Monday, May 13, 2024

HAPPY BIRTHDAY SIR

 

ભગવાં વસ્ત્રોમાં નહિ પરંતુ શૂટ-બૂટમાં સાધુ પુરૂષનાં દર્શન કરવાં હોય તો એક વાર પ્રકાશભાઈ શાહ સાહેબને મળજો. સાચું કહું છું જીવન ધન્ય થઈ જશે.

          ક્યારેક ગાંધીનગર જવાનું થાય તો 19 સેકટરમાં આવેલા પુનિતવનના જાહેર શૌચયલની મુલાકાત અવશ્ય લેજો! જાહેર શૌચાલયની સ્વચ્છતા, સુઘડતા જોઈ તમે અચરજ  પામો તો નવાઈ નહી! ભારતમાં વળી જાહેર શૌચાલય આટલું નિટ એન્ડ ક્લીન ?? વાત માન્યામાં ન આવે એ સ્વાભાવિક છે. પરંતુ આ ચમત્કાર સર્જ્યો છે વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયેલા એક સવાયા ભારતીય એવા આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબે ! તેઓ જયારે ગાંઘીનગર આવે ત્યારે નિયમિત પુનિત વનમાં મોર્નિંગ વોક માટે નીકળે ! એ સમયે જાહેર શૌચાલયની દુર્દશા કોઈ હૈયું કકળી ઉઠ્યું.. ગાંધીના દેશમાં આવી દુર્દશા કેમ ચાલે?. એમને થતું કે આખી દુનિયામાં ફરું છું પરંતુ  વિકસિત દેશોની સરખામણીમાં સ્વચ્છતા બાબતે આપણે જેટલા પછાત છીએ એટલું કદાચ બીજું કોઈ નહિ હોય ! અને બસ એ દિવસથી એ જાહેર શૌચાલયની સ્વરછતાની સંપુર્ણ જવાબદારી પોતે ઉપાડી લીધી. તેઓ નિયમિત રૂબરૂ જઈ સફાઈની ચકાસણી કરે. જોત જોતામાં શૌચાલયની સિક્કલ બદલાઈ ગઈ. ભારતમાં પણ પબ્લિક શૌચાલય આવું હોઈ શકે છે. એક માણસ જો ધારે તો કેવું જાદુઈ પરિણામ લાવી શકે છે એનું આ ઉદાહરણ છે.

        મારી લેખનયાત્રા દરમિયાન વિધવિધ ક્ષેત્રની અનેક  વિભૂતિઓને મળવાનું સદનસીબ સાંપડ્યું છે. આ બધાંમાં મુઠ્ઠી ઊંચેરી એક વિરલ વિભૂતિની અમીટ છાપ મારા હૃદયમાં ઝીલાઈ ! અને આ વિરલ વિભૂતિ એટલે  આદરણીય પ્રકાશભાઈ કે. શાહ સાહેબ !
       કોણ છે પ્રકાશભાઈ શાહ ?? જાણો છો ?? પરમ આદણીય પ્રકાશભાઈ શાહ સાહેબનો પરિચય આપવા માટે શબ્દનો ગજ ટુંકો પડે. મને એ તારીખ બરાબર યાદ છે. તારીખ 17 નવેમ્બર 2022 નો એ દિવસે ! આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબ સાથે પહેલી વાર મુલાકાત થઈ. કેટલાય સમયથી આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબને મળવાની પ્રબળ ઝંખના હતી. 17 નવેમ્બરે    પરિપૂર્ણ  થઈ. સુદીર્ઘ સંવાદ થયો. હું અવાક બની તેઓને સાંભળી જ રહ્યો. તેઓને મળ્યા તેઓ વિશે ઘણું સાંભળ્યું હતું પરંતુ મળ્યા પછી એવું લાગ્યું કે જેટલું સાંભળ્યું હતું એ ઘણું ઓછું હતું. આ માણસનું હૃદય ગાંધીરંગે સાચા અર્થમાં રંગાયેલું છે. એમનું વ્યક્તિત્વ હૃદયમાં વસી ગયું. પહેલાં દિવસે જ સંવાદનો એવો સેતુ રચાયો કે બીજા દિવસે પુનઃ તેમની મુલાકાતે  જવાનું નિમંત્રણ મળ્યું.. બીજા દિવસે પણ આમારો સંવાદ આગળ ચાલ્યો. જીજ્ઞાશાવશ હું પ્રશ્ન પૂછું અને સાહેબ એનો ખૂબ વિસ્તારથી ઉત્તર આપે. સફળતાના શિખરે પહોંચેલી વ્યક્તિની સ્વભાવની સાદગી, સફળતા, નિખાલસતા હૃદયસ્પર્શી છે.  ભારતના વડાપ્રધાનથી  માંડી અમેરિકન પ્રમુખ સાથે અંગત ઘરોબો ધરાવે છે. એમ છતાં  તેમની પાસે બેસો તો પદ નો જરાય ભાર લાગવા દે નહિ.

         તેઓ અમેરિકા ગયા પણ અમારા વચ્ચે ઈ-મેઈલથી સંવાદ અવિરત ચાલતો રહ્યો. હું એમને મરા આર્ટિકલ નિયમિત મોકલતો રહું. તેઓ મારા પ્રેરણાસ્રોત બની રહ્યા. સાહેબ ભારત આવે ત્યારે એમને મળવાની ખેવના રહેતી. પણ એ ક્યારે ભારત આવે અને ક્યારે પરત અમેરિકા જાય એનો મને કોઈ અંદાજ ન હોય.. એક વાર ટ્રસ્ટમાં ખૂબ  મહત્વની કામગીરી નિષ્ઠાપૂર્વક સંભાળતા  વિનયભાઈ શાહનો ફોન આવ્યો કે સાહેબ 14 ડિસેમ્બર 2023 ના રોજ ગાબટ હાઇસ્કૂલમાં આવી રહ્યા છે. આપ આવો આપને નિમંત્રણ છે. મારા તો આશ્ચર્યનો પાર રહ્યો નહી.. સાહેબ અમેરિકામાં રહીને પણ ભારત આવે અને મને યાદ કરે એ બાબત મારા માટે ઉત્સવથી જરાય કમ ન હતી.

હું 14 ડિસેમ્બર 2023 ના રોજ ગાબટ હાઇસ્કૂલમાં પહોંચ્યો. સાહેબ બરાબર નિયત સમયે આવી પહોંચ્યા. અહીં પ્રકાશભાઇને વતનને વ્હાલ કરતા જોઈ હું દંગ રહી ગયો.. મેં એમની આંખોમાં ગજબની ચમક જોઈ. બાલિકાઓ જ્યારે સ્વાગત ગીત રજૂ કર્યુ એ સમયે પ્રકાશભાઇની આંખોમાં જાણે આંસુઓનું પૂર ઉમટ્યું ! જોવાની  જો દૃષ્ટિ હોય તો એ આંસુ નહિ પણ સાચા મોતી હતા. પ્રકાશભાઈ વતનની માટીને છાતી ફાડી ને પ્રેમ કરે છે. વતનના વિકાસ માટે તન, મન ધનથી  મદદ કરવા હમેશા તત્પર રહે છે. ગામની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં  ગરીબ વિધાર્થીઓની તેઓ અવિરત ચિંતા કરતા રહે છે. ગામની હાઇસ્કૂલને વલ્ડ ક્લાસ સ્કૂલ બનાવવાની તેમની તાલાવેલી જોઈ નત મસ્તક વંદન કરવાનું મન થાય છે. 

મારા જેવા છેવાડા માણસની સાહિત્યિક પ્રવૃત્તિને બિરદાવવા તેઓએ જે પ્રોત્સાહન મને પુરું પડ્યું છે, એ બદલ તો હું તેમનો આજીવન ઋણી રહીશ. મારા કાર્યમાં તેઓએ પ્રાણ પૂરી આપ્યા છે. તેઓએ મારા અંતરમનમાં નવી ઉર્જા બક્ષી છે. અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢ બનાવી છે.

આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબના આ ધરતી ઉપર પણ ઘણા ઋણ છે. પ્રખર ગાંધીવાદી શ્રી કે. કે. શાહ સાહેબે વાત્રક હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું છે, એનું ઋણ  અરવલ્લી પંથક કદાચ ક્યારેય ચૂકવી નહિ શકે. અરવલ્લી તેમજ આસપાસના ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ એટલે વાત્રક હોસ્પિટલ ! મરણ પથારીએ પડેલી આ હોસ્પિટલને પુનર્જીવિત  કરવામાં જો કોઈનો સિંહફાળો હોય તો એ પ્રકાશભાઈ શાહ સાહેબનો જ છે. તેઓએ તો ઉદાર હાથે સખાવત આપી જ છે. સાથે સાથે તેમના મીત્રોને પણ દાનની સરવાણી માટે તેઓએ આંગળી ચીંધી છે. આજે પણ દર્દીઓને વધુ સારી સવલત મળે, અદ્યતન તબીબી સારવાર મળે એ માટે અમેરીકા રહીને તેઓ અવિરત ચિંતા કરે છે. તેમના પિતાએ જોયેલા વિરાટ સ્વપ્નને તેઓએ સાકાર કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. લાખો ગરીબ દર્દીઓના આશીર્વાદ તેમના પરિવારને પ્રાપ્ત થતા રહે છે.
       ગાંધીયન પિતા કે.કે. શાહના નામે ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરતા રહે છે. અરવલ્લીના  અંતરિયાળ ગામડામાં વસતી હજારો મહિલાઓને સ્વસહાય જૂથ બનાવી પગભર કરી છે. એ મહિલાઓ આજે આત્મનિર્ભર બની છે. કેટલું બ્રોડ વિઝન ! દેશ પર કોઈ કુદરતી આફત આવી પડે તો તેમની ટીમ કોઈની  પણ રાહ જોયા વિના તાબડતોબ સેવાકાર્યમાં લાગી જાય છે. તેમની ટીમના નિશાબેન શાહ, વિનયભાઈ શાહ, પંકજભાઈ પટેલ, અરુણ ભાઈ, હેમંતભાઈ , ભરતભાઈ જેવા સમર્પિત સૌ કર્મીઓ સાહેબનો પડ્યો બોલ ઝીલી લે છે.  

   સેંકડો દરિદ્રનારાયણનું જીવન પરિવર્તિત કરવામાં પ્રકાશભાઇ શાહ સાહેબ મન મૂકીને વરસ્યા છે. કોઈની દીકરીનું લગ્ન હોય, સંતાનોનો ઉચ્ચ અભ્યાસ હોય, કોઈ માટે નવીન ઘર લેવાનું હોય, આકસ્મિક મેડિકલ ખર્ચ આવી પડ્યો હોય આવી અનેક રીતે તેઓ મદદ પહોંચાડે પણ  પ્રકાશભાઈ કોઈનેય ખબર પડવા ન દે. કોઈ માણસની આંગળી તેઓ પકડે પછી તેને તેઓ ક્યારેય છોડતા નથી.
         પ્રકાશભાઈ સાહેબનું જન્મ સ્થાન કે.કે. શાહ સાહેબનું ઐતિહાસિક કાર્યાલય જોવાની મને તાલાવેલી હતી. તાજેતરમાં જ મને મુબંઈ મોકલી સઘળી વ્યવસ્થા તેઓએ ગોઠવી આપી. એટલું જ નહી, વિનયભાઇએ સાથે રહી આખું મુબંઈ બતાવ્યું. પ્રકાશભાઇ સાહેબ સાથે જુહુ  બીચ પર મોર્નિંગ વોક કરતાં કરતાં જે દૃશ્યો નિહાળ્યા એ જોઈ આપણી છાતી પણ ગજ ગજ ફૂલે ! સાવ સાદો સફેદ કુર્તો અને પાયજામો પહેરી ફરવા નીકળે તો કોઈ માને પણ નહી કે આ માણસ પાસે કેટલી સત્તાનો આસામી છે ! 

   જૂહુ બીચ પર વોક કરતા કેટ કેટલા લોકો પ્રકાશભાઈને આદર સાથે આવી મળે.. યુવાનો તેમની સાથે સેલ્ફી ખેંચાવી મુલાકાતને યાદગાર બનાવે. મુંબઈમાં પણ પ્રકાશભાઈ સાહેબ લોકોનો અપાર પ્રેમ પામ્યા છે. કોઈ તેમની જરા પણ પ્રસંશા કરે તો તેઓ કહે છે I am touched by your letter. I am merely a speck of dust awaiting the passage of time.તમામ કાર્યનો યશ પ્રકાશભાઈ ઠાકોરજીને આપી પોતે નિસ્પૃહી રહે છે.

     ભગવાં વસ્ત્રોમાં નહિ પણ શૂટ-બૂટમાં સાધુ પુરૂષનાં દર્શન કરવાં હોય તો એક વાર પ્રકાશભાઈ શાહ સાહેબને મળજો. સાચું કહું છું જીવન ધન્ય થઈ જશે. જેમને પણ પ્રકાશભાઈ શાહ સાહેબની છત્રછાયા પ્રાપ્ત થઈ છે તેઓ માટે પ્રકાશભાઈ ભગવાન સમાન માને છે. તેમની છત્રછાયામાં પાંગરવાં નું સદનસીબ મને પણ પ્રાપ્ત થયું એને હું ઠાકોરજીની કૃપા જ માનું છું.

આજે પ્રકાશભાઈ શાહ સાહેબનો જન્મ દિવસ છે ત્યારે તેમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે ઠાકોરજીના ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના. HAPPY BIRHDAY SIR. MANY MANY HAPPY RETURNS OF THE DAY.

                                                             

-         ઈશ્વર પ્રજાપતિ



No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts