Sunday, May 11, 2025

સન્ડે સ્પેશિયલ

 ઓપરેશન સિંદૂર : અવળચંડા પાકિસ્તાનને પાઠ ભણાવવાની આ તક જવા દેવા જેવી નથી !


ઈ. . 1930નું એ વર્ષ હતું.

લાહોરમાં મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું હતું. મુસ્લિમ લીગના અગ્ર  નેતાના ડૉ. ઈકબાલના મનમાં એક કીડો ક્યારનો સરવળી રહ્યો હતો. મુસ્લિમો માટે  અલગ રાષ્ટ્રના વિચારને તેણે પ્રથમ વાર જાહેરમાં વ્યક્ત કર્યો. દિવસો જતા આ વિચારને વધુ ને વધુ વેગ મળતો રહ્યો. 22 થી 24 માર્ચ, 1940 દરમિયાન લાહોર મુકામે જક્કી જિન્હાના નેતૃત્ત્વમાં મળેલા મુસ્લિમ લીગના 27મા અધિવેશનમાં સૌપ્રથમ વાર મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માગણી કરતો ઠરાવ પસાર થયો. 

20મી ફેબ્રુઆરીએ બ્રિટનના વડાપ્રધાન ઍટલીએ જાહેરાત કરી કે જૂન, 1948 સુધીમા બ્રિટન હિંદમાંથી પોતાના શાસનનો અંત આણશે. આ સમયે દેશમાં અશાંતિ અને રમખાણોનું વાતાવરણ સર્જાયું હતું. ઝીણાનું વલણ હવે વધારે જક્કી બનતું ગયું. 1946ની 16મી ઑગસ્ટના દિવસને ઝીણાની આગેવાની હેઠળ લીગે સીધાં પગલાં દિન’ (Direct Action Day) તરીકે જાહેર કર્યો.  સુહરાવર્દીના નેતૃત્વ હેઠળની બંગાળની સરકારે ગુંડાઓને છૂટો દોર આપ્યો અને પરિણામે કૉલકાતાના કોમી રમખાણમાં લગભગ 5000 જેટલા લોકોએ જાન ગુમાવ્યા, 15,000 જેટલા ઘાયલ થયા અને 1,00,000 જેટલા બેઘર બન્યા. ત્રીજી જૂને માઉન્ટબૅટને ભાગલાની જાહેરાત કરી. જવાહરલાલ નહેરુ, મહમદઅલી ઝીણા તથા શીખ નેતા બળદેવસિંઘે તેને આવકારી.

૫ ઓગષ્ટ,૧૯૪૭  ની અડધી રાતે ભારત અને પાકિસ્તાન કાનૂની રસમથી બે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. પરંતુ ભારતના વિભાજનથી કરોડો લોકોના જીવન પર અસર થઇ. વિભાજન દરમિયાન થયેલી હિંસામાં આશરે ૧૦ લાખ કરતાય વધારે લોકો માર્યા ગયા. જ્નયાં નજર નાખો ત્દીયાં કપાયેલા માનવ મૃતદેહોના  ઢગલા નજરે પડતા હતા. નદીઓમાં  પાણીના બદલે લોહી વહી રહ્યું હતું.  આશરે ૧.૪૫ કરોડ શરણાર્થીઓએ પોતાના ઘર-બાર છોડીને પોતાના સંપ્રદાયની બહુમતિ વાળા દેશમાં શરણ લીધી; જેમ કે, ઘણા મુસ્લિમો પાકિસ્તાન ગયા જ્યારે ઘણા હિંદુ અને શીખ લોકો પાકિસ્તાન છોડી ભારત આવ્યા.

ભારત પાકિસ્તાનના ભાગલા બાદ તરત જ પાકિસ્તાન નફફટાઈ પર ઉતરી આવ્યું. ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદો ૧૯૪૭ થી આજદિન સુધી સળગી રહી છે. સામ સામેને સીધી લડાઈ માં પાકિસ્તાન ક્યારેય ફાવે તેમ નથી એ કડવું સત્ય પાકિસ્તાન કયારેય પચાવી શક્યું નથી અને તેથી જ આતંકવાદનો સહારો લઈ ભારતની શાંતિને ડહોળવાના અવિરત પ્રયાસો કરતુ રહ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા પ્રથમ  યુદ્ધનો ઈતિહાસ આ રહ્યો.

૧૯૪૭ - ૪૮ ભારત પાકિસ્તાન યુદ્ધ.

ભારત સ્વાતંત્ર્ય ધારા, 1947ના અનુસંધાને ભારતના દેશી રાજવીઓને કાં ભારત સાથે અથવા પાકિસ્તાન સાથે સ્વેચ્છાથી જોડાવાનો અધિકાર બક્ષ્યો ત્યારે તે સમયના કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત કે પાકિસ્તાન સાથે નહિ જોડાઈને સ્વતંત્ર રાજ્ય તરીકે રહેવાનું સ્વીકાર્યું. કાશ્મીરમાં મુસ્લિમોની વસ્તી વધુ હોવાથી તેને પાકિસ્તાન સાથે જોડી દેવા માટે પાકિસ્તાનના શાસકો આતુર હતા, તેથી પાકિસ્તાને મહારાજા હરિસિંહ પર દબાણ લાવવાનું શરૂ કર્યું અને છેવટે કાશ્મીર પર આક્રમણ કર્યું.

22 ઓક્ટોબર, 1947ના રોજ પાકિસ્તાને કબાયલીઓ મારફત મોટેપાયે કાશ્મીર પર આક્રમણ કર્યું. પાકિસ્તાન આવા પ્રકારે કોઈ જાતનું આક્રમણરૂપી પગલું ભરશે એવી જાણ ભારતને હતી નહિ, તેથી ભારતે પણ એ સમયે આવા સંભવિત હુમલાને ખાળવા માટે કોઈ આગોતરી યોજના બનાવી નહોતી. વધારામાં ઉત્તરમાં પર્વતીય પ્રદેશ, બરફ તથા વરસાદે પણ અનેકગણી મુશ્કેલીઓ વધારી દીધી હતી; તેમ છતાં ભારતીય સૈનિકો પૂરા જોમ તથા ઉત્સાહથી લડ્યા. ભારતીય લશ્કરી ટુકડી ફર્સ્ટ શીખ બટૅલિયન વિમાન દ્ધારા કાશ્મીરમાં આવી પહોંચી. ભારતીય સૈન્યને તુરત જ હવાઈ માર્ગે શ્રીનગર પહોંચાડવામાં આવ્યું. ભારતીય લશ્કરે, શ્રીનગરથી 65 કિલોમીટર દૂર આવેલ ઉરી મુકામે દુશ્મનનાં દળોનો જોરદાર મુકાબલો કરીને તેને હરાવ્યું. દુશ્મનોનો જુસ્સો ઊતરવા લાગ્યો અને આક્રમણખોરો તેમના 300 જવાનોના મૃતદેહો છોડીને રણમેદાન છોડી ગયા.

સૌથી મોટી લડાઈ, 6 ફેબ્રુઆરી, 1948ના રોજ નૌશેરાને આઝાદ કરવા માટે થઈ હતી. દક્ષિણ પૂર્વમાંથી 400 તથા ઈશાન ખૂણેથી 30,000 પાકિસ્તાની સૈનિકોએ ભારતીય થાણાંઓ ઉપર હુમલો કર્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું, જેમાં ભારતીય હવાઈ દળે સારો દેખાવ કર્યો. છેવટે 18 માર્ચ, 1948ના રોજ જાનગરને પણ મુક્ત કરવામાં આવ્યું. 8મી એપ્રિલ, 1948ના રોજ ભારતીય સૈનિકોએ રાજૌરીને મુક્ત કરવા પ્રયાણ કર્યું અને 12મી એપ્રિલ, 1948ના રોજ તે કબજે કર્યું.

21 નવેમ્બર, 1948ના રોજ પુંચને મુક્ત કરવામાં આવ્યું અને 23 નવેમ્બરના રોજ માગહેર કબજે કર્યું. 1 જાન્યુઆરી, 1949ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સૂચનથી યુદ્ધવિરામની જાહેરાત કરી. હજુ પણ કાશ્મીરના 13 ભાગને પાકિસ્તાનના અનધિકૃત કબજામાંથી મુક્ત કરાવવાનું બાકી રહ્યું જ છે.

પાકિસ્તાન તેની હરકતોથી ક્યારેય બાજ ન આવ્યું. આ સરહદો સતત સળગતી જ રહી. ભારતે હંમેશા શાંતિને જ પ્રાધાન્ય આપ્યું. પાડોશી દેશ તરીકે ભારતે જાળવી રાખેલી મર્યાદાને પાકિસ્તાન ભારતની નબળાઈ સમજતું રહ્યું. ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ એમ  ભારત પર અવાર નવાર હુમલાઓ કરતુ જ રહ્યું. દર વખતે ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી છે. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા છે. એમ છતાં કુતરાની પૂંછડી ભોયમાં દાટો તોય વાંકીને વાંકી. પાકિસ્તાન ના  સુધર્યું   કે ભવિષ્યમાં ક્યારેય સુધારવાનું નથી જ.

પહેલગાવમાં નિર્દોષ પ્રવાસીઓને ધર્મ  પૂછી  પાકિસ્તાની આતંકવાદીઓ કરેલી નિર્મમ હત્યાઓ થી આખું વિશ્વ સ્તબ્ધ બની ગયું. પ્રત્યેક ભારતીયનું લોહી અંગાર બની એની નસોમાં દોડી રહ્યું હતું. આખું ભારત બદલાની આગમાં સળગી રહ્યું હતું. પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી આકાઓના ઠેકાણાઓને શોધી શોધીએને કબ્રસ્તાનમાં પરિવર્તિત કરવા ભારતીય સૈન્ય તાકીને જ બેઠું હતું.

મોદી સરકાર પણ આતંકીઓના આ કૃત્યને કોઇપણ સંજોગોમાં શાખી  લે એ શક્ય જ નહતું. લાગ જોઈ ભારતીય વાયુ સેનાએ યોજનાબદ્ધ રીતે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. ભારતીય સ્ત્રીના સેંથામાં પુરતા એક ચુટકી સિંદુર ભુસવાની ભૂલનું શું પરિણામ આવી શકે છે એનું આ એક માત્ર ટ્રેલર હતું.  રાફેલ યુદ્ધ જહાજોએ  પાકિસ્તાનમાં ગણતરીની મીનીટોમાં તરખાટ મચાવી દીધો. આતંક વાદીઓના ઠેકાણા શોધી શોધી એને ભારતીય સેનાએ કબ્રસ્તાનમાં પરિવર્તિત કરી દીધા.  આતંકીઓના આકાઓને સીધા જહન્નુમમાં પહોંચાડી દીધા. પાકિસ્તાન ઊંઘમાંથી જાગે કાઇ સમજે એ પહેલાં ભારતીય સૈન્ય ઓપરેશન સિંદૂર સફળતા પૂર્વક પાર પાડી પરત આવી ગયું હતું.

પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની ફરી ગુસ્તાખી કરી તો ભારતે પૂરી તાકાતથી જવાબ આપી તેની ડીફેન્સ સીસ્ટમને જ તબાહ કરી નાખી. પાકિસ્તાને એ યાદ રાખવું જોઈએ કે આ મોદી સરકારના મક્કમ નેતૃત્ત્વ નવા જમાનાનું નવું ભારત છે. અહી ઈંટનો જવાબ પથ્થરથી નહિ પણ તોપના ગોળાથી મળશે.

રક્તરંજીત ભારતીય સીમાઓ જોઈ છાતીમાં એક કસક ખૂંચ્યા કરે છે. ભૂતકાળમાં થયેલી એક ભૂલ ભારતને આગામી કેટલા વર્ષો સુધી પીડા આપતી રહેશે? આ સીમાઓ ક્યાં સુધી સળગતી રહેશે? નિર્દોષોનું લોહી ક્યાં સુધી વહેતું રહેશે? આ તમામ સમસ્યાઓના કાયમી ઉકેલ માટેનો સમય પાકી ગયો હોય એમ લાગે છે. વિશ્વ મહાસત્તાઓની સેહસરમ કે દબાણમાં આવ્યા વિના નક્કર પગલાં લઈ પાકિસ્તાનને આખરી પાઠ ભણાવવાનો આ ઉત્તમ સમય છે. થોડું ઘણું નુકશાન વેઠીને પણ પાકિસ્તાનને સીધું ડોર કરવાની આ સુવર્ણ તક છે.  

1 comment: