Friday, March 18, 2022

કાશ્મીર ફાઇલ્સ

 કાશ્મીર ફાઇલ્સ આ માત્ર ફાઈલ નથી પરંતુ

 ભારતીય જન જનની ફીલિંગ્સ છે.   

 



            કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે ફિલ્મની વિષયવસ્તુ અને ફિલ્મ નિર્માણનાં જાણે પરિમાણો જ બદલી નાખ્યાં. મોટા ભાગે લોકો ફિલ્મ મનોરંજન માટે જોવા જતાં હોય છે. પરંતુ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે થિયેટરમાં જવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. મનોરંજન માટે નહીં પરંતુ આબાલવૃદ્ધ સૌ દિલમાં દેશદાઝ લઈને થિયેટરમાં જઈ રહ્યા છે.

 
              ફિલ્મ દરમિયાન સિસોટીઓ અને ચિચિયારીઓને બદલે દાયકાઓથી દબાવી રાખેલી અસહ્ય વેદનાનાં ડૂસકાં સાંભળવા સાંભળતાં હતાં. ફિલ્મના એક એક સંવાદ હૃદય ચીરી નાખતા હતા. નજર સામે થી પસાર થતાં એક એક દર્દનાક દૃશ્ય મગજ પર હથોડો બની પ્રચંડ પ્રહાર કરતાં રહ્યાં. સતત એક પ્રશ્ન મુંજવ્યા કરતો કે આઝાદ ભારતમાં શું હકીકતમાં આવાં દર્દનાક દૃશ્યો ભજવાયા હશે ??? મન તો માનવા તૈયાર ન થાય એ સ્વભવિક છે પરંતુ આ એક વરવી વાસ્તવિકતા છે.

            મધ્યયુગમાં જ્યાં લલિત આદિત્ય જેવા પ્રતાપી હિન્દૂ રાજવીઓ રાજ હતા. લલિત આદિત્યના શૂરવીરતા અને તેજસ્વીતાને કારણે તેઓ કાશ્મીરના સિકંદર તરીકે નામના પામ્યા હતા. તેઓએ બંધાવેલ માર્કંડ મંદિરના અવશેષો આજે પણ એ સમયની જાહોજલાલીનાં દર્શન કરાવે છે. લલિત આદિત્યના અનુગામી રાજવી .... નો સમયકાળ કાશ્મીરના સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. તો પછી ઋષિ મુનિયો અને પંડિતોની આ જ્ઞાનભૂમી એ જ પંડિતોના રક્તથી રકતરંજીત કેમ બની ??

             જે ઋષીના નામ પરથી આ ભૂમિનું નામ કાશ્મીર પડ્યું એવા કશ્યપ ઋષિ અને આદિ શંકરાચાર્યની તપોભૂમિ છે. પંચતંત્ર અહીં લખાયું છે. હિમાલયના બરફાચ્છાદિત ઉત્તુંગ શિખરો પૃથ્વી પર જ સ્વર્ગનો અહેસાસ કરાવે છે. આ ભૂમિ નારકાગર કેમ બની ??

              વિવેક અગ્નિહોત્રીએ ગહન અભ્યાસ અને ઇતિહાસના તથ્યોને ટકોરા મારી તપાસીને કાશ્મીરી પંડિતોની વેદનાને વાચા આપી છે. કાશ્મીરી પંડિતોએ કઈ સ્થિતિમાં પોતાના ઘરબાર છોડ્યું છે એ જોતાં હૃદય કંપી જાય છે. આઝાદ ભારતના કાશ્મીરમાં એ કટ્ટરવાદીઓએ હેવાનીયતની બધી સીમાઓ ઓળંગીને સ્ત્રીઓની જે દુર્દશા કરી હતી જોઈ પથ્થર દિલ માનવીની આંખો પણ ભીંજાયા વગર રહેતી નથી. જેનું વર્ણન લખતાં હાથ ધ્રૂજે અને હૈયુંકંપે એવી ઘટનાને કોઈ રાક્ષસ જ અંજામ આપી શકે. હા, રાક્ષસ ! માનવભક્ષી રાક્ષસ ! રક્ત તરસ્યો રાક્ષસ !

              ફિલ્મ ડાએક્ટરે મર્યાદા જાળવી આ તો માત્ર એક પરિવારની પીડા દર્શાવી છે. આવા તો સેંકડો પરિવારો ક્યાં હોમાઈ ગયા એનો કોઈ અતો-પત્તો નથી. અસહ્ય વેદનાની કીકીયરીઓ અને વતનના વલોપાતની પીડાની તીણી ચીસો વચ્ચે સમસ્ત તંત્ર જાણે મુકબધીર બની ખૂની ખેલ નિહાળ્યા કર્યો. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના દેશ દુનિયા સામે આવતાં ત્રણ દાયકા જેટલો વખત લાગ્યો. આવા તો અનેક દર્દનાક કાંડ ભજવાયા હશે. પરંતુ કોઈનું ધ્યાન ત્યાં જાય જ નહીં એવી સિફત પૂર્વક એને ઇતિહાસમાં ધરબી દેવામાં આવ્યા હશે. વિવેક અગ્નિહોત્રી જેમ કોઈ હિંમત કરી ઉજાગર કરે ત્યારે એ પ્રજા સમક્ષ આવી શકશે.

           નવાઈની વાત એ છે કે પંડિતોને રંજાડનાર પીશાચોના પક્ષધરોની આજે પણ કોઈ કમી નથી. આ વરવી વાસ્તવિકતા જોયા પછી પણ કેટલાક લોકો આંખ પરથી પાટા ખોલવા તૈયાર નથી. એમને તો પેટમાં એની ચૂંક ઉપડી છે કે આવી ફિલ્મ બનાવી જ કેમ ? ગંદકી ખૂબ વધી ગઈ છે. આવા લંપટોને ઓળખી વધુ એક સફાઈ અભિયાન ચલાવવાની ભારતને જરૂર છે. ભારતને અબ્દુલ કલામની જરૂર છે ઓસામા બિન લાદેનની નહીં. ભારતને આરીફ મહમદ ખાન જેવા પાક ઇન્સાનની જરૂર છે, ચંગીઝ ખાનની નહીં. ભારતને અસફાક ઉલ્લા ખાનની જરૂર છે,  અફજલ ગુરુની નહીં. ભારતને દારા સિકોહની જરૂર છે બુરાહન વાનીની નહીં.

           હું કોઈ રાજનીતિ સાથે જોડાયેલ વ્યક્તિ નથી. કોઈનો પક્ષ લેવો અને કોઈનો વિરોધ કરવો એ પણ મારું કામ નથી. પરંતુ હું સત્યનો પક્ષધર છું. સત્ય પરથી પડદો ઊંચકનારની પીઠ થાબડવી એ મારો લેખક ધર્મ છે.

વંદે માતરમ... જય હિન્દ

                                                                                                                       -ઈશ્વર પ્રજાપતિ

98251 42620 ( whatsapp only)  

 

5 comments:

  1. Excellent...very very true..👌👍

    ReplyDelete
  2. ખૂબ સુંદર લેખ અભિનંદન ખરેખર આ સમાજ વરવી વાસ્તવિકતા છે.

    ReplyDelete
  3. લેખક ધર્મ આવો જ પારદર્શી રાખજો સાહેબ ...બાકી તો કેટલાય લેખકો એવોર્ડ માટે કલમ ને કોઠા માં મૂકી આવ્યા છે

    ReplyDelete