Sunday, November 10, 2024

સન્ડે સ્પેશિયલ

 અરવલ્લીથી માંડી અમેરિકા એક સાથે ગૌરવ લઈ શકે એવું એક નામ  : જીગર શાહ


To read in English Pl. Click here

        વિશ્વમાં ખૂબ પ્રતિષ્ઠા ધરાતવા TIME મેગેઝિને THE 100 MOST INFLUENTAL PEOPLE 2024 ની એક યાદી જાહેર કરી. એક અરવલ્લીનાં વાસી તરીકે, એક ગુજરાતી તરીકે અને એક ભારતીય તરીકે ગૌરવ અનુભવાય એવું એક નામ TIME મેગેઝિને આ યાદીમાં પ્રગટ કર્યું છે. એ ગૌરવવંતુ  નામ છે જીગર શાહ. 

      કોણ છે જીગર શાહ ? આ વિભૂતિનો પરિચય કેળવીએ તો સમજાય કે અરવલ્લીની ગિરી કંદરાઓ ને ખોળે જન્મેલું આ રતન પોતાની કાબેલિયતના જોરે હાલ અમેરિકા જેવા શક્તિશાળી  દેશમાં અત્યંત મહત્ત્વ પૂર્ણ પદ સંભાળી દેશ અને દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. 

        અરવલ્લી જિલ્લાનું ખોબા જેવડું ગાબટ ગામ એ જીગર શાહનું મૂળ વતન છે. આમેય ગાબટ એ રત્નોની ખાણ છે. ગાબટની ભૂમિએ દેશ અને દુનિયાને અનેક વિરલ માનવરત્નો ભેંટ ધર્યા છે. જીગર શાહ તેમાંનું જ એક અણમોલ રતન છે. તેમના પિતા ડૉ. હસમુખભાઈ શાહ અને માતા જ્યોત્સનાબેન શાહ ૧૯૭૩ માં લગ્ન ગ્રંથીથી જોડાયાં. ડૉ. હસમુખભાઈ શાહ પણ પ્રખર તેજસ્વી પ્રતિભા ધરાવતા. જયારે માતા જ્યોત્સના બહેનનો પરિવાર પણ એ સમયે સુસુક્ષિત પરિવાર હતો. જ્યોત્સના બહેનના પિતા ડૉ. નાથાલાલ સાબરકાંઠામાં પ્રથમ MBBS ડોક્ટર હતા. એ જમાનામાં ઉત્કૃષ્ઠ તબીબ તરીકે તેમની નામના ચોમેર પ્રસરી હતી. આવા શિક્ષિત અને દિક્ષિત  પરિવારમાં રતન જ અવતરે એમાં કોઈ જ બેમત નથી. 

    શિક્ષણ નગરી તરીકે ખ્યાતી પામેલા મોડાસામાં  શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે માતબર કામ કરનાર ડૉ. અરુણભાઈ શાહ અને સામાજિક ક્ષત્રે ઉમદા કામ કરતા જીતેન્દ્રભાઈ શાહ જીગર શાહના મામા છે. મામા જીન્તેન્દ્ર શાહ ભાણા જીગર શાહની સાફલ્ય ગાથા વર્ણવે છે ત્યારે તેમની આનાખોમાં અનેરી ચમક ઉભરી આવે છે, 

          ૩૦ ઓગષ્ટ ૧૯૭૪ ના રોજ મોસાળ મોડાસામાં જીગર શાહનો જન્મ થયો. પિતા ડૉ. હસમુખ ભાઈ અને માતા જ્યોત્સના બહેને ૧૯૭૫ની સાલમાં અમેરિકા તરફ પ્રયાણ કર્યું. એ સમયે જીગર શાહની ઉંમર માત્ર એક વર્ષની જ હતી. શિકાગોથી પશ્ચિમ તરફ આશરે 15,000 વસ્તી ધરાવતું નાના અમથા નગર   સ્ટર્લિંગ, ઇલિનોઈસમાં સ્થાઈ થયાં. જીગર શાહનું બાળપણ સ્ટર્લિંગ, ઇલિનોઈસમાં વીત્યું. ભલે આ પરિવાર કાયમી માટે અમેરિકા સ્થાઈ થયો હોય પરંતુ માતૃભુમી સાથેનો નાતો કાયમી જાળવી રાખ્યો. વતનની વાટ ક્યારેય વીસર્યા નહિ. અવાર નવાર મરુભૂમિની મુલાકાતે આવતા રહેતા. 

   જીગર શાહ ભણવામાં અત્યંત તેજસ્વી વિદ્યાર્થી. વાંચવાનો પણ ભારે શોખ ધરાવે. સતત કાઈક નવું વિચાર્યા કરે.  જીગરે કિશોરાવસ્થામાં એક વિજ્ઞાન પુસ્તક વાંચ્યું અને સૂર્ય ઊર્જા કેવી રીતે કાર્ય કરે છે તે સમજાયું. તે દિવસથી તેમણે પોતાને પૂછ્યું, "આ બધે કેમ ન હોઈ શકે?" આ પ્રશ્ને તેમને કંઈક કરવાનું પ્રેરણા  આપી. જીગર શાહ જયારે ભારત આવે ત્યારે સૌર ઉર્જા પર કામ કરતી કંપનીઓની મુલાકાતે ઉપડી જાય. તેમની સાથે ચર્ચા કરે, પ્રશ્નો કરે અને આ સૌર ઉર્જા બાબતે વૈશ્વિક કક્ષાએ શું કરી શકાય એ માટે મથામણ કર્યા કરે. 

       જીગર શાહે અમેરિકાની પ્રતિષ્ઠિત  યુનિવર્સિટી ઓફ ઇલિનોઈ,Champignon-Urbana માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં BS અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાંથી MBA હાંસલ કર્યું છે.  સૌર ઉર્જા ક્ષેત્રે કામ કરવાની ધગશ ખુબ હતી. એટલે અભ્યાસ પૂર્ણ કરીને તરત જ  BP Solar કંપનીમાં નોકરી શરૂ કરી. એ પણ તેમના  બીજા મિત્રોને જે વેતન મળતું હતું એના અડધા વેતનથી આ નોકરી સ્વીકારી હતી. કારણ નિશ્ચિત હતું સોલાર ક્ષેત્રે જગતમાં નવી ક્રાંતિ લાવવી. 

         નોકરીના એક દોઢ વર્ષ દરમિયાન સખત મહેનત કરી અનુભવ પ્રાપ્ત કર્યો. સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે કંઈક બહેતર કરવાની તાલાવેલી હૈયામાં ઉછાળા મારી રહી હતી. આ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી નિર્માણના સંકલ્પ સાથે નોકરી છોડી અને આ સાહસ વીરે  વર્ષ ૨૦૦૩માં  SunEdison નામની  પોતાની જ નવી કંપની ઊભી કરી દીધી.  સખત પરિશ્રમ કરી વિશ્વભરમાં સૌથી મોટી સૌર સેવા કંપની બનાવીને મલ્ટિ-બિલિયન-ડોલરનું સોલાર માર્કેટ ઊભું કરી દીધું. ૨૦૦૯ માં SunEdison કંપની વેચી.  રિચાર્ડ બ્રાન્સન અને વર્જિન યુનાઇટે દ્વારા સ્થાપિત કાર્બન વોર રૂમના પ્રથમ CEO તરીકે જીગર શાહનેને  નિયુક્ત કરવામાં આવ્યા. કન્સલ્ટિંગના CEO તરીકે, તેઓ વૈશ્વિક કંપનીઓ સાથે કામ કરવાનો બહોળો અનુભવ પ્રાપ્ત થયો. પર્યાવરણ અને સ્વચ્છ ઉર્જાને વિશ્વ વ્યાપી બનાવવા માટે જીગર શાહે પોતાના ઇનોવેટીવ આઈડિયા સાથે CLIMATE WELTH નામે પુસ્તક પ્રગટ કર્યું. આ પુસ્તક વિશ્વમાં ખુબ લોકપ્રિય પણ બન્યું. 

        જીગર શાહે અમેરિકન ક્લીન એનર્જી એન્ટરપ્રેન્યોર, લેખક અને પોડકાસ્ટ હોસ્ટ તરીકે ખુબ   પ્રસિદ્ધિ મેળવી. તેમનું બ્રોડ વિઝન, કાર્યદક્ષતા અને વહીવટી કુશળતા જોઈ અમેરિકન પ્રેસિડેન્ટ બાયડન સરકાર દ્વારા US Department of Energy માં director of the Loan Programs Office  તરીકેની અત્યંત મહત્ત્વ પૂર્ણ  જવાદારી ભર્યા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા.   જીગર શાહ ક્લીન એનર્જી ટેક્નોલોજીઓ માટે મિલિયન અને બિલિયન ડૉલરની લોન એલોટ કરતા ડીપાર્ટમેન્ટ નું સફળ નેતૃત્ત્વ કરી રહ્યા છે. 

Blog needs your support. pl. click here

      સફળતાના શિખરો સર કર્યા પછી પણ જીગર શાહના  વતન માટેની મમતા હૃદયમાં સાચવી રાખી છે. તેઓ અનેકવિધ સામાજિક કાર્યો કરવામાં અગ્રેસર રહે છે. માતૃભુમીના વિકાસ માટે દાનની સરવાણી પણ વહાવી જાણે છે. વાત્રક ખાતે નિર્માણ પામેલ આંખની હોસ્પિટલમાં જીગર શાહ અને તેમના પિતરાઈ ભાઈ આનંદ શાહે સોલાર માટે રૂપિયા ૨૫ લાખનું માતબર દાન કર્યું છે. વતન ગાબટમાં આવેલું તેમના વડવાઓ નું મકાન RSS ની પ્રવૃત્તિ માટે અર્પણ કરી દીધું છે.  

         જીગર શાહ  વોશિંગ્ટન ડીસીમાં  તેમની પત્ની ખુશાલી અને દીકરા સાથે ખુશ ખુશાલ જીંદગી વિતાવે છે. .

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620





4 comments:

  1. Very Good information. Such a genius guy. Needed in india.

    ReplyDelete
  2. Congratulaions to all family members of Jigar. He is a very good example for the society. 🙏🏻🙏🏻

    ReplyDelete
  3. Congratulations Jigar , Proud parents & family .. Wish, he help mother country on alternative energy development program

    ReplyDelete