એક પ્રતિબદ્ધ આચાર્ય અને કટીબદ્ધ શિક્ષકોના રાહબર
કલ્પેશભાઈ કણઝરિયા
ખાનગી શાળાઓના દબદબા વચ્ચે ડોકટરસ, એન્જીનીયરસ અને અન્ય સરકારી કર્મચારીઓ જેવાં જાગૃત વાલીઓના સંતાનો એક સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવી સામાન્ય મધ્યમવર્ગના બાળકો સાથે બેસી હોંશે હોંશે અભ્યાસ કરે એ વાત માન્યામાં આવે ખરી??? હા, આ કલ્પનાને હકીકતમાં પરિવર્તિત કરી છે બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની સાળંગપરડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ. શાળાના એક પ્રતિબદ્ધ આચાર્ય અને કટિબદ્ધ શિક્ષક પરિવાર સહિયારો પુરુષાર્થ આદરે તો શાળા કેવાં ચમત્કારિક પરિણામ પ્રાપ્ત કરી શકે છે એની આ વાત છે. સાળંગપરડા ગામની સરકારી પ્રથમિક શાળા આજે શિક્ષણ જગતમાં અન્ય શાળાઓ માટે આદર્શ પ્રસ્થાપિત કર્યો છે.
આશરે 3500 ની વસ્તી ધરાવતા આ ગામના ગ્રામજનો મોટેભાગે ખેતી, પશુપાલન અને હીરાઉધોગ સાથે સંકળાયેલા. આ ગામના આસપાસના ગામોમાં ખાનગી શાળાઓની હાટડીઓ ધમધમે. થોડાં સમય પહેલાં ખાનગી શાળાના ભપકાથી અંજાયેલા કેટલાક વાલીઓ પોતાના સંતાનોને હોંશે હોંશે મોંઘીદાટ ફી ભરીને પણ ખાનગી શાળામાં પ્રવેશ અપાવતાં. 2014 માં આ શાળામાં એચ.ટટા આચાર્ય તરીકે નિયુક્ત થયેલા કલ્પેશભાઈ કાણઝરીયા અને ઉત્સાહી સાથી શિક્ષક મિત્રો સાથે આ પરિસ્થિતિ પલટાવવા મનમાં ગાંઠ વાળી. શાળા પરિવારે સાથે બેસી એક એક્શન પ્લાન તૈયાર કર્યો. અને સૌ સાથે મળી એને સાકાર કરવા રીતસરના મચી જ પડ્યા. શાળા અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી ધમધમવા લાગી. રોજ સવારે બે કલાક extra coaching માટે શિક્ષકો એ સમય દાન આપ્યું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું કોચિંગ પણ ખરું.
શિક્ષકોની મહેનત રંગ લાવવા લાગી. પ્રાથમિક કક્ષાએ યોજાતી વિવિધ પરીક્ષાઓ, ખેલ મહાકુંભ, કલા મહોત્સવ જેવી તમામ પ્રવૃત્તિઓમાં શાળા અવ્વલ આવવા લાગી. ખાનગી શાળાના ભપકાથી અંજાયેલા વાલીઓની આંખો ઉઘડી. અને પછીતો ઉલ્ટી ગંગા વહેવાની શરૂ થઈ. વાલીઓ ખાનગી શાળા છોડી છોડી પોતાના સંતાનોને ગામની જ સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો. માન્યામાં ન આવે પરંતુ આ શાળાના શિક્ષકોની પ્રામાણિક પ્રયત્નોનું પરિણામ એ આવ્યું કે હાલ આ ગામનો એક પણ વિદ્યાર્થી ખાનગી શાળામાં જતો નથી. ગામના તમામ બાળકો આ શાળામાં જ અભ્યાસ કરે છે. હાલ આ શાળામાં 13 શિક્ષકો દિલ રેડીને મહેનત કરે છે. 423 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. નાનાંમોટાં 250 ઉપરાંત લીલાછમ વૃક્ષો થી શાળા ગામના ઘરેણાની જેમ શોભી રહી છે. આ શાળાની બીજી ધ્યાન ખેંંચે એ બાબત એ છે કે અહીં વિદ્યાર્થીઓ તો ગણવેશમાં આવે જ છે પરંતુ અહીંના શિક્ષકો પણ ગણવેેેશમાં આવે છે.
