Saturday, March 28, 2020

ફેક્ટ બિહાઈન્ડ ફેક્ટ :

વિશ્વ આખું આઈ. સી.યુ. માં ખાંસે છે, હાંફે છે
 અને ચીન હવે દુનિયાને વેન્ટિલેટર વેચે છે.

           ચીન દેશની અવળચંડાઈને હજી કેટલો માનવ સંહાર નોતરશે એ અંદાઝ લગાવવો પણ મુશ્કેલ છે. મહાસત્તા બનવાના મોહમાં માનવતા અને માનવજાતનું નિકંદન નીકળી જાય તો નવાઈ નહીં!! તલવાર, તોપ કે તમંચો લઈ સામી છાતીએ લડતા દુશ્મનને પરાક્રમથી પરાસ્ત કરવો સહેલો છે. પરંતુ યુદ્ધ જ્યારે અદૃશ્ય દુશ્મન સામે હોય ત્યારે યુદ્ધ જીતવું એક પડકાર બની જાય છે. હા, આ યુદ્ધ જ છે ઘાતક હથિયારો કે દારૂગોળા વિનાનું! કોરોના નામે વાયરસ માનવજાતના અસ્તિત્વ પાછળ હાથ ધોઈને પડ્યો છે. આજે આજે આખું વિશ્વ આ અદૃશ્ય દુશ્મનના આક્રમણથી હચમચી ઊઠ્યું છે. સમસ્ત માનવજાત ફફડી ઉઠી છે.
          અત્યાર સુધી વિશ્વના અંદાજીત છ લાખ લોકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. 27,365 લોકો મોત ને ભેટ્યા છે. અને બીજાં હજ્જારો લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયાના કોઈપણ દેશને તહસનહસ કરી નાખવા સક્ષમ, આખા વિશ્વ પર જમાદારી કરતું, મહાસત્તાના મદમાં મસ્ત અમેરિકા જેવું અમેરિકા પણ આ માનવ સંહારને લાચાર બની નિહાળી રહ્યું છે. અમેરિકામાં જ એક લાખ કરતાં વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. હવે અમેરિકા દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્રમિત લોકો ધરાવતો દેશ બની ચુક્યો છે. બ્રિટનના પ્રિન્સ થી માંડી વડાપ્રધાન પણ કોરોનાના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. ઈટલી અને સ્પેનની દશા દયાનીય છે. અંતિમક્રિયા માટે જ્યાં સૈન્યની મદદ લેવાય એ દેશની સ્થિતિ કેટલી હદે વણસી હશે એ કલ્પના જ ધ્રુજાવી મૂકે છે.
        અચરજ ની વાત તો એ છે કે આખું વિશ્વ આજે ઘરોમાં કેદ થવા મજબૂર બન્યું છે. ત્યારે આ વાયરસનો જનક દેશ ચીન ધીકતો ધંધો કરી રહ્યો છે. વૈશ્વિક અર્થતંત્રની કમર તૂટી રહી છે ત્યારે ચીને પોતાના અર્થતંત્રને મજબૂત કરવા હરણફાળ ભરી છે. વિશ્વ આખું આઈ.સી. યુ. માં ખાંસી ખાંસીને દમ ઘૂંટી રહ્યું છે ત્યારે ચીન વિશ્વના દેશોને વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઇકવીપમેન્ટ વેચી તગડો નફો રળી રહ્યું છે અને એટલે જ શંકા પ્રબળ બને છે કે આ સુયોજિત ષડયંત્ર તો નથી ને ??? કોરોના વાઇરસ વુહાન શહેરમાં આવેલી લેબોરેટરીમાં કામ કરતા ચીના વૈજ્ઞાનિકોની પેદાશ તો નથી ને ?? જો એવું ના જ હોય તો વુહાન થી 1200 કિલોમીટર આવેલા બેઇજિંગ અને 850 કિલોમીટર જેટલા નજીવા અંતરે આવેલા શેંગાઈ શહેરમાં વાઈરસ ન પહોંચ્યો અને હજારો કિલોમીટર દૂર દૂર ના દેશોમાં કોરનાનો કાળો કહેર કેવી રીતે પ્રસર્યો???
             ખૂંધા ચીનની લુચ્ચાઈથી કોઈથી છુપી નથી જ. ભલે ચીન ગમે તેટલું શક્તિ શાળી રહ્યું પરંતુ શસ્ત્રોની પ્રત્યક્ષ લડાઈ લડવાની હિંમત કરી શકે એમ નથી. કારણ કે ચીનના તમામ સ્પર્ધક દેશો પણ ન્યુક્લિયર શસ્ત્રોથી સજ્જ છે. પ્રત્યક્ષ યુદ્ધમાં કોઈપણ દેશને હરાવવો આ સમયમાં એટલો આસાન નથી જ. અને એટલે જ વિશ્વને ગોઠનીયે પાડવા જૈવિક શસ્ત્રો ઉપયોગ લંપટ ચીન કરે એમાં અચરજ પામવા જેવું પણ નથી. ચીન ને સ્થાને જો અન્ય કોઈ દેશ હોત તો UNO અમે WHO તાત્કાલિક અસરથી અનેક ઠરાવો પસાર કરી જે તે દેશની કમર તોડી નાખી હોત. દુનિયાના અન્ય દેશો પર દબંગાઈ કરતું અમેરિકા પણ ચીન ની અવળચંડાઈ બાબતે એક શબ્દ ઉચ્ચરવા તૈયાર નથી. બધા ચોરના ભાઈ ઘંટી ચોર જ છે.
          વિશ્વ કણસી રહ્યું છે અને ચીન આ દૃશ્યો જોઈ મંદ મંદ સ્મિત વેરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ ભારત દેશને સુરક્ષા કવચમાં લપેટી દીધો છે. ભારત વેળાસર જાગ્યું છે. દુનીયાને ભારત શિસ્ત અને શાણપણના દર્શન કરાવવાનો આ અનેરો અવસર છે. આરોગ્ય કર્મીઓ, પોલીસતંત્ર, અને સમસ્ત સરકારી તંત્ર દેવદૂત બની કામે લાગ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીએ. આપણા કારણે આપણો પરિવાર ચીની ષડયંત્રનો ભોગનો ભોગ ન બની જાય. ચીની વાયરસનો વાહક આપણે તો ના જ બનીએ. ઘરમાં રહીને ચીની વાયરસને જડબાતોડ જવાબ આપીએ. સલામત રહીએ. જાન હૈ તો જહાન હૈ.

 *લેખન - ઈશ્વર પ્રજાપતિ*
(98251 42620)

2 comments:

  1. Excellent sir... When you are at the top and someone cant defeat you and he/she uses this type of things to ruin you...

    ReplyDelete
  2. 100 taka sachi vat...ishavarkrupathi sau sru thy tevi prarthana..

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts