Thursday, January 30, 2020

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : શિતલ જોષી


           છેવાડાની શાળાને સુંદર શાળા બનાવનાર ઉદાહરણ રૂપ આચાર્ય:  શિતલ જોષી            

         

                    શિતલ ભુપેંદ્રકુમાર જોષી 
               સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાની એક છેવાડાની શાળાને  ઉત્કૃષ્ઠ શાળા બનાવવા   મથામણ આદરનાર એક પ્રયોગશીલ શિક્ષક છે.
         શાળામાં કોઈ મોઘેરા મહેમાન પધારે તો કુમકુમ તિલક કરી મધુર આવકાર આપવામાં આવે એ તો ઠીક પરંતું શાળા એ આવતા વિદ્યાથીઓને  રોજ કુમકુમ તિલક કરી મિઠો આવકાર મળે તો કયા વિદ્યાર્થીને શાળાએ આવવું ન ગમે??  હા, સાબરકાંઠાની એક છેવાડાની શાળા કે જ્યાં બાળકોને રોજ શાળામાં કુમકુમ તિલક કરી મિઠો આવકાર આપવામાં આવે છે.  બાળકોની પાંખી હાજરી અને અનિયમિતતાને નિવારવાનો આ તો એક માત્ર નવતર પ્રયોગની વાત થઈ છે, આવા અનેક નીત નવીન પ્રયોગોથી ધમધમતી શાળા એટ્લે નાકા આદર્શ પ્રાથમિક શાળા. જ્યાં પ્રાર્થના સભામાં આદિવાસી વિદ્યાર્થીઓ ગીતાના પાવન શ્લોકોથી વાતાવણ દિવ્ય બનાવે છે. 
          સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાથી 15 કિ.મી પૂર્વ દિશામાં હરણાવ નદીને કાંઠે  નાકા ગામ આવેલું છે. અહીં કામ કરતા શિક્ષકોના સંનિષ્ઠ પ્રયત્નો થકી ગામની પ્રથમિક શાળા  જીલ્લાની અને રાજ્યની એક નમૂના રૂપ શાળા બની રહી છે.      ગામ  લગભગ 3200-3500  જેટલી વસ્તી ધરાવે છે. ગામનો સાક્ષરતા દર લગભગ 56.40 % જેટલો છે.
           નાકા આદર્શ પ્રા.શાળા ૧૯૬૨ થી અસ્તિત્વમાં આવી. ત્યારથી નાના-મોટા સૌની મનગમતી સંસ્થા બની. કાચા મકાનવાળી સંસ્થામાંથી આજે મોટી આધુનિક શાળા બની છે. આધુનિકતામાં કોઇ એક માનવીનો ફાળો ગણી શકાય. સરકારથી  માંડી  ગામના પ્રેમાળ લોકો, આગેવાનો, શાળા પરિવાર, શાળાના ભુલકા સૌનો અનેરો ફાળો અને સહકાર.
                  વર્ષ 2014 માં આચાર્ય તરીકે શિતલભાઈ જોષીની નિમણૂંક થઈ અને સોનામાં સુગંધ ભળી. શિક્ષણ પથ પર દોડતી શાળાને જાણે પાંખો ફૂટી.     શિક્ષક તરીકે શિતલભાઈનું ધડતર ગાંધી રંગે રંગાયેલી બનાસકાંઠાની  સર્વોદય આશ્રમ શાળામાં થયું છે.   આશ્રમ શાળામાં મ્હોરેલું શિક્ષકત્વ નાકા ગામની આદર્શ પ્રાથમિક શાળામાં આવી ફૂલ્યું ફાલ્યું.  અહીં સાથી શિક્ષકો પણ અપ્રતિમ સહિયોગ સાંપડ્યો. અને નાકા પ્રથમિક શાળાની એક નવી શિક્ષણ યાત્રાનો આરંભ થયો.  સહિયારા પ્રયાસોથી મારા સપનાની શાળાબનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. “મારી શાળા મારૂ ઘરસુત્ર શાળાનો નારો બનાવી શાળા પરિવાર મચી પડ્યો.
            શાળાનું મકાન ૧૯૬૨માં બનેલું જર્જરીત હાલતમાં હતું.  જેથી ચોમાસાના સમયમાં બાળકોને સાચવીને બેસી રહેવું પડતું. બાળકોને ભણવા આવવું હોય,શાળામાં રહેવું હોય પણ પરિસ્થિતિને કારણે અમુક બાળકો સિઝનમાં  ઘરે રહેવાનું વધું પસંદ કરતાં અને શાળામાં આવવાનું ટાળતાં.જેથી બાળકોના અભ્યાસ પર માઠી અસર પડતી.
            વર્ષ:૨૦૧૪-૧૫માં સેવામાં જોડાતા પહેલો વિચાર  શાળાના મકાન ને અદ્યતન બનાવવાની ગાંઠ વાળી. શાળા એસ.એમ.સી સાથે ચર્ચા કરી કામ માટે પ્રયત્નો શરૂ  કર્યા. અને વર્ષ:૨૦૧૬માં સરકારના સહયોગથી  કામમાં સફળતા મળી.  આજે ભવ્ય મકાન બનેલ છે. જે ખાનગી શાળાના મકાનને સરમાવે તેવું ભવ્ય અને ઝાજરમાન શાળાનું મકાન તૈયાર થયું છે.

              વિદ્યાર્થી શાળા પરિસરમાં પ્રવેશતાં કંઈક નવું શિખી શકે માટે પરિસર અને શાળાની  દિવાલોને પાઠ્યક્રમને લગતા સુંદર અને આકર્ષક ચિત્રો થકી બોલતી કરવાનું નક્કીકર્યુ. પરંતું  જો કોઈ પઈન્ટરને કામ સોંપવામાં આવે તો અંદાજીત એંશી હજારથી એક લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય એમ હતું. શાળા માટે આટ્લી માટ્બર રકમ એકત્ર કરવાનું કામ મુશ્કેલ હતું. શાળાના આચાર્ય શિતલભાઈ જાતે હાથમાં પીંછી પકડી. રજાના દિવસોમાં એક એક દિવાલને આબેહૂબ ચીત્રો થી મઢી દીધી. જે કામનો ખર્ચ એંશી હજારથી એક લાખ રૂપિયા થાય એમ હતો માત્ર આઠ થી દસ હજારમાં પુર્ણ કર્યુ.  અહીં શાળાની દિવાલો પર દરેક વર્ગોના આગળ શૈક્ષણિક ચિત્રો દોરેલા છે. જેથી બાળક રમતાં-રમતાં પણ શીખે. તમામ ચિત્રો મુખ્ય શિક્ષકે જાતે દોર્યા છે.
            તમામ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં શાળા અગ્રેસર બની છે. સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ શાળા તલુકા અને જીલ્લામાં નામના મેળવી રહી છે.  પ્રાથમિક શાળા માતે યોજાતી વિવિધ પરિક્ષાની તૈયારી માટે શાળા સમય બાદ તથા વેકેશનના સમય ગાળામાં તૈયારી કરાવવામાં આવે છે. પરિણામે  દર વર્ષે લેવાતી  NMMS શિષ્યવૃતિ પરીક્ષામાં શાળા બાળકો મેરીટમાં આવ્યા છે. વર્ષ ૨૦૧૫-૧૬ માં બાલસભામાં વિજ્ઞાન પ્રયોગશાળાનાં સાધનોનું નિદર્શન કરવામાં આવ્યું .પ્રયોગશાળાના વિવિધ સાધનોના ઉપયોગની પ્રેરણાથી રાજ્યક્ક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ છે.
                 ઉપરાં રમત ગમત ક્ષેત્રે પણ શાળા ઉત્તમ દેખવ કરી એક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.  તાલુકા કક્ષાએ ખો-ખો ટીમ ભાઇઓ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે. જેમાં ગામના એક રમત-ગમતના જાણકાર વ્યક્તિના માર્ગદર્શન હેઠર ટીમ તૈયારી કરાવવામાં આવેલ હતી.
                શાળાએ મેદાન ની એક એક ઈંચ જગ્યાનો તો ઉપયોગ કર્યો છે પરતું છત પર ટાયર અને મટકાનો ઉપયોગ કરી શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. માત્ર નમૂનારૂપે બનાવેલ બોટલ ગાર્ડનમાંથી આજે આશરે ૫૦ જેટલી બોટલનો ઉપયોગ કરી બાળકોએ પોતાના વર્ગ આગળ દરેક બાળકે રીતે પોતાનું વ્યક્તિગત ગાર્ડન તૈયાર કરેલ છે.
             વિદ્યાર્થીઓ માટે અહીં ઓપન લાયબ્રેરી છે. જ્યા કોઈ તાળું નથી. વિદ્યાર્થીઓ રિશેષ દરમિયાન મન ગમ્તુ પુસ્તક લઈ વાંચી શકે એવી સુવિધા ઊભી કરવામાં આવી છે. સાથે સાથે એક જૂનું ફ્રીજ કટીંગ કરી ને તેમાં જૂના ફાટી ગયેલા પુસ્તકો મુકવામાં આવ્યા છે.   જેનો ઉપયોગ નવરાસના સમયે વાંચન માટે, વિવિધ ચિત્રોના કટીંગ કરી  ચિટક કામ કરવા માટે વગેરે ઉપયોગ કરવા માટે થાય છે. જેનાથી જુના પુસ્તકોનો ઉપયોગ પસ્તી તરીકે કરતા વર્તમાન શિક્ષણના સહાયક તરીકે કરતા થયા છે.
              ઉપરાંત સમાજને શાળા સાથે જોડવા શાળાએ તાજેતરમાં નવતર પ્રયોગ હાથ ધર્યો.  શાળા આચાર્ય શિતલભાઈને  એક્વાર વિચાર આવ્યો કે શાળામાંના વિવિધ પુસ્તકો છે . વળી, પુસ્તકો બાળકોની કક્ષા બહારના પણ છે. તેવા પુસ્તકોનો ઉપયોગ ગામના યુવાનો માટે કેમ કરી શકાય ? ત્યાંથી નવતર પ્રયોગ કરવાની ઇચ્છા થઇ. શાળાની બાળસંસદને કામની જવાબદારી આપવામાં આવી. પ્રયોગ જુલાઇ ૨૦૧૯ થી શરૂ કરવામાં આવ્યો. જેમાં બાળકો સોમવાર અને ગુરૂવારે ગામની દૂધ મંડળી પાસે કલાક માટે ઊભા રહી પુસ્તક વિતરણ કરે . જેને પણ પુસ્તક વાંચવા લેવું હોય તે લઇ જાય અને નિયત સમય મર્યાદામાં પુસ્તક પરત જમા કરાવે. પુસ્તક નિયત સમયમાં પરત આવે તો જેતે ફળિયાના બાળકોને જવાબદારી સોપવામાં આવી છે. જે ઘરે જઇ પુસ્તકો પરત લાવી જમા કરે.  આજના સ્પર્ધાત્મક યુગમાં પુસ્તક વાંચન યુવાનો માટે ખુબ ઉપયોગી બન્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની   તૈયારી માટે યુવાનો માટે વિવિધ પુસ્તકો પણ વસાવ્યા છે જેનો ખુબ સારો ઉપયોગ યુવાનો દ્વારા થતો જોવા મળ્યો છે.જેનો સારો ઉપયોગ યુવાનો કરતા થયા છે. પુસ્તક જરૂરિયાતવાળા યુવાનો મેસેજ કે ફોન કરી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકોનો આગ્રહ કરે છે. જે તેમની પુસ્તક વાંચન પ્રત્યેની રુચિ  વધી છે તે બતાવે છે.
                 શાળામાં થતી વિવિધ પ્રવૃતિઓથી તથા શાળાને છેલ્લા કેટલાક વર્ષોમાં મળેલ સફળતાથી ગામ લોકોમાં એક સરકારી શાળાનો સારો સંદેશ પોહચ્યો છે. જેથી ગામમાંથી બહાર ગામ અભ્યાસ માટે  જતા બાળકો અમારી શાળામાં અભ્યાસ માટે આવતા થયા છે.
          આવા અંતરિયાળ વિસ્તારમાં આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતાં વાલીઓ પાસે થી  લોક સહિયોગ પ્રાપ્ત કરવો ઘણું કપરૂ કામ છે. એમ છતાં સૌપ્રથમવાર શાળામાં ટીવી વસાવવા માટે ૧૫,૦૦૦/- જેટલું રોકડ દાન વખતે મળેલ છે . આવા વિસ્તારમાં પંદર હજારનું દાન મળવું કાંઈ નાનીસૂની વાત નથી . અને   ગામલોકોએ શ્રમદાન  કરી શાળા માટે સ્ટેજ બનાવી આપેલ છે.
               શાળા દિવસેને દિવસે નવીન સિધ્ધિઓ સર કરવા લાગી. અત્યારે પણ બાળકો, શિક્ષકો તથા વાલીઓ એકમેકની સાથે મળી સંસ્થાને, ખભેખભા મિલાવી આગળ વધી રહ્યા છે. શાળાના  વિકાસ માટે  ગ્રામજનો તથા શાળાના એસ.એમ.સીના સભ્યશ્રીઓનો ખૂબ મોટો ફાળો છે
         બાળકોમાં કેળવાયેલા સ્વચ્છતાના ગુણને કારણે  શાળાને સ્વચ્છતા એવોર્ડ મળેલ છે.  તથા શાળામાં સારી કામગીરી કરવા બદલ પુર્વ  ડી.પી...  આર.એસ.ઉપાધ્યાય  દ્વારા સન્માનપત્ર મળેલ.
        શાળામાં ફરજ બજાવતા  શિક્ષકોની મહેનત રંગ લાવી રહી છે. ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ શાળામાં આવવા લગ્યા છે. હાલ શાળામાં 314 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાને ઉજ્જ્વળ ભવિષ્ય માટેની હાર્દિક શુભેચ્છાઓ..

શિતલ જોષી સંપર્ક નં. : 94290 84392 - 70468 17269.


લેખન : ઈશ્વર પ્રજાપતિ           9825142620


આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)






x

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts