Tuesday, November 2, 2021

કુછ કર ગુજરને કે લિયે મૌસમ નહીં, મન ચાહીએ..

 કુછ કર ગુજરને કે લિયે મૌસમ નહીં,

મન ચાહીએ..


         "કુછ કર ગુજરને કે લિયે મૌસમ નહિ, મન ચાહીએ" આ ઉક્તિને અમદાવાદ ગ્રામ્ય શિક્ષણાધિકારીશ્રી ની કચેરીએ યથાર્થ સાબિત કરી છે. માન. સરકારશ્રીનો હકારાત્મક અભિગમ, માન. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સાહેબની સંવેદનશીલતા અને અધિકારીશ્રીઓની ફરજનિષ્ઠા, વહીવટી કુનેહ અને દૃઢ ઈચ્છા શક્તિથી કેવાં ચમત્કારિક પરિણામ પ્રાપ્ત થઈ શકે છે એના ઉત્તમ નમૂનારૂપ દૃષ્ટાંતની વાત કરવી છે. વાત છે અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ વિભાગમાં ડી ઈ ઓ તરીકે ફરજ બજાવતા આર.આર. વ્યાસ સાહેબઅને તેમની સમગ્ર ટીમની! સામાન્ય રીતે અધિકારીથી અળગા રહેવામાં કર્મચારીઓ શાણપણ સમજે છે. પરંતુ આર. આર. વ્યાસ સાહેબનું નામ સાંભળતાં જ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા પાટાવાળાથી પ્રિન્સિપાલ સૌ કોઈનું મસ્તક આદર સાથે ઝૂકી જાય છે. યુવાન અને બાહોશ અધિકારી આર આર વ્યાસ સાહેબનાના નેતૃત્વમાં અમદાવાદ ગ્રામ્ય શિક્ષણાધિકારીની કચેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં અનેકવિધ રચનાત્મક કર્યો કરી સમસ્ત ગુજરાતના શિક્ષણ જગત માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

           સરકારી કચેરીનું નામ સાંભળતાં જ આમ તો સામાન્ય જનનું નાકનું ટેરવું ચડી ના જાય તો જ નવાઈ! સરકારી કચેરીઓની છાપ સાવ નકારાત્મક છે એવા સમયે અમદાવાદ શિક્ષણ તંત્ર તરફ થી સતત હકારાત્મક સમાચારો પ્રાપ્ત થતા રહેવા એ રણમાં મીઠી વીરડી  સમાન છે. માન. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘણી સાહેબ પણ અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ આવા ઐતિહાસિક કાર્યક્રમમાં પૂર્ણ સમય ઉપસ્થિત રહી અધિકારીશ્રીઓઓને  જાહેર માં બિરદાવે એ પણ ગુજરાત માટે ગૌરવશાળી ઘટના છે. 
            સામાન્ય રીતે આખી જિંદગી શિક્ષણની ધુની ધખાવી બેઠેલા કેટલાય કર્મયોગીઓને નિવૃત્તિ બાદ પોતાના હક્કના લાભો મેળવવા કાર્યાલયના તળિયા ઘસી નાખતા વડીલ શિક્ષકોને નજરે નિહાળ્યા છે. પરંતુ અમદાવાદ ગ્રામ્ય શિક્ષણાધિકારીની કચેરીએ સાવ નવો ચીલો ચતાર્યો. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 72 શાળાઓના 112 શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મયોગીઓ 31 ઓકટોબરના રોજ સેવા નિવૃત થયા. જેઓને નિવૃત્તિ બાદના તમામ લાભ નિવૃત્તના બીજા જ દિવસે એટલે કે 1 નવેમ્બરના રોજ તમામ વહીવટી કામ પૂર્ણ કરી દીધું અને 42 કરોડ જેટલી માતબર રકમ પણ બીજા જ દીવસે જે તે કર્મયોગીના બેન્ક ખાતામાં જમા થઈ જાય તેવું ઐતિહાસિક કામ અમદાવાદ શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યું. જિલ્લા કક્ષાએ જાજરમાન કાર્યક્રમ યોજી તમામ કર્મયોગીઓને સન્માન જનક રીતે વિદાય આપવામાં આવી. નારોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કોલમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના ત્રણ ત્રણ મંત્રીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા શિક્ષણમંત્રી જીતુ વઘાણી સાહેબ, કિર્તીસિંહ વાઘેલા સાહેબ, કુબેરભાઈ ડીંડોર સાહેબના હસ્તે નિવૃત્ત થનાર કર્મીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી સાહેબ, ગાંધીનગર પ્રભારી હર્ષદભાઈ પટેલ સાહેબ અને માન. પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા સાહેની પ્રેરક ઉપસ્થિતિ રહી.



         કચરીના ક્લાર્કથી માંડી ડી.ઈ. ઓ. આર આર વ્યાસ સાહેબે નિવૃત્ત થતા શિક્ષકોની પેંશનને લાગતી તમામ ફાઈલોનું કામ રાત દિવસ એક કરી પૂર્ણ કર્યું. શિક્ષકના હકના પૈસા નિવૃત્તિના છેલ્લા દિવસે જ એના ખાતામાં પડી જાય એ આ સૌ ઑફિસર્સ ટીમની વહીવટી પારદર્શિતા અને કામ કરવાની કટીબદ્ધતા નહીં તો બીજું શું??
            જિલ્લાના નિવૃત્ત થતા બધા જ કર્મયોગીઓને નિવૃત્તિના બીજા જ દિવસે સમગ્ર લાભો પ્રાપ્ત થયા હોય એવી ગુજરાતની પ્રથમ વીરલ ઘટના હશે. માન. શિક્ષણમંત્રીશ્રી જીતુ વાઘણી સાહેબે અધિકારીઓની સમસ્ત ટીમને બિરદાવી અને અમદાવાદે પૂરું પડેલું મૉડેલ સમસ્ત રાજ્યમાં પણ અમલી બને એ માટેનો ટંકાર કર્યો. 

         અમદાવાદ ગ્રામ્ય ના ડી.ઈ. ઓ. શ્રી વ્યાસ ઉર્જાવાન ઓફિસર છે. તેઓ પાસે કામ લેવાની કુનેહ છે તો સાથે સાથી કર્મીઓ માટે તેઓ દરિયા જેવું દિલ ધરાવે છે. ડી ઈ. ઓ. આર.આર. વ્યાસના નેતૃત્વમાં અમદાવાદ ગ્રામ્યના એજ્યુકેશન ઇન્સપેક્ટર શ્રી કલ્પેશભાઈ રાવલ વિમાલભાઈ શર્મા, સ્નેહાબા ગોહિલ, સ્નેહલબેન રાવલ અને સમસ્ત ટીમે  અમદાવાદને કુશળ વહીવટી નેતૃત્વ પૂરું પાડી એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું છે. 
          અન્ય સરકારી કચેરીઓ પણ આ કચેરીના ફરજનિષ્ઠ કર્મયોગીમાંથી બોધ લે તો રાજ્ય અને દેશની તાસીર અને તસવીર બદલાઈ જાય.

લેખન : ઈશ્વર પ્રજપતિ
 આપના પ્રતિભાવ 98251 42620 પર વોટસએપ કરી શકો છો. 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts