સરદાર પટેલનું પુનરાગમન : આ ઉપવસ્ત્ર વિનાના સાધુએ જે ઝેરનાં ઘૂંટ પી પી ને રાષ્ટ્રહીત કાર્યમાંમાં ક્યાંય કચાસ ન આવવા દીધી.
વકીલાતની ધિખતી પ્રેક્ટિસ છોડીને દેશ માટે પોતાનું સમસ્ત જીવન ન્યોછાવર કરી દેનાર સરદાર સાહેબના ત્યાગ અને બલિદાનનો જોટો જડે તેમ નથી. આ ત્યાગી પુરુષે દેશ હિત માટે સતત કડવા ઘૂંટડા પી ને અમી ઓડકાર ખાધો છે. તમિલનાડુના પૂર્વ ગવર્નર, પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિચક્ષણ વકિલ એવા કે.કે. સાહેબ સાથે સરદાર સાહેબનો અંગત ઘરોબો હતો. પૂજ્ય કે.કે. શાહ સહબના સુપુત્ર આદરણીય પ્રકાશભાઈ કે.શાહ સાહેબના હૃદયમાં સરદાર સાહેબના અનેક મધુર સ્મરણો આજે પણ સચવાયેલા છે. વડાપ્રધાન પદ માટે સરદાર પટેલની તરફેણમાં બહુમતી મત મળ્યા હોવા છતાં તમને ક્ષણ નો પણ વિલંબ કર્યા વિના પદ જતું કર્યું.. કેવું વિરાટ બલિદાન!
આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબને મળ્યા પછી સરદાર સાહેબને જાણવા વધુ ઉત્કંઠા જાગી. સરદાર સાહેબના વ્યક્તિત્વના અભ્યાસ માટે એક પુસ્તક હાથ લાગ્યું. પુસ્તકનું નામ છે "સરદાર પટેલનું પુનરાગમન."
ગુજરાતના વિચારપુરુષ ગુણવંત_શાહે સરદાર પટેલનું પુનરાગમન પુસ્તક ભેટ ધરીને બહું મોટું પુણ્યકર્મ કર્યું છે. એક ગુજરાતી વાંચક તરીકે ગુણવંત શાહનો આભાર વ્યક્ત કરવા શબ્દો જડતા નથી. અનેક આધારભૂત સંદર્ભો અને સાહિત્ય ને ટકોરા મારી મારીને ગુણવંત શાહે પુસ્તકના પાને પાને જે સત્યો અને તથ્યો તારવી આપ્યા છે એ સરદારને સમજવામાં આજની પેઢી માટે ઘણાં ઉપકારક થઈ પડશે. ઇતિહાસમાં સરદારને થયેલા અન્યાય ની હકીકતો જાણી ને હ્રદયનો ચચળાટ સમવાનું નામ નથી લેતો..
આ ઉપવસ્ત્ર વિનાના સાધુએ જે ઝેરનાં ઘૂંટ પી પી ને રાષ્ટ્રહીત કાર્યમાંમાં ક્યાંય કચાસ ન આવવા દીધી. સરદારના વ્યક્તિત્વ ને વધુ નજીક થી નિહાળવા આ પુસ્તક વાંચવું જ રહ્યું. એમ છતાં આ પુસ્તકના પાનાઓ પર ના કેટલાક અવતરણો મેં ટાંકવાની ગુસ્તાખી કરી છે.
1) કવિ હ્રુદય નેહરુ વડાપ્રધાન ન બન્યા હોત તો દુનિયાને પાંચ-છ ઉત્તમ ગ્રંથો પ્રાપ્ત થયા હોત. 78
2)નેહરુ વડાપ્રધાન બને તે ઘટના જ "ઐતિહાસિક અપરાધ" જેવી હતી. 80
4) 'નહેરુ આદર્શવાદી સ્વપ્નદ્રષ્ટા હતા જ્યારે પટેલ કડક શિક્ષક હતાં જેવો દિવાલ પર સોટી ભરાવેલી રાખતા.' -દુર્ગાદાસ (સેનગુપ્તાનું પુસ્તક પા નં.367)
પા. નં -92
5) સરદાર ભારતના ગવર્નર જનરલ રાજાજીને કહ્યું કે કેબીનેટની મીટિંગમાં નહેરુએ હૈદરાબાદ અંગે લેવાના પગલાને વિલંબમાં નાખવા માટે પોતાનાથી બનતું બધું જ કર્યું અને કહ્યું કે કદાચ હૈદરાબાદનો પ્રશ્ન યુનોમાં ઉઠાવવામાં આવશે. સરદારે સાફ સંભળાવી દીધું "હું મારા મનમાં બિલકુલ સ્પષ્ટ છું. આપણે લડવું જ પડશે અને નિઝામ તો ખલાસ થઈ ચૂક્યો છે. આપણે રાષ્ટ્રના પેટમાં આવું ચાંદુ (અલસર) રાખી ન શકીએ નિઝામ નો વંશ હવે ખતમ થઈ ચૂક્યો છે" નહેરુ ગુસ્સામાં મીટીંગ છોડીને ચાલી ગયા અને સરદારે બાકીનો એજન્ડા પૂરો કર્યો. --સરદાર પુત્રી મણીબેન ની ડાયરીના પાનાં પરથી. પા નં. 114
6) ઘનશ્યામ દાસ બિરલાએ કહેલું : "જો ગાંધીજી ના સંપર્ક માં ના આવ્યા હોત તો નેહરુના સમગ્ર પરિવારે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોત.
-સરદાર પુત્રી મણીબેન ની ડાયરીના પાનાં પર 13/9/1950 ની નોંધ
પા. નં- 115
7)નેહરુએ બાબરી મસ્જિદનો પ્રશ્ન પણ ઉઠાવ્યો પરંતુ સરદારે એટલું સ્પષ્ટ ને જણાવ્યું કે સરકાર મસ્જિદ બાંધવા પાછળ કોઈ પણ ખર્ચ કરી શકે નહીં . - એમણે સરદારે ) નેહરુને જણાવ્યું કે સોમનાથના મંદિરની પુનઃરચનાનો પ્રશ્ન જુદો હતો . એ માટે ટ્રસ્ટ રચવામાં આવ્યું હતું અને લગભગ ૩૦ લાખનો ફાળો એકઠો . કરવામાં આવ્યો હતો . સરદારે નેહરુને જણાવ્યું કે ટ્રસ્ટના અધ્યક્ષ જામસાહેબ હતા અને સભ્ય ક . મા . મુનશી હતા . સરકારનો પૈસો એમાં વપરાવાનો ન હતો . આ સાંભળીને નેહરુ શાંત થઈ ગયા .
- સરદાર પુત્રી મણીબેન ની ડાયરીના પાનાં પર તા . ૨૯ - ૧૯૫૦ ની નોંધ
પા. નં -115
8) ગુંડો એટલે ગુંડો! એને સજા કરતી વખતે એની કોમ ન જોવાય. સરદાર નું સેક્યુલરીઝમ સો ટચ નું હતું. 132
9) શિક્ષિત મુસ્લિમો અને શિક્ષિત હિંદુઓને કોમી હુલ્લડો કદી નહીં પોસાય. એક કોમી હુલ્લડ બરાબર કેટલા લીટર લોહી,કેટલા મિલીલીટર આંસુ અને કેટલા લાખ ડૂસખા?? પા.નં132
10) ઇન્ડોનેશિયા જેવા ઇસ્લામી દેશોમાં વસ્તી નિયંત્રણનું કામ મુલ્લાઓ એ ઉપાડી લીધું હતું. મુલ્લાઓ પોતે જ સંતતિ નિયમન માટે ના સાધનો લોકોમાં વહે તે એવું ત્યાંની ઈસ્લામી સરકારે ઠેરવ્યું હતું એ હતું સાર્વત્રિક શિક્ષણ નો ચમત્કાર. પા.નં. -133
11)ગાંધીજીના વિદ્વાન પૌત્ર શ્રી રાજમોહન ગાંધીએ પોતાના ગ્રંથમાં . નોંધેલો પ્રસંગ એમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત છે : પણ સાથોસાથ મુસલમાનોનું ગેરવર્તન સાંખી લેવા અથવા પોતાનું સ્પષ્ટ અને કડક વર્તન છોડી દેવા ( સરદાર ) તૈયાર ન હતા . સપ્ટેમ્બરની ૧૩મી તારીખે શહેરમાં ફરતાં ફરતાં વલ્લભભાઈ ફૈઝબજાર પોલીસ સ્ટેશન પાસે રોકાયા હતા ત્યારે મુસ્લિમ માલિકીના મકાનમાંથી છૂટેલી ગોળી એમના કાન પાસે થઈને સનનન કરતી ગઈ . આખું મકાન ફૂંકી માર્યા સિવાય ગોળી છોડનાર હાથમાં આવશે નહીં તેવું પોલીસ અધિકારીએ કહ્યું ત્યારે વલ્લભભાઈએ આદેશ આપ્યો : ફૂંકી મારો .133
12) | મૃત્યુ માંડ ત્રણ દિવસ છેટું હતું ત્યારે સરદાર પટેલે પોતાના ખાસ વિશ્વાસુ સાથી ગાડગિલને કહેલા શબ્દો સરદારસાહેબની મહાનતાનો અડીખમ પુરાવો ગણાય. એમણે ગાડગિલને કહ્યું : “ હવે હું જીવવાનો નથી , પણ એક વચન આપો.” ગાડગિલે હા પાડી ત્યારે સરદારે તેમનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું : “ જવાહરલાલ જોડે ગમે તેટલા મતભેદ થાય તો પણ તેમને એકલા છોડીને જશો નહીં.” આવું વચન લેનારા મહાન સરદાર પ્રત્યે જેમને પક્ષપાતપૂર્ણ આદર પેદા ન થાય તે મનુષ્યમાં જરૂર કોઈ પાયાની ખોડ હોવી જોઈએ. આવી . હૈયાની મોટપ પંડિત નેહરુએ સરદાર પ્રત્યે ક્યારે બતાવી ?પા. નં. -152
13) સરદારે પોતાના પૌત્ર બિપિનને કહેલા શબ્દો યાદ રાખવા જેવા છે.
"રોટલો ખાવા મળે તો મારી પાસે આવજો. પણ મારા નામેં કમાશો નહીં. સરદારના નામનો ઉપયોગ કદી કરશો નહીં. હું દિલ્હીમાં છું ત્યાં સુધી દિલ્હીથી હંમેશા બે માઈલ દૂર રહેજો."
પા નં.-156
14) મોહમ્મદઅલી ઝીણા કોઈ વાતે ગાંઠતા નહોતા . સરદાર , સ્ટેફર્ડ ક્રિપ્સ અને લિયાકતઅલી વચ્ચે ૧૫ મેને દિવસે પાંચ વાગે બેઠક યોજાઈ . પરિસ્થિતિ ગૂંચવણભરી બનતી જતી હતી. ગાંધીજી જો કે ઝીણા સાથે એકપક્ષી ભલાઈ બતાવ્યે જ જતા હતા. ઝીણા ભલાઈને નબળાઈ સમજતા હતા . + ઝીણાને પહોંચી વળે એવા એકમાત્ર સ્ટેટ્સમૅન સરદાર પટેલ હતા , પરંતુ એમને ગાંધીજીની આમન્યા વારંવાર નડતી હતી . બીજી બાજુ , કશમીરનું કોકડું પણ - ગંચવાતું જતું હતું . પા.નં.173
15) "મને એવુ લાગ્યું કે જો ભાગલા ન સ્વીકાર્યા હોત તો ભારત પણ અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું હોત. પછી એક નહીં અનેક પાકિસ્તાન ઊભાં થયાં હોત!"
-25 નવેમ્બર1948 બનારસ હિન્દૂ યુનિવર્સિટીમાં માં સરદારે આપેલું પ્રવચન. પા. નં. - 174
16) લગભગ એક હજાર વર્ષની શાસક મુસ્લિમો તરફથી લદાયેલી અમાનુષી ગુલામી ઈ.સ 712 માં મોહમ્મદ કાસીમ એ સિંધ પર ચડાઈ કરી ત્યારથી શરૂ થઈ અને ઔરંગઝેબનું મૃત્યુ થયું તે વર્ષ ઈ.સ 1907 માં પૂરી થઈ આ સમયગાળામાં ઘણા ખરા વર્ષો દરમિયાન ભારતની હિંદુ બહુમતિ ગુલામ જ હતી. જાજીયા વેરો કેમ આપવાનો કારણકે તમે મુસલમાન નથી. એવી લાંબી ગુલામી એ હિન્દુઓ ને કાયર સલામતી પ્રિય અને મરણ ભયથી ધ્રુજતા બનાવ્યા. પા. નં -185
17) સરદારનો સંપર્કમાં આવેલા ઉચ્ચ અધિકારીઓ આપસમાં વાત કરતી વખતે કહેતા : "સરદાર ન હોય ત્યારે ખુરશી પર એમના સ્થૂળ દેહને બેસાડી રાખવાની ગોઠવણ કરવામાં આવે તોય શાસનને ઝાઝી આંચ ન આવે" શાસક ઢીલો હોય તો ભ્રષ્ટાચારી બ્યુરોક્રસીશાસકની ઉલ્લુ જ બનાવે. પા. નં. 188
18) "હૈદરાબાદ એક ઇસ્લામી રાજ્ય છે . ઇન્ડિયન યુનિયન સમગ્ર દક્ષિણ પ્રદેશમાંથી મુસ્લિમ શાસનને ખતમ કરવા માગે છે. યાદ રાખજો કે ભારતમાં સાડા ચાર કરોડ મુસલમાનો વસે છે . ઇત્તેહાદ એવું ઇચ્છે છે કે દેશનો પ્રત્યેક મુસલમાન એની ફરજ બજાવે . મને કહેતાં આનંદ થાય છે કે મુસ્લિમ સ્ત્રીઓ પણ રઝાકારોને સાથ આપવા તત્પર છે. આપણે દક્ષિણ ભારત પર ૮00 વર્ષોથી શાસન કરતા આવ્યા છીએ . મને ખાતરી છે કે તમે સૌ જેહાદની ભાવનાથી ભરેલા છો . કરબલાને યાદ કરો. જો હિંદુસ્તાન આજે આઝાદ હોય , તો તે મુસલમાનોની તલવારને કારણે છે. ( સભામાં તલ્લણ ‘ દિલ્હી ચલો ' નાં સૂત્રો પોકારવામાં આવ્યાં . ) હિન્દુ તો કાફિર છે . એ પથ્થરને પૂજે છે .એ હિન્દુ ગાયના છાણને ખાય છે અને વળી ધર્મના નામે ગાયનો પેશાબ પીએ છે. એ જંગલી છે, અને તોય આપણા પર રાજ કરવા માગે છે . કેવી મહત્ત્વાકાંક્ષા અને કેવું દિવાસ્વપ્ન ! ”
-- કાસીમ રિઝવીના ભાષણના અંશ.(ઇત્તેહાદ જેવા કટ્ટરપંથી સંગઠન નો નેતા. (પા. નં. 191)
19) ચીન અંગે સરદાર પટેલે જે પત્ર વડાપ્રધાન નહેરુને 7મી નવેમ્બર 1950 ના દિવસે પાઠવ્યો હતો. તેનો કાચો ખરડો ગિરજાશંકર વાત તૈયાર કર્યો હતો. 1962 માં ચીને ભારત પર આક્રમણ કર્યું હતું. સરદારનો એ પત્ર ઐતિહાસીક સાબિત થયો હતો. સરદારે પોતાના એ પત્રમાં ચીન અંગે દસ ચેતવણી આપી હતી. નહેરુએ એ પત્રનો જવાબ પણ આપ્યો ન હતો.
20) એક હિંદુ સાચો 'હિન્દુ' બને કે એક મુસલમાન સાચો 'મુસલમાન' બને તો તે જરૂર ભારતનો અને વિશ્વનો નિરુપદ્રવી નાગરિક બની શકે. (પા.નં. 204)
21)સમજવાદનો જાદુ : જો તમે કેન્દ્ર સરકારને સહરાના રણના તાબામાં મુકો, તો પાંચ વર્ષમાં રેતીની અછત ઊભી થશે. - ડેવિડ લોઇડ જ્યોર્જ
(રજનીકાંત પુરાણીક ના પુસ્તકમાંથી -231)
પા. નં. 219
22) દુર્ગાદાસે ગાંધીજીને સીધો જ પ્રશ્ન પૂછ્યો : નેહરુને પસંદ કર્યા અને પટેલને બાજુએ શા માટે રાખ્યા ? મહાત્માનો જવાબ હતો : જવાહર મારા કેમ્પમાં એક માત્ર અંગ્રેજ ( Englishnan ) છે . જવાહર બીજું સ્થાન નહીં સ્વીકારશે . જવાહર વિદેશોમાં સરધર કરતાં વધારે જાણીતા છે અને આંતરરાષ્ટ્રીય મામલાઓમાં ભારતની ભૂમિકા ભજવશે . સરદાર દેશના પ્રશ્નોની સંભાળ રાખશે . દેશના ગાડા સાથે જોડાયેલા બે બળદોની જેમ સરકારનું ગાડું ચલાવશે એકને બીજાની જરૂર પડશે અન બન સાથે મળીને ચલાવશે - હિંડોલ સેનગુપ્તાનું પુસ્તક પાન - ૨૭૩ )
પા. નં. 221
23) ૧૯૪૮ના ફેબ્રુઆરીના અંતભાગે સરદાર પટેલે પંડિત નેહરુને લખ્યું : બાપુની હત્યા અંગેના કેસમાં મેં પોતે હત્યાના કેસની ગતિવિધિ સાથે સંપર્કમાં રહેવાનું રાખ્યું છે . એવું સમજાતું જાય છે કે એમાં RSS કરાયા સંકળાયેલ હોય તેવું બહાર આવતું નથી . એ કામ તો હિંદુ મહાસભાની એક પાગલ શાખાનું હતું . ( હિંડોલ સેનગુપ્તાનું પુસ્તક , પાન - ૩૬૦ )
પા.નં. 222
24) લોકજાગૃતિ થોડા માણસોના ભારે ભોગથી થાય છે.
-ગુજરાત સમાચાર (8/9/1938) પા. નં. 225
25) થોડો ત્યાગ કરનારની હિન્દુસ્તાનમાં લોકો પૂજે છે એથી તો પાખંડીઓ પૂજાય છે. ભગવું પહેર્યું એટલે ભોળો હિન્દુ તેને સાધુ માને છે. ભગવાધારી એટલા સાધુ નથી. તેમ ધોળી ટોપી ને ધોળું કુંડરતું પહેર્યું એટલે ગાંધીના માણસ નથી થઈ જતા.
- સરદાર પટેલ ( હરિજન બંધુ 9 જાન્યુઆરી 1939 (પા નં. -226)
26) "અંગ્રેજો હિંદુ-મુસ્લિમ વિખવાદની વાતો કરે છે, પરંતુ એમને માટે આ બાબતની જવાબદારી કોણે માથે મારી?? જો મને માત્ર એક જ અઠવાડિયા માટે બ્રિટન પર રાજ કરવાની છૂટ આપે ,તો હું એવા એવા મતભેદો ગ્રેટ બ્રિટનમાં સર્જી શકું, જેથી સ્કોટલેન્ડ વેલ્સ અને આયર્લેન્ડ કાયમ માટે લડતા રહે".
-સરદાર વલ્લભભાઈ પટેલ (હિંડોળો સેનગુપ્તા ના પુસ્તકમાંથી) (પા.નં 229)
27) ઇન્દિરા ગાંધી કટોકટી લાદી પછી સમાજવાદ અને સેક્યુલરિઝમ જેવા બે પરદેશી મૂળના શબ્દો બંધારણના પ્રાસ્તાવિક માં ઘૂસાડ્યા હતા. કેવળ વોટબેન્ક માટે આવું પાપ ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું . નેહરુના કુળ તરફથી દેશ પર જે બાબતો માથે મારવામાં આવી તેનાથી હજી દેશ પૂરે પૂરો નથી થયો. (પા.નં 232)
28) ભારતરત્નમાં પણ રાજકરણ ? ડૉ . રાધાકૃષ્ણને ભારતરત્ન ૧૯૫૪માં મળ્યો . ચક્રવર્તી રાજગોપાલાચારીને ભારતરત્ન ૧૯૫૪માં મળ્યો . નેહરને ૧૯૫૫માં મળ્યો . જ્યારે તેઓ પોતે જ વડાપ્રધાન હતા . ગોવિંદવલ્લભ પંતને ૧૯૫૭માં , બી . સી . રૉયને ૧૯૬૧માં અને ઇન્દિરા ગાંધીને ૧૯૭૧માં મળ્યો જ્યારે તેઓ પોતે જ વડાપ્રધાન હતાં. પછી વી. વી. ગીરીને ૧૯૭૫માં અને કામરાજ નાદરને ૧૯૭૬ માં મળ્યો અને વિનોબા ભાવેને ૧૯૮૩માં ભારતરત્ન પ્રાપ્ત થયો હતો . મદ્રાસના એમ . જી . રામચંદ્રનને ૧૯૮૮માં પ્રાપ્ત થયેલો . નેહરુ - ગાંધી પરિવારે સંજય ગાંધીને ભારતરત્ન ન આપ્યો તે માટે આભાર. ડૉ. આંબેડકરને ૧૯૯૦માં, સરદાર પટેલને ૧૯૯૧માં, નેતાજી સુભાષ બોઝને 1999 ભારતરત્ન પ્રાપ્ત થયા . શ્રી ગોપીનાથ બારડોલાઈને ૧૯૯હ્માં એ સન્માન મળ્યું . આ ચાર જણાને તો ૧૯૫૪માં જ આ સન્માન પ્રાપ્ત થવું જોઈતું હતું .
પા નં235
29) ૧૯૪૬ની કોંગ્રેસ કારોબારી ઐતિહાસિક હતી. એમાં કોંગ્રેસના પ્રમુખ બને તે નેતા ભારતનો વડાપ્રધાન બનવાનો હતો. એ વખતે સરદારને પ્રાંતિક સમિતિઓએ તરફથી 15 મત મળ્યા હતા. અને નેહરુને એક પણ મત મળ્યો ન હતો. આવી સ્થિતિમાં ગાંધીજીએ કૃપલાનીજી દ્વારા એક ચબરખી સરદારને મોકલી અને હરીફાઇમાંથી ખસી જવા જણાવ્યું. સરદારે એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો. અને સહી કરી આપી એ સહી દેશની કેટલી મોંઘી પડી તેની ખરી હકીકતો ઇતિહાસ જરૂર ગણાવશે. (પા. નં 252)
30) કાશ્મીરની સમસ્યા અંગે પંડિત નેહરુનો અભિગમ લગભગ ભોળા બહાણ જેવો હતો . શેખ અબ્દુલાએ જે માણ્યું તે નેહરુએ ધરી દીધું . શું શું ધર્યું ? (૧) કાશ્મીરનો ઝંડો જુદો હોય (૨) કાશ્મીરનું બંધારણ જુદુ હોય અને ( ૩ ) કાશ્મીરના મુખ્યપ્રધાનને વડાપ્રધાન ( પ્રીમિય૨ ) ગણવા રહ્યા. નેહરુએ જે ભૂલો કરી તેના પરિણામો આજે પણ દેશ ભોગવી રહ્યો છે . ( જોકે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની સરકારે ૩૭૦ કલમ દૂર કરી દેશ હિત માટે ખૂબ મહત્વ પૂર્ણ પગલું ભરી જબરજસ્ત ઉદાહરણ પૂરું પાડ્યું છે.)
31) શાયર કહે છે :
લમ્હોંને ખતા કી થી .
સદીઓને સજા પાઈ. (પા.નં- 269)
પુસ્તકમાંથી પસાર થતાં થતાં હું સરદારમય છું. સરદાર ને સમજવા માટે ગુણવંત શાહે અનેક સંદર્ભોના અભ્યાસ માટે કરેલી મથામણ માટે સરદાર પ્રેમી અને સરદાર શત્રુ (આ વાંચ્યા પછી કોઈ બચ્યું હોય તો!) બન્ને ઋણી રહેશે..
આદરણીય પ્રકાશભાઈ શાહ કહે છે "આજની યુવા પેઢીએ આપણા ઈતિહાસનો અભ્યાસ કરવો જોઈએ. આપણા પૂર્વજોએ આપેલા બલિદાનને ક્યારેય વિસરી શકાય નહિ. અને દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા અને દેશ ઉજ્જવળ ભવિષ્ય માટે યુવાનો એ ચળવળ ચલાવવી જોઈએ. તો અને તો જ બાપુ અને સરદાર સાહેબે જોયેલા ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ થશે."
-- ઈશ્વર_પ્રજાપતિ
98251 42620 (whtsp)
No comments:
Post a Comment