Thursday, October 3, 2019

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : મિનેષ પંચાલ


મન હોય તો માળવે જવાય ઉક્તિને યથાર્થ સાબિત કરતા
 ઉમદા આચાર્ય મિનેષ પંચાલ

તારીખ 5 સપ્ટેમ્બર 2019
સ્થળ : મોડાસા નગરની મધ્યમાં આવેલ મહાલક્ષ્મિ સભાખંડ.
સમગ્ર દેશમાં શિક્ષક દિનની શાનદાર ઉજવણી થઈ રહી છે. અરવલ્લી જીલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમ મોડાસાના ટાઉન હોલમાં યોજાઈ રહ્યો છે. જીલ્લા કલેક્ટરથી લઈ જઈલા વિકાસ અધિકારી, પદાધિકારીઓ, જિલ્લનું સમગ્ર વહિવટિ તંત્ર, કેળવણીકારો  અને શિક્ષણ પ્રેમી જનતાથી સભાખંડ ખીચોખીચ ભરાઈ ગયો છે. જિલ્લના શ્રેઠ આચર્યના ખિતાબ માટેના  નામની જાહેરાત થઈ. આખો સભાખંડ તાળીઓના  ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. એક એવા ઉમદા આચર્યના નામની જાહેરાત થઈ કે જેઓએ ફરજનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાથી  એક સરકારી શાળાની આખી કયાપલટ કરી નાખી. શિક્ષકોના અથાગ પરિશ્રમે એવો તે ચમત્કાર સર્જ્યો કે વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવવા લાગ્યા. ખરા અર્થમાં તો આ એવોર્ડ્નું સ્નમાન હતું.
હા, એ ઉમદા આચાર્ય એટલે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની સાકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય મિનેષભાઈ પંચાલ.
સાકરીયા હનુમાંજીના પૌરાણીક મંદિરથી જગ પ્રસિધ્ધ છે. અને હવે છેલ્લા કેટલાક સમયથી આ ગામની સરકારી શાળાના કારણે સાકરીયા ગામની ખ્યાતી ગુજરાતભરમાં વિસ્તરવા લાગી છે. ચોતરફ ખાનગી શાળાઓથી ઘેરાએલી આ શાળાના શિક્ષકોએ એવો તે શું ચમત્કાર સર્જ્યો કે વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી અહીં પ્રવેશ મેળવવા લાગ્યા? શિક્ષક ધારે તો શાળા અને સમાજમાં ધાર્યા પરિણામ લાવી શકે છે એનું આ શાળા એ ઉત્તમ ઉદાહરણ છે. સાકરીયા પ્રાથમિક શાળા  અરવલ્લી જીલ્લાની એક મોડેલ શાળા તરીકે ઉભરી આવી છે. આ સફળાતાનો યશ જો કોઈની આપવો હોય તો આ શાળામાં ફરજ બજાવતા પ્રતિબધ્ધ શિક્ષકોની ફોજને અને  શાળાના શિક્ષકોને એક આદર્શ પુરો પાડી,  મોકળું મેદાન પુરૂ પાડતા ઉત્સાહી આચાર્ય મિનેષભાઈને આપવો ઘટે.
મિનેષભાઈએ 1997 થી મહેસાણા જીલ્લાના  કડી તાલુકાની ઝાલોરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની યાત્રા શરૂ કરી. . 1999 માંમાલપુર તાલુકાની જોગીવંટા પ્રા . શાળા ખાતે વિદ્યાસહાયક તરીકેની નિમણુંક મળતાં ઝાલોરા શાળાને છોડી . વતનનાં જિલ્લામાં અલગ જ બોલી બોલતાં અને રહેણી કહેણીમાં પણ એક આયોજનબદ્ધ જીવન જીવતા કચ્છ કડવા પાટીદાર સમાજનાં કંપામાં શિક્ષક તરીકેની યાત્રાને આગળ વધારી. 1997 થી આરંભેલી શિક્ષણ યાત્રા દરમિયાન મિનેષભાઈ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પોતાની કર્તવ્યનિઅષ્ઠાની એક અલગ જ છાપ છોડતા ગયા. જ્યાં પણ ગયા વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક બની ગયા. શિક્ષણયાત્રામાં ઉપ શિક્ષકની સાથે સાથે મેવડા અને સાકરીયા  સી.આર.સી તરીકે પણ ઉત્તમ કામગીરી કરી. કલસ્ટરનો સારો વિકાસ કરવા માટે બનતા બધા પ્રયત્નો કર્યાં. અને તેમાં રિાશકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો. તાલીમમાં નવા વિષયો અને બાબતોને આવરી લઈ રસપ્રદ તાલીમ યોજતા થયાં. મિનેષભાઈ એક ઉત્તમ શિક્ષક તો છે જ સાથે સાથે એક બાહોશ તજજ્ઞ પણ છે. અનેકવિધ તલીમોમાં તજજ્ઞ તરીકે સેવાઓ આવાઓ આપી શિક્ષકોને તાલીમબધ્ધ કર્યા છે.  એસ . એસ . એ . અને જી . સી . ઈ . આર . ટી . દ્વારા પ્રજ્ઞા અભિગમનં 2010 માં લોચીંગ થયું .  એ દરમિયાન મિનેષભાઈ આર.પી. તરીકે અસરકારક કામગીરી કરી સર્વેનું ધ્યાન ખેચ્યું. રજ્ય કક્ષાએ યોજાતા વિવિધ શૈક્ષણિક સેમિનારમાં મિનેષભાઈ એ અનેક વાર જીલ્લનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. વિવિધ તલીમો અને પ્રજ્ઞા તાલીમ મોડ્યુલ લેખનમાં મિનેષભાઈની મુખ્ય ભૂમિકા રહી છે.
સરકારી શાળાને એક નમૂનારૂપ શાળા બનાવવાના નિર્ધાર સાથે  1 સપ્ટેમ્બર 2014 ના દિવસે મિનેષભાઈ એચ.ટાટ આચાર્ય તરીકે સાકરીયા પ્રાથમિક શાળામાં જોડાયા. કહેવાય છે ને યથા રાજા તથા પ્રજા મિનેષભાઈ પાસે એક આગવું વિઝન છે. કર્ય કરવાની એક આગવી સૂઝ છે. કોઇ પણ કાર્યને મિશનના રૂપે ઉપાડે છે. યોજના બનાવે છે. શિસ્તબધ્ધ રીતે યોજનાનો અમલ કરે છે અને આખરે કર્ય સિધ્ધ કરે છે. અને શાળાના કોઈ પણ પ્રોજેક્ટ ને સફળ બનાવવા કર્મનિષ્ઠ શિક્ષકો રવિવાર, જહેર રજા કે વેકેશનની પરવા કર્યા વિના સતત પ્રયત્નશીલ રહે છે. સાકરિયા પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષકની જવાબદારી મળ્યા ૫છી શાળા વિકાસ યોજના એસ . એમ . સી . ને સાથે રાખી તૈયાર કરી.   શાળાનું જર્જરિત થયેલું મકાન નવું બનાવવા માટે પ્રયત્નો આદર્યા. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ અને નાયબ જીલ્લા અધિકારી સાહેબનો સંપુર્ણ સહયોગ સાંપડ્યો.  આખરે મહેઅનત રંગ લાવી. 8 વર્ગ ખંડ ધરાવતું  શાળાનું અધતન નવિન મકાન બે વર્ષના અંતે તૈયાર થયું. શાળાનું ભવ્ય બિલ્ડિંગ ગામના ઘરેણા સમું ગામની મધ્યમાં શોભી રહ્યું છે.  હવે ગણવતાલક્ષી શિક્ષણ આપવા માટેનાં ગોલ તરફ પ્રયાણ કર્યું છે .

        મોડાસા શહેર થી માત્ર 6 કિ.મી. ના અંતરે આવેલું આ ગામ માંડ 3500 ની વસ્તી ધરાવે છે. મોડાસા એટલે શિક્ષણ નગરી. લોકો દૂર સુદૂરથી પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ  અર્થે મોડાસા આવે છે. મોડાસામાં ઠેર ઠેર ખાનગી શાળાઓનો રાફડો ફટ્યો છે. પરંતુ   માન્યામાં ન આવે તેવી વાત એ છે સાકરીયાની સરકારી શાળાની કામગીરીથી પ્રભાવિત થઈ મોડાસા રહેતા પ્રોફેસર કક્ષાના શિક્ષણનિષ્ણાતોએ   પોતાના સંતાનેને આ શાળામાં પ્રવેશ અપાવ્યો છે. ગામનાં કૂલ બાળકો પૈકી  અંદાજીત 95 % વિધાથીઓ આ શાળામાં શિક્ષણ મેળવે છે . બાળકોએ ખાનગી શાળાઓ છોડી સાકરિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવાનું પસંદ કર્યું છે.  જેમાં પ્રાથમિક શિક્ષણ માટે તાલીમનું આયોજન કરતી સંસ્થા જિ . શિ . અને તાલીમ ભવન ઈડર અને સંતરામપુરનાં લેકચરરનાં સંતાનોનો પણ અહીં જ અભ્યાસ કરે છે.
શાળાએ વેકેશન દરમિયાન આ માટેની વાલીબેઠકોનું આયોજન કર્યું. અને એમાં સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી શાળાની પ્રતિબધ્ધતાને પ્રદર્શિત કરી.  શાળાનાં મકાનને એવી રીતે રંગરોગાન કરાવવામાં આવી છે કે વિદ્યાર્થીઓને રમતાં રમતાં પણ જ્ઞાન મળી રહે . શાળા પર્યાવરણની જવાબદારી વિદ્યાર્થીઓ સહિત તમામની છે. કોઈ પણ શાળા વિકાસના કાર્ય  માટે તમામ શિક્ષકો ખંતથી જોડાય છે. વિદ્યાર્થીઓને પુરતી અઝાદી અપાય છે. બીબાઢાળ શિક્ષણ પદ્ધતીને બદલે અનુભવજન્ય શિક્ષણ આપવામાં આવે છે.
             શાળાની વિશેષ ઉપલબ્ધિની એ છે કે તો છેલ્લા બે વર્ષમાં શાળામાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 80 % વિદ્યાથીઓ પાસ થયાં છે.નેશનલ મેરીટ કેમ મીન્સ સ્કોલરશીપ પરીક્ષામાં બે વિદ્યાર્થીઓ અરવલ્લી જિલ્લાના મેરીટમાં સ્થાન પામ્યા છે . નવોદય વિદ્યાલય પરીક્ષામાં ચાલુ વર્ષે જિલ્લામાં તૃતિય ક્રમે રહી પરીક્ષા પાસ કરી પ્રવેશ મેળવ્યો છે . સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાતાવરણ પુરુ પાડવા માટે શિક્ષકો દ્વારા એક કલાક વધુ સમય ( દાન ) આપવામાં આવે છે . શાળા મુલાકાતમાં ગતવર્ષ જિલ્લા કલેકટર  એમ . નાગરાજન સાહેબે  મુલાકાત લઈ શાળી કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો . શાળામાં મોડાસા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવણીનો રંગારંગ કાર્યક્રમ કરી ગામલોકોને પ્રભવિત કર્યા. આ કાર્યક્રમ દર્મિયાન માતબર રકમનું દાન પણ શાળાને પ્રપ્ત થયું. રંગારંગ કર્યક્રમમાં સરકારી શાળાના બાળકોએ દેખાડેલું કૌવત નિહાળી સૌ દંગ બની ગયા. આ કૌવતનું આકર્ષણ બાળકોને શાળા સુધી લઈ આવવા માટે એક  નિમિત્ત બન્યું હતું . શાળા હજુ પણ ગામનાં તમામ બાળકોને સરકારી શાળામાં લાવવા પ્રતિબધ્ધ છે . આગામી સમયમાં શાળામાં ગ્રીન સ્કુલ , જ્ઞાનકુંજ પ્રોજેકટ અમલી બનાવવાનો નિર્ધાર છે .
            શાળાનાં ભાવાવરણને તમામ બાળકો સહિત બધા જ આચાર્ય તરીકે વર્તી શકે તે હદ સુધી લઈ જવાનો મિનેષભાઈ અને શિક્ષકોનો સંકલ્પ છે . શાળામાં આજે કોઈપણ નિર્ણય શિક્ષકો વિદ્યર્થીઓ સાથે મળીને લે છે.  કોઈ પ્ણ સંકલ્પને પુરો કરવા શાળાનું ધ્યેય વાકય - ' સૌને ભણાવવા સહિયારો પ્રયાસ કરીએ અને રાષ્ટ્રભાવના સાથેનાં ઉત્તમ નાગરિક તૈયાર કરીએ ' ની સિધ્ધી માટે  શાળા પરિવાર કટિબધ્ધ છે. 
     જેઓના મર્ગદર્શન હેઠળ સાકરીયા પ્રાથમિક શાળા સફળતાના નવિનત્તમ શિખરો સર કરી રહી છે એવા ઉત્સાહી અને તેજસ્વી આચર્ય મિનેષભાઈને  દિલથી શુભેચ્છાઓ!!

 મિનેષભાઈ પંચાલ સંપર્ક નં. 94285 55483 

લેખન : ઈશ્વર પ્રજાપતિ


( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ





No comments:

Post a Comment