળામાં બાળકો સ્વેટર વગર સવારે થરથર કાંપતા  શાળામાં આવે, કેટલાક બાળકો તો શનિવારે શાળામાં આવવાનું ટાળતાં.. આવી પરિસ્થિતિ જોઈ શિક્ષકોના મનમાં વિચાર આવ્યો કે તમામ બાળકોને દાનમાં સ્વેટર આપવા પછી તો પૂછવું જશું?? દાનનો પ્રવાહુ અવિરત વહેવા લાગ્યો.  અને 60 ,000 ના ઓસ્વાલના સ્વટર લાવી બાળકોને આપવામાં આવ્યા. બાળકો નિયમિત ખૂબ આનંદ પૂર્વક શાળામાં આવતાં થયાં.
     શાળામાં નીત નવા પ્રયોગો થકી બાળકોમાં ખુબ મોટો બદલાવ લાવી શક્યા છે . આવો એક પ્રયોગ કરવામાં આવ્યો બચત બૅન્કનો અને શરૂ કરવામાં આવી ગાડીયારા શાળામાં બચત બૅન્ક. જેનું નામ આપવામાં આવ્યુંબેન્ક ઓફ ગાડીયારાબાળકો પૌતાની કરેલી બચત માંથી બૅન્ક ઓફ ગાડીયારામાં પોતાના નામનું ખાતું ખોલાવી પૈસા જમા કરાવે છે. અને તેના થકી બચત કરેલા પૈસામાંથી પ્રવાસ જવાનું હોય, મેળામાં જવાનું હોય કે શૈક્ષણિક સામગ્રી લાવવી હોય ત્યારે ઉપયોગ કરે છે. આમ બેન્ક ઓફ ગાડીયારાએ બાળકોમાં બચતનો ગુણ વિકસાવ્યો છે .
          અત્યારે શાળામાં તમામ પ્રવૃતિઓ બાળકો દ્વારા કરવામાં આવે છે. બાળસંસદ ને તમામ પ્રોજેક્ટની જવાબદારી સોપવામાં આવી છે જેમાં આરોગ્ય વિભાગ , પાણી વિભાગ , વિજળી વિભાગ, વૃક્ષ બચાવો વિભાગ,  પ્રાર્થના, કોમ્યુટર, ખોયા-પાયા, સ્ટીલ, જીમ, વાંચન વિભાગ તથા બાળ અદાલત, પ્રશ્નપેટી બોક્ષ જેવા કેટલાય વિભાગોમાં બાળ સંસદના બાળકો કામ કરી કઇક નવુ શિખ્યાનો આનંદ અનુભવે છે. સંસદના વિભાગ - શાળાને હવે કોઈ રોકી શકે તેમ નથી શિક્ષકો અને શાળા રોજે રોજ બાળકોને કઇક નવુ આપે છે. અને નવી પેઢી તૈયાર થાય છે . જે આવનાર ભવિષ્યમાં પોતાનું અને શાળાનું નામ રોશન કરશે .
         બાળ સંસદ વિભાગના બાળકોએ એક અનોખીપુસ્તક હોસ્પિટલશરુ કરેલ છે . જેમાં એક નાનકડી પેટી મુકવામાં આવી છે . જેમાં કાતર , સેલોટેપ , ગુંદર , ફેવીકોલ , રબર . પેન્સીલ , બટન , સોય , સોયો , રિંગીન સેલોટેપ , સુતરા , સ્ટેપલર , પીનો , મુકેલી રાખવામાં આવે છે . બાળકો જ્યારે જરૂર પડે ત્યારે તેની ઉપયોગ કરી ફાટી ગયેલા પુસ્તકો, નોટી, ચોપડા જાતે સાંધીને તૈયાર  કરે છે. જેના થી બાળકો જીવન કૌશલ્યના પાઠ શિખે છે અને  જાતે કામ કરવાનો આનંદ લે છે.
              મિનેષભાઈ  એક નવો પ્રયોગ કર્યો.શાળામાં છોકરા અને છોકરીઓના મિશ્ર જૂથ બનાવી રોટલા બનાવવાનો પ્રોજેકટ કર્યો. આજે શહેરી ગૃહિણીઓને જ્યાં રોટ્લા ઘડવામાં મુશ્કેલી અનુંભવે છે ત્યારી શાળાની નાની નાની ઢિંગલીઓ સુંદર રોટલા ઘડી શકે છે. માત્ર અક્ષર જ્ઞાન નહીં પણ તેની સાથે સાથે જીવન કૌશલ્યની કેળવણી આપી શાળાએ એક નવો ચીલો ચાતર્યો છે.   મને ગાંધીજીના શિક્ષણના વિચારો સમજીને એને વર્તમાન યુગમાં આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી સ્કૂલમાં કેવી રીતે અમલીકરણ કરી શકાય તેવા 38 પ્રોજેકટ તૈયાર કર્યા છે.શાળા જીવન ઉપયોગી શિક્ષણ આપી શકે તેનું ઉદાહરણ આપ્યું. શિક્ષણમાં પણ સંશોધન કરી શિક્ષણ ને ભાર વિનાનું...આનંમય અને પ્રવૃતિલક્ષી બનાવી શકાય છે.એનું  આબેહૂબ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
             જી.સી..આર.ટી. અને આઈ. આઈ.એમ. અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઈનશોઘ કાર્યકમ અને ઓનલાઈન તાલીમ આપવાનું કામ કરે છે.  આવા 20000 ઇનોવેશન પૈકી 300 જેટલા ઇનોવેટીવ શિક્ષકોને પસંદ કરી તેવા શિક્ષકોને આઈ.આઈ.એમ. માં સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં ગોરવ ગાડીયારા શાળા આચાર્ય મિનેષભાઈને પણ  મળ્યું હતું. જે ગૌરવપુર્ણ બાબત કહી શકાય.

          આવા શિક્ષકો અવનવું સંશોધન કરી શિક્ષણ ને સરળ બનાવવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. મિનેષભાઈએ અત્યાર સુધીમાં તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ અનેક તાલીમોમા તજજ્ઞ તરીકે ઉત્તમ કામગીરી કરી છે.   તેમની વકતૃત્વ કલા અને એક પછી એક મુદ્દાની છણાવટ કરવાની કુનેહ લાજવાબ છે. પોતાની વાતને સરળતાથી સમજાવવા તેઓ ઉત્તમ ઉદાહરણ આપી પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતા જાય છે.  મનિષ ભાઈની આવી સરાહનીય કામગીરી બદલ  ગત વર્ષે જેલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરિકે સન્માનિત કરવામાં આવ્યા.
           મિનેષભાઈ જેવા શિક્ષણ પ્રેમી આચાર્યની વહિવટ કુશળતાને કારણે નાનકડા ગામની સરકારી શાળા શિક્ષણ અને સંસ્કારનું તિર્થધામ બની છે. મિનેષભાઈ અને સમસ્ત શાળા પરિવારને અઢળક અભિનંદન.

સાજોયોગ : રાકેશ  અલગારી.
સંપર્ક  : મિનેષભાઈ પ્રજાપતિ MO.NO- 94271 73930 

લેખન : ઈશ્વર પ્રજાપતિ           9825142620

આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)

       
    

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts