હવે તો સમય આવી ગયો છે, જુદા પડવાનો. મારે મૃત્યુને ભેટવાનો અને તમારે જીવંત રહેવાનો. પણ આપણામાંથી હકીકતમાં વધારે ઉચ્ચસ્થાને કોણ જઈ રહ્યું છે તે કોઈ જાણતું નથી, સિવાય કે પરમાત્મા. : સોક્રેટીસ
મહાન ગ્રીક
તત્ત્વજ્ઞાની તથા પ્લેટોના ગુરુ સોક્રેટિસ પશ્ચિમી તત્વજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે.
સોક્રેટિસનો જન્મ ડેમ, એલોપેસ, પ્રાચીન એથેન્સમાં ઈ.પૂ. ૪૬૯માં થયો હતો.
તેઓ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્ર કે તત્ત્વચિંતનનાં પ્રણેતાઓમાંના એક ગણાય છે. તેમના
પિતા શિલ્પી હતા અને માતા દાયણ હતાં. ઉંમરલાયક થતાં તેઓ પિતાના શિલ્પકામના કામમાં
જોડાયા, પરંતુ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનમાં રસ
જાગતાં તેમણે શિલ્પકામ છોડી દીધું અને ચિંતનમાં સમય ગાળવા લાગ્યા. સોક્રેટિસ
સોફિસ્ટો (કે જે સંપ્રદાયના અનુયાયીઓ ધર્મમાં માનતા ન્હોતા) ની જેમ અધાર્મિક માણસ
છે - એવી વાત ફેલાવીને તેમની ઉપર ત્રણ આરોપ મૂકવામાં આવ્યા હતા: (૧) સોક્રેટિસ
રાજ્યના દેવોને માનતા નથી, (૨) નવા દેવોની
સ્થાપના કરે છે અને (૩) એથેન્સના યુવાનોને અવળા માર્ગે દોરે છે. સોક્રેટિસે
મૃત્યુ પહેલા છેલ્લે ક્રીટોને સંબોધન કરેલું. એ સંબોધન અહીં પ્રસ્તુત છે.
“ઓ એથેન્સના નાગરિકો, એક સૉક્રેટિસ જેવા ડાહ્યા માણસને મોતને ઘાટ ઉતારી તમે ચારિત્રહીનતા અને નામોશી વહોરી લો છો . આ શહેરને બદનામ કરવા જે લોકો તમને પણ બદનામ કરવા નીકળ્યા છે , તે તો કહેશે કે હું ડાહ્યો કહેવાઉં છું પણ હકીકતમાં તેમ નથી . છતાં જો થોડો સમય તમે થોભી ગયા હોત તો તમે જે કરવા ચાહો છો તે આપમેળે જ બન્યું હોત , કારણ કે મારી જૈફ ઉંમર તો જુઓ . મા ૨ી મોટા ભાગની જિંદગી વહી ગઈ છે અને હું મૃત્યુના આરે જ ઊભો છું . પણ આ બધું હું તમને સૌને ઉદ્દેશીને નથી કહેતો પણ ફક્ત તેઓને જ જેઓએ મને ગુનેગાર ઠરાવીને મોતની સજા ફરમાવી છે . અને એ લોકોને એમ પણ કહું છું કે , એથેન્સના નાગરિકો હું ગુનેગાર ગણાયો છું , પણ તે એવી દલીલોના અભાવે કે જેનો આશરો લઈને હું તમને સમજાવી શક્યો હોત અને એ પ્રમાણે કરવું મને યોગ્ય લાગ્યું હોત તો અને કહ્યું હોત તો, હું આ સજામાંથી છૂટી શક્યો હોત, કારણ કે આવા કોઈ મુકદ્દમામાં કે રણસંગ્રામમાં એ યોગ્ય નથી જે કે હું અથવા કોઈ પણ , ગમે તેવાં સાધનો અને માર્ગોનો ઉપયોગ કરીને મૃત્યુદંડમાંથી છુટકારો મેળવે.
એથેન્સવાસીઓ, મૃત્યુદંડમાંથી છટકવું અઘરું નથી. તે કરતાં તો વધારે મુશ્કેલ
છે, અને હાનિકર્તા, સંજોગોને દૂર રાખવાનું, કારણ કે એ મોતથી પણ વધારે ગતિએ દોડે છે. અને હવે તો હું ઉંમરે
પહોંચેલો છું, ઢીલો પડી ગયો છું. જ્યારે મારી ઉપર
આરોપો મૂકનારા બળવાન છે, કાર્યરત
છે, ચપળ છે અને લુચ્ચાઈ અને બંધાઈથી ભરેલા છે, અને હવે હું જાઉં છું. તમે જે મને મોતની સજા ફરમાવી છે તે
કારણે તે લોકો જ હકીકતમાં સત્યના ગુનેગાર છે. અને હડહડતા અન્યાય અને ગેરવાજબીપણાના
ગુનેગાર છે. હું મારી સજા કબૂલ કરું છું અને તેઓ તેને વાજબી માને છે. કદાચ, આ પરિસ્થિતિ જ બંને પક્ષો માટે ઉત્તમ છે.
વળી, બીજું
હું એ પણ ભાખું છું કે તમે જેણે આ સજા ફરમાવી છે તેનું પોતાનું જ ભવિષ્ય કેવું હશે
! હું તો એ માનસિક દશામાં છું કે મહદંશે જ્યારે માણસ મૃત્યુના આરે ઊભો હોય ત્યારે
આગાહીઓ કરે જ અને એટલે જ હું ઓ એથેન્સવાસીઓ, તમને કહું છું તમે કે જેણે મને મૃત્યુદંડ આપ્યો છે તે બધા મારા
મૃત્યુ પછી તરત જ એવી સજા પામશો કે જે ઘણી બધી કઠોર સજા હશે. જ્યુપિટરના હાથે મળતી
સજા તમે મને આપેલી સજા કરતાં પણ ખૂબ જ અસહ્ય હશે, કારણ કે તમે આવું વિચારનારાઓને તમારી જિંદગીનો હિસાબ આપવાની
જરૂર ન પડે તેવા વિચારો સેવો છો અને હું મક્કમપણે કહું છું કે તમે ધારો છો તેનાથી
ઊલટું જ તમારા માટે બનશે. તમારી ઉપર આરોપો મૂકનારા અસંખ્ય હશે કે જેમને મેં હજુ
કાબૂમાં રાખ્યા છે અને જે વાત તમે જોઈ શક્યા નથી. એ લોકો તો વધુ આકરા થશે, કારણ કે તેઓ જુવાન છે અને તમે વધારે ચિડાયેલા હશો, કારણ કે તમે જો એમ વિચારતા હો કે કોઈને મોત આપીને, તમે બીજાઓને તમને સકંજામાં લેતા અટકાવી શકો છો, તો તમારી જીવનપદ્ધતિ યોગ્ય ન હોવાથી તમે ભૂલ કરી બેસો છો અને
તમારી એમાંથી છૂટવાની રીત એ શક્ય પણ નથી અને શોભાસ્પદ પણ નથી. માનભર્યું અને
સહેલું વર્તન તો એ છે કે બીજાઓ ઉપર પ્રતિબંધન લાદવા નહીં, માણસે પોતાની જાતે શીખ લેવી કે પોતે કઈ રીતે પરિપૂર્ણ બની શકે.
અને તમને, મને
આ સજા કરનારાઓને આ સૂચનો કર્યાં પછી હું તમારી રજા લઉં છું. પણ તમારામાંથી જેણે
મારા છુટકારા માટે મત દર્શાવ્યો છે તેમની સાથે હું જરૂ ૨ ચર્ચા કરીશ કે અત્યારે જે
બન્યું છે અને જ્યારે આ ન્યાયાધીશો તેમના કાર્યમાં વ્યસ્ત
છે અને જ્યાં સુધી મને મૃત્યુના ઘાટ ઉપર લઈ જવામાં આવ્યો નથી તો ત્યાં સુધી ઓ
એથેન્સવાસીઓ, મારી સાથે રહો. તમારી સાથે વાતચીત
કરવામાં કોઈ નડતર નથી. અને જ્યાં સુધી આપણને એમ કરવાની પરવાનગી છે, કારણ કે મારે તમને, તમે સૌ મારા મિત્રો છો માટે જણાવવું છે કે આ બધાનો મારી ઉપર જે
કંઈ વીતે છે તેનો અર્થ શું છે ?
ઓ મારા ન્યાય તોળનારાઓ હું તમને બહુ જ વાજબી રીતે ન્યાયાધીશ
તરીકે સંબોધું છું અને જણાવું છું કે ખરેખર એક બહુ જ વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઈ
છે. મને તો મારી દોરવણી કરનાર દેવત્વે તો કોઈક નાની - નાની બાબતોમાં આ પહેલાં પણ
વાળ્યો છે. જો હું કંઈક અણઘટતું કરવાને તૈયાર થયો હોત, તોપણ હવે તો જે કંઈ મારી પર વીતે છે અને જે તમે નજરે જુઓ છો
અને જે કોઈ પણ વિચારતો માણસ સમજી શકે કે આ તમારે પક્ષે ખૂબ જ અંતિમ પ્રકારનું પાપ
છે. છતાંય હું સવારે ઘેરથી નીકળ્યો ત્યારે ન તો કોઈ દેવે મને ચેતવણી આપી કે જ્યારે
હું અહીં ખટલાનો સામનો કરવા આવ્યો કે નહીં તો મારા આ પ્રવચનમાં હું જે કંઈ કહું
છું તેમાં જુદી સૂચના આપી હોય. બીજા બધા પ્રસંગે તો મને બોલતી વખતે વારંવાર
રોકવામાં આવ્યો છે. પણ હવે તો આ પૂરી વિધિમાં મારા બોલ સામે કે મારા વર્તન સામે
કોઈ રોક - ટોક થઈ નથી. તો આનું કારણ મારે શું માનવું ? હું તમને કહું કે મારી ઉપર જે વીતે છે તે હકીકતમાં આશીર્વાદરૂપ
છે.
મૃત્યુ એ પાપ સમાન છે
તેવું માનવું જ અશક્ય છે. અને આનો સૌથી મોટો પુરાવો તો એ છે કે જે લોકો વધુ સમજુ
છે તેમણે મારો વિરોધ કર્યો નથી, એવી
સમજથી કે જે પરિસ્થિતિનો મને ભેટો થવાનો છે તે મારા માટે રૂડું અને અનુકૂળ છે.
વધુમાં આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ કે જરૂર મૃત્યુ એક આશીર્વાદ છે. તેમ આશા સેવી
શકાય. મૃત્યુના બે અર્થ થાય કે કોઈનો જડમૂળથી સદંતર નાશ કરવો, કે કોઈ લાગણીના કોઈ એક છાંટાને રહેવા ન દઈએ અથવા એમ કહેવાય કે
કોઈક ફેરફાર થયો છે અને આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરે છે. અને આ એક
તદ્દન નિજી સંવેદના હોઈ જાણે કે નિદ્રાધીનને કોઈ સ્વપ્ન સરખું ન આવે તો મૃત્યુ એક
અદ્ભુત અને મરનારના લાભમાં થતી ઘટના છે, કારણ કે હું એમ માનું છું કે જો આપણે એવી રાત્રિઓનો વિચાર કરીએ
કે જેમાં આપણે ઘસઘસાટ ભોગવેલી બીજી રાત્રિઓ અને દિવસ સાથે સરખાવીએ અને વિચારીએ તો
જા ઊંઘ્યા હોય અને કોઈ સ્વપ્નો ન આવ્યાં હોય, આવી રાત્રિઓને જો જીવન દરમિયાન શકીએ કે આ છેલ્લી રાત
સ્વપ્નવિહીન અને કેટલી બધી આલાદક હતી !
હું માનું છું કે આ કોઈ સામાન્ય માણસ તો ