એક કર્મયોગી અને કર્મઠ શિક્ષક કુલદીપ ચૌહાણ
કુલદીપસિંહ ચૌહાણ એક યુવા તેજસ્વી આચાર્ય છે. યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલીસ્ટ હોવા છતાં પ્રાથમિક શાળામાં સેવા આપવાનો નીર્ધાર કર્યો. રવિવાર, જાહેર રજાઓ કે વેકેશનની પરવા કર્યા વિના શાળાને સંપૂર્ણ સમય આપી ધમધમતી કરી. આ આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષકોની મહેનત રંગ લાવી. વિદ્યાર્થીઓમાં તેજ પ્રગટાવ્યું. અને શાળાની આસપાસ ચાલતી ખાનગી શાળાઓની હાટડીયોના પાયા હચમચાવી નાંખ્યા.
એક શિક્ષક ધારે કેવાં પરિણામ સર્જી શકે છે એ જોવું હોય તો
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વાઘજીપુર પ્રાથમિક શાળાની એક મુલાકાત લવી જ પડે. અવનવા શૈક્ષણિક નવતર પ્રયોગો થકી આ શાળા ગુજરાતભરમાં જાણીતી બની છે. શાળાના તેજસ્વી આચાર્ય કુલદીપસિંહે આ શાળાને "પ્રયોગની પાઠશાળા" નામનું બિરુદ અપાવ્યું છે.
આજે આપને ખાસ વાત કરવી છે ખેડા જીલ્લાના એક અનોખા અને પ્રયોગશીલ શિક્ષકની કે જેણે આખા રાજ્યનું નામ રોશન કર્યું છે . અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનું નાનકડું ગામ ગોકુલપુરા એમનું વતન પ્રાથમિક શિક્ષણ સખવાણીયા તો માધ્યમિક શિક્ષણ ઉભરાણ અને કોલેજ ભિલોડા તથા ઉચ્ચ અભ્યાસ પાટણમાં પૂર્ણ કરી ૨૦૦૯ માં બાયડ તાલુકાની તેનપુર હાઈસ્કુલમાં ૨૦૦૯ માં શિક્ષક તરીકેની કારકીર્દીની શરૂઆત કરી. ૨૦૧૪ માં ખેડા જિલાના કપડવંજ તાલુકાની વાઘજીપુર પે સે પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે જોડાઈ આ શાળાને પ્રવૃત્તિઓ થકી રાષ્ટ્ર કક્ષાએ નામના આપવી છે. એક આદર્શ આચાર્ય તરીકે શિક્ષકોના પ્રેરણાશ્રોત એવા કુલદીપસિંહ ભમ્મરસિંહ ચૌહાણ એ આજે આખા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ માટે આદર્શ પૂરો પડ્યો છે.
એમ એ ,એમ એડ ની શૈક્ષણિક લાયકાત અને કોલેજના ત્રીજા વર્ષમાં આખા ગુજરાત માં પ્રથમ આવી ગોલ્ડ મેડાલીસ્ટ બનનાર તથા આઈ આઈ એમ અમદાવાદ જેવી વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા એ જેમના 2 નવતર પ્રયોગો પ્રકાશિત કર્યા છે. અને ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી સાહેબ એ ખાસ અંગત પત્ર પાઠવી જેમને બિરદાવ્યા છે. કુલદીપસિંહ ચૌહાણ ને આજે શિક્ષક જગત માટે પ્રેરણારૂપ બની રહ્યા છે .
સ્વભાવે પ્રયોગશીલ અને ખુબ ઉત્સાહી એવા આ શિક્ષકે વાઘજીપુર શાળામાં ૨૦૧૪ માં જોડાઈ સૌ પ્રથમ ગામ લોકોનો સહકાર સાધી દોઢ લાખ રૂપિયાનું દાન મેળવી ખેડા જીલ્લાના પ્રથમ ડીજીટલ વર્ગની શરૂઆત કરી. શિક્ષણમાં ટેકનોલોજીનો સુંદર સમન્વય કર્યો.બાદ માં ગામ લોકોનો નાતો દૃઢ કરવા ઝોળી લાયબ્રેરીની અનોખા પ્રાયોગની શરૂઆત કરી. શાળાના પુસ્તકોને ગામમાં ઘેર ઘેર પહોંચાડવાનું ઉત્તમ કામ કર્યું.પછીતો શાળાની પ્રવૃત્તિઓને વિશ્વ સમક્ષ મુકવા તેમને એક ઈ બ્લોગ બનાવ્યો. જ્યાં શાળાની તમામ પ્રવૃત્તિઓ મૂકી શકાય જેમાં દર માસે નિયમિત ઝરણું નામે એક ઈ મેગેઝીન પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. આખા માસ દરમિયાન શાળામાં થતી વિધવિધ શૈક્ષણિક અને સહભ્યાસીક પ્રવૃત્તિ આ ઇ મેગેઝિન થકી સમાજમાં પ્રસારીત કરવામાં આવે છે. ટૂક સમયમાંજ ઇ મેગેઝીનના હજારો વાચકો સાંપડયા છે.
ખાનગી શાળામાં જતા બાળકોને અટકાવવા તેમને રાજ્યને ઝીરો ધોરણનો પ્રયોગ કરી બતાવ્યો કે જ્યાં ઉનાળુ વેકેશન પડવાના 45 દિવસ પહેલા 5 વર્ષ પૂર્ણ કરતાં વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી, વાલી સંપર્ક કરી એક વર્ગ શરૂ કરવામાં આવે છે. પહેલું ધોરણ શરૂ થતા પહેલા જ આવા વિદ્યાર્થીઓને વાર્તાઓ જોડકણા અને વિવિધ રમતો થકી શાળાએ આવવું ગમે તેવો વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આ પ્રયોગને સુંદર સફળતા પ્રાપ્ત થઇ. પહેલા ધોરણ માં ખાનગી શાળામાં પ્રવેશ મેળવતા ના તમામ વિદ્યાર્થીઓ આ સરકારી શાળામાં પ્રવેશ મેળવતા થયા.
આચાર્ય કુલદીપસિંહ પાસે એક આગવું વિઝન છે. જેથી આ શાળામાં યોજાતાં બાળમેળા અન્ય શાળાઓ કરતાં અલગ પડે છે. વિદ્યાર્થીઓ ના કૌશલ્યોના વિકાસ માટે અનોખા બાળમેલા તેમને યોજ્યા છે જેમાં બાઈક રીપેરીંગ,મુવી મેકિંગ,ટેલરીંગ ,ની સાથે ફૂડ કોર્ટ પર નાસ્તા વેચીને બાળકોને વ્યવસાય કરવાનો જાત અનુભવ પૂરો પાડી નફો કરાવ્યો છે . તો ધોરણ ૧ ના બાળકો માટે રમતા રમતા શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા સેન્ડ ટ્રે તથા રમત ની દુનિયા જેવા સફળ પ્રયોગો કર્યા છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી નું પ્રમાણ વધુ રહેતું. વિદ્યાર્થીઓને શાળાએ આવતા કરવા આચાર્ય કુલદીપસિંહ એક નવી જ તરકીબ શોધી કાઢી. શાળામાં વિદ્યાર્થીઓની ગેરહાજરીમાં ઘટાડો કરવા ફ્લેગ ઓફ ધ ડે નો એક તદ્દન નવો જ નવતર પ્રયોગ આદર્યો. દીકરા દીકરીઓનાં સફેદ અને ગુલાબી ધ્વજ બનાવ્યા. જે દિવસે છોકરાઓ ની હાજરીનું પ્રમાણ વધારે હોય તે દિવસે છોકરાઓની મનપસંદગીનો ધ્વજ શાળા એ આખો દિવસ ફરકતો રહે છે. અને જે દિવસે છોકરીઓની હાજરી વધુ હોય તે દિવસે છોકરીઓની મનપસંદગીતો ધ્વજ શાળાએ ફરકતો રહે છે. છોકરાઓ અને છોકરીઓ વચ્ચે એક શાળાએ હાજર રહેવાની હોડ લાગી. અને શાળા સો વિદ્યાર્થીઓની 100 ટકા હાજરીની સિધ્ધિ હાસલ કરી.
જ્યારે સૌ વેકેશન માણતા હોય છે ત્યારે આ શિક્ષક દર વેકેશન માં ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો મિત્રો અને દાતાઓના સહકારથી ચલાવે છે. જેમાં અત્યાર સુધી ૧૦૦ થી વધુ યુવાનોને સરકારી નોકરી મળી ચુકી છે.આને આપણે સુપર ૧૦૦ કહીએ તોય ખોટું નથી. અરે જુન ૧૯ નાં વેકેશનમાં પણ આ શિક્ષક વિદેશી તથા અન્ય રાજ્યોના ૨૧ જેટલા ઉત્તમ આર્કિટેક્ટ સાથે રહીને ભારત નું પહેલું ઈકોલોજીકલ સેનિટેશન બનાવેલ છે. જેને જોઈ ભારત કક્ષાએ આ મોડેલ પ્રેરણા રૂપ બન્યું છે. તો શાળામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને સ્માર્ટ બોર્ડ થકી આખા વિશ્વને વર્ગમાં લાવી બાળકોને સંદર્ભો થકી ઉત્તમ શિક્ષણ પીરસી રહ્યા છે. ૩ડી ચશ્માં મંગાવી શાળાના વર્ગમાં જ પોતાનું 3 D થીએટર ઉભું કરેલ છે.
અંગ્રેજી ભાષામાં બાળકોની કચાસ દુર કરવા વેકેશનમાં અંગ્રેજી સ્પોકન વર્ગો કર્યા કે જ્યાં વિના મુલ્યે 15 જેટલા તજજ્ઞોને સેવા આપી. સાથે દાન પણ આપ્યું. અંગ્રેજી ભાષાની રાજ્યની પહેલી લેબ પણ તેમને બનાવી. અહીં હેડફોન વડે બાળકો જાતે અંગ્રેજી શીખી શકે છે. બાળકોમાં અંગ્રેજીનું શબ્દ ભંડોળ વધારવા દરરોજ પ્રાર્થનામાં એક બાળક એક નવો સ્પેલિંગ આપવામાં આવે છે. તથા એક બોર્ડ બનાવ્યું કે જ્યાં રોજ નવા 5 સ્પેલિંગ લખાય. દીકરીઓને મુંઝવતા પ્રશ્નોને વાચા આપી 4 દિવસની જેન્ડર અવેરનેસ શિબિર પણ કરી. બાળકોમાં રહેલી ચિત્રકળાને બહાર લાવવા તેમને એક વોલ ઓફ આર્ટ નામે પ્લેટફોર્મ આપ્યું છે. જ્યાં કોઈ પણ બાળક પોતાની ઈચ્છા મુજબ ચિત્ર દોરી શકે છે. બાળકો એ દોરેલા ચિત્રો આખા ગુજરાત માં વખણાઈ રહ્યા છે. શાળાની વચ્ચોવચ્ચ એક સુંદર જ્ઞાન પરબ નું નિર્માણ કરી બાળકોને પુસ્તક તરફ વાળ્યા છે.
બાળકોમાં છુપાયેલા એક વૈજ્ઞાનિક ને શોધવા શાળા પોતાના વિજ્ઞાન મેળા કરે છે. આવા કૈક પ્રયોગો કરીને આજે શાળાને એક અનોખું પ્રયોગોની પાઠશાળા નામ અપાયું છે. જે ઉચિત અને સાર્થક છે .ખેડા જીલાની 50 એક જેટલી શાળા વ્યવસ્થાપન સમિતિઓ આ શાળાની મુલાકાત લઇ ચુકી છે. ખેડા જીલ્લાની બેસ્ટ સ્કુલનો એવોર્ડ પણ શાળાને મળી ચુક્યો છે.
ફેસબુક, વોટ્સ એપનો ઉપયોગ કરી આખા રાજ્યની શાળાઓને તો પ્રેરણા પૂરી પાડી છે સાથે સાથે દાતાઓના સહકાર થી છેલ્લા 3 વર્ષમાં 10 લાખ રૂપિયા જેટલું માતબર દાન પણ મેળવ્યું છે .આજે ખાનગી શાળાને પણ શરમાવે તેવી એક પ્રેરણાદાયી શાળા ઉભી કરી છે .ગામ થી શાળાને ફાયદો થાય તે વાત સાચી પણ શાળાથી ગામને ફાયદો થાય તે કેટલું અનોખું કહેવાય .વાઘજીપુર શાળાના કામને જોઈ પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન ,સુઘડ,ગાંધીનગરે ગામને દતક લઇ 7 ક્ષેત્રોમાં કામ શરુ કરી દીધું છે. જેના માટે કાયમ ગામમાં જ રહેતા એમના એક ફેલોની પણ નિમણુક કરી છે.
ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી વાઘજીપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી કુલદિપસિંહ ચૌહાણ સફળતાનો યશ તેમના સહયોગી સારસ્વત મિત્રો સખત મહેનતને અને જાગૃત smc ને પરિણામે શક્ય બન્યુ છે. આ શિક્ષકોનો શિક્ષણ પ્રત્યેનો કર્મયોગ, સમર્પણ ભાવ સાચે જ બિરદાવવા લાયક છે.
સ્વભાવેસાલસ,વિચારોએ ઉચ્ચ અને ખુલ્લી આંખે બાળકો માટે સ્વપ્નો જોનાર આ કુલદીપસિંહ ચૌહાણ સાચા અર્થમાં ગુરુની પ્રતિમાને અને પ્રતિષ્ઠાનેઉજાગર કરે છે.
આવા ઉત્તમ શિક્ષકોને વંદન!!
કુલદીપસિંહ ચૌહાણ સંપર્ક નં. : 94283 14904
કુલદીપસિંહ ચૌહાણ સંપર્ક નં. : 94283 14904
લેખન : ઈશ્વર પ્રજાપતિ
( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ
Very nice. Keep it up.
ReplyDeleteઅભિનંદન
ReplyDeleteપ્રાથમિક શિક્ષણ જગતનું ગૌરવ એવા કુલદીપસિંહને અભિનંદન ! અને આવા શિક્ષકોના કાર્યોને ટેકનોલોજીના માધ્યમથી જન જન સુધી પહોંચાડનાર શ્રી ઇશ્વરભાઈને પણ વંદન.
ReplyDeleteVery good
ReplyDeleteખૂબ સરસ ભાઈ, આવા ઉમદા લેખ શિક્ષકો ને પ્રેરણા રૂપ બનશે......
ReplyDeleteવાહ સાહેબ આપને અને કુલદીપસિંહ સાહેબ ને અભિનંદન હદયથી
ReplyDeleteખુબ ખુબ અભિનંદન
ReplyDelete