પથરાળ અને બંજર ભૂમી પરની શાળાને બાગબાનમાં પરિવર્તિત કરતા યુવાન અને ઉત્સાહી આચાર્ય વિરમભાઈ ડાંગર
ગઢેચી એ સુરેંદ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના છેક છેવાડે આવેલું
સાવ અંતરીયાળ ગામ. માંડ ૧૨૦૦-૧૩૦૦ ની વસ્તી ધરાવતું આ ગામ. અહીંની જમીન પથરાળ અને બીન
ઉપજાઉ. એટ્લે અહી વસતાં પરિવારો દાળી મજૂરી કરી ગુજરાન ચલાવે. થોડા સમય
પહેલાં શિક્ષણ જગૃતિના અભાવે વાલીઓ પોતાના સંતાનો ના શિક્ષણ પ્રત્યે પણ દુર્લક્ષ્ય
સેવતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શાળાએ
આદરેલા શિક્ષણ યજ્ઞની સુવાસ સમસ્ત ગુજરાતમાં પ્રસરી રહી છે. બિનઉપજાઉ એવી પથરાળ જમીન
પર ઉભેલી આ શાળામાં લીલું છમ ઉપવન નિર્માણ કરી દિલ રેડી કામ કરતા શિક્ષકોએ ચમત્કાર
સર્જ્યો છે.
વિરમભાઈ
ડાંગરની ગઢેચી પ્રાથમિક શાળામાં ૨૦૦૮
માં નવી નિમણૂક થઈ. એ સમયે એક સાથે ત્રણ શિક્ષકો ગઢેચી પ્રાથમિક શાળામાં નિમણૂક પામેલા. એ દિવસથી એ શિક્ષકોએ
એક લક્ષ્ય નક્કી કરેલું અંતરિયાળ વિસ્તારની શાળાના બાળકો માટે કંઈક કરી બતાવવું છે. ત્રણ વર્ગખંડો વાળી શાળા અને આખી શાળામાં ફક્ત ત્રણ નાનાં એવા વૃક્ષો. પ્રથમ પ્રયત્ન શાળાને વૃક્ષોથી આચ્છાદિત
લીલી છમ હળિયાળી શાળા બનાવવાનો હતો. શાળામાં પાણીની તકલીફની સાથે સાથે પથરાળ જમીન. વૃક્ષોનો ઉછેર થઈ શકે એવી કોઈ કલ્પના પણ ના કરી શકે. નાવા નર્સરીમાથી વૃક્ષોના છોડ લાવીને શાળાને હરિયાળી કરવાનો યજ્ઞ આરંભી દીધો. શરુઆતમાં શાળાને વરંડો હતો પણ અડધા ભાગમા જ હતો,
પાછળના ભાગમાં કાંટાળી વાડ કરીને અને ડંકીના પાણીએ આ વૃક્ષોને ઉછેરવાનુ શરુ કર્યુ. પ્રામાણિક પરિશ્રમના કારણે આજે શાળામા ૧૨૭ વિદ્યાર્થીઓ
ની સામે ૧૫૪ કરતાં
વધારે વૃક્ષો શાળાને શોભાવી રહ્યા છે.
૨૦૦૮
થી ૨૦૧૭ સુધી સતત એક દશક
સુધીના શાળા પરિવારના
અથગ પુરુષાર્થના પરિણામે સુકભઠ્ઠ પ્રદેશની આ શાળા નંદનવન બની લહેરાવા લાગી. સૌ સાથે મળીને શાળાના વિકાસમા યોગદાન આપતા રહ્યા. પરંતું
૨૦૧૭ માં શાળામાંથી
શિક્ષકોની બદલીના કારણે શાળા ત્રણ જ શિક્ષકો રહ્યા. સાતના મહેકમ સામે કામ કરતા. ત્રણ શિક્ષકો પરંતુ કામ કરવાનો ઉત્સાહ જોરદાર હતો.
માનવબળ મજબૂત હતું. વિરમભાઈને આચાર્યનો ચાર્જ સંભાળવાનો હતો એની આગળની રાતે ઉંઘ ન આવી મનમાં ગડમથલ ચાલતી
કે “સ્ટાફને હોય કે ના હોય બાળકો ને અન્યાય નથી થવા દેવો”. રબારી,
દેવીપુજક અને અનુસુચિત જાતિની વસ્તી ધરાવતું ગામ છે. શિક્ષણમાં ખુબ જ પછાત. ચાર્જ સંભાળતાની સાથે જ બંને સાથી મિત્રો ઘનશ્યામભાઈ દલવાડી અને જિજ્ઞેશભાઈ વડુકરને બોલાવી મનમાં ઘોળાતી શાળાના
શૈક્ષણિક વિકાસની અને બાળકો માટેની આખી બ્લુપ્રિન્ટ સમજાવી.
બન્ને શિક્ષકો પણ શિક્ષણને વરેલા શિક્ષકો હતા સાથી
શિક્ષક મિત્રો એ પણ સૂરમાં સૂર પુરાવ્યો. આ બાળકો માટે, શાળા માટે કઈક કરવું છે, એના માટે તન, મન, ધન જે આપવું પડે એ માટે અમો પણ તૈયાર છીએ. અને
શરુ થયું એક નવું અભિયાન, “સરકારી શાળા સૌની શાળા.”
વિરમભાઈએ
આચાર્ય ચાર્જ સંભાળ્યાના બીજા દિવસે જ શાળા સવારે
૯;૦૦ વાગ્યે ખોલવાનો વિચાર કર્યો. વાલીઓ, બાળકો અને મારા બન્ને સારસ્વત મિત્રોને બોલાવી પોતાની ઈચ્છા જણાવી. સૌએ વિરમભાઈની
વાતને વધાવી લીધી. પરંતું સવારે ૯:૦૦ વાગ્યે આવીને કરવાનું શું એ પણ પ્રશ્ન હતો જ. લાંબુ વિચાર્યા બાદ શાળામા રહેલા કમ્પ્યુટર રિપેર કરાવીને બાળકોને ૯:૦૦ થી ૧૦:૩૦સુધી કમ્પ્યુટર જ્ઞાન બધા ધોરણના બાળકોને મળી રહે એવું આયોજન કર્યુ. શરુઆતમાં બાળકો ૯:૦૦ વાગ્યે આવતાં નહીં.
પરંતુ રોજ અવનવી પ્રવૃત્તીઓ અને કોમ્પ્યુટર
શીખવાની તાલાવેલી લાગી. શાળાનું વાતાવરણ ઘર જેવું લાગતા બાળકો ૯:૦૦
વાગ્યે આવવા લાગ્યા. પછે તો એવો ક્રમ શરૂ થયો કે શિક્ષકો
આવે એ પહેલાં જ હવે બધા જ બાળકો શાળા એ આવવા લાગ્યાં. એક અલગ પ્રકારનુ હકારત્મક
વાતાવરણ નિર્માણ પામવા લાગ્યું. ચોટીલા પંથકમાં ૨૦૧૭ ના વર્ષમાં વરસાદ ઓછો હોવાથી સરકારીશ્રીએ અછતગ્રસ્ત ગામ જાહેર કરેલા જેમાં ગઢેચી ગામનો પણ સમાવેશ થયેલો અને રાજ્ય સરકારના આદેશ મુજબ પ્રાથમિક શાળાઓ, બાળકો ને મધ્યાહન ભોજન અને દુધસંજીવનીનો લાભ મળે એટલે શાળા શરુ રાખવી એવો આદેશ હતો. આ
શાળાના શિક્ષકોને તો દોડવું હતું ને ઢાળ મળી
ગયો, આખું વેકેશન શાળા ચાલું રાખીને બાળકોને કમ્પ્યુટર ક્લાસ,
રમતો, પુસ્તકાલય પ્રવ્રુત્તિ,
વૃક્ષોની માવજત,
પક્ષીઓને ચણ જેવી મુલ્યલક્ષી પ્રવ્રુત્તિ કરીને શાળા બાળકો માટે બીજુ ઘર હોય એવો માહોલ ઉભો કરીને બાળકોને પ્રેમથી શાળા સાથે જોડી રાખવામા સફળ થયા.
