Monday, October 21, 2019

સત્ય ઘટના આધરિત જિંદગી જિંદાબાદ 8


શૂન્યથી શિખર સુધીની ઊંચી ઉડાન ભરી સફળતાના 

આભને આંબતો  દિવ્યાંગ યુવાન પરેશ ભાનુશાલી


तक़दीर के खेल से निराश नहीं होते ,
ज़िन्दगी में कभी उदास नहीं होते ,
हाथों की लकीरों पर यकीं मत करना ,
तक़दीर तो उनकी भी होती है जिनके हाथ नहीं होते ।
                  અજાણ્યા કોઈ શાયરની આ પંક્તિઓને સાર્થક કરી છે વલસાડના એક દિવ્યાંગ યુવાન પરેશ ભાનુશાલીએ! દોસ્તો જરા કલ્પના કરો કે જન્મથી જ જો કોઈ વ્યક્તિને બન્ને હાથ જ ન હોય તો એ શું કરી શકે??? બન્ને હાથ ન હોવા એ કલ્પના માત્રથી કોઈ પણ મણસ ધૃજી ઊઠે છે. હાથ વિના પરાધિન અને ઓશિયાળું જીવન જીવવા વ્યક્તિ મજબૂર બની જતી હોય છે. પરંતુ આ તમામ માન્યતાઓને પરેશ ભાનુશાલીએ  તદ્દન ખોટી સાબિત કરી છે. માણસ જો ધારે કુદરતે આપેલી મર્યાદાઓને ઓળંગીને પણ ચમત્કારો સર્જી શકે છે.  આવા દૃઢ મનોબળના લોકો જીંદગી થી હારી થાકી હથિયાર હેઠાં મુકવાના બદલે જિંદગી સાથે બાથ ભીડે છે. અને સમાજમાં એક નવો જ ચીલો ચતારે છે.  જન્મથી જ બન્ને હાથ ન ધરાવતા પરેશભાઈ એ હાથ વગર સામાન્ય જીવન જીવવા  કરેલો અસાધારણ સંઘર્ષ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે .
               હા આજની પ્રેરક વાત છે વલસાડમાં વસતા પરેશ ભાનુશાલીની. 
             આજથી ત્રીસ વર્ષ પહેલાં તેઓના પિતા વલસાડ ની બાજુંના એક નાનકડા ગામમાં કરિયાણાની દુકાન ચલાવે. અને માતા અનાજ દળવાને ઘંટી  ચલાવી પરિવાર્નું ગુજરાન ચલાવતાં.  સાવ સમાન્ય સ્થિતિ ધરાવતાં આ પરિવારમાં પરેશભાઈનો જ્યારે જન્મ થયો ત્યારે બન્ને હાથ વિના જ્ન્મેલ નવજાત શિશુને જોઈ પરિવારે ખાસ્સો એવો આઘાત અનુભવ્યો.  સૌને એમ કે આ હાથ વિનાનુ સંતાન મોટું થઈને શું કરશે??? સૌના આઘાત વચ્ચે માતાએ પોતાના દીકરાને છતી સરસો ચાંપી નિર્ધાર કર્યો કે “ હું મરા આ સંતાનને આત્મનિર્ભર અને એક ઉમદા નાગરીક  બનાવીશ જે સમાજને એક આદર્શ પુરો પાડશે.” હિંમત હાર્યા વિના માતા પિતાએ ધિરજ પુર્વક દિવ્યાંગ દીકરાનો ઉછેર કરવાનો શરૂ કર્યો.  
        પરેશભાઈ જ્યારે સ્કૂલમાં એડમિશન લેવા ગયા ત્યારે તેમને  દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં પ્રવેશ લઈ લેવા જણાવાયું. પરંતુ પરેશભાઈના માતા લક્ષ્મીબેને પોતાના સંતાનને સમાન્ય બાળકો ની જેમ જ જ ઉછેર કરવાનો દૃઢ નિશ્ચય કરેલો. પોતે  નિરક્ષર હોવા છતાં પરેશભાઈને જાતે જ ઘરે લખવાની તાલીમ આપી. કદાચ , ખામીઓને ઓળંગી જવાની કળા પરેશભાઈએ માતા પાસેથી શીખી છે. હાથ વગર પણ લખી કતા પરેશભાઈને મહા મુશ્કેલીએ શરતો સાથે સ્કૂલમાં પ્રવેશ મળ્યો . પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દરમિયાન જ પરેશભાઈ એ પોતાની તેજસ્વીતાનો પરચો આપ્યો. ધોરણ દસમાં ખુબ સરા ટકા સાથે ઉતીર્ણ થયા. જ્યારે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવા ગયા ત્યારે શાળાના પ્રસાશને કહ્યું “ બન્ને હાથ ન હોવાથી આપ વિજ્ઞાનના પ્રેક્ટિકલ કરી શકો નહી માટે આપને વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ  મેળવી  ખુબ સારા ટકા સાથે પાસ કરી પોતાની કબેલિયત પુરવાર કરી. ધોરણ બાર પછી પૂનાની કોલેજમાં ફાર્મસી સુધીનો અભ્યાસ પરેશભાઈએ પોતાના આત્મબળના સહારે કર્યો છે. નાનપણથી  પરિવારે આપેલા મનોબળ અને તાલીમ થકી મહારાષ્ટ્રના પુના ખાતે ડિપ્લોમા ઇન ફાર્મસી કોર્ષ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મન્યામાં ન આવે એવી વાત એ છે કે  બોર્ડની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં રાઈટર વગર વધારાનો સમય લીધા વગર જાતે જ તમામ પેપર લખ્યા છે. મક્કમ મનોબળના સથવારે પરેશ ભાનુશાલી આજે વલસાડમાં મેડીકલ ચલાવવાની સાથે રોજિંદા કાર્ય સહારા વિના કરી અન્યો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે.
          હાલમાં પરેશભાઈ વલસાડમાં ‘ઓધવકૃપા' નામના. મેડિકલ સ્ટોરનું સંચાલન કરે છે . બન્ને હાથ ન હોવા છતાં પરેશભાઈ પોતાનાં તમામ કર્યો પોતની જાતે જ કરી જાણે છે. દુકાન ખોલવી, બંધ કરવી, ગ્રહકોને  ફટાફટ જોઈતી વસ્તુઓ કાઢી આપવી વગેરે ખૂબ સહેલાઈ પુર્વક કરી શકે  છે એ ઉપરાંત તેઓ સ્માર્ટ ફોન પણ ખુબ આસાનીથી ઓપરેટ કરી શકે છે. કોઈના પણ સહારા વિના મોપેડ પણ ચાલાવી શકે છે. પરેશભાઈ પરિણીત છે. તેઓનું દામ્પત્ય જીવન સુખી છે.  તેમને પાંચ વર્ષનો એક પુત્ર પણ છે . તેઓ પોતાના પરિવાર સાથે ખુશ ખુશાલ જિંદગી વિતાવી રહ્યા છે.
            પરેશ ભાનુશાલી અને તેઓના મોટા ભાઈ કાંતિભાઈ ભાનુશાલીએ દિવ્યાંગોની સુષુપ્ત શક્તિઓ, પ્રતિભાઓ બહાર આવે અને  ફિલ્મના માધ્યમથી સંદેશ થકી દિવ્યાંગોને એક નવી દિશા મળે એવા શુભઆશયથી બૉલીવુડ હિન્દી બાયોપિક ફિલ્મ બનાવી  છે. સાગર પાઠકે ‘ સાયફર ' ફિલ્મના લેખક, ગીતકાર તથા દિગ્દર્શક છે . ‘ સાયફર ' એટલે શૂન્ય. બન્ને હાથ વગરના દિવ્યાંગ માણસને લોકો શૂન્ય સમાન સમજતા હોય છે . ‘સાયફર' - શૂન્ય સે શિખર તકમાં પરેશભાઈના ઝીરોથી હીરો બનવાની કથા રજૂ થઈ

છે .

          ફિલ્મમાં મુખ્ય નાયકની ભૂમિકા પરેશ ભાનુશાળીએ બખૂબી નિભાવી છે જયારે અન્ય પાત્રોમાં બોલિવુડના ખ્યાતનામ કલાકારો રાજેશ શર્મા , પરિક્ષીત સાહની , બ્રિજેન્દ્ર કાલા , ક્રિષ્ના ભટ્ટ વગેરેએ પ્રભાવશાળી અને સંવેદનશીલ અભિનય કર્યો છે જ્યારે કર્ણપ્રિય સંગીતમાં ધ્વનિ ભાનુશાળી , સોનુ નિગમ અને કૈલાસ ખેર સહિતના દિગ્ગજ કલાકારોએ કંઠ આપ્યો છે . લગભગ અઢી કરોડના ખર્ચે બનેલી તેમજ યુવા દિગ્દર્શક સાગર પાઠકનાં કુશળ દિગ્દર્શન અને પરેશના મોટા ભાઈ કાન્તિભાઈ ભાનુશાળીની લગન અને મહેનતથી બનેલી ફિચરફિલ્મ “ સાયફર - શૂન્ય સે શિખર તક ' . માત્ર એક હેતુપૂર્ણ ફિલ્મ ન રહેતાં એનાં પ્રોડક્શન , સંગીત , લોકેશન્સ , પ્રકાશઆયોજન વગેરેની ઉત્તમ ગુણવત્તાને કારણે પ્રેક્ષણીય બની છે . કોઈ પણ પ્રકારના વ્યાવસાયિક કે નફો રળવાના ઉદ્દેશ્ય વિના માત્ર અપંગજનોની સ્થિતિ , ક્ષમતા , સજજતા અને સફળતાનો પ્રેરક સંદેશો સમાજને આપવા માટે બનેલી આ ફિલ્મ પ્રેઅરણાદાયક છે.
           
           પરેશ ભાનુશાળીનાં માતા અને પરિવારનો દિવ્યાંગ પરેશના ઉછેરમાં કરાયેલો હકારાત્મક પુરુષાર્થ તથા બાળપણમાં પરેશને સમાજ તરફથી સહન કરવી પડેલી નકારાત્મક મનોદશા – અને એ બધાંની વચ્ચેથી વિશ્વાસ અને આત્મબળ તથા જન્મજાત ચેતનાના બળે પરેશનો શિક્ષણ - સંઘર્ષ , તેમાં મેળવેલી અસાધારણ સફળતા , પૂનાની ફાર્મસી કૉલેજમાં ડી - ફાર્માની ડિગ્રી મેળવી પોતાની માલિકીનો મેડિકલ સ્ટોરની શરૂઆત . તેનાં લગ્ન પૂર્વેની સામાજિક મનોદશા , અવગણના અને અવહેલના .. એ પછીનું તેનું સામાન્ય દાંપત્યજીવન . . . એમ જીવનના અનેક તબક્કે પરેશ દ્વારા કરાયેલા પડકારોનો સામનાની સિદ્ધિઓ આ ફિલ્મનું કથાવસ્તુ બને છે .દિવ્યાંગોના આગવા ઉછેર માટે તેમના વાલીઓને દિશા સૂચન,  શિક્ષણનું મહત્ત્વ તેમજ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં જિંદગી સામે બાથ ભીડવાની હિંમતનો સંદેશ આપતી “ સાયફર ' ફિલ્મ જીવનની સામાન્ય તકલીફોમાં આત્મહત્યા તરફ પગલા ભરતા લોકો માટે આશાના નવા દરવાજા ખોલનારી સાબિત થશે .
       મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ ‘ સાયફર ' ની પ્રશંસા કરી પરેશભાઈનું અભિવાદન કર્યું ‘ સાયફર ' ને યુનિવર્સલ એટલે કે , યુ સર્ટિફિક્રેટ મળ્યું છે . ઉપરાંત ગુજરાત સરકાર ફિલ્મને ટેક્સ - ફ્રી’ કરવા માટે કાર્યવાહી કરી રહી છે. જીએસટી આવ્યા પછીની આ પ્રથમ ટેક્ષ ફ્રી ફિલ્મ હશે.
            પરેશભાઈ એ ખુબ સમજી વિચારીને ફિલ્મનું નામ સાયફર ( Cypher) રાખ્યું છે. સાયફરનો અર્થ જ શૂન્ય થાય છે. કાંઈ પણ કરી શકવા માટે અસમર્થ! ખરા અર્થ માં જોઈએ તો આ સમાજ સાયફર છે. જે આવા સમાજમાં રહેતા દિવ્યાંગો ને સામાન્ય વ્યક્તિની જેમ સ્વિકાર્વા તૈયાર નથી. દિવ્યાંગો પ્રતિભાને નજર અંદાજ કરી માત્ર ને માત્ર મજાકનું પાત્ર બનાવે છે. પરેશભાઈનો આ પ્રેરક દાખલો દિવ્યાંગો ને સમાજ પરનો બોઝ ગણતા લોકોના ગાલ પર સણસણતો તમાચો છે. 
            પરેશભાઈને હાથ ન હોવાનો જરા પણ ખેદ નથી. તેઓના હોઠ પ્ર હર હંમેશ નિખલસ સ્મિત ફરક્તું રહે છે. તેઓ શાળા કોલેજો અને અન્ય સમાજીક સંસ્થાઓમાં જઈને મોટીવેશનલ સ્પીચ પણ આપે છે. ઝિંદગીની નાની નાની સમન્ય તકલીફોની ફરીયાદો કરતા રહેતા વ્ય્કતિઓ માટે પરેશભાઈનું જીવન એક મિશાલ રૂપ છે.
           આમ તો કચરા જેવી ફિલ્મો પાછળ આપણે કેટલાય રૂપિયા વેડફી નાખતા હોઈએ છીએ પરતું  આ વખતે આવો, રીલ અને રીયલ લાઈફના હીરો એવા પરેશ ભાઈની ફિલ્મ બાળકો અને વિદ્યાર્થીઓ સાથે નિહાળીએ. અને ફિલ્મ ને ભવ્ય સફળતા અપાવીએ. 

 પરેશભાઈની આવનારી ફિલ્મની સફળતા  માટે અઢળક શુભેચ્છઓ.


પરેશ ભાનુશાલી  સંપર્ક નં :  98793 13158 

 આવી જ કોઈ સત્ય ઘટના અધારિત નવી સ્ટોરી સાથે મળીશું આવતા સોમવારે.

લેખન-   : ઈશ્વર પ્રજાપતિ   
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)


(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)






No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts