Sunday, October 30, 2022

સન્ડે સ્પેશિયલ - 41

સરદારે પોતાના પૌત્ર બીપીનભાઈને કહ્યું :

સરદારના નામનો ઉપયોગ કર્શો નહીં. હું દિલ્હીમાં છું ત્યા સુધી દિલ્હીથી હંમેશા દૂર જ રહેજો.

 


        આવતી કાલે 31 ઓક્ટોબર  એટલેકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. ગુલામીની ઝંઝીરોમાં સબડતા ભારતીઓમાં વીરત્વના સંસ્કારોના પ્રાણ ફુંકનાર ભારતના વ્રજપુરુષ સરદાર સહેબનું સ્મરણ સાંપ્રત સમયમાં થયા વીના રહેતું નથી. સરદાર સહેબ આજે આપણી વચ્ચે નથી જેની પ્રતિતિના આંચકા આજના દેશકાળમાં સતત અનુભવાતા રહે છે. 

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

           હિંદુસ્તાનની રક્તરંજિત સીમાઓ નિહાળીએ ત્યારે સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છે, સરહદ પર શહાદત વ્હોરતા જાંબાઝ જવાનોની વિધવા પત્નિઓના આક્રન્નો ચિત્કાર, તેઓના માસુમ બાળકોના કરુણ કલ્પાંત હ્રુદયને જ્યારે ચીરી નાખે છે ત્યારે સરદાર સહેબનું સ્મરણ થઈ આવે છે. દેશ જ્યારે પ્રાંતવાદથી પીંખાય છે ત્યારે સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છે. અબજોની સંપત્તિમાં આળોટતા ભ્રષ્ટાચારી નેતાઓના વિલાસી જીવન નિહાળીએ ત્યારે ત્યાગમૂર્તિ સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છે.     આઝાદીના સાડા  સાત સાત દાયકાઓ વિત્યા પછી પણ સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વને મુલવવામાં આપણાં કાટલાં વામણાં સાબિત થયાં હોય એમ નથી લાગતું???

                સરદાર સાહેબનું જાહેર જીવનનું ખેડાન તેત્રીસ (૧૯૧૭-૧૯૫૦) વર્ષનું હતું. એમાં માત્ર ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ થી ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ સુધી જ. એટલે કે સડા ત્રણ વર્ષ કરતાંપણ ઓછો સમય સુધી શાસનની સત્તાની બાગડોર  તેઓના હાથમાં રહી હતી. આતલા ટૂંકા ગાળાની સરદાર સાહેબની જીવનશૈલીની સિધ્ધિઓનું શબ્દાંકન કરવું પડકાર રૂપ  છે.  

                    આવો, આ વિરાટ વ્યક્તિત્વના જીવન દર્શનની  આછેરી ઝલક મેળવવીએ.

                 ૧૯૧૭માં ગાંધીજીના પ્રભાવથી સરદારે આઝાદીના આંદોલનમાં ઝંપલાવ્યું એ પહેલા ગાંધીજી વિશેની વાતો સાંભળીને વલ્લભભાઈ એ વાતોની મશ્કરી ઉડાવતા એમને થતું કે   આ બેરિસ્ટર કાંઇક ગાંડપણ લઈને આવ્યા છે, બ્રહ્મચર્ય પાળે, જાજરું સાફ કરે, દળે, ઘઉં માથી કાંકરા વીણે ,એવા દેશ સેવકો તૈયાર કરવાના છે??? “

              ગાંધીજીની ઠેકડી ઉડાળનાર આ બાહોશ ધારાશાસ્ત્રીએ જ્યારે જોયું કે ગાંધીજીએ ચંપારણમાં મનાઇ હુકમનો ભંગ કરીને અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવી મુક્યા ત્યારે એમને થયું કે આ નરવીર તો માથું હાથમાં લઇને ફરે છે અને આપો આપ એમના પડખે જઇ ઉભા રહ્યા.

               ૧૯૧૯ પોતાની લાખો રૂપિયાની ધિકતી પ્રેક્ટિસ છોડી પોતાનું જીવન દેશસેવા માં સમર્પિત કરી દીધું. ત્યારે તેઓ લખે છે કે હું ગાંધીજીની જમાતમાં ભળ્યો ત્યારે મે થોડા ઈંધણ લાકડાં ભેગાં કર્યા હતાં અને એ સળગાવી કૌટુંબિક લાભો, મારી કરકિર્દી, મારો દરજ્જો એ બધું જ સ્વાહા કરી દિધું હતું.

             ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ આવી પડ્યો. આ આંદોલનનું સમગ્ર સંચાલન ગાંધીજીએ સરદાર સહેબ ને સોંપ્યુ.વલ્લભભાઈએ પ્રજામાં ખમીર પ્રગટાવ્યું. એમની વણી શક્તિના ઝરા સમાન હતી. સળગાવી મુકે એવા કટાક્ષો એમ્ની વાણીની શોભા હતી. આખરે સરકાર નમી. કનૈયાલાલ મુનશી મારફત સરકારે સમાધાન કર્યું. સત્યાગ્રહનો જયજયકાર થયો. ગાંધીજીએ પ્રજાને ધન્યવાદ આપ્યા. અને વલ્લભભાઈને  સરદાર ના વહાલસોયા નામે બિરદાવી નવાજ્યા.  ત્યારથી તેઓ સમગ્ર દેશના સરદાર બન્યા.

            ભારતના પ્રથમ વડાપ્રધાન પદ માટે નહેરુ અને સરદારના નામો ચર્ચામાં હતાં. કોગ્રેસના લગભગ બધા જ પ્રાંતિય નેતાઓ અને ૧૫ માંથી ૧૨ પ્રદેશ કમિટિઓએ સરદારના નામની દરખાસ્ત કરી હતી. અને સર્વે સરદારને વડાપ્રધાન બનાવવાના પક્ષમાં હતાં. નહેરુના નામને કોઇ પ્રદેશ કમિટીએ સુચવ્યું ન હતું. પરંતુ કોઇ કારણ સર ગાંધીજીના એક બોલે સરદાર વલ્લભભાઈએ પોતાનું નામ પાછું ખેંચી લઈ  ભારતના સર્વોચ્ચ પદ નો અધિકાર જતો કર્યો.

      ભારતને સ્વતંત્રતા મળતાં દેશની ૬૦% પ્રજાને આઝાદી મળી. પરંતું બાકીની  ૪૦% પ્રજા ભરતમાં આવેલાં દેશી રજવાડાંના શાસન તળે હતી. રાજાઓ પ્રજાને ચુસવામાં અને વિલાસી જીવન જીવવામાં રત હતા. ૪૦% પ્રજા રાજાઓના રાજ્યમાંથી મુક્ત થાય તો જ ભારત  અખંડ સંઘ રાજ્ય બની શકે. આ કામ ખુબ જ કપરું હતું પરંતું અસધારણ કુનેહથી સરદારે દેશી રજવાડાઓને શામ, દામ, દંડ, ભેદની ચાણક્ય નીતિથી વશ કર્યા. અને દેશી રાજ્યોનુ ભરતીય સંઘમાં વિલીનિકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યુ. જો આ ન થઈ શક્યુ હોત તો ભારત દેશ અનેક ટુકડાઓમા વિભાજીત હોત. જુનાગઢ ગરવા ગીરનારના દર્શન કરવા માટે પકિસ્તાનના વિઝા લેવા પડતા હોત.

            સતાના સર્વોચ્ચ શિખરે હોવા છતાં પોતાના પરિવારને સરકારી સુખ સહેબીથી દૂર રાખી ત્યાગી જીવન જીવ્યા. મહાવીર ત્યાગી એ સરદાર પુત્રી મણીબહેનની સાડીમાં એક મોટું થીગડું જોઈ મણીબહેનની મજાક કરતાં બોલ્યા.:સરદારની દીકરી થઈ તમે સાંધેલા કપડાં પહેરતાં શરમતાં નથી?”  આ સાંભળી સરદાર તાડુક્યા ગરીબ માણસની દીકરી છે. સારા કપડાં ક્યાંથી લાવે?  એનો બાપ થોડો કમાય છે?” સરદાર સહેબે એમનાં ચશ્માનું ખોખું બતાવ્યું જે ૨૦ વર્ષ જુનુ હતું. એમના ચશ્માની એક જ દાંડી હતી. બીજી બાજુ એ દોરો બાંધ્યો હતો. એ  જ રીતે એમ્ની ઘડિયાળ ત્રણ દયકા જૂની હતી. અને પેન ૧૦ વર્ષ પહેલાંની હતી.

          એક વાર સરદાર સહેબના પૌત્ર એટલે કે ડહ્યાભાઈના પુત્ર બિપિનભાઈ નોકરીની શોધમાં હતા. તેઓ દાદાના આશિર્વાદ લેવા ગયા ત્યારે સરદારે તેઓને સલાહ આપી જગતમાં જાત જાતનાં અને ભાત ભાતનાં લોકો મળશે.રોટલો ન મળે તો અહીં આવજો પણ સરદારના નામે કમાશો નહી. સરદારના નામનો ઉપયોગ કર્શો નહીં. હું દિલ્હીમાં છું ત્યા સુધી દિલ્હી થી હંમેશા દૂર જ રહેજો.         

        લેખક   રજની વ્યાસ એમના એક પુસ્તક માં સરદાર વિશે લખે છે કે ભલ ભલા ભુતોની ચોટલી પકડનાર આ ભૂવાએ એકેય નરિયેળ પોતના દીકરા તરફ ફેંક્યું નહી.                  

       ૧૫ મી ડિસેમ્બર ૧૯૫૦ ના દિવસે આ ફાની દુબનિયા છોડી એક વિરલ વ્યક્તિએ આપણી વચ્ચે થી વિદાય લીધી ત્યારે એમનું બેંક બેંલેંસ ૨૬૫ રુપિયા હતું.  નાયબ વડાપ્રધાન હોવા છતાં  તેઓની અંતિમ વિધિ ખુબ સદાઈથી પુરી કરવામાં આવી હતી. એમના નામે ના કોઇ ઘાટ રચાયો કે ના કોઇ સ્મારક. દાયકાઓ બાદ આ જ્ન્મ દિને ૧૮૨ મિટર ઊંચી પ્રતિમા પ્રસ્થાપિત કરી ઋણ અદા કરવનો આ પ્રયાસ કર્યો છે. અને આજે વિશ્વભરના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.  સરદાર એ સરદાર હતા. સરદાર સૌના બની રહ્યા કરણ કે તેઓ પોતાના રહ્યા ન હતા.    

              આવતી કાલે  ૩૧ ઓક્ટોબરે સરદાર સહેબની જન્મ જ્યંતિ નિમિત્તે આ લેખ બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલા, પોતાની જાતને  છોટે સરદાર તરીકે ઓળખાવતા નેતાઓને અને વિધાનસભા-સંસદભવનને પરિવારવાદથી અભડાવનાર ભ્રષ્ટાચારીઓને  અર્પણ.

      -  ઈશ્વર પ્રજાપતિ

98251 42620  

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts