name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: શિવમય શ્રાવણ - ૧૯

Monday, September 4, 2023

શિવમય શ્રાવણ - ૧૯

સોમનાથ નહીં આ છે ઘેલા સોમનાથ, જાણો ઘેલા વાણિયાની શૂરવીરતાની કથા

 


ગુજરાતમાં શિવ ઉપાસક લોકો માટે અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. સોમનાથ એટલે કે પ્રભાસ પાટણ તો ભોળાનાથના ભક્તો માટે લોકપ્રિય પર્યટન સ્થળ બની ગયું છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાની મુલાકાત લેતા હોય છે પરંતુ આજે આપણે વાત સોમનાથની નહીં પરંતુ ઘેલા સોમનાથની કરીશું. તો આવો જાણીએ આ પવિત્ર સ્થળ વિશે.

ઘેલા સોમનાથ રાજકોટ જિલ્લામાં આવેલું છે. અમદાવાદથી 184 કિલોમીટર અને રાજકોટથી 77 કિલોમીટરનો રસ્તો છે અને જો તમે સુરત વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રાજકોટ નથી જવાનું, બગોદરાથી ધંધુકા અને પાળીયાદ થઇને વિંછીયાથી ઘેલા સોમનાથ જઇ શકો છો. ટ્રેનમાં જવું હોય તો નજીકનું સ્ટેશન રાજકોટ છે.

આ મંદિરનો ઇતિહાસ 15મી સદી 1457ની આસપાસનો છે. વેરાવળ પ્રભાસપાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હુમલો કર્યો હતો.પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જેઓ ભોળાનાથના ભક્ત હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપનાં ભુગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતાં. આમ મીનળદેવીને મહાદેવમાં અપાર શ્ર્ધ્ધા હતી.
1. 
ઇ.સ.1457ની વાત છે જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે મહાદેવજીએ સપનામાં આવીને મીનળદેવીને કહ્યું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મહંમદ જાફરની આણ વર્તાતી હતી. તેણે ભુગભર્ગમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં જ આક્રમણ કર્યુ, પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગઇ અને તેણે મીનળદેવીને તેનાં પિતાશ્રીનાં મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવી સ્વપ્નમાં આવ્યું અને તે શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળ્યા. આમ સોમનાથ દાદાની પાલખી દુર નીકળી ગયા પછી જ્યારે સુલતાનને માલુમ પડ્યું કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું જ નથી. તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા. આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલિંગની સ્થાપનાં થઇ. સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.

આ યુધ્ધ દરમ્યાન ઘેલા વાણીયાનું મસ્તક કપાઇ જવા છતાં તે મુગલ સૈનિકો સામે સાત દિવસ સુધી લડ્યો. સોમનાથ દાદાના શિવલિંગનાં રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુધ્ધમાં મહમદ જાફરના સૈનિકો બધાં જ શિવભક્તોને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારનાં ઘા મારીને શિવલિંગને ખંડીત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જેવો તેણે શિવલિંગ પર તલવારનો ઘા માર્યો કે શિવલિંગમાંથી ભમરા નીકળ્યા. તેણે મહમંદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાંખ્યું. સોમનાથ દાદાનાં શિવલિંગને બચાવવા ઘેલા વાણિયાનું મસતક ધડથી અલગ હોવા છતા જાફરનાં સૈન્ય સામે લડયા હતા. તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું. તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું. આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા. આમ આ જગ્યા અતિ પૌરાણિક છે.

જ્યારે લોકશાહી ન હતી એ સમયે ઘેલાસોમનાથ મંદિરનો વહીવટ જસદણ દરબાર સાહેબ તરફથી કરવામાં આવતો હતો. પરંતુ રાજાશાહી બાદ લોકશાહીમાં આ મંદિરો વહીવટકર્તા તરીકે રાજકોટ કલેટકરની જવાબદારી છે. મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન બ્રહ્મચોરાસી ભક્તો દ્વારા 200 કરતા વધારે બ્રાહ્મણો અને સાધુ સંતોને જમાડવામાં આવે છે અને દાન પુણ્ય પણ આપવામાં આવે છે. તો સરકાર અને ભક્તો તરફથી બારે મહિના અન્નક્ષેત્ર પણ ચાલે છે. ઘેલાસોમનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અહીં શ્રાવણ મહિનામાં લોકમેળો હોય છે.

ઘેલાસોમનાથ મહાદેવનાં મંદિર સામે ડુંગર પર મિનળદેવી બિરાજમાન છે. અહીંની એક લોક વાયકા મુજબ ઘેલાસોમનાથ દાદાની આરતી ચાલતી હોય છે ત્યારે પૂજારીએ મીનળદેવીની પણ આરતી ઉતારવી પડે છે. જો મીનળદેવનાં મંદિર તરફ જો આરતીનું ધુપેલ્યુ ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું. સાથે જ જો તમે ઘેલાસોમનાથ મહાદેવનાં દર્શન કરો અને મીનળદેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધુરી ગણાય છે.

ઘેલાસોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે જો તમારે મંદિર ના ગર્ભગૃહ માં જવું હોય તો ફરજીયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જ જળા અભિષેક કરવો હોય તો મંદિરનાં ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે.

No comments:

Post a Comment