Monday, November 25, 2019

જિંદગી જીંદાબાદ


આદિવાસી કલ્યાણ માટે આજીવન સેવાના ભેખ ધારી પરભવના પિતરાઈ :નૃસિંહભાઈ ભાવસાર

         

              ગીજુભાઈ બધેકા, મેડમ મોંટેસરી, નાનાભાઈ ભટ્ટ  જેવાં કેળવણી કારોના નામ આજે પણ લોકજીભે ચર્ચાય છે. પરંતુ અરવલ્લીના અંતરીયાળ આદિવાસી વિસ્તારમા  આઝાદી પહેલાં પોતાનું સમસ્ત જીવન ખર્ચી નાખી શિક્ષણની જ્યોત જગાવનાર નૃહસિંહભાઈ ભાવસાર થી આજની પેઢી કદાચ પરિચિત  નહીં હોય.
   આદિવાસી કલ્યાણ માટે ભેખધારી શ્રી નૃહસિંહભાઈ ભાવસાર ઇડર રાજ્યના વડાલી ગામના વતની નૃહસિંહભાઇ ભાવસાર ઇડર સ્ટેટની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેનો નોકરી કરતા હતા . પિતાનું છત્ર ગુમાવ્યું હતું . નાનોભાઇ ડાહ્યાભાઇ માનસિક રીતે અપંગ હતો.  શિક્ષકની નોકરી દરમિયાન તેઓ દેશમાં ચાલતી સ્વરાજની લડત અને મહાત્મા ગાંધીજીના વિચારોથી રંગાયા હતા 
           આઝાદી પહેલાં ગુજરાત ના સાબરકાંઠા જિલ્લાના એકદમ ડુંગરાળ ગીચ જંગલવાળા વિસ્તારમાં વસતા આદિવાસીઓની આઝાદી મળ્યા પૂર્વેની દશા લગભગ પશુની કોટીની હતી . હિંમતનગરના દેશી રજવાડાના અનેક જોર જૂલમો અને શોષણો વચ્ચે પિસાતી પ્રજા અનેક દુષણો , વ્યસનો , વહેમો , આદિમ કક્ષાની અંધશ્રધ્ધાઓ , રૂઢીઓ , કુરિવાજો સાથે સાવ મંદપ્રાણ બનીને જીવ્યે જતી હતી . એના બાળકોને શાળાકીય ભણતર તો રાજ્યવ્યવસ્થા તરફથી તો મળતું નહિં પણ કોઈ લોકોને મફત ભણાવવા માગે તો પણ . ભણનારા ઉપરાંત ભણાવનારા ઉપર પણ રાજ્યનો કાળો કોપ ઉતરતો . આવા દિવસો અને વાતાવરણ વચ્ચે નરસિંહભાઈ ભાવસાર નામનો એક ઉજળીયાત જુવાન રાજયની પ્રાથમિક શાળાના શિક્ષક તરીકેની ચાકરી ત્યાગીને પોતે જેને પોતાના પરભવના પિતરાઈ માનતા હતા એવા આદિવાસી બાળકોને શિક્ષણ આપવા સાથે એમને અને સમગ્ર વનવાસી પ્રજાને સંસ્કારવાનું એક અનોખું યજ્ઞકાર્ય ઉપાડે છે.
             . ટીંટોઇ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. શાળા છૂટયા પછી નરસિહભાઈ શામળાજીની પસાર થતી મેશ્વો નદી ) કિનારે કિનારે ફરવા નીકળી પડતા. ભીલોડા તાલુકાના શામળાજી વિસ્તારના આદિવાસીઓની પશુથી બદતર હાલત જોઇ . ગદગદીત થયાતેઓએ ઇડર પ્રજાકીય મંડળના કાર્યકરો કનુભાઇ રાવળ , લક્ષ્મીશંકર જોષી નટુભાઇ રાવલ અને અનસુયા પટેલની પરીચયમાં આવ્યા. ઇડર રાજ્યમાં જાગીરદારો અને રાજ્યના અમલદારોનો આદિવાસીઓ ઉપર ભારે જુલ્મ થતો હતો . આદિવાસી પ્રજા અનેક દૂષણો , વ્યસનો , વહેમ , અંધશ્રધ્ધાઓ , રૂઢિયો , કુરીવાજોમાં ડૂબેલી પ્રજા હતી . આદિવાસી પ્રજામાં શિક્ષણ શૂન્ય હતું . ત્યારે તેઓએ શામળાજીમાં પ્રાથમિક શાળા શરૂ કરી આદિવાસી બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું . પરંતુ ઈડર રાજ્યના પોલીસ અધિકારીઓ શામળાજીની શાળા બંધ કરવા તેમના ઉપર જોર - જુલ્મ કર્યો . તેઓએ પોલીસના જોર જુલ્મ સામે મહાત્મા ગાંધીના અહિંસાના શસ્ત્રથી પ્રતિકાર કર્યો . તેઓએ પોતાના ઘરબાર , પોતાનો પરિવાર , પોતાનો સંસાર ત્યજી દઇ આજીવન કુંવારા રહી આદિવાસીઓની વચ્ચે બેસી આદિવાસીઓના સવૉગી કલ્યાણ માટે જીદગીભર કામ કર્યું . તેઓએ પોતાનો વેવિશાળ ખેડબ્રહ્માના સમાજના ભાવસાર પરિવારમાં કરેલો . સામે ત્યાં જઇ મારે લગ્ન કરવાનું નથી આજીવન કુંવારા રહી આદિવાસીઓની સેવા કરવાની છે . એટલે તમારી દિકરીની ! બીજે સારી જગાએ પરણાવી દેજો . તેમ કહ્યું હતું . તેઓએ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે તમામ ક્ષેત્રે કામગીરી કરી જે આદિવાસીઓને ! અક્ષરજ્ઞાન હતું . તેઓની વચ્ચે રહી શિક્ષણની સંસ્થાઓ શરૂ કરી શિક્ષિત કર્યા
             નરસિંહભાઈએ આચાર્ય તરીકેના વહીવટ દરમ્યાન વાંચનના શોખને કારણે શાળામાં લાઇબ્રેરી ઊભી કરેલી , અને સમયે પ્રગટ થતાં , સામયિકો મંગાવતા . વાંચનના જબરા શોખીન . શોખ જીવ્યા ત્યાં સુધી રહ્યો . ચેલો ભરાવે ત્યારે અચૂક - માસિકો એમાં મૂકે . વાંચે એટલું નહીં મારા વાચકને વાંચવા પણ પ્રેરે .
               આઝાદીની ચળવળના આવતા અવનવા સમાચારો જાહેર પાટિયાં ઉપર લખે , લોકોને સંભળાવે , સભાઓ ભરી આઝાદી લાવવા માટેની ખુલ્લેઆમ વાતો કરે અને સમયાંતરે પત્રિકાઓ પણ બહાર પાડે . આની જાણ ઈડર સ્ટેટના શિક્ષણ વિભાગને થતાં એમની બદલી વીરપુર ગામે કરી . થોડા સમય પછી વીરપુરથી ખેડબ્રહ્મા કરી . અહીં રામલીલા નાટક મંડળી નાટક કરવા આવેલી . નાટક શરૂ થતાં પહેલાં સારી એવી મેદની ભેગી થયેલી જોઈ એમણે ઊભા થઈને ભણવા અને ભણાવવા વિષે ભાષણ કર્યું . સમયે એમણે ખાદીનાં કપડાં પહેરેલો એટલે ચળવળિયા છે અને લોકોને ભડકાવે છે , મતલબનું અર્થઘટન કરી શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી , એટલે તેમની બદલી સબલવાડા કરી , બધાં ગામો ઈડર સ્ટેટના તાબાનાં ગામ હતાં .
            ક્રાંતિની લગની નરસિંહભાઈને મનમાં બરાબર લાગી ગઈ હતી . સબલવાડામાં રહી સ્વરાજ લેવું જોઈએ એવી પત્રિકા બહાર પાડી , આની અસર ઈડર સ્ટેટમાં સવિશેષ પડી . રાજ્યના શિક્ષક હોવા છતાં રાજ્ય વિરોધની પ્રવૃત્તિઓ કરવા બદલ નરસિંહભાઈને બે મહિનાની સજા ફટકારી . ખેડા સત્યાગ્રહ , બારડોલીનો સત્યાગ્રહ , જલિયાંવાલા બાગનો હત્યાકાંડ , ચંપારણનો સત્યાગ્રહ વગેરેમાં દેશના ખૂણે ખૂણે આઝાદી ઝંખતા નવયુવાનોએ પોતાની જિંદગી . હોડમાં ના . ઝંપલાવેલું . ખૂણામાં પડેલા એક અદના શિક્ષકનું સાહસ શહીદોની . શહાદતથી સહેજ પણ ઓછું આંકી શકાય નહીં . જેલવાસ દરમિયાન અનેક ચળવળ પર કાતિકારીઓ વિશે જાણવા મળ્યું અને એમની હિંમત વધી .
      નરસિંહભાઈની શિક્ષણની અને લોકચેતનાની પ્રવૃત્તિને ઈડર સ્ટેટ પોતાના વિરુદ્ધની પ્રવૃત્તિ લોકોને ભડકાવવાની પ્રવૃત્તિ તરીકે શંકાથી જોવાને કારણે એમની , ચાંપતી નજર તો રહેતી . નરસિંહભાઈ એકલા પ્રવૃત્તિને પહોંચી વળે એટલે અને જમવાની મુશ્કેલી પડે તે માટે કનુભાઈ એમની પત્નીને લાવ્યા . નટુભાઈ રાવલ પણ સાથે રહેવા લાગ્યા . વાતાવરણ જામતું જોઈ શામળાજીના પોલીસ ઇન્સ્પેક્ટરને બધું ખેંચવા લાગ્યું . - નરસિંહભાઈ શાંત ચિત્તે કામ કરી શકે તે માટે આજુબાજુના વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટરે એની ધાક એવી ઊભી કરેલી કે આમને કોઈ પણ વ્યક્તિ મદદ કર તો સખત શિક્ષા કરતા . ત્યાં સુધી કે કોઈના ઘરે દળવા જાય તો. લોકો એમને દળવા પણ દે . રોજ આવીને ધમકાવી જાય અને સ્થળ છોડીના ચાલ્યા જવાની ચીમકી પણ આપતા જાય .
ચારે બાજુથી પરેશાનીના કારણે
          નૃહસિંહભાઈએ સ્ટેટના પોલીસ કમિશ્નરને પરેશાની અટકાવવા અને વ્યવસ્થિત રીતે શાળા ચલાવવા રૂબરૂ મળવી હિંમતનગર ગયા . ૧૯મી જુલાઈ ૧૯૪૭ . મહેરબાન ડાયરેક્ટર સાહેબ પબ્લિક ઈન્સ્ટ્રક્શન્સને શામળાજીમાં શાળા ખોલવા વિનંતી કરતી અરજી કરી . - સાહેબે કહ્યું : રાજ્ય આટઆટલી શાળાઓ . ચલાવે છે . તમારે નવી શાળા ખોલવાની કોઈ જરૂર નથી , છતાં દીવાના સાહેબની મંજૂરી લઈ આવો . સિવાય ખોલશો તો સરકારી ગુનો ગણાશે . બીજું , તમને છોકરાં ભણાવવાની ખૂબ હોંશ હોય તો અમારી ચાલુ શાળાઓમાં જોડાઈ જાવ . અત્યારે તમારો ઓર્ડર કઢાવી આપું . ' નરસિંહભાઈએ કહ્યું : એવું કરવું હોત તો હું ટીંટોઈની શાળાની નોકરી શા માટે છોડત ? આપ મારી વાત સમજો . છો ? ' | નરસિહભાઈએ અરજીના જવાબ માટે બે વાર રિમાઈન્ડ કરવા છતાં મંજૂરીનો પત્ર મળતાં તા . ૨૩ - - ૧૯૪૭ના રોજ રિમાઈન્ડથી નામદાર સરકારને પત્ર લખ્યો . ૩૧મી સપ્ટેમ્બર સુધી પત્રનો પ્રત્યુતર મળતાં ૧લી ઑક્ટોબરથી નરસિંહભાઈએ વિધિવત રીતે શાળા શરૂ કરી દીધી .
         તેઓએ આઝાદી પૂર્વે ૨૬ જૂન ૧૯૪૭ ના રોજ શામળાજીના આદિવાસીઓમાં સેવા સમિતિની ! સ્થાપના કરી અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સંસ્થામાં રહ્યા . સંસ્થાને પોતાનો પરિવાર બનાવી દીધા આદિવાસીઓને તેઓ પરભવના પિતરાઇ ના હુલામણા નામથી નવાજતા હતા .  આજીવન આદિવાસી પ્રજાની સેવા કરવા બદલ મોટાભાઈના . હુલામણા નામથી સમાજ સાથે એકરૂપ બની ગયા . સમગ્ર સાબરકાંઠા જિલ્લાના . આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો જે માહોલ જોવા મળે છે , સમાજની કાયાપલટ જોવા મળે છે તે નરસિંહભાઈના પ્રતાપે . | સમગ્ર ગુજરાતમાં ધ્યાન ખેંચે તેવી બાબત તો છે કે , વિજયનગર તાલુકાના ધોલવાણી ગામે આદિવાસીઓથી પણ બદતર જિંદગી જીવતી .  પ્રજા જે જંગલી જીવન જીવતી હતી . તેમાં નરસિંહભાઈએ પ્રાણ પૂર્યો . એમણે એક કાથોડી આશ્રમશાળા ખોલી . જિંદગીનાં કરેલાં અનેક કાર્યોમાં એક વિશિષ્ટ અને ઉમદા કામ હતું . તેના દ્વારા એમણે પ્રજાને માનવતાનો અહેસાસ કરાવ્યો એટલું નહીં , આશ્રમ શાળામાંથી શિક્ષણ લઈ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિઓ સરકારી નોકરીમાં જોડાયાં છે તે એમનું સવિશેષ પ્રદાન ગણાય .
          આજે પણ નૃહસિંહભાઈ દ્વારા શરૂ કરાયેલ આદિવાસી સેવા સમિતિ શામળાજી દ્વારા સંચાલિત ભિલોડા , વિજયનગર અને મેઘરજ તાલુકામાં સંસ્થાઓ કાર્યરત છે . સંસ્થાઓમાંથી ગુજરાતને સરકારી , અર્ધસરકારી ઉત્તમ કાર્યકર્તાઓ મળ્યા છે . કેટલાક તો ગુજરાતના શિક્ષણ , સર્વોદય અને રાજકારણમાં અગ્રેસર છે . કેટલાકે સંસ્થાઓ સ્થાપી આજે ગુજરાતને માર્ગદર્શન આપી રહ્યા છે .
         તેઓનો જન્મ તા . / / ૧૯૧૬ ના રોજ વડાલીમાં થયો હતો . અને સ્વર્ગવાસ છે / ૧૧ / ૧૯૯૪ ના રોજ સંસ્થામાં થયો હતો . તેમના મૃતદેહને સંસ્થાના ચોગાનમાં દફન કરી ખાન બનાવવામાં આવી છે . સંસ્થાની મુલાકાતે આવનાર સૌ તે સલમાને છે .


લેખન- સંકલન   : ઈશ્વર પ્રજાપતિ
સંદર્ભ : કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ - સં. ડૉ. મોતીભાઈ પટેલ ( સુપ્રસિદ્ધ્ કેળવણીકાર

    
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)


(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620

No comments:

Post a Comment