Saturday, March 19, 2022

સન્ડે સ્પેશિયલ -

                 ચકલી પ્રજાતિને ખતમ કરી નાખવાની ચીને કરેલી ભૂલના

પરિણામે અઢી કરોડથી પણ વધુ લોકો મોતને ભેટ્યા હતા.

            ૨૦ માર્ચ એટલે   વિશ્વ ચકલી વિશ્વ ચકલી દિવસ છે. થોડા વર્ષો પહેલા ઘર આંગણે ચકલીઓ ચણવા ઉમટી પડતી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી ચકલી પ્રજાતિ શોધે પણ ઝટ જડતી નથી. ચકલી પ્રજાતિની ઘટતી સંખ્યા એક ચિંતાનો વિષય છે. જ્યારે કોઈ પ્રજાતિ નામશેષ થઈ જાય છે ત્યારે તેની વિપરીત અસર જીવસૃષ્ટિ ઉપર પણ પડતી હોય છે.  સમસ્ત જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે નાના કિટકોથી માંડી વિશાળકાય પ્રાણીઓ એમ સૌનું મહત્વ છે. જો  કોઈ પ્રજાતિ નામશેષ કરી દેવામાં આવે તો એની  પ્રકૃતિ અને માનવ જાત  ઉપર કેવી ઘાતક અસર થાય છે એ સમજવા, વર્ષ ૧૯૫૮માં ચીનમાં બનેલી ઘટના સૌ કોઈ માટે સિમાચિહ્નરૂપ છે અઢી કરોડથી વધુ લોકોની બલી ચડાવી ચકલી પ્રજાતિનો સર્વનાશ કરવાની કિંમત ચીને  ચૂકવવી પડી હતી.

            વર્ષ ૧૯૫૮ની આ વાત છે. જ્યારે માઓ ઝેડાંગ ચીનનો સર્વસત્તાધીશ હતો. ચીન ૧૯૫૦ માં આર્થીક સંકટમાં સપડાયેલું રાષ્ટ્ર હતું. બ્રિટન અને અમેરિકા આર્થિક દ્રષ્ટીએ ચીન કરતા ઘણા સધ્ધર રાષ્ટ્રો હતા. ચીનને આર્થિક સંકટમાંથી ઉગારવા માઓએ  Great Leap Forward   પ્લાન બનાવ્યો.  આ પ્લાન અંતર્ગત અનેક અભિયાનો શરૂ કરવામાં આવ્યાં. તે અભિયાનોમાંનું એક અભિયાન એટલે ‘four pests campaign’.  જે અંતર્ગત માનવ જાત અને કૃષિ ઉત્પાદનોને નુકશાન પહોચાડતા ચાર કિટકોને દેશમાંથી  સંપૂર્ણ નેસ્તનાબુદ કરવાનું ફરમાન કરવામાં આવ્યું. આ ચાર કિટકોમાં ઉંદર, મચ્છર, માખી અને ચકલીનો સમાવેશ થતો હતો. ચીનાઓની ગણતરી પ્રમાણે એક ચકલી ચારથી સડા ચાર કિલો અનાજ ખાઈ જાય  છે. જો આ ચકલીને જ મારી નાખવામાં આવે તો હજારો કિલો અનાજ બચી જાય અને વધુ ઉત્પાદન મેળવી શકાય. આવી તર્કહીન બાબતને આધાર બનાવી અભિયાન શરૂ કરવામાં આવ્યું.   માઓના માટે આ એક હાઈજીન અભિયાન હતું. જેના થાકી માનવ સ્વાસ્થ્ય  અને અનાજ બંનેની બચત થશે.

            ‘four pests campaign’  નામે  ચારેય કિટકોને શોધી શોધી મારવાનું શરૂ થયું. જ્યાં પણ ચકલી જોવા મળે ત્યાં લોકો ઢોલ અને થાળી વગાડી રીતસર તેની પાછળ પડતાં. જ જ્યાં સુધી ચક્તિ ઉડીને થાકી જઈ હાંફીને નીચે પટકાઈને મરી જાય,  ત્યાં સુધી લોકો થાળી વગાડતા  ચકલીની પાછળ દોડતા રહેતા. ચકલીના માળાઓ શોધી શોધી ઇંડાઓ ફોડી નાખવામાં આવ્યાં. ચકલીના નાનાં બચ્ચાંને પણ પટકી પટકી મારી નાખવામાં આવતાં. મોટાઓ સાથે નાનાં છોકરાં પણ આ કિટકોની હત્યા કરવા લાગ્યાં. એના પાછળનું મુખ્ય કારણ એ હતું કે   માઓ ઝેડાંગ ચકલીની  હત્યા બદલ ઇનામ આપતો. ‘મૃત ચકલી આપી જાઓ અને ઇનામ લઇ જાઓ.’  સૌથી વધુ ચકલીઓ મારનારનું જાહેરમાં સન્માન થતું. શાળા, કોલેજો અને બીજી સંસ્થો  વચ્ચે ચકલીઓ મારવાની રીતસરની સ્પર્ધાઓ યોજાતી. અને આ સ્પર્ધામાં વિજય મેળવનાર સંસ્થાને મેડલ આપી સન્માન કરવામાં આવતું.

          Four Pests Campaign ને બાદ ઉંદર, મચ્છર અને માખી જેવી  પ્રજાતિનું વધુ નુકશાન  થઇ શક્યું નહિ, પણ એક સમય એવો આવ્યો કે આખા ચીનમાંથી ચકલી જાણે  ગાયબ જ થઇ ગઈ. પર્યાવરણનું જતન કરતી ચકલી પ્રજાતિના  સર્વનાશ કર્યાનું પરિણામ માત્ર બે વર્ષમાં જ દેખાવા લાગ્યું. જે ચકલીઓને  ખેડૂતોની દુશ્મન ગણીને મારી નાખવામાં આવી એ જ ચકલીઓ પાકને નુકશાન કરતી જીવાત ખાઈ જતી હતી. પરિણામે જીવાતથી  પાકનું  રક્ષણ થતું. પરતું ૧૯૬૦ માં ચકલીઓના અભાવે પાક ઉપર જીવાતનો ઉપદ્રવ વધી ગયો. અને પાક હવે નિષ્ફળ જવા લાગ્યો. પાકને નુકશાન કરતા કિટકોને મારવા પેસ્ટીસાઈઝનો અતિશય છંટકાવ કરવામાં આવ્યો. એમ છતાં પાકને નુકશાન કરતી જીવાત એટલી બધી વધી ગાઈ કે આવે અનાજ પકાવવું જ મુશ્કેલ બને ગયું. અને આખરે ચીન ભયંકર દુષ્કાળના ભરડામાં સપડાયું. ઝેડોંગને પોતાની ભૂલ સમજાઈ.પરતું ત્યારે બહુ મોડું થઇ ચુક્યું હતું.

          ચીને વેઠેલા આ કારમા દુષ્કાળને  Chinese Famine નામથી પણ ઓળખાય છે. ચીનના સરકારી આંકડા પ્રમાણે આ દુષ્કાળથી  દોઢ કરોડ લોકો મૃત્યુ પામ્યા હોવાનું સ્વીકારમાં આવે છે. પરંતુ હકીકતે આ   દુષ્કાળમાં અંદાજે અઢી કરોડ કરતાં પણ વધુ  લોકો મૃત્યુ પામ્યા હોવાનું મનાય છે. ચીન સરકારે આખરે સોવિયત યુનિયન પાસેથી ૨,૫૦,૦૦૦ ચકલીઓ આયાત કરવાનો નિર્ણય લીધો.

        ચીનના પત્રકાર યાંગ જેશાંગે  આ દુર્ઘટના આધારિત Tombstone નામે પુસ્તક લખ્યું હતું. એમાં યાંગ જેશાંગે  વર્ણવ્યું છે કે “ભૂખથી મરતાં લોકોએ પોતીકાંણી લાશોને ખાવા લાગ્યાં હતાં.”  નક્કર વાસ્તવિકતા દર્શાવતા આ પુસ્તક પર ચીને આખરે  પ્રતિબંધ મૂકી દીધો હતો. આજે પણ ચકલીઓ મારવાના આ અભિયાનને વિશ્વના સૌથી મોટું  Environmental Disasters’  મોટું માનવામાં આવે છે.

          આ વાત થઇ ચીનની. પરંતુ  ભારતમાં પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં ચકલીઓની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત ઘટતી જતી  ચકલી પ્રજાતિના અસ્તિત્વને જાળવી રાખવા હાલ અનેક પર્યાવરણવાદી સંસ્થાઓ આગળ આવી રહી છે. નાસિકના મોહમદ દિલાવર જેઓએ ચકલી જેવા ઘરેલું પક્ષીની જાળવણી હેતુ નેચર ફોરેવર સોસાયટીની સ્થાપના કરી હતી.  નેચર ફોરેવર સોસાયટી  અને એકો સીસ એક્શન ફાઉન્ડેશન ( ફ્રાંસ) ના સંયુક્ત પ્રયાસો થકી ૨૦ માર્ચને વિશ્વ ચકલી દિવસ ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી. વિશ્વ ચકલી દિવસણી ઉજવણી  ૨૦ માર્ચ ૨૦૧૦ નાં રોજથી શરૂ કરવામાં આવી હતી.

          ભારત અને ગુજરાતમાં અનેક સંસ્થાઓ આજે પક્ષીઓના જતન અને સંવર્ધન માટે કાર્યરત છે. હાલ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના બામણા પુનાસણ જેવા  અંતરિયાળ વિસ્તારમાં  શ્રવણ સુખધામ પંચવટી સંસ્થા  પક્ષીઓનાં જતન માટે કાર્ય ખુબ સુંદર કાર્ય કરી રહી છે. આ સંસ્થા સાથે સંકળાયેલ હિરેનભાઈ પ્રજાપતિ  અને  ભાવેશભાઈ પ્રજાપતિ ઉનાળા પહેલા માટીના પાકા  બનાવેલા પક્ષીઓના માળા અને પાણીના કૂંડા હજારોની સંખ્યામાં વિનામૂલ્યે વહેચે  છે.  ગુજરાતની અનેક સેલીબ્રીટીઝ આ સંસ્થાની બ્રાંડ એમ્બેસીડર બની, સેવાકાર્યનો પ્રચાર પ્રસાર કરવામાં મદદરૂપ બની રહી છે. પશુ પક્ષીઓની સેવા સાથે સાથે સંસ્થાનાં ચેરપર્સન ઇન્દુબેન પ્રજાપતિ   દ્વારા બીજી પણ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં  આવી રહી છે.

         આ વિશ્વ ચકલી દિવસે  ઘર આંગણે એક પાણીથી ભરેલું  કૂંડું મૂકી ચકલીને ઘરની કાયમી મહેમાન   બનાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ.

-      ઈશ્વર પ્રજાપતિ

Mo. No. 98251 42620

 (whatsapp only)

         

  

 

4 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts