Sunday, September 10, 2023

સન્ડે સ્પેશિયલ

 

અરવલ્લી - સાબરકાંઠાનાં રજવાડાં અને રાજવીઓ

(ઈડર સ્ટેટની રાજ્યમુદ્રા)

                 ભારત સ્વતંત્ર થયા બાદ સમગ્ર દેશના ભાવિ ઇતિહાસનો નવું પાનું ઉઘાડ્યું. સ્વતંત્રતા મળતાં દેશની 60 ટકા પ્રજાને આઝાદી મળી, પરંતુ બાકીની 40 ટકા પ્રજા ભારતમાં આવેલા દેશી રજવાડાંના શાસન તળે હતી. આઝાદી પહેલા રજવાડાઓ બ્રિટિશ સલ્તનત નીચે હતા. હવે દેશી રાજાઓના નીચે સીધી રીતે આવી ગઈ હતી. 


 આ 40 ટકા પ્રજા રાજાઓથી મુક્ત થાય તો જ અખંડ ભારતની રચના કરી શકાય. આ કાર્યનો હવાલો સરદારને સુપ્રત કરવામાં આવ્યો. જે બહુ કપરું કાર્ય હતું.સૌરાષ્ટ્રના રાજ્યોમાં , વડોદરામાં, કચ્છમાં, મૈસૂરમાં, ત્રાવણકોરમાં અને અન્ય દેશી રાજ્યોમાં અનેક પ્રશ્નો ઉભા થયા જો આ પ્રશ્ન હલ ન થાય તો દેશ અનેક ભાગોમાં ખંડિત જ રહે, પરંતુ અસાધારણ ખૂણેથી સરદારે દેશી રજવાડાઓને સામ, દામ, દંડ અને ભેદની ચાણક્ય નીતિથી બે વર્ષ સુધી કાર્ય કરી અને દેશની એકતા માટેની અપ્રતિમ સેવા કરી. તેમણે બે વર્ષમાં દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું.આ એક ઐતિહાસિક ઘટના હતી. જે ભવિષ્યમાં ભારતના ઇતિહાસમાં ભારતની એકતા માટેની એક મહત્વની કડી સાબિત થઇ.
 
(મહીં કાંઠા વિસ્તાર )
 1924 માં ઇડરને પશ્ચિમી ભારત રાજ્યો એજન્સીનો ભાગ બનાવવામાં આવ્યો હતો.  તેને 1940 ની શરૂઆતમાં રાજપૂતના એજન્સીમાં તબદીલ કરવામાં આવી હતી . 10 જૂન, 1948 ના રોજ ઇડર ભારતીય સંઘનો ભાગ બન્યો . 1949 માં ઇડર સ્ટેટ સબરકાંઠા જિલ્લા અને મહેસાણા જીલ્લા વચ્ચે વિખરાઈ ગયું અને વિભાજિત થયું હતું. જે તે સમયે બોમ્બે રાજ્યમાં હતા . 1960 માં જ્યારે આ બન્ને જીલ્લાઓ ગુજરાતમાં   સામેલ કરવામાં આવ્યા હતા. 
            અરવલ્લીનો મોટા ભાગનો વિસ્તાર ઇડર સ્ટેટમાં સમાવિષ્ટ હતો. ઇડર સ્ટેટ માં 1901 માં 884 ગામડાઓ સમાવિષ્ટ હતાં. 4323 વર્ગ કિ.મી. વિસ્તાર નો સમાવેશ થતો હતો. ઈડર સ્ટેટની વસ્તી 1,68,557 હતી. ઈડરના છેલ્લા રાજવી શ્રી હિંમત સિંઘજી સાહિબ બહાદુર  હતા.
ઈડર સ્ટેટના રાજવી હિંમતસિંહજી 

       શ્રી હિંમતસિંહજી સાહેબ બહાદુર 1931 થી ઇડરના મહારાજા હતા. તેમણે જુલાઈ 11, 1931 ના રોજ રાજગાદી પર કબજો મેળવ્યો હતો. તેઓ ભારતીય ઇતિહાસના પાનામાં એક પુરાવા રમતવીર તરીકે નોંધાયેલા છે . તેમના કૉલેજના દિવસો દરમિયાન, તે શ્રેષ્ઠ પોલો ખેલાડીઓમાંનો એક હતો . તેમની શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે તેમના પિતાને રાજ્યના વહીવટમાં મદદ કરી. 
                ઇડર સ્ટેટ  સાથે સાબરકાંઠા અરવલ્લીમાં નાનાં-મોટાં 29 રજવાડાં હતાં. આ રજવાડાં તેઓના વિસ્તાર અને રાજવીની લશ્કરી તાકાત ને આધારે સાત વર્ગોમાં વિભાજીત કરવામાં આવ્યાં હતાં. પ્રથમ વર્ગમાં સમાવિષ્ટ ઇડર સ્ટેટને 15 બંદૂકની સલામી આપવામાં આવતી. 
           સાબરકાંઠા અને અરવલ્લીના બીજા રજવાડાં વર્ગ પ્રમાણે જોઈએ તો તેઓની યાદી આ પ્રમાણે છે. 
(1) પ્રથમ વર્ગ : ઈડર સ્ટેટ - રાજવી હિમ્મતસિંહજી
(2) બીજો વર્ગ: પોળ (વિજયનગર) - રાજવી હમીરસિંહજી ઠાકોર
(3) ત્રીજો વર્ગ: માલપુર - ગંભીરસિંહજી ઠાકોર ( રાઓલજી)
(4) ત્રીજો વર્ગ : મોહનપુર - રાતનસિંહજી ઠાકોર
(5) ચોથો વર્ગ : પેથાપુર - ફતેસિંહજી ઠાકોર
(6) ચોથો વર્ગ : રાણાસણ - જશવંતસિંહ ઠાકોર
(7) ચોથો વર્ગ : પુનાદરા - શિવસિંહજી ઠાકોર
(8) ચોથો વર્ગ : ઇલોલ - શિવસિંહજી વજેસિંહજી ઠાકોર
(9) ચોથો વર્ગ : આંબલીયારા - કેસરીસિંહજી ઠાકોર
(10) પાંચમો વર્ગ ડાભા બાલુ સિંહ જી ઠાકોર
(11) પાંચમો વર્ગ : વાસણા - બાપુસિંહજી ઠાકોર
(12) પાંચમો વર્ગ : રૂપાલ - તખતસિંહજી ઠાકોર
(13) પાંચમો વર્ગ : દધાલીયા - તખતસિંહજી અમરસિંહ જી ઠાકોર
(14) પાંચમો વર્ગ : મગોડી - પ્રવિણસિંહજી ઠાકોર
(15) પાંચમો વર્ગ : વડાગામ - નટવરસિંહજી ઠાકોર
(16) પાંચમો વર્ગ : સાઠંબા - સુરસિંહજી ઠાકોર
(17) છઠ્ઠો વર્ગ રમોશ માનસિંહજી ઠાકોર
(18) છઠ્ઠો વર્ગ : બોલુન્દ્રા - હિન્દુ સિંહજી ઠાકોર
(19) છઠ્ઠો વર્ગ : દેરોલ - વિજયમલ ઠાકોર
(20) છઠ્ઠો વર્ગ : ખેડવડા - બહેચરસિંહજી ઠાકોર
(21) છઠ્ઠો વર્ગ : કડોલી - કુબેરસિંહજી ઠાકોર
(22) છઠ્ઠો વર્ગ : વક્તાપુર - જેઠસિંહજી ઠાકોર
(23) છઠ્ઠો વર્ગ : પ્રેમપુર - હરિસિંહજી ઠાકોર
(24) છઠ્ઠો વર્ગ : તાજપુરી - કાલુસિંહજી ઠાકોર
(25) છઠ્ઠો વર્ગ : હાપા - હિંમતસિંહજી વખતસિંહ
(26) છઠ્ઠો વર્ગ : ડેઘરોટા - પ્રતાપસિંહજી ઠાકોર
(27) છઠ્ઠો વર્ગ : લિખી - લાલસિંહજી હિંમતસિંહજી
(28) સાતમો વર્ગ : દેરોલી - કોળી રાજા
(29) સાતમો વર્ગ : ગાબટ - રૂપસિંહજી મોતીસિંહજી
              દેશ આઝાદ થતાં તમામ રાજવીઓએ પોતાનું રાજ્ય માં સમાવિષ્ટ ગામોને સરકાર સાથે ભેળવી દીધા. કેટલાક રાજવીઓ પ્રજાવત્સલ રાજવીઓ હતા. આ રાજવીઓએ પોતાનાં રજવાડાં સંઘ સરકારમાં વિલીનીકરણ કરી પોતાનું રાજપાટ સ્વતંત્ર ભારતના ચરણે ધરી દીધું હતું. જેઓ પ્રજાનો પ્રેમ પામ્યા હતા. ઉપરોક્ત કેટલાક રાજવીઓના પરિવારો આજે પણ આયાત છે. 
સંદર્ભ : 1) આઝાદીની લડત અને સાબરકાંઠા,
           2) ગરવા ગુજરાતી

લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts