અરવલ્લી જિલ્લાના સાહિત્ય રત્નો
પદ્મશ્રી દેવેન્દ્રભાઇ પટેલ
(20/10/1945 )
"કભી કભી" કોલમ થકી છેલ્લા પાંચ દશકથી વિશ્વમાં વસતા લાખો વાચકોના હૃદયમાં રાજ કરતા પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરુંદ ગામના વતની છે. ગુજરાતી ભાષાની સાંપ્રત અને ચિરંતન એમ બન્ને કાંઠેથી આત્મસાત કરનાર વર્તમાન અને આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે. ગુજરાતના બે માતબર કામ કરવાનું તેમને અનુભવ છે. દરેક પરિસ્થિતિને આગવી રીતે આ લેખોનું તેમનો આગવો અંદાજ છે તેમણે ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, વિદેશ પ્રવાસ વર્ણનો, ગલ્ફ વોરની કથાઓ અને ઇતિહાસ ગ્રંથો પણ લખ્યા છે.
મુખ્યત્વે સાહિત્યકાર હોય અને પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કર્યું હોય એવા ઝવેરચંદ મેઘાણી હરીન્દ્ર દવે ભગવતીકુમાર શર્મા વગેરેના સાહિત્યની સમુચિત નોંધ લેવાઈ છે પરંતુ એથી ઉલટા ઉદાહરણમાં પત્રકારોના સાહિત્યિક પ્રદાનની નોંધ જવલ્લેજ લેવાઇ છે. ત્યારે યુવા સર્જક અને પત્રકાર માસુંગ ચૌધરીએ પત્રકાર દેવેન્દ્ર પટેલના સર્જનની સમુચિત સમીક્ષા કરી આ ઊણપ દૂર કરવાનો આવકાર્ય પ્રયાસ કર્યો છે. ડૉ. માસુંગ ચૌધરીએ "પત્રકાર દેવેન્દ્ર પટેલનું સાહિત્ય" વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી રજૂ કરી પી.એચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
પત્રકાર લેખક દેવેન્દ્ર પટેલના સાહિત્ય સર્જન અંગે પોતાના તારણમાં માસુંગ ચૌધરીએ કહ્યું હતું કે દેવેન્દ્ર પટેલ ની નવલકથા નું મુખ્ય અને મહત્વનું લક્ષણ બળુકી ઘટના અને તેની આ લેખન શૈલી છે આ શૈલી તેમણે મેળવી નથી પણ ખૂબ સહજ રીતે તેમનામાં પ્રગતિ છે એ જ રીતે તેમની જાનપદી પરિવેશની ચોટદાર અને લાગણીથી ભીંજાયેલી વાર્તાઓ માનસ પટ ઉપર સિનેમેટોગ્રાફી અસર ઉપજાવી શકે છે. આ જ તો એમની વર્ણન શૈલી અને વાત પ્રસ્તુત કરવાની અને વાર્તાની ગૂંથણી કરવાનું અદભુત કૌશલ્ય છે.
જાણીતા કટાર લેખક કૃષ્ણકાંત ઉનડકટના શબ્દોમાં કહું તો “પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ખરા અર્થમાં શબ્દના સાધક છે. એમણે પોતાની જિંદગી શબ્દોને સમર્પિત કરી છે. પત્રકારત્વ અને લેખન વિશ્વમાં આવું વ્યક્તિત્વ 'કભી કભી' જ જોવા મળે છે. બહુ ઓછા લેખકો એવા હોય છે જેની દરેક વિષય પર હથોટી હોય. દેવેન્દ્રભાઇ પટેલ પાસે આવો હુન્નર છે. તેઓની લેખનશૈલી એટલી રસાળ હોય છે કે એક વખત એમનું લેખન વાંચવાનું શરૂ કરે પછી પુરુ કર્યા વગર છોડી શકતો નથી”
હાલ સંદેશની સંસ્કાર પૂર્તિ માં પ્રસિદ્ધ થતી અલંકૃતા નવલકથા સાહિત્ય કૃતિનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. આજના યુગમાં પણ નવલકથા વાંચવા 17 વર્ષના યુવા પેઢીથી માંડી 70 વર્ષના વડીલોને ઝંકૃત કર્યા છે.
સાહિત્ય ક્ષેત્રમાં તેનું યોગદાન મૂલ્યવાન છે. તેઓ માત્ર એક પત્રકાર જ નહીં, પરંતુ એક ઉત્તમ ટૂંકી વાર્તા લેખક પણ છે. તેમણે ગુજરાતીમાં અનેક નવલકથાઓ લખી છે. તેમણે ટીવી સિરિયલ્સ અને ગુજરાતી ફિલ્મ માટે સ્ક્રીનપ્લે માટે નાટકો અને સ્ક્રિપ્ટ્સ પણ લખ્યા છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમના પુસ્તક ઇઝરાઇલ, બાઇબલની ભૂમિ માટે પ્રથમ ઇનામ આપવામાં આવ્યો છે. તેમણે પાટીદારોનો ઇતિહાસ, અમદાવાદનો ઇતિહાસ અને કચ્છનો ઇતિહાસ લખ્યો છે. ગલ્ફ્વાર પર તેમની બે પુસ્તકોને ઇરાકમાં તાજેતરના યુદ્ધના અસાધારણ વર્ણન અને વિશ્લેષણ તરીકે ગણવામાં આવે છે. ટૂંકી વાર્તાઓ, હકીકતો આધારિત વાર્તાઓ, નવલકથા, ઇતિહાસ અને યુદ્ધ જેવા વિવિધ ક્ષેત્રોમાં 60 થી વધુ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમની પોતાની જીવનચરિત્ર 'આંતરક્ષિતિજ' એ સાહિત્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને ઉત્તમ કામ છે.
પત્રકારત્વ ક્ષેત્રમાં તેમના યોગદાન અભૂતપૂર્વ છે. ચીલા ચાલુ પત્રકારત્વ થી હટકે નવો જ ચીલો ચતર્યો છે. આજે તેઓ આગામી ઘણા પત્રકારો માટે એક રોલ મોડેલ છે.
દેવેન્દ્ર પટેલને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 'પદ્મશ્રી' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પદ્મશ્રી દેવેન્દ્ર ભાઈ પટેલ માત્ર અરવલ્લીનું નહીં પરંતુ સમસ્ત ગુજરાત ગૌરવ પૂર્વક નામ લઈ શકે એવું ગૌરવવંતુ નામ છે.
અરવિંદભાઈ ગજ્જર.
13/1/1946
"કોરું મોરું જળ વરશે ને ભીનો ભીનો તડકો,
આવો વાલમ આવો મુજને શ્રવણ જેવું અડકો."
ગીત વાંચતા જ દિલને સ્પર્શી જાય છે. આવા તો અનેક સુંદર ગીતોના ગીતકાર એટલે અરવિંદભાઈ ગજ્જર.
મોરારી બાપૂના સાનિધ્યમાં યોજાતા સાહિત્યના મહાકુંભ એવા અસ્મિતાપર્વમાં તેઓને ગત વર્ષે વાર્તા પઠનનું સદભાગ્ય સાંપડ્યું હતું. મોરારી બાપૂના સાનિધ્યમાં વાર્તા પાટણ કરી લોકોના દિલ જીતી લેનાર અરવિંદભાઈ ગજ્જરનું મૂળ વતન તો મહીસાગર જિલ્લાનું નાનકડું ગામ શામણા. પરંતુ વર્ષો થી તેઓએ અરવલ્લી પંથક ને પોતાની કર્મભૂમિ બનાવી છે. હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે 36 વર્ષ યશસ્વી સેવાઓની સાથે સાથે તેઓ એ સાહિત્યની પણ સેવાઓ કરી છે. હાલ મોડાસા ખાતે સાહિત્યિક પ્રવૃત્તિઓ થી ધમધમતી સંસ્થા "શબ્દ સેતુ" ની તેઓ પાયાની ઈંટ છે. આજે આ સંસ્થા ની ખ્યાતિ સમસ્ત ગુજરાત ના સાહિત્ય જગતમાં ફેલાઈ છે.
કિશોર અવસ્થા થી જ સાહિત્યમાં ગજબનો શોખ ધરાવતા. કિશોર અવસ્થાથી લેખન ના પગરણ મંડ્યા. અને તેઓની કવિતાઓ, વાર્તાઓ પ્રસિદ્ધ સામયિકોમાં છપાતી થઈ. આકાશવાણી ઉપરથી અનેકવાર કૃતિઓ રાજુ કરવાનો યશ તેઓને મળ્યો છે.
ગુજરાત ના ખ્યાતનામ કવિ સુરેશ દલાલે ગીત સંચય કર્યો એમાં અરવિંદભાઈ ના ગીતો સ્થાન પામ્યાં. આ ઉપરાંત ગુજરાતના ઘડવૈયા નામે જીવન ચરિત્રનું પુસ્તક કર્યું. દેશના મહાનુભાવો લાલબહાદુર શાસ્ત્રી, મહારાણા પ્રતાપ, શિવાજી અને બુદ્ધની ચરિત્રની પુસ્તિકાઓ તૈયાર કરી. મોડાસા બી.એડ.કોલેજના મુખપત્ર નુતન અધ્યાપનમાં સંપાદન મહત્વનું કામ પણ તેઓએ સફળતા પૂર્વક કર્યું.
સેવા નિવૃત્તિ બાદનો તમામ સમયે સાહિત્યની સેવામાં ગાડે છે સાહિત્યને લગતા કોઈપણ કાર્યક્રમ હોય તો તેઓ અચૂક હાજરી આપે છે. રાવજી પટેલ તેઓના પ્રિય કવિ છે. ગુજરાતના કોઇપણ ખૂણામાં રાવજી પટેલ ની કવિતાને લગતા કોઈપણ કાર્યક્રમ હોય તો તેઓ આ ઉંમરે પણ જવાનું ચૂકતા નથી.
અલ્પેશભાઈ પટેલ
બહુ ઓછા પત્રકારો સાહિત્યકાર પણ છે અને બહુ ઓછા સાહિત્યકારો પત્રકાર પણ છે ભાઈ અલ્પેશ પટેલ પત્રકાર અને સાહિત્યકાર બેઉ છે તેમનામાં સમાચારની શુઝ પણ છે અને માનવ સંબંધોની ગહેરાઇની સમજ પણ છે. માનવ સંવેદનાઓને તેઓ સરસ રીતે ઝીલી પણ શકે છે અને એ આવિર્ભાવ સરસ રીતે શબ્દોમાં ઢાળી પણ શકે છે. અત્યાર સુધી તેઓના ચાર પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. જેમાં મુખ્યત્વે નવલકથા, ટૂંકીવાર્તા અને પ્રેરણાત્મક લેખો છે. "સંદેશ" અખબારમાં દર રવિવારે આવતી ધારદાર કોલમ "ચલતે ચલતે" થકી તેઓ વાંચકોમાં ખૂબ પ્રસિધ્ધિ પામ્યા છે.
અરવલ્લીના આ યુવા સર્જક પાસે સાહિત્ય જગતને ખૂબ અપેક્ષાઓ જગાવી હોય એ સ્વાભાવિક છે.
(અરવલ્લીની વિરાસત વિશે વધુ જાણીશું આવતા સોમવારે)
લેખન - :ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)
નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી
(અરવલ્લીની વિરાસત વિશે વધુ જાણીશું આવતા સોમવારે)
લેખન - :ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)
નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી
ખૂબ સરસ
ReplyDelete