સ્મિત પટેલે માત્ર ગામનું જ નહી પરંતુ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.
સ્મિત નવીનભાઈ પટેલ તેમનું મૂળ વતન તો ધનસુરા તાલુકાનું ધરમેડા કંપા. આ માંડ ત્રીસેક ઘરની વસ્તી ધરાવતો આ કંપો ગૂગલમાં શોધવા બેસીએ તો ગૂગલ પણ ગોથે ચડે...
સ્મિતાના દાદા ધનજીભાઈ સહકારી આગેવાન અને પિતા નવિનભાઇ પટેલ બિઝનેસમેન છે. તેઓ વ્યવસાય અર્થે મુંબઇ સ્થાયી થયેલા એટલે સ્મિતનું શિક્ષણ મુંબઈમાં થયું. સ્મિત એક તેજસ્વી અને તપસ્વી વિદ્યાર્થી. UPSC ક્રેક કરવાની તાલાવેલી બરાબરની લાગેલી. દિવસ રાત જોયા વિના શિસ્તબદ્ધ મહેનત કરવા મચી પડ્યો. મુંબઇ દિલ્હી કોચિંગ લીધું. ગત વેકેશનમાં વતન ધરમેડા કંપા રોકાવાનું થયું. એ દરમિયાન વાંચવા લખવા માટે યોગ્ય વાતાવરણ ની તલાશમાં સંદેશ લાઈબ્રેરી મુલાકાત લીધી. લાયબ્રેરીનું વાતાવરણ સ્મિતને એટલું તો પસંદ આવી ગયું કે તેણે જાહેરમાં સ્વીકાર્યું કે એક અંતરિયાળ ગામડામાં નિશુલ્ક સેવા આપતી આવી અદ્યતન અને સમૃદ્ધ લાયબ્રેરી મે મેટ્રો સિટીમાં પણ નથી જોઈ. એ પછીતો સ્મિત અમારી લાઈબ્રેરીનો કાયમી સદસ્ય બની ગયો.
બે દિવસ પહેલાં upsc નું પરિણામ આવ્યું. જેમાં સફળ થયેલ વિધાર્થીની યાદીમાં સ્મિતનું પણ નામ હતું. સ્મિતનો ફોન આવ્યો. અને ખુશીના સમાચાર આપ્યા "સાહેબ હું પાસ થઈ ગયો છું. મારી સફળતામાં સંદેશ લાયબ્રેરીનો પણ ફાળો છે એનો આનંદ વ્યક્ત કરું છું" આ ક્ષણ મારા માટે પણ જીવનની યાદગાર પળોમાંની એક હતી..
એક લાઈબ્રેરી શું કામ કરી શકે એનું એનું આ દૃષ્ટાંત છે. આદરણીય દેવેન્દ્રભાઇ પટેલ સાહેબના દીર્ઘદૃષ્ટિનું પરિણામ સંદેશ લાયબ્રેરી છે. સૌ દાતાશ્રીઓ એ આપેલા અમુલ્ય સહીયોગ થકી જે ભગીરથ કાર્ય થયું છે જેનો લાભ આસપાસના અનેક વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે.
લાયબ્રેરીમાં તૈયારી માટે આવતા વિધાર્થીઓ માટે સ્મિત એક રોલ મોડેલ બની ચૂક્યો છે. ઉજ્જવલ ભવિષ્ય માટે સ્મિતને ખૂબ ખૂબ શુભકમનાઓ.
No comments:
Post a Comment