શિક્ષકોની મહેનત રંગ લાવવા લાગી. પ્રાથમિક કક્ષાએ યોજાતી વિવિધ પરીક્ષાઓ, ખેલ મહાકુંભ, કલા મહોત્સવ જેવી તમામ પ્રવૃત્તિઓમાં શાળા અવ્વલ આવવા લાગી. ખાનગી શાળાના ભપકાથી અંજાયેલા વાલીઓની આંખો ઉઘડી. અને પછીતો ઉલ્ટી ગંગા વહેવાની શરૂ થઈ. વાલીઓ ખાનગી શાળા છોડી છોડી પોતાના સંતાનોને ગામની જ સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો. માન્યામાં ન આવે પરંતુ આ શાળાના શિક્ષકોની પ્રામાણિક પ્રયત્નોનું પરિણામ એ આવ્યું કે હાલ આ ગામનો એક પણ વિદ્યાર્થી ખાનગી શાળામાં જતો નથી. ગામના તમામ બાળકો આ શાળામાં જ અભ્યાસ કરે છે. હાલ આ શાળામાં 13 શિક્ષકો દિલ રેડીને મહેનત કરે છે. 423 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. નાનાંમોટાં 250 ઉપરાંત લીલાછમ વૃક્ષો થી શાળા ગામના ઘરેણાની જેમ શોભી રહી છે. આ શાળાની બીજી ધ્યાન ખેંંચે એ બાબત એ છે કે અહીં વિદ્યાર્થીઓ તો ગણવેશમાં આવે જ છે પરંતુ અહીંના શિક્ષકો પણ ગણવેેેશમાં આવે છે.
થોડાં સમય પહેલાં જ બોટાદ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ. જે. ડુમરાળીયા સાહેબે શાળાની ઓચિંતી મુલાકાત લીધી. આદરણીય ડુમરાળીયા સાહેબ એક હકારાત્મક અભિગમ ધરાવતા નોખી માટીના માનવી છે. બહુ ઓછા એવા અધિકારી જોવા મળે જે શિક્ષકની અને શાળાની નાનામાં નાની હકારાત્મક બાબતોને વાતોને જાહેરમાં બિરદાવે અને પ્રોત્સાહન પૂરું પાડે. હકારાત્મક દૃષ્ટિ ધરાવતા એવા અધિકારીઓ ની યાદીમાં ડુમરાળીયા સાહેબને પ્રથમ પંક્તિમાં મુકવા પડે. ડુમરાળીયા સાહેબ આ શાળાની કામગીરી જોઈ પ્રભાવિત થઈ સાડાચાર કલાક જેટલો સમય શાળામાં રોકાઈ શાળાની ઝીણામાં ઝીણી કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. શાળાની કામગીરી થી પ્રસન્ન થયેલા શિક્ષણ નો જીવ એવા ડુમરાળીયા સાહેબે પોતાની વાત સોસીયલ મીડિયા પર વહેતી મૂકી. એ વાત શબ્દશઃ અહીં મુકું છું. બોટાદ જિલ્લાના ડી.પી.ઈ. ઓ. ડુમરાળીયા સાહેબ લખે છે.
"કુછ કર ગુજરને કે લિયે ઉમ્ર નહીં મન ચાહીએ..."
ગામનું નામ:- સાળંગપરડા
શાળાનું નામ:- સાળંગપરડા પ્રાથમિક શાળા
તાલુકો: ગઢડા(સ્વા.).
ગામની વસ્તી:- ૩૫૦૦
શાળાના કુલ વિદ્યાર્થીઓ:- ૪૨૧
ગામનું નામ:- સાળંગપરડા
શાળાનું નામ:- સાળંગપરડા પ્રાથમિક શાળા
તાલુકો: ગઢડા(સ્વા.).
ગામની વસ્તી:- ૩૫૦૦
શાળાના કુલ વિદ્યાર્થીઓ:- ૪૨૧
"આજરોજ નવા સત્ર ની શરૂઆત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાળંગપરડા ગામનાં બાળદેવો સાથે મળીને કરી. ગઢડા તાલુકાથી ૧૦ કી.મી દૂર આ આશ્રમ (શાળા) આવેલો છે. શાળામાં પ્રવેશતાં જ ખરેખર કોઈ આશ્રમમાં પહોંચ્યા હોય તેવી અનુભૂતિ થાય. આ શાળા બોટાદ જિલ્લાની સ્માર્ટ શાળા છે. શાળામાં પહોંચતા જ ખરેખર અર્થમાં અનુભવ થાય કે આ શાળા સ્માર્ટ શાળા જ છે. આ શાળામાં ધોરણ ૩ થી ૮ ના દરેક વર્ગ સ્માર્ટ વર્ગ છે. આ શાળા ના બાળકો ટેકનોલોજી નો ઉપયોગ કરીને કદમ થી કદમ મિલાવીને શિક્ષણ મેળવી રહ્યાં છે. આ શાળામાં શિક્ષકોના બાળકો આ શાળામાં જ અભ્યાસ કરે છે. એ ઉપરાંત આ શાળામાં સરકારી કર્મચારીઓ જેવા કે પોલીસ, ડોકટર, આર્મી, શિક્ષકના ૨૦ વિદ્યાર્થીઓ આ શાળામાં જ અભ્યાસ કરે છે. આ ગામનો એકપણ બાળક ખાનગી શાળામાં શિક્ષણ મેળવતો નથી. સ્પર્ધાત્મક યુગમાં બાળકને વિશેષ શિક્ષણ મળે તે માટે આ શાળાના આચાર્યશ્રી કલ્પેશભાઈ કણઝરિયા અને ચાવડા મેહુલભાઈ અનેે સૌ સાથીી શિક્ષક મિત્રો દ્વારા વિશેષ તૈયારી માટે સવારે અને સાંજે ૨ કલાક ફ્રી માં કોચિંગ આપવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે ગયાં વર્ષે જ આ શાળાના ૧૨ જેટલા વિદ્યાર્થીઓ એન.એમ.એમ.એસ માં મેરીટ માં આવેલ છે. ઉપરાંત જી.કે આઇ.કયું ની પરિક્ષામાં પણ ૧૪ વિદ્યાર્થીઓ આ વર્ષ પાસ થયેલ છે. તે ઉપરાંત ડી. એલ.એસ.એસ માં પણ ૧ વિદ્યાર્થી પાસ થયેલ છે. અને ૧ વિદ્યાર્થી જવાહર નવોદય માં પાસ થયેલ છે.
