Thursday, October 17, 2019

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : જિતેન્દ્ર પટેલ

“વિદ્યાર્થીઓના કલ્પના જગતમાં રમતી કલ્પનાની શાળાને હકિકતમાં આકાર આપનાર જિંદાદિલ શિક્ષક જિતેન્દ્ર પટેલ



                જીતેન્દ્ર પટેલ.
            મૂળ તો અર્થશાસ્ત્ર અને આંક્ડાનો આ માણસ. એમ. કોમ. બી.એડ. જેવી તેજસ્વી કરકિર્દી ધરાવતા આ માણસે ખેડા જીલ્લાના કપડવંજ તલુકાના એક ખોબા જેવડા પછત ગામડામાં શિક્ષણની જ્યોત પ્રગટાવી છે. કપડવંજ તાલુકામથકથી  ૧૫ કિમીના અંતરે આવેલી સરકારી પ્રાથમિક શાળા બાળકોની વિવિધ પ્રવૃતિઓથી પોતાની સુવાસ રાજ્યભરમાં ફેલાવી રહી છે.
            જિતેન્દ્રભાઈ ૨૦૦૫ માં વડોદરા જીલ્લાની સંખેડા તાલુકાની ચમરવાડા પ્રથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાર બાદ સફળ સી.આર.સી.કો.ઓ. તરીકે પણ કામ કર્યુ. આખરે ૨૦૧૪ માં એચ.ટાટ આચાર્ય તરીકે વઘાસ પ્રથમિક શાળામાં નિમણૂક પામ્યા.
         માંડ બે હજાર- બાવીસો જેટલી વસ્તી ધરાવતું આ ગામ ખેત મજૂરી અને પશુપાલન ઉપર નભે છે. આજે પણ 20-25 મકાન માંડ પાકા ધાબા વાળા જોવા મળે. બાકીના માટીના કાચા મકાનો અને ખેતરોમાં ઝૂંપડાં બાંધી લોકો વસવાટ કરે છે. આર્થિક રીતે સતત કટોકટીમાં જીવતાં પરિવારોનાં સંતાનો આ ગામની સરકારી પ્રથમિક શાળામાં અભ્યાસ કરે. પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થવા બાળકોને નાની ઉંમરથી જ મજૂરી કામમાં જોતરી દેવામાં આવે. પરિણામે  શાળામાં વિદ્યાર્થીઓની હાજરી માંડ ૫૦ થી ૬૦ ટકા જોવા મળે. ગામની આવી દયનીય હાલત જોઈ આચાર્ય જીતેન્દ્રભાઈનું હ્રુદય વલોવાયું. અજ્ઞાનના અંધકારમાં જીવતા વાલીઓ અને વિદ્યાર્થીઓનાં જીવનમાં જ્ઞાનપ્રકાશ વડે રોશની રેલાવવાનો દ્રુઢ નિર્ધાર કર્યો.
         શરૂઆતનો સૌથી મોટો યક્ષ  પ્રશ્ન વિદ્યર્થીઓની અનિયમિતતાનો હતો. વિદ્યાર્થીઓને શાળામાં આવતા કરવા શાળા પરિવારે એક નવતર પ્રયોગ હાથ ધર્યો. ચિલાચાલું શિક્ષણ પદ્ધતિને તિલાંજલી આપી બાળકોને શાળાએ આવવું ગમે, ભણવું ગમે એવું  સુંદર વાતાવરણ નિર્માણ માટે પ્રયત્નો આદર્યા.
             જિતેન્દ્ર ભાઈ કહે છે કોઈ સમાન્ય દુકાનદાર હોય એ પણ પોતના ગ્રાહકની પસંદગીનું ધ્યાન રાખે છે. કોઈ કાર વિક્રેતા કંપની હોય એ પણ કારના વધું વેચાણ માટે ગ્રહકોની પસંદગીનું ધ્યાન રાખે છે. કોઈપણ કંપનીની સફળતાનો આધાર તેના ગ્રાહકોની સંતુષ્ઠી પર રહેલો છે. બસ એ જ તર્ક ના આધારે અમે અમારા ઉપભોક્તા એવા બાલદેવોની પસંદ-નાપસંદની કાળજી લેવાનું શરૂ કર્યુ. બાળકોને કેવી શાળા ગમે? તેઓની કલ્પના પ્રમાણેની શાળાને આકાર આપવાનું શરૂ કર્યુ. અને શાળાને નામ આપ્યું “મારી કલપનાની શાળા વઘાસ પ્રાથમિક શાળા”.


     હા ....સમાજ...શિક્ષક...બાળક....જે વિચારે એ બધું જ અહી વઘાસ પ્રાથમિક શાળામાં  જોવા મળે છે. બાળકોની વિવિધ અનેકવિધ નવીન પ્રવૃતિઓથી શાળા સતત ધબકતી રહે છે. બાળક્ને ગમે એ બધું જ બાળક મુક્ત રીતે કરી શકે છે. મુક્ત રીતે અભિવ્યક્ત થઈ શકે છે. રમવું ,ફરવું, નાચવું, કૂદવું, ફિલ્મ જોવી, વિવિધ પ્રદર્શનો યોજવા, વિવિધ નમુના બનાવવા જેવી અનેકવિધ પ્રવૃતિઓ વિદ્યર્થીઓ મુક્ત મને કરી શકે છે. જેમાં ભણવાની સાથે કેવી રીતે વાળવું, કાપવું, ચોટાડવું, જોડવું, બનાવવું જેવી વાસ્તવિક ઘટનાઓને પ્રવૃતિના રૂપે ઢાળવામાં આવે છે. સાથે વાંચવું –લખવું તો ખરું જ. પાઠ્યક્રમ સાથે સાથે ઇતર વાંચન ને પ્રોત્સાહન આપવા વર્ગ વાઈઝ લાઈબ્રેરીના પુસ્તકોની ફાળવણી કરી પુસ્તક રીવ્યુ પણ યોજવામાં આવે છે.
            સાથે સાથે અહી શિસ્ત,નિયમિતતાનો આગ્રહ પણ રાખવામાં આવે છે.  દર માસે દરેક બાળકોની કુલ હાજરીની યાદી છેલ્લા 4 વર્ષથી લેવામાં આવે છે. દર વર્ષે સૌથી વધુ હાજરી તથા ૧૦૦% હાજરી વાળા બાળકોને પ્રોત્સાહન અને સન્માન સાથે ઇનામ આપવામાં આવે છે. અનિયમિત બાળકોના વાલીઓની સતત મુલાકાત આચાર્ય ધ્વારા કરવામાં આવે છે.
           ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શાળાએ છેલ્લા ૫ વર્ષમાં –અવનવા પ્રોજેક્ટ કાર્યો છે. જેમાં કુલ ૫ વિભાગ પાડીને દરરોજ ૨ કલાક ઉપચારાત્મક શિક્ષણ કાર્ય (ગામ/તાલુકો/જીલ્લો/દેશ/રાજ્ય) “મને આટલું તો આવડે જ”,”મિશન ગુણોત્સવ”-જેવા કાર્યક્રમો કરી ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શાળા પરિવારે અવનવા પ્રયત્નો કરેલ છે. જેના પ્રયત્નોથી ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
             શાળાની પ્રવૃતિઓનો દર માસે નિયમિત એક ઈ-મેગેઝિન “પ્રગતિ”  બહાર પાડવામાં આવે છે. જેમાં દર માસે થતી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓની અપડેટ કરવામાં આવે છે. જેના કુલ-૨૨ અંક પ્રકાશિત થઇ ચુક્યા છે. જે શાળાના બ્લોગ પરથી ડાઉનલોડ કરી શકાશે.
            શાળાનો ઓનલાઈન બ્લોગ છે જેમાં શાળાની વિવિધ પ્રવૃતિઓની માહિતી નિયમિત અપડેટ કરવામાં આવે છે.જેના આજ સુધી મુલાકાતીની સંખ્યા -૨૪૦૦૦ છે. https://vaghas.blogspot.com શાળાની વિવિધ પ્રવૃતિઓના વિવિધ 55 જેટલા વિડીયો YOU-TUBE પર અપલોડ કરવામાં આવ્યા છે.-વિડીયો જોવા ક્લિક કરો .https://www.youtube.com-JITU PATEL JP
          શાળાના બાળકો માટે જરૂરી શૈક્ષણિક વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે તે માટે “રામહાટ” ચલાવે છે.અંદાજીત ૪૦-૫૦ હજારનું રોકાણ કરી શૈક્ષણિક મટીરીયલ વસાવવામાં આવે છે. બાળકો બચતનું મહત્વ સમજે માટે બાળકોની બેંક બાળકો દ્વારા ચલવવામાં આવે છે. ૧૦:૨૦  થી ૧૧:૧૫ સુધી બેંક ધોરણ-૮ના ૩ બાળકો સંચાલન કરે છે. જેનું વાર્ષિક લેવડ-દેવડ અંદાજીત-૧૫૦૦૦૦/- છે.
        
        લોનથી લીલુંછમ  રમતનું મેદાન જોતાં જ આંખો ઠરે છે.  શાળા ૧૬ CCTV કેમેરાથી સજ્જ છે. તથા શાળામાં ૨ સ્માર્ટ ક્લાસ છે. WIFI થી સુસજ્જ શાળા છે. ડીઝીટલ વર્ગ-આજના ડીઝીટલ યુગમાં ટેકનોલોજી વગર બાળકો રહે તે કેમ ચાલે –શાળામાં ૨ વર્ગ સ્માર્ટ વર્ગ આવેલા છે.(જ્ઞાનકુંજ) આ વર્ગો ઈન્ટરનેટ કનેક્શન સાથે જોડાયેલા છે. શાળામાં WIFI સુવિધા પણ ઉપલબ્ધ છે.અહી મોટા ડિસ્પ્લે પણ બાળકોને ૩ડી ફિલ્મો પણ બતાવવામાં આવે છે.
          શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી થાય છે.રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે શાળામાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. નિત નવિન પ્રવૃતીઓ થકી શાળા ધમધમતી રહે છે. શરૂઆતમાં માત્ર ૫૦-૬૦ ટકા વિદ્યાર્થીઓની હાજરી ધરાવતી આ શાળા અત્યારે ૯૫ ટકા થી વધુ બાળકો નિયમિત હાજર રહેતાં થયાં છે શાળાના વિધાર્થી પંચાલ મિહિર –વકૃત્વ સ્પર્ધામાં (કલા ઉત્સવમાં) રાજય કક્ષા સુધી શાળા પરિવારનું નામ રોશન કરેલ છે. વિજ્ઞાન મેળામાં જીલ્લા કક્ષા સુધી શાળાએ પોતાની કૃતિ રજુ કરી.
         ધોરણ-૧ માં પ્રવેશ પામતા બાળકો શાળામાં જુન માસથી નિયમિત આવે તે માટે માર્ચ માસના અંતમાં ધોરણ-“૦” શરુ કરવામાં આવે છે. જેમાં જૂન માસથી ધોઅરણ ૧ માં પ્રવેશ પામનાર બાળકોને આવતાં કરવા  અવનવી રમતો રમાડવામાં આવે છે. વિવિધ ગીતો ગવડાવવામાં આવે તથા અવનવા વિડીઓ બતાવવામાં આવે આવે છે. જેના કારણે બાળકો શાળા સાથે સરળતાથી જોડાઈ શકે છે.
         ડાયટ ધ્વારા  યોજાતા ઇનોવેશન ફેરમાં શાળા ધ્વારા ત્રણ ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા છે.જેમાં (૧.) મારી કલ્પનાની શાળા (૨.) ગમતી શાળા (૩.)મારો વર્ગ-ડીઝીટલ વર્ગ.
          શાળામાં હાલ કુલ-૨૮૭ સંખ્યા છે. અને આચાર્ય સાથે કુલ ૧૦ શિક્ષકો પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. શાળાના બાળકોની બાળસંસદ શાળાની  વિવિધ પ્રવૃતિઓ કરવામાં માટે સતત ઉત્સુક   રહે છે. તથા શાળા પરિવાર ટીમ વર્કથી કામ કરે છે.
      જિતેન્દ્ર ભાઈ કહે છે “ હકરાત્મક દ્રુષ્ટીકોણ ધરાવતા મારી શાળામાં ફરજ બજાવતા મારા સાથી શિક્ષક મિત્રો દિલ રેડીને કામ કરી રહ્યા છે. ધીમે ધીમે એસ.એમ.સી. અને ગ્રમજનો નો પણ સુંદર સહિયોહ પ્રાપ્ત થઈ રહ્યો છે. સહિયારા પ્રયત્નો થકી શાળાએ ખૂબ ઓછા સમયમાં સુંદર કામ કર્યું છે એમ છતાં  હજુ શિક્ષણ ક્ષેત્રે ઘણું કરવાનું બાકી છે. અમારો વિદ્યાર્થી ઉત્તમ કેળવણી પામે અને ભરતનો એક આદર્શ નાગરિક બને એ જ અમરૂ અંતિમ ધ્યેય છે.”
કલ્પનાની શાળા વઘાસ પ્રાથમિક શાળા પોતાની કલ્પનાનો વિસ્તાર કરી રજ્ય અને રાષ્ટ્ર ની સીમાઓ ઓળંગી વિશ્વ કક્ષાએ નામના પ્રપ્ત કરે એવી અઢળક શુભેચ્છઓ. આચાર્ય જિતેન્દ્રભાઈ અને સમસ્ત શાળા પરિવરને અભિનંદન

જિતેન્દ્ર પટેલ (જે.પી.પટેલ)  સંપર્ક નં. :  ૯૮૭૯૯૨૭૮૫૩
                                                       ૯૪૨૯૮૧૨૦૧૫
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે

લેખન : ઈશ્વર પ્રજાપતિ


( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ

.

1 comment:

  1. કપડવંજ નું ગૌરવ એવા મિત્રો જીતુભાઈ વિશે આપનો આ લેખ ઘણા શિક્ષકો માટે પ્રેરણાદાયી બનશે જીતુભાઈ કર્મનિષ્ઠા થી વઘાસ પ્રાથમિક શાળાને કલ્પનાના રંગે રંગી છે આપ બંને મિત્રો જીવનમાં ઉચ્ચ શિખરે પહોંચે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ

    ReplyDelete