ત્રણ શિક્ષકો અને વાર્ષિક ઉત્સવ કરવો અશક્ય છે એવું ઘણા મિત્રો કહેતા પણ વિરમભાઈ
અને સાથી બન્ને મિત્રોએ આ વાત ખોટી પાડીને રાત્રે વાર્ષિકોત્સવનું સફળ આયોજન કરીને આખા જિલ્લાને અચંબામા મુકી દીધો. અચરજ ની વાત તો એ છે કે હાથ મજૂરી કરી
ગુજરાન ચલાવતા પરિવરોએ આ કર્યક્રમને દોઢ લાખ જેટલું માતબર રકમનું દાન આપ્યું. શિક્ષકો ત્રણ હતા પણ ઉત્સાહ ત્રીસ બરાબર હતો. અને ગામને શાળાભિમુખ કરવામા સફળ થયા. અંતરિયાળ વિસ્તારમા આવો કાર્યક્રમ કરવો અને એ પણ ફક્ત ત્રણ શિક્ષકોની મહેનતથી અશક્ય હતું એ પણ ટીમવર્કથી શક્ય બનાવ્યું. શાળામાં બાળકો પોતાના વ્યક્તિગત પ્રશ્ન,
મિત્રોના પ્રશ્નો,
ઘરના પ્રશ્નો તેમજ શિક્ષણ ને લગતાં પ્રશ્નો વિના સંકોચે રજુ કરી શકે એ માટે શાળાના મેદાનમાં સુચનપેટી કાયમી ધોરણે મુકવામાં આવી જેના કારણે બાળકો પોતાના પ્રશ્નોને શબ્દોનું રુપ આપી રજુઆત કરતો થયો અને બાળકોને અભિવ્યક્તિ રજુ કરતા કરવામા સફળ થયા. આ
શાળાના બાળકો બીજી શાળા ઓથી અલગ પડે અને ઉત્સાહ જળવાઈ રહે એ ઉદેશ્ય થી પ્રાઈવેટ શાળામાં પણ ના હોય એવો યુનિફોર્મ કરીને શાળાનાં બાળકોનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કર્યો. વિવિધ સ્થળોની બાળકોને મુલાકાત કરાવીને બાળકોના જ્ઞાનમાં સતત વધારો થાય એ માટેના પ્રયત્નો કર્યા. ગરીબ બાળકોના યુનિફોર્મ અને શૈક્ષણિક કીટનો ખર્ચ
વિરમભાઈ પગારમાંથી ભોગવતા.. બાળકોના મુખ પરનું હાસ્ય આ
શિક્ષક્ને બધું જ ભુલાવી દે છે, શાળાના બાળકો માટે એવું તે શું કરું કે આ બાળકોનો સતત વિકાસ થાય અને જીવનના તમામ પડાવમાં અવ્વલ રહે એ માટે આ
શિક્ષકોની ટીમ સાથે મળી સતત પ્રયત્નશીલ રહે
છે.
શિક્ષકોની મહેનત રંગ લાવી આવા અંતરિયાળ વિસ્તારની
શાળામાં પણ સવરે ૯:૩૦ કલાકે ૧૦૦% વિદ્યાર્થીઓ હાજર થઈ જાય છે. ૨૦૧૫ ના વર્ષમાં આ નાનકડી
શાળાએ એક નવો કિર્તિમાન સ્થાપ્યો. આ નાનકડી શાળા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય કક્ષા
સુધી પહોચી. અને છેલાં બે વર્ષ થી ગણિત વિજ્ઞાન
પ્રદર્શનમાં આ શાળા આપબળે જીલ્લા કક્ષા સુધી પોતની કૃતિ લઈને જાય છે એ નાનીસુની વાત
નથી.
દર વર્ષે પ્રવાસ કરાવીને બાળકો નવાં
નવાં સ્થળ જુએ, માણે અને સમજી જીવનમાં ઉતારે એવા પ્રયત્નો કરતાં
પ્રવાસમાં 30 ટકા ખર્ચ આ શાળાના શિક્ષકો ભોગવે
છે. વિવિધ તહેવારોની સાથે સાથે ગાંધી જયંતિ, સરદાર જયંતિ, શિક્ષકદિન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ,
સ્વાતંત્ર્ય દિન,
પ્રજાસત્તાક દિવસ,
ગુજરાત સ્થાપના દિન,નવરાત્રી જેવા ઉત્સવો ઉજવીને બાળકો શાળામાં જ રહે એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. ગામનાં ત્રણ ચાર વર્ષનાં નાનાં ભુલકાઓને પણ શાળાનું વાતાવરણ એટલું ભાવી ગયું છે કે આવાં ૨૫ બાળકો પણ શાળામાં દરરોજ આવે છે. વેકેશનમા ૧૦ દિવસ શાળા વહેલી ખોલીને બાળકોને રમત ગમત, કમ્પ્યુટર જ્ઞાન,
વ્રુક્ષોની માવજત,
પક્ષીઓને ચણ જેવી પ્રવ્રુત્તિઓ સતત ચાલું રહે છે. અંતરિયાળિ અને પછાત વિસ્તારની શાળાને જિલ્લા પંચાયત દ્વારા મળેલા સ્માર્ટ ક્લાસના કારણે બાળકો ડીજીટલ ટેકનોલોજીથી એકદમ નજીક લાવવામા સફળતા તરફ છીએ. શાળા ની તમામ પ્રવૃતિ ઓને સોસિયલ મિડીયામા મુકી સરકારી શાળા સૌની શાળા શિર્ષક સાર્થક કરવાના અને બીજી શાળા ઓને પ્રેરણા આપવાના ઉદેશ્યથી સોસિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ કરે
છે. શાળામાં સ્વયંપાકના કાર્યક્રમ દ્વારા જ્ઞાતિઓ વચ્ચેના ભેદભાવ દુર થાય એવા નેક ઉદેશ્યથી શાળાના મેદાનમાં જ ધોરણ છ થી આઠ ની દિકરીઓ રોટલા બનાવે અને શિક્ષકો તથા બાળકો શાક,
સંભારો બનાવે પછી બધા સાથે બેસી એક જ સાથે ભોજન લઈ
એક નવી પ્રણાલી શરૂ કરી છે. આમ કરવાથી બાળકો માં એકતા ભાવના, ભાઈચારાની ભાવના જળવાઈ રહે છે.
દર મહીને શ્રેષ્ઠ વિદ્યાર્થી અને શ્રેષ્ઠ વર્ગને પસંદ કરીને એમને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામા આવે છે. શાળામાં બાળસંસદ દ્વારા શાળાનું સંચાલન કરવામા આવે છે. સ્વચ્છતાનો ગુણ વિકસે અને બાળકો ગુરુનુ અનુકરણ કરે છે એ બાબત ને ધ્યાનમા રાખી આચાર્ય વિરમભાઈ સેનિટેશનની સફાઈ જાતે કરે છે. જેથી બાળકો પણ સ્વચ્છતા બાબતે જાગૃત બને છે. ટુંકમાં શાળાનાં બાળકોને પોતાના બાળકો સમજી અને શાળાને પોતાનો પરિવાર સમજી પુરી નિષ્ઠાથી અને ઈમાનદારીથી બાળકોના ઉત્કર્ષ અને વિકાસ માટે મથી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારમા પછાત વર્ગના લોકોની વચ્ચે તેમના બાળકો માટે કામ કરવાનો મોકો મળવો
એ આ શિક્ષકો છે એમના જીવનની ધન્ય પળ સમજે
છે .
૫
મી સપ્ટેમ્બરના દિવસે ચોટીલા તાલુકામાંથી વિરમભાઈને શ્રેષ્ઠ
શિક્ષક તરીકે સન્માનવામાં આવ્યા. હમણા જ દેવદીવાળીના દિવસે રાજ્ય ના શિક્ષણમંત્રી ના હસ્તે જિ.શિ.તા.ભવન સુરેન્દ્રનગર ના કાર્યક્રમ " કોડીયાના અજવાળે" કાર્યક્રમ મા પણ
તેઓનું કરુણાવંત શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું. આ તમામ સન્માનનો યશ વિરમભાઈ સાથી શિક્ષક મિત્રો
અને શાળાના બાળકોને આપે છે. આ શાળાના સૌ શિક્ષકો . બસ નિજાનંદથી કામ કરવાનો આનંદ લઈ રહ્યા છે.
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
વિરમભાઈ ડાંગર સંપર્ક નં. : 90994 4 1555
લેખન : ઈશ્વર પ્રજાપતિ
9825142620
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)
ઇશ્વરભાઇ ખરેખર તમારી શિક્ષક પસંદગી અતિ ઉત્તમ છે હું કહું છું ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો ના એવોર્ડ આપતા પહેલા એકવાર તમારા બ્લોગ પરથી પ્રકાશિત થયેલી તમામ શિક્ષકો વિશે જોઈ જવું જોઈએ ગુજરાતના ખૂણે ખૂણેથી આપ આવા ઉત્તમ શિક્ષક રત્નો શોધીને સમાજ સમક્ષ મુકી બીજા ઘણા શિક્ષકો ને પ્રેરણા પૂરી પાડો છો ગઢેચી પ્રાથમિક શાળા એ નામ માત્ર કાફી છે.. વિરમભાઈ ડાંગર એટલે નખશિખ પ્રેરણાદાયી શિક્ષક
ReplyDeleteProud of you big brother virambhai
ReplyDeletegood...
ReplyDeletevisit our group...👇
www.shalazarmar.blogspot.com