Monday, October 7, 2024

સમર્થ શિક્ષક-આચાર્ય અને લેખક : ઇશ્વરભાઈ પ્રજાપતિ - ડૉ. મોતીભાઈ પટેલ (તંત્રી સમણું )

 સમર્થ શિક્ષક-આચાર્ય અને લેખક ઇશ્વરભાઈ પ્રજાપતિ




        શિક્ષક વાંચે, લખે અને વૈચારિક પ્રસાદ સમાજમાં વહેંચાતો રહે એથી રૂડું બીજું શું હોએએ શકે !ઈશ્વર પ્રજાપતિ આવા અભ્યાસુ, ઉત્સાહી, સ્મિતસભર અને ઉર્જાથી તરવરતા યુવાન આચાર્ય છે. તેઓએ સંશોધનપૂર્ણ નક્કર લેખન કરી ‘અરવલ્લીની અસ્મિતા’ અને ‘વ્યક્તિવિશેષ’ નામે પુસ્તક કરી અરવલ્લીની ધરાની ખુબ મોટી સેવા કરી છે.

         ‘અરવલ્લીની અસ્મિતા’ પુસ્તકમાં જીલાની પ્રાચીન ભવ્ય સાંસ્કૃતિક ધરોહરની વાત છે., તો સાથે સાથે સાંપ્રત સમયમાં જીલાએ ભરેલી વિકાસની હરણફાળની પણ વાત છે. ઐતિહાસિક સ્થાનો, આપણા ગૌરવવંતા દેવાલયો, જાળાશયોથી માંડી જીલ્લાની સેવાભાવી સંસ્થાઓની વાતને શબ્દબદ્ધ કરી છે.

           જિલ્લાને દેશ દુનિયામાં ગૌરવ અપાવનાર માનવરત્નો અને જાત ઘસીને સમાજને સુવાસિત રાખતા મુઠ્ઠી ઊંચેરા માનવીઓનાં જીવનદર્શનના પ્રેરણાત્મક લેખો સમાવિષ્ઠ કરતુ ‘વ્યક્તિવિશેષ’ પુસ્તક અનેક વાચકો માટે પ્રેરણારૂપ બની રહેશે. ઈશ્વરભાઈની લેખન શૈલી સરળ અને રસપ્રદ છે. આવા સમર્થ શિક્ષક-આચાર્ય અને લેખક ઇશ્વરભાઈની ક્ષિતિજો વધુ ને વધુ વિસ્તરતી રહે એવી અભ્યર્થના.

-ડૉ. મોતીભાઈ પટેલ

કેળવણીકાર

તંત્રી શ્રી, સમણું  

---------------------------------------------------------------------------------------------------- 

 


 

No comments:

Post a Comment