ઉત્તમ શાળાના શિલ્પી પ્રતિબધ્ધ શિક્ષક પ્રવીણભાઈ રેથળીયા
પ્રવીણભાઈ રેથળીયા.
સાવ સાધારણ પરિવારમાંથી આવતા પ્રવિણભાઈ એક ઉમદા આચાર્ય છે. એક સરકારી શાળાને ઉત્તમ શાળા બનાવી છે.
વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાની લગોલગ આવેલ ભલાગમડા ગામની સરકારી પ્રાથમિક શાળાની. ભારત દેશ આઝાદ થયો તેના દાયકાઓ પહેલાં એટલે કે 1877 માં આ ગામની સરકારી પ્રાથમિક શાળાની સ્થાપના કરવામાં આવેલી. આ શાળાનો ઇતિહાસ એક શતક કરતા પણ અધિક પુરાણો છે. આ સમયના વહેણ ની સાથે સાથે આ શાળાને અનેક સેવાનિષ્ઠ આચાર્યો અને શિક્ષકો પ્રાપ્ત થતા રહ્યા. જેને પરિણામે આ શાળા તાલુકા ,જિલ્લા અને રાજ્ય કક્ષાએ એક ઉત્તમ શાળા તરીકે ખ્યાતિ પામી રહી છે.
હાલ શાળા પ્રવીણભાઈની આગેવાનીમાં સથી શિક્ષકોના સહિયારા પુરુષાર્થને પરિણામે સફળતાનાં શિખરો સર કરી રહી છે. શાળાને સફળ સુકાન પૂરું પાડનાર આચાર્યનું પ્રવીણભાઈ સાવ સાધારણ પરિવારમાંથી આવે છે. નલિનકાકા નામના વ્યક્તિએ પ્રવીણભાઈનો ભણવાનો તમામ ખર્ચ આપેલો. આવી પરિસ્થિતીમાં પણ અભ્યાસ કરીને ધોરણ ૧૨ કોમર્સમાં ૮૦% મેળવી પીટીસી કરી ૨૦૦૨ ના વર્ષમાં શિક્ષક તરીકે જોડાયા.
નોકરીના પ્રથમદિવસથી જ પ્રવીણભાઈએ નક્કી કરેલું કેમારી જે પરિસ્થિતી હતી તેવી પરિસ્થિતીમાંથી આવતા બાળકો માટે કાઇંક કરી છુંટવું. શરૂઆતથી જ બને એટલી નિષ્ઠા પૂર્વક્ની કામગીરી કરી બાળદેવોના આશીર્વાદ મેળવવા.
નોકરીના પ્રથમ વર્ષેજ તેઓનામાર્ગદર્શન હેઠળ શાળાની કૃતિ વિજ્ઞાન ગણિતપ્રદર્શનમાં રાજય કક્ષાસુધી પહોંચી. વિધ્યાસહાયક તરીકેની કામગીરી દીપી ઉઠી.આવી રીતે બાળકોમાં જોમ, ઉત્સાહ, લાગણીના તંતુઓ બંધાઈ ગયા. કામ કરતાં વિવિધ વિષયોના સી.આર.જી-એસ.આર.જી.માં કામ કરવાની તકો મળી.
વર્ષ૨૦૧૨ નારોજ HTAT પરીક્ષા પાસ કરી શ્રી ભલગામડા પ્રાથમિક શાળામાં નિમણુંક પામ્યા. લીંબડી તાલુકાસ્થળેથી માત્ર ૩ કિલોમીટર અંતરે આ ગામ આવેલું છે. આ ગામ એટલે પૂર્વ પશુપાલન મંત્રી શ્રી કિરીટસિંહજી જીતુભા રાણા સાહેબનું ગામ. શાળામાં ભૌતિકસુ વિધાઓમાં થોડી તકલીફ. શૈક્ષણિક ગુણવત્તામાં થોડીક કચાસ. નામાંકન, સ્થાઈકરણ જેવા પ્રશ્નો. આવી પરિસ્થિતિમાં આચાર્ય તરીકેનોચાર્જ સાંભળ્યા બાદ ધીમે ધીમે શાળાનો વિકાસ બાળકોના વિકાસની ચિંતા. કારણ આવી મજૂરીકામે જતાં વાલીઓના બાળકોને કૈંક આપવાનો ,સુધારવાનો નિર્ધાર. સાથે કામગીરીમાં પરિવર્તન આવતું ગયું. શાળા સ્ટાફનો સંપૂર્ણ સહકાર, ગામલોકો,ગામ આગેવાનો,SMCનોસહકાર ખૂબજ મળ્યો.
સૌપ્રથમ બાળકોને શાળાએ આવવું ગમે તેવું વાતાવરણ સર્જવું. તેથી સરકારશ્રીની આવતી ગ્રાન્ટ, લોકસહકાર તેમજ જરૂર પડે તો પોતાના નાણાં ખર્ચીને પણ શાળાનું ઉત્તમ સુવિધાઓ પૂરી ઉભી કરવી. વર્ષ ૨૦૧૨ માં માત્ર ૧૦૧૫ વૃક્ષો જ શાળામાંહતા. જે આજે ૪૫૦ થી ઉપરનો આંકડો વટાવીને શાળા હરિયાળી બની ગઈ છે. શાળા તમામઓરડાઓ,ઓસરી,બહારની દીવાલો ચિત્રોથી સુશોભિત બની છે. શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ હાલમાં છે .આર ઑ પ્લાન્ટ, કુલર, કમ્પુટર લેબ. સુંદરબગીચો.રમત-ગમતના સાધનો સહિતના બાલક્રીડાંગણથી શાળા શોભી ઉઠી છે. બાળકો મોજમસ્તીથી શાળામાં આવે,તેમને શાળા ગમે, શાળામાં રોકાવું ગમે, રમવું ગમે,મુખ્ય ધ્યેય ભણવું ગમે.... તેવી શાળા બનાવવામાં સફળતા મળી.

શાળામાં શાળાનું મકાન ,મેદાન,ભૌતિક સુવિધાઓની અછત જોવા મળતી હતી .વર્ષ2012 માં આચાર્ય તરીકે આવ્યા બાદસરકારશ્રીની ગ્રાન્ટ ,લોકફાળો,ગામ આગેવાનો પાસેથી દાન મેળવી હાલમાં શાળાને નયન રમ્યબનાવેલ છે. અલગ પ્રયોગશાળા,નું નિર્માણ કર્યુ. શાળામાં વિશાલ બગીચો, વાંસમાંથી બનાવેલ વાંચન કુટીર ,ગ્રામ પંચાયત ના સહકારથી મળેલ રમત-ગમતના સાધનોથી શાળામાં બનાવેલ “બાલક્રીડાંગણ “,રંગબેરંગી શાળાના ઓરડાઓ , વિવિધ ચાર્ટ ચિત્રોથી સુશોભીત દીવાલો ,રમતનું મેદાન અલગ –અલગ વૃક્ષોથી શાળાને નયનરમ્ય બનાવેલ છે
શાળાના બાળકો માટે ગામલોકો તેમજદાતાઓ ને મળીને જરૂરી શૈક્ષણિક સામગ્રી દાન રૂપે મેળવી બાળકોને આપી.જેથી ગરીબ ઘરના વાલીઓના બાળકો હોંસે હોંસે શાળાએ આવે.આવું બધુજ કરવામાં માત્ર અને માત્ર ચાર જ વર્ષની અથાગ મહેનત રંગ લાવી. પ્રવીણભાઈ જણાવે છે કે "હું એકલો નહીંમારો શાળા પરિવાર હમેશા મારી સાથે ઉભોજરહ્યો છે."માત્ર ચાર થી પાંચ વર્ષમાં શાળાના વિકાસઅને બાળકોના વિકસે જાણે હરણફાળ ભરી છે. દરેક કાર્યક્રમો તેમજ દરેક ક્ષેત્રમાંઆ શાળાના બાળકો બાળકોએ શાળાતથા ગામનું નામ રોશન કરે છે.
શાળા પ્રથમ ગુણોત્સવ માં D ગ્રેડમાં હતી,જેયોગ્ય આયોજન ,મહેનત શાળા પરિવાર .SMC,ગામ આગેવાનોનો સહકાર,વાલીજાગૃતી,બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી છેલ્લા ચાર ગુણોત્સવથી શાળા A ગ્રેડમાં આવે છે. . આ સરકરી શાળાની દિકરીઓ જ્યારે હોકી સ્ટીક હાથમાં લઈને હોકી રમવા મેદાનમાં ઉતરે છે ત્યારે ચક દે ઈ ન્ડીયા ફિલ્મ જેવાં દૃશ્યો સર્જાય છે, ખેલ મહાકુંભ અંતર્ગત શાળાની બહેનોની હોકીની ટીમ છેલ્લા ચાર વર્ષથી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ ભાગ લીધેલ છે. ખેલ મહાકુંભ અંતર્ગત ૨૦૧૭-૨૦૧૮ માં શાળાને “તાલુકા શ્રેષ્ઠ શાળા“તરીકે ત્રીજો ક્રમ મેળવી બે વર્ષથી રૂ.૧૦૦૦૦ -૧૦૦૦૦ નું રોકડ પુરસ્કાર મેળવેલ છે.

વિજ્ઞાન –ગણિત પ્રદર્શન માં રાજ્ય કક્ષા સુધી ભાગ લીધેલ છે.GCERT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ,સુરેન્દ્રનગર દ્વારા “મારી શાળા સ્વચ્છ શાળા “ અંતર્ગત સરકારશ્રીની યોજનાના પ્રથમ વર્ષેજ ૨૦૧૬/૧૭ માં “શાળા સ્વચ્છતા એવોર્ડ “મળેલ છે. MHRD NEW DELHI દ્વારા વર્ષ-૨૦૧૭/૧૮ માં જિલ્લા કક્ષાનો “સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર “ તથા રૂ.૧૦૦૦૦ રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર મળેલ છે. શાળા પ્રવેશોત્સવ-૨૦૧૩ માં પધારેલ માન.શિક્ષણ મંત્રી શ્રી વસુબહેન ત્રિવેદી દ્વારા સન્માનિત કરેલ છે. આ ગામના વતની અને ગુજરાત સરકારના પૂર્વ પશુપાલન મંત્રી માન .શ્રી કિરીટસિંહજી જીતુભા રાણા દ્વારા સન્માનપત્ર તથા અભિનંદનપત્ર આપી શાળાની કામગીરીને બિરદાવી છે.
પ્રવીણભાઈ છેલ્લે જણાવે છે કે એકલા હાથે તાળી ન પડે...એવીજ રીતે મારી બધીજ પ્રવૃત્તિઓ મારી શાળાના બાળકો ,શિક્ષક મિત્રો તેમજ ગામલોકોની સહભાગિતાને આભારી છે.
હે...પ્રભુ ,દયાના સાગર ...
મારા બાળકોના વિકાસ માટે
મારામાં સદવિચારની ધારા
હંમેશા વહેતી રાખજે .....એજ મારી પ્રાર્થના'
પ્રવીણભાઈ રેથળિયા સંપર્ક નં. : 98246 10697
લેખન : ઈશ્વર પ્રજાપતિ
9825142620
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)
☼
Good job
ReplyDeleteKeep it up
Sir.