- દર વર્ષે આ શાળા ના વિદ્યાર્થીઓ રમતગમત માં એટલે કે ખેલ મહાકુંભ માં રાજ્ય કક્ષા સુધી પહોંચે છે.
- આ શાળામાં વિષય દીઠ વર્ગખંડ જોવા મળે છે. દરેક વિષય નો આ શાળામાં વર્ગખંડ છે. એટલે બાળકોને જે વિષય ભણવાનો હોય તે વિષયના વર્ગખંડ મા જ ભણવાનું.
- બાળકોને વિશેષ વાંચન માટે ઓપન લાયબ્રેરી સાથે ઈ- લાયબ્રેરી
- ગામનાં વડીલો માટે પણ અલગ લાયબ્રેરી ની વ્યવસ્થા.." વડીલો નો વિસામો".
- દરેક વર્ગમાં અદ્યતન ટેક્નોલોજીવાળા સાધનોથી સભર વર્ગખંડો જેમાં આઈ.આર.કેમેરા, પ્રોજેકટર, સ્માર્ટ બોર્ડ, લેપટોપ, એલ. ઈ ડી, ટી.વી અને ૨૪ કલાક ઇન્ટરનેટ માટે વાઇફાઇ ઝોન.
- Education is compulsory but only education can't solve our problem. એટલે કે માત્ર ચોપડિયું જ્ઞાન જ નહીં પણ બાળકોમાં સંસ્કાર પણ હોવા જોઈએ જેના માટે શાળામાં " ચાલો આદર્શ બનીએ" પ્રોજેક્ટ થી બાળકોમાં સંસ્કાર સિંચન.
- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, પ્રાઇવેટ કંપની, સહકારી સંસ્થાઓની રૂબરૂ મુલાકાત દ્વારા શિક્ષણ.
- ધોરણ ૬ થી ૮ માં " ચાલો જાતે શીખીએ" પ્રોજેક્ટ થી પ્રયોગો કરાવવામાં આવે છે.
- શાળાની પોતાની અલગ સુવિચાર પોથી.
- શાળાનો ગણવેશ ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી ગણવેશ.
- ગુણોત્સવ માં આ શાળાનો ગ્રેડ A+ ગ્રેડ
- શાળામાં રમવા મટે મેદાનની વ્યવસ્થા.
- શાળામાં 250 જેટલા વૃક્ષો
- આ શાળાના બાળમેળા નું નિદર્શન રાજ્ય કક્ષા એ થયેલ છે તેવો અદભૂત બાળમેળા નું આયોજન આ શાળા દ્વારા કરવામાં આવે છે.
- ધોરણ વાઇઝ બાળકો માટે સેનીટેશન ની સુવિધા
- અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને ગુજરાતીમાં પ્રાર્થનાનું ગાન
- બેન્ચ, ટેબલ, ખુરશી, ડેસ્ક વગેરેની સુવિધાથી સજજ
- ઔષધબાગના શાકભાજીનો શાળાના મધ્યાહન ભોજનમાં ઉપયોગ...
- દર વર્ષે આ શાળાના બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવે છે.
- આ શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ડ્રેસ અને પુસ્તકો આપવામાં આવે છે.
- વિવિધ વૃક્ષો સાથેનો અદભૂત બગીચો
- બાયસેગ દ્વારા દૂરવર્તી શિક્ષણ પણ આ શાળાના બાળકોને આપવામાં આવે છે.
- શાળાની તમામ માહિતી કોમ્પુટર દ્વારા આપવામાં આવે છે.
- શાળાનું કેમ્પસ વિશાળ વૃક્ષોથી શોભી રહ્યું છે.
- રામહાટ અને અક્ષયપાત્ર નું બાળકો દ્વારા સંચાલન
- શાળામાં વિવિધ સ્પર્ધાઓ અને શિબિરોનું આયોજન
- મહિનાના દર પહેલાં શનિવારે બાળ સંસદ ની મીટીંગ અને છેલ્લા શનિવારે સ્ટાફ મીટીંગ નું આયોજન કરવામાં આવે છે.
- બાળકો દ્વારા બચત બેંક નું આયોજન કરવામાં આવેલ છે.
- શાળાના બાળકો માટે સ્વચ્છ પાણીની સુવિધા
- દર શનિવારે બાળસભામાં હનુમાન ચાલીસા નું ગાન.
- આ શાળામાં તમે પ્રવેશો એટલે તમને એમ જ લાગે કે ખરેખર કોઈ ઇન્ટરનેશનલ શાળા જ છે. શાળાનું કેમ્પસ અને વિધાર્થીઓને જોવો એટલે તમને એવી જ અનુભૂતિ થાય. શાળામાં દરેક બાળકોને તો યુનિફોર્મ તો ખરો જ પણ શિક્ષકો માટે પણ યુનિફોર્મ અને બાળકો અને શિક્ષકો બધા માટે આઈ.કાર્ડ પણ શાળામાં જોવા મળે. ખરેખર શાળામાં તમે પ્રવેશો એટલે "વાહ..." એવું તો તમારા મુખે થી નીકળી જ જાય તેવી અદભૂત શાળા...
- શાળામાં દર વર્ષે વાર્ષિકોત્સવનું પણ અદભૂત આયોજન કરવામાં આવે છે.
- ખરા અર્થમાં આ શાળા અને તેના વિદ્યાર્થીઓ અને તેમના ગુરૂજીઓના ભવો ભવ ના પુણ્ય હશે ત્યારે આ શાળા તે બધાને મળી... વિદ્યાર્થીઓને ભણવા માટે આ શાળા મળી અને ગુરૂજીઓ ને પોતાના કર્મ માટે આ શાળા મળી... આજે આ શાળામાં જઈને વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજનમાં દાળ ઢોકળી ખાઈને આનંદ લીધો અને પછી શિક્ષકોની લાગણીને વશ થઈને તેમના ટિફિનનો પણ લાભ લીધો. એટલે જ કહેવાય છે ને કે સાથે જમિયે, સાથે રમીએ સાથે કરીએ સારા કામ... ખાનગી શાળા તો શું કરી શકે તેવી આ અમારી સરકારી શાળા અને તેમના ગુરૂજીઓ... વંદન છે આ બધા ગુરૂજીઓ અને તેમની કર્મનિષ્ઠા ને. બધાને પોત પોતાના શોખ અંગે પૂછતાં તો આશ્ચર્ય થયું કે બધાને એક શોખ તો સરખો જ કે બાળકો સાથે બસ આનંદ લેવો... ચાલો આનંદ થયો કે સત્ર ની શરૂઆત આવી શાળાથી થઈ... બાળદેવો ભવ... જય દ્વારકાધીશ..."
જિલ્લા ડી.પી.ઈ.ઓ. ડુમરાળિયા સાહેબ અહિં તેઓની વાત પૂરી કરે છે. જિલ્લાના કોઈ વડા અધિકારી કોઈ સરાકારી શાળાની મુલાકાત કરી આટલી વિસ્તૃત નોંધ સોશિયલ મિડિયા પર શેર કરે એ શિક્ષણ જગત માટે ગૌરવ લેવા જેવી બાબત છે. જીલ્લા ડી.પી.ઈ.ઓ. શ્ર્રી ડુમરાળિયા સાહેબને કોટી કોટી વંદન અને શળાના આચાર્ય કલ્પેશભાઈ અને સાથી સૌ શિક્ષક મિત્રોને અભિનંદન!!
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
કલ્પેશ કણઝરિયા સંપર્ક નં. : 98247 56775
લેખન : ઈશ્વર પ્રજાપતિ
9825142620
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)
Good sir
ReplyDeleteઅદભુત શાળા મિત્ર શ્રી કલ્પેશભાઈ અને ટીમનું પ્રેરણાદાયી કાર્ય લેખ વાંચ્યા પછી થયું કે લાવ હું પણ એક મુલાકાત લઇ આવું શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન ઇશ્વરભાઇ ન જાણે ક્યાંથી આ ભારતનો શોધી લાવે છે બસ એ જ વિચાર કરું છું ઈશ્વર ભાઈ ને પણ અભિનંદન
ReplyDelete