Sunday, June 30, 2024

સન્ડે સ્પેશિયલ

 જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા  જોઈએ.” :  એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.

     સાવ સાધારણ અને સામાન્ય કહી શકાય એવા  જીવનસંઘર્ષો થી હિંમત હારી જતા  લાખો લોકો માટે  દૃષ્ટિ, શ્રવણ અને વાચા વિહોણી મહાન વિભૂતિ હેલન કેલરનું જીવન સદાકાળ માટે એક મિશાલ રૂપ છે.

      વિશ્વને પોતાની આત્મશક્તિ દ્વારા આશ્ચર્યચકિત કરી દેનાર આ પ્રતિભાશાળી સન્નારી હેલન કેલરનો જન્મ ૨૭ જૂન૧૮૮૦ના રોજ અમેરિકાના આલાબામા રાજ્યના ટસ્કેબિયા નામના ગામમાં થયો હતો. માત્ર દોઢ વર્ષની નાની વયે કોઈ ભયંકર માંદગીને કારણે આ બાળકીએ જોવાનીસાંભળવાની અને બોલવાની શક્તિ ગુમાવી હતી. આ રીતે નાની ઉંમરે - અંધાપાની સાથે બહેરી અને મૂંગી બની ગયેલ બાળકીને માટે જીવન ખૂબ જ આકરું થઈ ગયું હતું. તેને કોઈ સમજી શકતું નહીં. પરિણામે તે ખૂબ જ  જિદી સ્વભાવની અને તોફાની બની ગઈ હતી.

      કુદરતી રીતે આવી પડેલ આવા ત્રિવિધ પ્રકારનાં દુ:ખથી - પિડાતી હેલન કેલરની અંધકારમય અને મૌનની દુનિયામાં બોસ્ટનની - અંધશાળાની શિક્ષિકા મિસ એન. સુલીવાનનો પ્રવેશ થયો. હેલનની - જિંદગીને એક નવો વળાંક મળ્યો.

       મિસ સુલીવાને ખૂબ જ ધીરજ સાથે પ્રેમપૂર્વક હેલનને સ્પર્શ દ્વારા ભાષાનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. અંધજનો માટેની ખાસ બ્રેઈલ લિપિ દ્વારા તેને અક્ષરજ્ઞાન આપી વાંચતાં પણ શિખવાડ્યું. આ રીતે હેલનની અંધકારમય જિંદગીમાં જ્ઞાનની જયોત પ્રગટી. તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. ત્યારબાદ મિસ સુલીવાનના માર્ગદર્શન હેઠળ તેણે અભ્યાસ શરૂ કર્યો. નવા નવા શબ્દોની સાથે સ્પર્શજ્ઞાન દ્વારા હેલને બોલવાની શક્તિ પણ વિકસાવી. મિસ સુલીવાને પ્રેમ અને નિષ્ઠા સાથે પોતાનું જીવન હેલનને સમર્પિત કરી દીધું.

      હેલન કેલર પોતાની આત્મકથા ‘સ્ટોરી ઓફ માય લાઈફ'(1903)માં લખે છે, ‘મારા ગુરુ મિસ સુલીવાન અને હું એવા તો ઓતપ્રોત ડૉ. રંજના હરીશ છીએ કે હું મારી જાતને તેમનાથી અલગ કલ્પી શકતી જ નથી. મારા જીવનની શ્રેષ્ઠતમ સિદ્ધિઓ એટલે તેમનું વરદાન. મારી પોતાની આવડત કેટલી છે તે વિશે મેં વિચાર સુધ્ધાં કર્યો નથી. તેઓ મારા વ્યક્તિત્વના તાણાવાણામાં અભિન્નપણે વણાઈ ચૂક્યાં છે. મારા જેવી અંધબધિર અને મૂક નાનકડી છોકરીના જીવનમાં તેમના પ્રવેશ સાથે મારા માટે એક નવી દિશા ખૂલી. મારા જેવી અસહાયની આંગળી પકડીને તેમણે મને પા પા પગલી ભરતાં શીખવી. મારા એ ગુરુના પદચિહ્નો જ મારા જીવનની મંજિલ રહ્યાં છે. મારા અસ્તિત્વની સારામાં સારી વસ્તુઓ તેમણે મને આપેલું વરદાન માત્ર છે. આ જીવનની દરેકે દરેક મહેચ્છાઉત્સાહ અને આનંદ તેમના પ્રેમાળ સ્પર્શથી જાગ્રત થયેલ છે.”

       કોઈ શિષ્યની પોતાના ગુરુ પ્રત્યેની આવી હ્રદયસ્પર્શી અંજલિ સાહિત્યમાં અન્ય ક્યાંય મળે તેમ નથી. પોતાની આત્મકથા સિવાય હેલને લખેલા 'ધ વર્લ્ડ આઈ લિવ ઇન' (1913), 'આઉટ ઑફ ધ ડાર્ક' (1913), 'માય  રિલિજિયન (1927) અને 'લેટ અસ હેવ ફેથ' (1930) જેવાં બારેક પ્રસિદ્ધ પુસ્તકોમાં પણ તેણે પોતાના ગુરુ મિસ સુલીવાનની વાત સતત કરી છે. તો વળીગુરુનું પોતાની શિષ્યા પ્રત્યેનું સમર્પણ પણ કાંઈ ઓછું નથી. તેમણે પણ હેલન કેલરના સફળ જીવનને પોતાના જીવનનું ધ્યેય બનાવી - દેવામાં પાછું વળીને જોયું નહોતું. ગુરુ-શિષ્યાની - આ વિશ્વવિખ્યાત જોડીને હેલનના જન્મદિવસ નિમિત્તે શત શત વંદન. ગ્રેહામ બેલના કહેવાથી જગવિખ્યાત પર્કિન્સ -  ઇન્સ્ટિટયૂટમાં કેળવાયેલી એક યુવતી મિસ એન. સુલીવાન કેલર કુટુંબની નિઃસહાય નાનકડી દીકરીને શિક્ષિત કરવા એ કુટુંબમાં આવેલી. પરંતુ એ નાનકડી અંધમૂક અને બધિર દીકરીની માયાએ તેને આજીવન તે જ કુટુંબમાં રોકી લીધી.

       ભયંકર તોફાની અને બદમિજાજ એવી નાનકડી બાળકીને વિશ્વવિક્રમ સ્થાપિત કરનાર હેલન કેલર બનાવવા મિસ સુલીવાને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. પોતાના જીવનનાં 49 વર્ષ તેણે હેલન કેલરના ઘડતરમાં ખર્ચી નાખ્યાં. તેઓ સતત હેલનના પડછાયાની જેમ જીવ્યાં. એટલું જ નહીં પોતાના મૃત્યુ બાદ પોતાની વહાલી દીકરી સમી શિષ્યા હેલનના જીવનનું શું થશે તેનો ખ્યાલ કરીને તેમણે પોતાની વળતી ઉંમરે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી મિસ પોલી થોમસનને આગ્રહ કરીને હેલન કુટુંબમાં લાવીને સ્થાપિત કરી. હેલનના સતત વિરોધ ઉપરાંત તેમણે પોલીને હેલનનો ખ્યાલ રાખવા માટે બરાબર તૈયાર કરી અને ત્યારબાદ જ પોલીના હાથમાં પોતાની પરમ પ્રિય શિષ્યાનો હાથ સોંપીને તેઓ આ દુનિયા છોડી શક્યા!

       ગુરુ-શિષ્યાનો આ તે કેવો સંબંધ! હેલન પોતાની આત્મકથાના પ્રારંભિક પૃષ્ઠોમાં પોતાના નાનપણનાં સંભારણાં આલેખે છે. "19 મહિનાની નાનકડી વયે હેલનના જીવનમાં વાવાઝોડાની જેમ ધસી આવેલ માંદગી પોતાની પાછળ જીવનભરનો ખાલીપોઅંધકાર અને નિઃશબ્દતા મૂકતી ગયેલી. કલરવથી ગુંજતા નાનકડા કેલર કુટુંબમાં જાણે અંધકારના ઓળા ઊતરી આવ્યા હતા. જીવનની આવી વિવશતાએ નાનકડી હેલનને ભયંકર તોફાની અને કજિયાખોર બનાવી દીધી. મા-બાપ પોતાની દીકરીની આવી હાલત જોઈને ખૂબ દુ:ખી રહેતાં. છેવટે હેલનના પિતાએ વોશિંગ્ટનમાં વસતા અંધજનો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ ધરાવતા તેવા એલેકઝાન્ડર ગ્રેહામ બેલને મળવા જવાનો નિર્ણય કર્યો. બ્રેઇલ લિપિના સર્જક ગ્રેહામ બેલે નાનકડી અંધ હેલનમાં ખૂબ રસ લીધો અને તેમની સલાહ પ્રમાણે ક્ષતિગ્રસ્ત બાળકોનાં શિક્ષણ તથા ઉછેર માટે શિક્ષકો તૈયાર કરવા માટે પ્રસિદ્ધ એવા પર્કિન્સ ઇન્સ્ટિટ્યુટમાંથી મિસ એન. સુલીવાનને કેલર કુટુંબમાં મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી."

        પોતાના ગુરુના આગમનના દિવસની મનઃસ્થિતિનું વર્ણન કરતાં હેલન લખે છેહું તેમના આગમનથી અજાણ હતી. પરંતુ કોણ જાણે કેમ તે સવારે મારું મન અકથ્ય વેદનાથી સભર હતું… શું તમે ક્યારેય ધુમ્મસગ્રસ્ત સમુદ્ર પર ગયા છોનક્કર સફેદીમાં ગરકાવ કોઈક તોતિંગ જહાજને પોતાનાં સઢ અને અન્ય સાધનોની મદદથી બહાર નીકળવા માટે ફાંફાં મારતાં જોયું છેમારા તારણહારના આગમન પહેલાં હું પણ તેવું જ જહાજ હતી. ફરક ફક્ત એટલો હતો કે જહાજ પાસે પોતાનું સઢ હોયમારી પાસે તો તે પણ નહોતું… ‘મને પ્રકાશ આપો. હે ઈશ્વર મને અંધકારમાંથી બહાર કાઢો’ તે જ મારા હૃદયનો આર્તનાદ હતો. નિઃસહાય બાળમનના આવા આર્તનાદના જવાબરૂપે જ કદાચ ઈશ્વરે મને મિસ સુલીવાન જેવા ગુરુની ભેટ આપી હતી. ઈશ્વરે જાણે તાબડતોબ મારા અંધારા જીવનની ક્ષિતિજે પ્રકાશ મોકલી આપ્યો હતો. મિસ સુલીવાનના પ્રથમ પ્રેમાળ સ્પર્શમાત્રથી મારા પાનખરગ્રસ્ત જીવનમાં જાણે વસંતની લહેરખી આવી ગઈ!”

       નાનકડી હેલનને આગળ વધારવા પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર તેની ગુરુ એન. સુલીવાનની મહત્ત્વાકાંક્ષાએ હેલનને સામાન્ય બાળક ભણે તેમ ભણતી જ ન કરીપરંતુ સ્કૂલનાં વર્ષો બાદ અમેરિકાની સુપ્રસિદ્ધ રેડક્લિપ કૉલેજમાં પ્રવેશ અપાવીનેતેની સાથોસાથ બધા વર્ગો ભરીનેપ્રોફેસરના વ્યાખ્યાનોની રનિંગ નોટ સતત હેલનની હથેળીમાં લખી લખીને તેને બધી પરીક્ષાઓ પાર કરાવી. હેલન જેવી છોકરી માટે આ કોઈ નાનીસૂની સિદ્ધિ ન હતી. પરંતુ આટલાથી સંતોષ માને તો મિસ સુલીવાન શેનીતેણે પોતાની શિષ્યાને પીએચ.ડી. થતી જોવી હતી. અને છેવટે ગુરુ-શિષ્યાની આ જોડીના સખત મહેનતસતત પ્રયત્ન અને સમર્પણના પરિણામ રૂપે હેલન કેલરે પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

              પોતાની આત્મકથાનું સમાપન કરતાં હેલન કેલર લખે છેમારી બધી મર્યાદાઓ છતાં મારું જીવન તેની ઉદાત્ત ક્ષણો દરમિયાન સુંદરતમ સૃષ્ટિની અનોખી ઝલક મેળવી ચૂક્યું છે. જીવનના અભિશાપસમી ભાસતી અંધકાર અને મૌન જેવી અનુભૂતિઓ પણ અદ્ભુત હોય છેતેમ મને હંમેશાં લાગ્યું છે. મારા ગુરુએ તેમના સમગ્ર જીવન દ્વારા મને કોઈ એક મંત્ર આપ્યો હોય તો તે એ છે કે દરેકેદરેક પરિસ્થિતિમાં મનુષ્યે પ્રયત્ન કરતાં રહેવું જોઈએપરંતુ સંતુષ્ઠ રહેતાં પણ શીખવું જોઈએ."

         જીવનમાં આ રીતે ખૂબ જ આગળ વધતાં રહી હેલને પોતાના જેવા પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને માટે મોટું ભંડોળ એકત્ર કરી ‘જહોન મિલ્ટન સોસાયટી ફોર ધ બ્લાઈન્ડનામની એક ઉચ્ચ કક્ષાની સંસ્થાની સ્થાપના કરી. આ ઉપરાંત બ્રેઇલ લિપિમાં પુસ્તકોની સાથે સામાયિકો પણ શરૂ કર્યાં. હેલન કેલરે પોતાની આત્મકથા ‘સ્ટોરી ઑફ માય લાઈફદ્વારા લોકોને પ્રેરણાની સાથે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે.

       વિશ્વવિખ્યાત એક અજુબાસમી હેલન કેલરની સફળતા વિશે  મહાન વૈજ્ઞાનિક એલેકઝાન્ડર ગ્રેહામ બેલે  સાચું કહ્યું છે કે  જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે તેની શિક્ષક મિસ એન. સુલીવાન જેવી અન્ય શિક્ષક જોઈએ જ. મિસ સુલીવાન વિના હેલન કેલરની કલ્પના કરવી પણ શક્ય નથી. હેલન કેલર એટલે એક સફળ શિક્ષકનું ઉદાત્ત સર્જન…”  

     મહાન સન્નારીની જીવનજયોત ૧ જૂન૧૯૮૬ના રોજ મૃત્યુની મહાન જયોતની સાથે વિલીન થઈ ગયાં.

(સાભાર : જનકલ્યાણ )

 


Sunday, June 23, 2024

સન્ડે સ્પેશિયલ

 પિતાની ભેટ:

"પોતાનાં સંતાનો માટે સડક બાંધી આપવાની જવાબદારી  માબાપો ઉપર નથી, એમણે તો વાટનો નકશો જ પૂરો પાડવાનો છે."  : જેક્સન બ્રાઉન


       જેક્સન બ્રાઉન નામના એ પિતાએ વર્ષો પહેલાં કયાંક વાંચેલું કે "પોતાનાં સંતાનો માટે સડક બાંધી આપવાની જવાબદારી  માબાપો ઉપર નથી, એમણે તો વાટનો નકશો જ પૂરો પાડવાનો છે."  તેનો પુત્ર પીતાની સ્વતંત્ર જિંદગીની મજલ પર રવાના થવાની તૈયારીમાં હતો ત્યારે, કદાચ તેને ઉપયોગી નીવડે એવા શિખામણના બે શબ્દો કાગળ પર ટપકાવી લેવા  પિતા જેક્સન બ્રાઉન  ઘરને એક ખૂણે બેસે  છે.  પોતે  જીવનના અનુભવના આધારે સોનેરી શીખ  પુત્ર  માટે થોડાંક  એક કાગળમાં ઉતારી આપે છે. 
     એ લખાણના કાગળિયાં પુત્રના હાથમાં મૂકતાં પિતા બોલ્યા  કે જીવન સુખદાયી શી રીતે બનાવી શકાય તે વિશેના પોતાના ખ્યાલો એમાં આલેખ્યા છે.  ભેટ હાથમાં લેતાં પુત્ર પિતાને ભેટી પડયો, એમની સાથે હાથ મિલાવીને વિદાય થયો.
        થોડા દિવસ પછી એના નવા સ્થાનેથી પુત્રનો ફોન આવ્યો. “બાપુ” એનો અવાજ સંભળાયો: “તમે પેલી શીખ લખી આપી છે તે વાંચતો જાઉં છું ને મને લાગે છે કે મને મળેલી સારામાં સારી ભેટમાંની આ એક છે. હવે હું પણ તેમાં ઉમેરો કરતો રહીશ અને…… કોઈક દિવસ મારા દીકરાને એ ભેટ આપીશ.”
      પિતાની એ શીખમાંથી નીપજેલી અંગ્રેજી ચોપડીનું નામ છે : 'લાઇડ્સ લિટલ ઇન્સ્ટ્રક્શન બુક' (Life's Little Instruction Book). તેને દરેક પાને સાઘ્ર શબ્દોમાં બે-ચાર નાની નાની શિખામણો મોટા અક્ષરે છાપેલી છે.
        લેખકે ચોપડી આ રીતે અર્પણ કરેલી છે : “અનેક રીતે જે મારો ગુરુ પણ છે તે પુત્રને.”
       લેખક અમેરિકન છે, પણ તેની ઘણી શિખામણો અનેક દેશના પિતાઓ પોતાના પુત્રોને આપી શકે તેવી લાગે છે. 

 * સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે — ભલે પછી એ કદી નહિ વંચાય એમ લાગે.

• કોઈને પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિ. ચમત્કારો દરરોજ બનતા  હોય છે.

• દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.

• તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ માનતો નહીં. 

• તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે – ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય. 

• આપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે, માટે કશું જ ન કરવું એમ નહિ. જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ.

 • સંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.

• જે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના કરજે.

• ઘસાઈ જજે, કટાઈ ન જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.

• હારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે. પ્રશંસા જાહેરમાં કરજે, ટીકા ખાનગીમાં.

• લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.

• તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.

• પોતાની જાતમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો આંક કદી ઓછો ન આંકવો. પણ બીજાંઓમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો વધુ પડતો આંક ન આંકવો.

• ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા ન રહી શકાય તેનો પણ.

• ગંદકી સામે જંગ માંડજે.

• બીજાઓની સફળતા વિશે ઉત્સાહ અનુભવજે. બીજા લોકોને એમનું પોતાનું મહત્ત્વ ભાસે તેમ કરવાની તકો શોધતો રહેજે.

• પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે ભલે એ કામ ચાહે તેવું નજીવું હોય.

• એવી રીતે જીવજે કે તારાં બાળકો જ્યારે પણ ઈમાનદારીનો, નિષ્ઠાનો અને પ્રામાણિકતાનો વિચાર કરે ત્યારે એ તને સંભારે.

• જેમને એ વાતની કદી જાણ પણ થવાની ન હોય એવા લોકો માટે કશુંક સારું કરતા રહેવાની આદત કેળવજે.

• વિચારો મોટા મોટા કરજે. પણ નાના નાના આનંદો માણી જાણજે. • ગુલાબોની સુવાસ માણવાનો સમય મેળવજે.

• દિમાગ મજબૂત રાખજે, કાળજું કૂણું.

કોણ સાચું છે તેની ફિકર કરવામાં સમય ઓછો ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે.

એકંદર યુદ્ધમાં વિજય મેળવવા કાજે નાની નાની લડાઈઓમાં હારતાં શીખજે.

• જે ગાંઠ છૂટી શકે તેને કાપતો કદી નહિ.

• દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.

• યાદ રાખજે કે સફળ લગ્નજીવનનો આધાર બે વસ્તુ પર રહે છે ઃ (1)

યોગ્ય પાત્ર શોધવું અને (2) યોગ્ય પાત્ર બનવું.

 • તને વખત નથી મળતો, એમ કદી ન કહેતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળેલા છે જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને અને આઇન્સ્ટાઈનને

• એટલું સમજજે કે સુખનો આધાર માલમિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિ, પણ આપણે જેમને ચાહતા ને સન્માનતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો પર રહે છે.

• તને માન મળે  તેમાં બીજાં સહભાગી બનાવજે.

• તારાં બાળકોને નિયમિત કશુંક વાંચી સંભળાવજે, ગીતો સંભળાવજે. તારાં બાળકોને સદાય સાંભળજે.

• “મને એની ખબર નથી,” એમ કહેતાં ડરતો નહિ. “મારાથી ભૂલ થઈ ગઈ”, એમ કહેતાં અચકાતો નહિ. “હું દિલગીર છું”, એટલું બોલતાં ખચકાતો નહિ.

• ક્યારેક નિષ્ફળ નીવડવાની પણ તૈયારી રાખજે.

(સાભાર : મહેન્દ્ર મેઘાણી)

-ઈશ્વર પ્રજાપતિ 

Sunday, June 16, 2024

સન્ડે સ્પેશિયલ

 “વાયરા સાથે જ્યારે બધા બદલાઇ જાય, ત્યારે ટોળાશાહીમાં ભળી જવાને બદલે પોતાના માર્ગે ચાલવાનું બળ મારા બાળકને આપવાનો પ્રયત્ન કરજો. : અબ્રાહમ લિંકન 


      વેકેશન પૂરું થઈ ગયું છે. શાળાઓ ફરી બાળ કિલ્લોલથી ગૂંજી ઊઠી છે. તો ક્યાંક ક્યાંક શાળાએ  જવું જ નથી ગમતું એવાં બાળકોનાં ડૂસકા પણ સંભળાઈ રહ્યાં છે. આજના સમયમાં દરેક વાલી ઈચ્છે છે કે તેનું બાળક કોઇપણ ભોગે પ્રથમ ક્રમાંકે જ આવવું જોઈએ. રેસના ઘોડાને જે રીતે તૈયાર કરવામાં આવે છે બસ એ જ રીતે એક નિર્દોષ બાળકને પણ કૃતિમ રીતે તૈયાર કરવા મથતા વાલીઓને જોઈ દયા ઉપજે છે.  માર્ક્સ અને માર્કશિટની લ્હ્યાયમાં બાળક જિંદગીના અસલી પાઠ શીખવાનું જ ચુકી જાય છે. એટલે એ બાળક મોટું થઇ કદાચ સમૃદ્ધ તો બની શકે છે પણ ક્યારેય સુખી નથી બની શકતું.

         બાળકના સર્વાંગી વિકાસ માટે  ભણતરની સાથે ગણતર પણ એટલું જ આવશ્યક છે. આ વાતને સમજવા    આજથી લગભગ દોઢ સો – પોણા બસ્સો વર્ષ પહેલાં અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકને તેમના પુત્રને શાળામાં બેસાડ્યો ત્યારે તેના શિક્ષક પર એક પત્ર લખ્યો હતો પત્ર દરેક વાલીએ વાંચવો રહ્યો.  શાળામાં બાળકનું ઘડતર કેવું થવું જોઇએ એ અંગે પોતાના વિચારો તેમણે પત્રમાં શિક્ષકને જણાવ્યા છે. આટલાં બધાં વર્ષો પહેલાં લખાયેલો આ પત્ર આજે પણ એટલો જ પ્રાસંગિક છે. વર્ષોથી આ પત્ર દુનિયાની બધી જ ભાષાઓમાં છપાતો રહ્યો છે. શાળાઓ ખૂલી રહી છે ત્યારે ફરી એક વાર એ મહાન ચિંતકનો પત્ર શિક્ષકોને સાદર… 

“માનનીય શિક્ષકશ્રી,

આજે મારા પુત્રનો શાળામાં પહેલો દિવસ છે. થોડા સમય માટે તો એને બધું નવું અને અજાણ્યું લાગશે. હું ઇચ્છું કે તમે તેના પ્રત્યે મૃદુતા દાખવશો. આ એક એવું સાહસ છે જે તેને ખંડો ઓળંગાવી શકે. એ બધાં સાહસોમાં યુદ્ધો, દુર્ઘટનાઓ અને હતાશાઓનો સમાવેશ થઈ જાય છે. તેને તેનું જીવન જીવવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમતની જરૂર પડતી રહેવાની.

એટલે, મારા વહાલા શિક્ષક, તમે એનો હાથ ઝાલીને એને એ બધું શીખવજો જે એણે શીખવાનું હોય… પણ બની શકે તો એને એ બધું ધીરજથી શીખવજો.

એને શીખવજો કે દરેક દુશ્મન સામે એક મિત્ર હોય છે. તેણે એ જાણવું પડશે કે બધા માણસો સાચા અને ન્યાયી નથી હોતા.  પરંતુ સાથેસાથે એને એ પણ જણાવજો કે દરેક કુટિલ માણસની સામે એક આદર્શવાદી વ્યક્તિ હોય જ છે, અને દરેક સ્વાર્થી રાજકારણીની સામે એક સમર્પિત નેતા હોય જ છે. સમય લાગશે એની મને જાણ છે, છતાં જો સમજાવી શકો તો બાળકને સમજાવજો કે ક્યાંકથી મળેલા પાંચ રૂપિયા કરતાં પોતે કમાયેલા એક રૂપિયાની કિંમત ઘણી વધુ હોય છે.

એને હાર સ્વીકારવાનું શીખવજો અને જીતને માણવાનું પણ શીખવજો. શક્ય હોય તો એને ઇર્ષ્યાના વમળમાંથી બહાર ખેંચજો. એને મૌન હાસ્યનું રહસ્ય સમજાવજો. વહેલી તકે એને શીખવજો કે ક્રૂર અને ઘાતકી લોકોને જીતવા સૌથી સરળ છે. જો કરાવી શકો તો તેને પુસ્તકોની અદભુત દુનિયાનાં દર્શન કરાવજો, પણ સાથેસાથે આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યપ્રકાશમાં ગીત ગાતી મધમાખીઓ અને ડુંગરના હરિયાળા ઢોળાવ ઉપર ઊગતાં ફૂલોનાં સનાતન રહસ્ય વિષે વિચારવાની નિરાંત પણ આપજો.   

શાળામાં એને શીખવજો કે છેતરપિંડી કરવા કરતાં નિષ્ફળ જવું વધુ ગૌરવભર્યું છે. ભલે બધાના મત પ્રમાણે ખોટા હોઇએ, છતાં પોતાના વિચારોમાં શ્રદ્ધા રાખવાનું એને શીખવજો. નમ્ર લોકો સાથે નમ્ર અને સખત લોકો સાથે સખત બનવાનું એને શીખવજો. વાયરા સાથે જ્યારે બધા બદલાઇ જાય ત્યારે ટોળાશાહીમાં ભળી જવાને બદલે પોતાના માર્ગે ચાલવાનું બળ મારા બાળકને આપવાનો પ્રયત્ન કરજો. દરેકને સાંભળવાનું એને શીખવજો, પણ સાથેસાથે સત્યની ચાળણીમાંથી બધું ચાળીને પછી જે સારું હોય તેને જ સ્વીકારવાનું પણ શીખવજો. એની પ્રતિભા અને આવડતની ઊંચામાં ઊંચી કિંમત મળે એના પ્રયાસ કરવાનું એને શીખવજો, પણ એને એ પણ શીખવજો કે પોતાનાં હૃદય અને આત્માને વેચવા ન કાઢે.

      શક્ય હોય તો એ ઉદાસ હોય ત્યારે એને હસવાનું શીખવજો. એને શીખવજો કે રડવામાં કોઇ શરમ નથી. માનવતામાં જેને શ્રદ્ધા ન હોય તેને વખોડી નાંખવાનું અને અતિ નમ્રતા/વખાણથી સાવચેત રહેવાનું એને શીખવજો. એની સાથેનું વર્તન મૃદુ/કોમળ રાખજો, પણ એને લાડમાં જકડી ન રાખતા, કારણ કે અગ્નિમાં તપીને જ સોનું નીખરે છે… શુદ્ધ બને છે.      અધીર થવાની હિંમત અને ધીરજ ધરવાની સહનશીલતા એને કેળવવા દેજો. પોતાનામાં પરમ/દિવ્ય/ઉચ્ચત્મ વિશ્વાસ રાખવાનું એને કાયમ શીખવજો, જેથી માનવજાતમાં અને ઇશ્વરમાં પણ તે એવો જ વિશ્વાસ રાખતો થાય.

આ ઘણું કઠિન કામ છે. જોઇએ તમે શું કરી શકો છો. એક સુંદર, નાનું વ્યક્તિત્વ છે મારું બાળક.”

 વિશ્વં ખુબ ખ્યાતિ પામેલો લિંકનનો પત્ર અહીં પૂરો થાય છે. સાંપ્રત સમયના વાળી અને શિક્ષકોને આ પત્ર અર્પણ.

 -ઈશ્વર પ્રજાપતિ 

Sunday, June 9, 2024

સન્ડે સ્પેશિયલ

સેનામાં ભરતી માટે જવાનું કહી ઘેરથી નીકળેલો નવનીત આખરે ક્યાં ગયો ?

ચિતાની રાખમાંથી મળેલી વીંટી કોની હતી ?


           એનું નામ નવનીત.

સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં કટલરીની દુકાન ચલાવતો નવનીત એકવીસ વર્ષનો ઉત્સાહી યુવાન હતો. તે તેના માતા પિતાનું એક માત્ર સંતાન હતો. એટલે માતા પિતા એને પોતાની નજર આગળથી દૂર જવા દેવા માંગતા જ નહતા. એટલે ઘર આગળ જ એક કટલરીની દુકાન ખોલી આપી હતી. નવનીત પોતે હોશિયાર છોકરો હતો. દુકાન ખુબ સારી રીતે ચલાવતો. દુકાનમાંથી ઘરનું ભરણ-પોષણ પણ થઇ રહેતું. એમાં આખો પરિવાર સંતુષ્ટ હતો. પણ એક દિવસ નવનીતને  શું સુઝ્યું કે તેના  માતા-પિતાને કહ્યું કે સેનાની ભરતી આવી છે. બાજુના શહેરમાં ભરતી માટે તે જઈ રહ્યો છે. માતા પિતા નવનીતની આ વાતથી ખુબ નારાજ થઇ ગયા. એકનોએક દીકરો તેમની નજર આગળથી ક્યાંય દૂર જાય એ વાત એમને પસંદ જ નહોતી. પરંતુ નવનીત જીદે ચડ્યો અને એની બેગ તૈયાર કરી ઘેરથી નીકળી ગયો.

બે દિવસ થયા, ત્રણ દિવસ થયા પરંતુ સેનાની ભરતી માટે શહેરમાં ગયેલો નવનીત પાછો આવ્યો નહિ. હવે એક સપ્તાહ વીતવા છતાં નવનીતના  કોઈ સમાચાર હતા નહિ.  નવનીતનાં માતા-પિતાને હવે ચિંતા થવા લાગી. શહેરમાં રહેતાં સગા-સંબધીઓને ત્યાં તપાસ આદરી પણ નવનીતનો ક્યાંય પત્તો લાગ્યો નહિ. સૌ  સંબધીઓ એ એક વાત કરી કે નવનીત અહીં આવ્યો જ નથી. બીજા સગવાહલાંને ત્યાં પણ તપાસ કરી જોઈ પણ નવનીતના  કોઈ સમાચાર  મળ્યા નહિ. તેના વૃદ્ધ માતાપિતાની ચિંતાનો કોઈ પાર રહ્યો નહિ. આખરે જુવાનજોધ દીકરો ક્યાં જતો રહ્યો. વૃદ્ધ માતા-પિતાની આંખમાંથી આંસુ સુકાવવાનું નામ લેતા નહતા. આખરે દીકરો લાપતા થયો છે, એની જાણ પોલીસને કરવાનું મુનાસીબ લાગ્યું.

નવનીતના  પિતાએ નજીકના પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ આપી. પોલીસે ફરિયાદ લઈ તપાસ આરંભી. પોલીસે તપાસ કરતાં ખબર પડી કે સેનાની ભરતી આવી જ નથી. તો નવનીત ઘેરથી બેગ લઈ ગયો ક્યાં ? નવનીતના  માતા પિતા માટે પણ આ આઘાત જનક સમાચાર હતા. તેઓ મનોમન વિચરતાં રહ્યાં કે “દીકરો ઘેર જુઠ્ઠું બોલીને ક્યાં ગયો હશે ? દીકરાને ખુબ લાડ પ્યાર થી મોટો કર્યો છે. એની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. ક્યારેય એને ઊંચા અવાજે બોલ્યા નથી તો દીકરાએ આવી રીતે જુઠ્ઠું બોલી જતા રહેવાનું કારણ શું ?” આવા જ પ્રશ્નો નવનીતના  માતા પિતાના હૈયાને કોરી ખાતા હતા.

ગુમ થયેલા નવનીતને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. પોલીસે નવનીતની કોલ ડીટેઇલ ચકાસી જોઈ. જેમાં  નવનીતે છેલ્લો કોલ  કોઈ અજાણ્યા નંબર પર  કર્યો હતો. એ અજાણ્યા નંબરની તપાસ કરતાં એ  અબ્દુલનો મોબાઈલ નંબર હોવાનું ખુલ્યું. પોલીસે તાબડતોબ અબ્દુલને પકડી લઇ પોલીસ સ્ટેશન લઈ આવી. અબ્દુલ બાજુના જ ગામમાં રહેતો હતો અને વર્ષોથી ટેક્ષી ચાવતો હતો. પોલીસે  પુછપરછ કરતાં અબ્દુલે જણાવ્યું કે “પંદર દિવસ પહેલાં નવનીતનો ફોન ટેક્ષી ભાડે કરવા માટે આવ્યો હતો એ રાજકોટ જવાનું કહી રહ્યો હતો. હું તેને લઇ રાજકોટ ગયો. ત્યાં જઈ નવનીતે રાજકોટની બાજુમાં આવેલા મેનપુર ગામમાં તેની પ્રેમિકા રેખા રહે છે તેને  લઈ સુરત સુધી મૂકી આવવાનું  કહ્યું. આવા લફડામાં હું પાડવા માંગતો નહતો. એટલે રાજકોટ સુધીનું ભાડું લઇ હું પરત ફરી ગયો. એ પછી શું બન્યું એની મને કોઈ જ ખબર નથી.”

રેખાનું નામ સાંભળી નવનીતના માતાપિતા પણ ચોંકી ગયા. રેખા એ બીજું કોઈ નહિ પણ નવનીતના  પડોશમાં રહેતા વિનોદભાઈની કૌટુંબિક સાળી હતી. તે રાજકોટ પાસેના મેનપૂરમાં તેના માતા પિતા સાથે રહેતી હતી. તે ક્યારેક ક્યારેક વિનોદભાઈને ત્યાં રહેવા માટે આવતી. એ દરમિયાન નવનીતની દુકાને પણ અવાર-નવાર આવતી. એ વખતે જ રેખા અને નવનીત વચ્ચે લાગણીના સંબધ બંધાઈ ગયા. બંનેની જ્ઞાતિ જુદી હોવાથી સમાજ તેમનો આ સંબધ સ્વીકારશે નહિ. એમ વિચારી બંને એ ઘેરથી ભાગી જઈ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.  પણ આ વાતો કોઈ જાણતું નહતું સિવાય કે વિનોદની પત્ની.

     પોલીસે મેનપુર જઈ તપાસ આગળ વધારી. પોલીસ સીધી રેખાના ઘેર પહોંચી. પોલીસને પોતાના આંગણે જોઈ રેખાના માતા-પિતા પણ સ્તબ્ધ થઇ ગયાં. પોલીસે તેમની પ્રાથમિક પુછપરછ કરી પણ સંતોષકારક જવાબ મળ્યા નહિ. એ સમયે ઘેર રેખા પણ હાજર નહતી.  રેખાના પિતા સોહનલાલને પોલીસસ્ટેશને લાવી કડક હાથે પુછપરછ આદરી. પોલીસ દ્વારા પુછાયેલા ઉલટ પ્રશ્નોત્તરીમાં સોહનલાલ ભાંગી પડ્યા. અને પોપટની જેમ બોલવા લાગ્યા. સોહનલાલે પોલીસને જણાવ્યું કે “એકવાર રેખાને ચોરી છુપી ફોન પર કોઈની સાથે વાતો કરતી હતી એ  સાંભળી લીધી. અને એની વાતો પરથી લાગતું હતું કે એ કોઈ યુવક સાથે  ભાગી જવાની ફિરાકમાં છે. આ વાત જાણી મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. સમાજમાં આબરૂના કાંકરા થવાની બીકે રેખાને ઘરમાં પૂરી સખત માર માર્યો. અને એ યુવક વિષે  પૂછતાં એણે નવનીતનું નામ જણાવ્યું. કોઇપણ ભોગે નવનીત  સાથે લગ્ન કરવાની વાતને  મક્કમતાથી વળગી રહી. ઘણું સમજાવી પણ  રેખા માનવા તૈયાર જ નહતી. એટલે અમે  બળથી નહિ પણ કળથી કામ લીધું. રેખાને નવનીત સાથે લગ્ન કરાવી આપવા અમે તૈયાર છીએ એમ કહી  નવનીતને મેનપુર બોલાવવા રેખાને સમજાવી લીધી. રેખા રાજી થઇ ગઈ અને નનવનીતને અહિ  બોલાવી લીધો. આ વાત જાણી મારા કુટુંબના ભાઈઓનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચ્યો ચુક્યો હતો. નવનીત અહિ પહોંચે એ પહેલાં જ એને સબક શીખાડવાનો પ્લાન બનાવી લીધો. રેખાએ બોલાવેલા સ્થાને નવનીત જેવો પહોંચ્યો કે તરત એના પર અમે તૂટી પડ્યા. ક્રોધના કારણે હું અને મારા કૌટુંબિક ભાઈઓ ભાન ભૂલી ચુક્યા હતા. ચોતરફથી પડતા પ્રહારોના કારણે જોત જોતામાં નવનીત મૃત્યુ પામ્યો. પકડાઈ જવાની બીકે નવનીતની લાશને નિર્જન વિસ્તારમાં જઈ સળગાવી દીધી. રેખાને પણ ગળું દબાવી પતાવી દીધી.”

      સોહનલાલની આ ઘાતકી વાતો સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ. જ્યાં નવનીતની લાશને સળગાવવામાં આવી હતી ત્યાં એફ.એસ.એલ દ્વરા નમૂના લેવામાં આવ્યા. ત્યાંથી ધાતુની એક વીંટી મળી આવી. તેના અસ્થી પણ ડી.એન.એ. માટે મોકલી આપ્યા. વીંટીને જોઈ નવનીતના માતા પિતા તરત ઓળખી ગયા. પણ જયારે એમણે જાણ કરવામાં આવી કે નવનીત હવે આ દુનિયામાં નથી રહ્યો ત્યારે જાણ એમના માથા પર દુઃખોનું આખું આકાશ તૂટી પડ્યું હોય એમ ત્યાં જ ભાંગી પડ્યાં. ખુબ લાડ પ્યારથી મોટો કરેલો એકનો એક દીકરો હવે આ દુનિયામાં રહ્યો નહતો. આ આઘાત નવનીતના માતા પિતા માટે અસહ્ય હતો.  

    નવનીત અને રેખાની હત્યામાં સંડોવાયેલા પિતા સોહનલાલ અને બીજા બાર જેટલા  કૌટુંબિક સભ્યોની  પોલીસે ધડ્પકડ કરી.

     યુવાનીના આવેગમાં માતા પિતાથી છૂપું રાખી વિકસાવેલા સંબધો યોગ્ય નથી જ. સાથે સાથે સંતાનોએ કરેલી ભૂલ માટે હત્યા કરી નાખવી એ રાક્ષસી કૃત્ય પણ સમાજ માટે કલંક રૂપ છે.  આજની પેઢી અને વાલીઓએ  આ સત્યકથામાંથી બોધપાઠ લેવો રહ્યો.

( સત્યઘટના નામ અને સ્થળ પરિવર્તિત )

-       ઈશ્વર પ્રજાપતિ

Sunday, June 2, 2024

Chapter 11: A football player became the most wanted.

Chapter 11: A football player became the most wanted.


There is no shortcut to become rich in life. However, there are numerous examples available in our society of many promising young people ruining their lives by turning to the path of crime in the temptation of getting rich in a short way. So, let’s talk about a person who was an excellent football player in his school days but later on, in his youth, took on a wrong path in order to get richer shortly and committed serious crimes one after another. Hence the once promising football player became the most wanted.

His name was Suko. His village Dodisara, is a small village in Bhiloda taluka located in the lap of Aravalli Hills. It is surrounded by hills. As soon as one enters the village, one can get the sight of a full-sized statue of Birsa Munda. This chowk is also named as Birsa Munda Chowk. Suka was born here and grew up among the hills. He was a good football player during his school days. His had a good physique.

He was living an ordinary life. His parents were farmers. But Suka was very ambitious. He also wanted to be rich. He wanted to dominate that area. It seemed that it would take years to achieve his goal, but Suka did not have that much patience. To earn money in a short way he started a liquor business. More money started to come with less effort. As the money came, his confidence reached the seven clouds. His dominancy also started to increase in the surrounding area. If anyone opposed him, he would beat them in public. Thus, no one dared to complain against him.

Most of the population in this hilly region of Bhiloda in Aravalli belonged to the tribal community. The residents of this area who had received school education had high positions in the administration, but those who were illiterate weren’t able to feed themselves. They didn't even know what to do to earn. Suka began to lead such ignorant people. Lack of employment had forced these people to take on illegal jobs to earn money. Suka became a messiah for such people.

The liquor business is very easy and straightforward. If had good contacts with the administrators, large sum of money at less effort could be acquired. A big amount of money could be earned by preparing eight to ten hooligans. Suka was the mastermind. He lured other people in need of money to join his illegal business and made his gang. If a police van passed around the area, his attendants would immediately inform Suka and he would immediately flee from the spot. His network was so massive that he could get information about the area in seconds.

His age was about 30 years. Living in the midst of hills had made his body strong. He had a chiselled body, a small but stylish moustache, a straight pointed nose, fair complexion, short but curly hair, a coloured cap, which he used as a mask in the winter and summer.

 

 

Suka had become reinless and started committing crimes fearlessly. He used to harass the people around him, but once when the police raided his adda he attacked the police fatally. He even snatched their rifle and fled away. As if he was not afraid of anyone. Suka’s gang had become famous even among the police circles. Between the two big hills of Aravalli was the village of Dodisara. There was only one main road leading to the village. As the village was surrounded by hills, it was very difficult to reach the village by other ways. Suka was very familiar with the geography of the area. He was still in touch with his colleagues. The geographical situation was such that if any stranger entered the village, he would be informed immediately. Hence, despite all the efforts made by the police, Suka was nowhere to be found.

A total of 23 cases were registered against Suka. In which, serious crimes like two fatal attacks on the police, abduction of a police service rifle, assault, liquor smuggling and two murders were registered. He had brutally killed his uncle. Suka, suspecting that his uncle had his eye on his wife, had killed his uncle by stabbing him in the chest. However, after settling the case, Suka was acquitted in the court. His supremacy was so much that if someone filed any case against him, he would make a settlement with the accused party with money and power and escape from the hands of the law. This streak of his continued and Suka went on committing crimes fearlessly and thus, became the most wanted.

Undaunted, Suka brutally committed another murder. He had suspicion that someone would have practiced witchcraft on him, causing his business to become very slow and weak. With that thought, he had killed an occultist. That murder was done in a very brutal manner. That occultist was caught, brought home, kept hungry and thirsty and was beaten deadly for two consecutive days. Suka even gave him electric shocks. The occultist was admitted to the hospital in a very pathetic condition and had died during treatment. Five accused involved in that murder were nabbed by the police, but Suka managed to escape.

It had become a very arduous task to arrest Suka. He had challenged the police. Bhiloda Police along with LCB, SOG and Special Force were conducting a search operation day and night. During the investigation they crossed the border of Rajasthan as well as of Punjab.  But Suka was nowhere to be found. He had a special motorbike that ran at the speed of the wind. He could even drive it at full speed on hilly roads. And in an instant, he would disappear into the hills.

Aravalli district police chief Sanjay Kharat realized the seriousness of this case and devised a plan to put Suka in jail. A police team was formed in which L.C.B. Pl. C.P. Vaghela, PI M.G. Vasava, PSI K.M. Sisodia were involved. Suka had two marriages. Even though he had two wives, he had an affair with a third damsel. One night Suka was returning after meeting his beloved. The district police got that information. They nabbed Suka on the spot. Eventually the police succeeded and Suka was caught.

After arresting Suka, the District Police Chief Sanjay Kharat himself interrogated him. Says Sanjay Kharat: “There was no sign of remorse on Suka's face after being caught. There was not even a hint of guilt on his face. His eyes were piercing and emotionless. His body smelled malodorously as he had not bathed for several days."

To track down such criminals the State Government has enacted GUJCTOC (The Gujarat Control of Terrorism and Organized Crime Act). And due to the implementation of this law, Suka and 19 of his accomplices are currently in jail. The Aravalli District Police is applauded for their hard work of sending such a notorious gang and its leader behind the bars. A heartfelt salute must be given to all the officers who made this operation a success.

Everyone should always keep in mind that there is no shortcut to becoming rich and successful. And even if there is a shortcut it will be short-lived and will only lead to a painful end.

"Shortcuts are always dangerous."

                                                                     

©️Translated into English by Pallavi Gupta. 🌷

-------------------------------------------------------------------------------------------

Chapter 12 : Strike on Bootleggers

 Chapter 12 : Strike on Bootleggers



Gujarat has been the birthland and the realm of actions of Mahatma Gandhi. Gandhi gave an important place to prohibition of alcohol in the constructive programs. During his movement, there was a widespread propaganda in the society about banning the alcohol. Many women used to go picket numerous liquor shops. Due to the impact of Gandhiji's ideology, ban on liquor has been introduced in Gujarat, but many anti-social people as well as drunken drug addicts continue to defame Gujarat by smuggling liquor.

Additionally, Aravalli district is situated at the borders of Rajasthan. So, the notorious bootleggers are always in a search of chance to misuse the Aravalli routes for smuggling liquor. Aravalli District Police is determined to discipline such notorious bootleggers. There are many instances of bootleggers, who are pestered by the strict police, carrying out some fatal attacks on policemen. Once, at night time, the bootleggers had driven over a PSI officer who was inspecting the vehicles at Rajasthan border. He was seriously injured in that incident and died during treatment. Martyrdom of that brave policeman is unforgettable for the district police.

The district police heavily knocked down the liquor smugglers and bootleggers. In a couple of years, the police have seized all types of liquor along with the vehicles worth crores of rupees and have arrested those notorious bootleggers.

The police have worked their fingers to the bone to prevent the smuggling of alcohol and other intoxicants. The police have tightened their patrolling around borders of Rajasthan and have given a stern warning to all the bootleggers. During the last three years, the district police has registered a total of 9863 cases of prohibition and has segregated a total of 454 cases as quality cases. Thus, they have provided an excellent example by taking strict action. The district police chief Sanjay Kharat did not even spare the police if anyone was suspected to be involved in the smuggling of liquor. Serious actions such as suspension were taken against the policemen for disgracing the police uniform by cahooting with the bootleggers.

Details of prohibited cases in Aravalli district are as follows.

Details of the confiscated matters

in cases of prohibition

Details of the confiscated matters

in the quality cases of prohibition

Dated 04/08/2020 to 31/03/2023

Dated 04/08/2020 to 31/03/2023

Total case

The value of prohibited

Property value

Total value

Total case

The value of prohibited

Property value

Total value

9863

50102 Litres of local alcohol

Worth Rs. 421520
and

601167 bottles worth Rs. 115479518

833 vehicles worth Rs. 183059880

And

other matters worth Rs. 1076164

Rs. 301932313

454

598405 bottles worth Rs. 76474479

495 vehicles worth Rs. 292872000

and

other matters worth Rs. 10770004

Rs. 393943918

The Aravalli district police has defeated the bootleggers with their brave actions. Bootleggers are forced to think a thousand times while traversing the Aravalli routes. This can be said to be the biggest victory of the district police.

---------------------------------------------

 ©️Translated into English by Pallavi Gupta. 🌷


સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts