મોડાસા
લીમ્બચ યુથ હેલ્પેઝ ગ્રુપે પોતાના સમાજની
દીકરીઓનું ભવિષ્ય ગર્ભાશયના કેન્સરથી સુરક્ષિત કેવી રીતે કર્યું ? અન્ય સમાજ આ કાર્યમાંથી પ્રેરણા લેશે તો ભારતની નારીની આવતી કાલ તંદુરસ્ત અને ખુશખુશાલ હશે.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
કેન્સર
નામ સાંભળતાંની સાથે કોઈ પણ વ્યક્તિ જાણે પગ
નીચેથી જમીન સરકી ગઈ હોય એવો એવો થડકો અનુભવે છે. એક ક્ષણ માટે તો હૃદય ધબકાર ચુકી
જાય છે. અને નજર સમક્ષ મૃત્યું નાચી રહ્યું હોય એવો ભયંકર અહેસાસ અનુભવાય છે. કેન્સરની
ભીતિ કંપાવી દેનારી છે. જાણીને નવાઈ લાગશે કે ભારત દેશમાં દર ૭ – ૮ મીનીટે એક સ્ત્રી
ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ પામે છે. ભારતમાં પ્રતિવર્ષ ગર્ભાશય કેન્સરને કારણે સવા
લાખ જેટલી મહિલાઓ મોતને ભેટે છે. આ આંકડા ચોકાવી દેનારા છે. એક વાત યાદ રાખવા જેવી
છે કે જે ઘરમાં સ્ત્રીનું મૃત્યું થાય છે ત્યારે એ આખા પરિવાર જાણે પતનને આરે આવીને ઊભો રહે છે.
મેડીકલ સાયન્સ પણ કેન્સર સારવાર માટે દિન
પ્રતિદિન રીસર્ચ કરી રહ્યું છે. એટલે હવે કેન્સરની સારવાર ઉપલબ્ધ થઇ રહી છે. પરંતુ
આ સારવાર અત્યંત મોંઘી છે અને દર્દીએ તથા એના
પરિવારે પરાવાર પીડામાંથી તો પસાર થવું પડે
છે. મજબૂત મનોબળના દર્દી કેન્સર સામે જંગ જીતી
જાય તો ઘણાખરા દર્દીઓ કેન્સર સામેની લડાઈમાં અધવચ્ચે જ દમ તોડી દેતા હોય છે. હા, કેન્સર
સામે જીવન મરણની લડાઈ લડી, મોતને માત આપનાર અનેક લોકોના દૃષ્ટાંત આપણી વચ્ચે ઉપલબ્ધ
છે. પરંતુ થોડી જાગૃતિ અને સાવચેતી પૂર્વક પગલાં લેવામાં આવે તો કેન્સર થતું અટકાવી
શકાય છે. સ્ત્રીઓમાં જોવા મળતા ગર્ભાશય કેન્સર નેસ્તનાબૂદ કરવા મોડાસા યુથ હેલ્પેઝ
ગ્રુપે જે પહેલ કરી છે તેમાંથી દરેક સમાજે બોધપાઠ લેવા જેવો છે.
મોડાસા બસો લીમ્બાચીયા સમાજ જથ અને લીમ્બચ યુથ
હેલ્પેઝ ગ્રુપ સમાજ માટે શિક્ષણ તથા આરોગ્ય માટે અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. પરંતુ આજે આ
સમાજે મોડાસા ન્યુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે દીવાદાંડી રૂપ એક કાર્યક્રમનું આયોજન કર્યું
છે. ગર્ભાશય કેન્સર સામે રક્ષણ માટે અરવલ્લી
જીલ્લાની લીમ્બચ સમાજની ૯ થી ૨૪ વર્ષની બાળકીઓ, કિશોરીઓ અને મહિલાઓને HPV નું રશીકરણનું
આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં અરવલ્લી જીલ્લા કલેકટર સુશ્રી પ્રશસ્તિ પારીક, જીલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી શૈફાલી બરવાલ વિશેષ ઉપસ્થિત રહેવાનાં છે.
મૂળ અરવલ્લીના વડગામના વતની અને હાલ અમદાવાદમાં
EI (એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ) તરીકે ફરજ બજાવતા વિમલ શર્મા સમાજ માટે કાંઇક નવીન
રચનાત્મક કામ કરવા હમેશા તત્પર રહે છે. યુવા વયે તેઓએ સમાજના વડીલો અને શ્રેષ્ઠીઓનો
અપ્રતિમ વિશ્વાસ સંપાદિત કર્યો છે. તેમને સમાજના વડીલો અને દાતાઓ સમક્ષ સમાજની દીકરીઓ
માટે રશીકરણ માટેનો પ્રસ્તાવ મુક્યો. અને સહુ સહર્ષ આ પ્રસ્તાવને વધાવી લીધો. આપને જાણીને અચરજ
થશે કે દીકરીઓની આરોગ્યની ચિંતા કરી રશીકરણનું
વિચારબીજ જેમના હૃદયમાં સ્ફૂર્યું વિમલ
શર્માને સંતાનમાં એક પુત્ર માત્ર છે. તેમને કોઈ દીકરી નથી. એમ છતાં સમાજની દીકરીઓની ચિંતા કરી અને
આ આરોગ્યના મહા યજ્ઞનો આરંભ કરાવ્યો છે.
એક હાથે તાળી ક્યારેય પડતી નથી. વિમલ શર્માએ મુકેલા
પ્રસ્તાવમાં આ કાર્યમાં આખો લીમ્બચ સમાજ જોડાઈ
ગયો. જો તમે સારી નિયતથી કોઈ સત્કાર્ય લઇને નીકળી પડો છો તો આખું બ્રહ્માંડ આપની મદદે
દોડી આવે છે. અમદાવાદ સૈજપુર પ્રાર્થના હોસ્પિટલના ટ્રસ્ટી યોગેશભાઈ તોમેરે ખુબ મોટી
મદદ મોકલી આપી. સાથે સાથે ડૉ. દીપક લીમ્બાચીયાએ
આ યજ્ઞમાં ખુબ મહત્ત્વની આહૂતિ અર્પણ કરી. સમાજના ઉત્સાહી યુવા અગ્રણી ધર્મેશ શર્મા,
હીરાભાઈ વાળંદ તથા અન્ય યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે કમર કસી. મોડાસામાં આવું
નેક કામ થઇ રહ્યું હોય ત્યાં ન્યુ-લીપ ઇન્ટરનેશનલ સ્કૂલના સેવાવ્રતી ટ્રસ્ટી હરેશભાઈ
પટેલનું યોગદાન ન હોય તો જ નવાઈ ! હરેશભાઈ એ સ્કૂલની જગ્યા તો આપી જ સાથે સાથે પોતે
ખડે પગે ઊભા રહી પોતાનાં તમામ સંશાધનો
સેવામાં સમર્પિત કરી દીધાં.
અરવલ્લી જીલ્લાની લીમ્બચ સમાજની ૯
થી ૨૪ વર્ષની ૨૧૦ જેટલી બાળકીઓ કિશોરીઓ અને યુવતીઓને HPV રસી આપીને ગર્ભાશય કેન્સર
સામે રક્ષા કવચથી સુરક્ષિત બનશે. ગર્ભાશય કેન્સર શું છે ? આવો, તને વિગતે સમજીએ.
1. ગર્ભાશયના
મુખનું કેન્સર શું છે ?
કેન્સરના
પાંચ મુખ્ય પ્રકાર છે જે સ્ત્રીનાં પ્રજનનતંત્રના અંગો એટલે કે ગર્ભાશયની ગ્રીવા,
અંડાશય, ગર્ભાશય, યોનિમાર્ગ
અને યોનિમુખને' અસર કરે છે. ગર્ભાશયની ગ્રીવા ગર્ભાશયનો
નીચેનો સાંકળો અંત ભાગ છે. જયારે ગર્ભાશયની ગ્રીવામાં કેન્સર શરૂ થાય છે ત્યારે
તેને ગર્ભાશયના મુખનું કેન્સર કહેવામાં આવે છે.
2.
ગર્ભાશયના મુખનું કેન્સર કેટલું સામાન્ય છે ?
ગર્ભાશયના
મુખનું કેન્સર ભારતમાં સ્ત્રીમાં થતા કેન્સરનું બીજું અગ્રણી કારણ છે અને
વિશ્વભરમાં સ્ત્રીઓમાં થતાં કેન્સરનું ચોથું સૌથી સામાન્ય કેન્સર છે. 30
વર્ષથી વધુની વય ધરાવતી સ્ત્રીઓમાં તે સૌથી સામાન્યપણે થાય છે. રોજે
ગર્ભાશયના મુખના કેન્સરને લીધે બસો સ્ત્રીઓનું મૃત્યુ થાય છે અને ભારતમાં વાર્ષિક
ધોરણે લગભગ 1.24 લાખ નવા ગર્ભાશયના મુખના કેન્સરના કેસોનું
નિદાન થાય છે*. સારી બાબત એ છે કે આ કેન્સર રસીથી રોકી શકાય છે.
3.
ગર્ભાશયના મુખના કેન્સર શેના લીધે થાય છે ?
ગર્ભાશયના
મુખનું કેન્સર હ્યુમન પેપિલોમા વાઇરસ (એચપીવી) તરીકે ઓળખાતા વાઇરસના લીધે થાય છે.
એચપીવીથી ચેપગ્રસ્ત તમામ સ્ત્રીઓને ગર્ભાશયના મુખના કેન્સરનું જોખમ હોય છે. એવો
અંદાજ છે કે ભારતમાં 15 વર્ષ અને તેથી
વધુની વય ધરાવતી 51 કરોડથી વધુ સ્ત્રીઓને ગર્ભાશયના મુખનું
કેન્સર થવાનું જોખમ હોય છે
4.એચપીવી કેવી રીતે ફેલાય છે ?
એચપીવી
સૌથી સામાન્ય વાઇરસ છે, જે જાતીય સમાગમ
દરમિયાન એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાય છે. જાતીય સમાગમમાં સૌથી વધુ પ્રવૃત્ત
લોકો તેમના જીવનમાં કોઇ એક ક્ષણે એચપીવી ધરાવશે અને અમુક સ્ત્રીઓને ગર્ભાશયના
મુખનું કેન્સર થશે. એચપીવી ચેપ કિશોરો અને 15-25 વર્ષની
વચ્ચેની વય ધરાવતા પુખ્તોમાં સૌથી સામાન્ય છે
5.ગર્ભાશયના
મુખના કેન્સરનાં જોખમી પરિબળો કયા છે ?
લગભગ તમામ
ગર્ભાશયના મુખના કેન્સર્સ એચપીવીથી થાય છે. અસુરક્ષિત સમાગમ,
જાતીય રીતે ફેલાતા રોગ,માસિક સ્વચ્છતાનો અભાવ
અને નબળી રોગપ્રતિકારક શક્તિ વગેરે જેવા વિભિન્ન પરિબળો સંભવિત કારણ હોઇ શકે છે. આ
કેન્સરને રોકવાની શ્રેષ્ઠ રીત એચપીવીની રસી લેવી છે અને ગુપ્ત અંગોની યોગ્ય
સ્વચ્છતા જાળવવી છે
6.ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણો કયા છે ?
ગર્ભાશયના
મુખનું કેન્સર આરંભિક તબક્કે કોઇ નોંધપાત્ર સંકેતો દર્શાવી ન પણ શકે. રોગ વધવાના
તબક્કે ગર્ભાશયના મુખના કેન્સરમાં યોનિમાંથી રક્તપાત અથવા અનિયમિત યોનિસ્ત્રાવ થઈ
શકે છે,
જે સામાન્ય નથી અને સમાગમ પછી રક્તરસ્ત્રાવ થઈ શકે છે. જો કોઈ
વ્યક્તિને આમાંથી કોઇ એક સંકેત જોવા મળે તો તેમણે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
7.વ્યક્તિ ગર્ભાશયના મુખના કેન્સરનું જોખમ કેવી રીતે ઘટાડી શકે છે ?
ગર્ભાશયના
મુખના કેન્સરને રોકવા માટેની સૌથી સામાન્ય રીત એચપીવી સામેની રસી લેવી,
નિયમિત સ્ક્રિનિંગ પરીક્ષણ જેવા કે એચપીવી પરીક્ષણ અને પેપ પરીક્ષણ
(અથવા પેપ સ્મીઅર) કરાવવા જોઈએ.
8.ગર્ભાશયના
મુખના કેન્સર માટે વ્યક્તિએ ક્યારે પરીક્ષણ કરાવવું જોઇએ?
પેપ
પરીક્ષણ સૌથી ભરોસાપાત્ર અને અસરકારક કેન્સર સ્ક્રિનિંગ પરીક્ષણ છે. આની ભલામણ 21થી 29 વર્ષ વચ્ચેની વય ધરાવતી તમામ સ્ત્રીઓ માટે
કરવામાં આવે છે. જો પેપ પરીક્ષણનાં પરિણામો સામાન્ય હોય તો ડોક્ટર તેને ત્રણ વર્ષ
પછી ફરી કરાવવાનું જણાવી શકે છે. 30 વર્ષ અને તેથી વધુની વય
ધરાવતી વ્યક્તિ પેપ પરીક્ષણ અથવા એચપીવી પરીક્ષણ અથવા બંનેને સાથે કરાવવાનું પસંદ
કરી શકે છે. જો પરિણામો સામાન્ય આવે તો આગામી કેટલાક વર્ષોમાં ગર્ભાશયના મુખનું
કેન્સર થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. ડોક્ટર આ પરીક્ષણ પાંચ વર્ષ પછી ફરી
કરવાની ભલામણ કરી શકે છે.
9.સ્ત્રીઓ
અને પુરુષોમાં એચપીવી દ્વારા થતા અન્ય કેન્સર્સ અને રોગો કયા છે ?
એચપીવી
સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખના કેન્સર ઉપરાંત યોનિમાર્ગ,
યોનિમુખ કેન્સર્સ પણ કરી શકે છે. પુરુષોમાં એચપીવી પેનાઇલ કેન્સર
કરી શકે છે. તે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ગુદા, ઓરોફેરિન્ગિઅલ
કેન્સર અને જેનિટલ વાર્ટ્સ કરી શકે.
10.શું
આ તમામ અટકાવી શકાય છે ?
હા,
અમુક એચપીવી પ્રકાર દ્વારા થતા આ તમામ કેન્સર્સ અને જેનિટલ
વાર્ટ્સને એચપીવી રસી દ્વારા રોકી શકાય છે
11.ગર્ભાશયના
મુખના કેન્સર માટે કોણે રસી લેવી જોઈએ ?
9 વર્ષથી
વધુની સ્ત્રી અને પુરુષ બંનેએ એચપીવી સાથે સંકળાયેલા કેન્સર્સને રોકવા માટે રસી
લેવી I જોઇએ. પુરુષ સાથીદારોમાં પણ એચપીવી હોઇ શકે છે અને
તેઓ સ્ત્રી સાથીદારમાં ફેલાવી શકે છે, જે પછીથી કેન્સરમાં
વિકસી શકે છે.
12.એચપીવી
રસીના કેટલા ડોઝ લેવા જોઈએ અને ક્યારે ?
0 9-14 વર્ષની વયજૂથની છોકરીઓ અને છોકરાઓ માટે ક્વોડ્રિવેલેન્ટ એચપીવી રસી 0 અને 6 મહિને 0.5 મિલિના શિડયુલ 2 ડોઝ પ્રમાણે આપવી જોઇએ
15 વર્ષ અને તેથી વધુની વય ધરાવતી સ્ત્રીઓ અને પુરુષોને ક્વોડ્રિવેલેન્ટ
એચપીવી રસી 0, 2 અને 6 મહિને 0.5
મિલિના શિડ્યુલ 3 ડોઝ પ્રમાણે રસી આપવી જોઇએ
13.
એચપીવી દ્વારા થતા રોગને રોકવા માટે કઈ એચપીવી રસીઓ ઉપલબ્ધ છે ?
હાલમાં
ભારતમાં ત્રણ એચપીવી રસીઓ ઉપલબ્ધ છે. બે રસીઓ' આયાત
કરવામાં આવે છે અને તેથી ખૂબ મોંઘી હોય છે. તાજેતરમાં રજૂ થયેલી સ્વદેશી એચપીવી
રસી હવે પરવડી શકે એવી કિંમતે ઉપલબ્ધ છે.
એક ખોબા
જેટલા લીમ્બચ સમાજના જાગૃત યુવાનો અને વડીલોએ એક નવો ચીલો ચાતર્યો છે. બીજા સમાજ પણ
આ કાર્યમાંથી બોધ પાઠ લેશે તો ભારતની સ્ત્રીઓની આવતી કાલ તંદુરસ્ત અને નીરોગી બની રહેશે
એમાં કોઈ બેમત નથી.
Nice good selection of subjects
ReplyDeleteIt's very good material for other's also. Best wishes congratulations to iswarbhai
રસપ્રદ...
ReplyDeleteખુબજ સરસ કાર્યક્રમ રહ્યો છે, તમામ કાર્યકરોને ખુબ અભિનંદન સહ જય લિંબચ
ReplyDelete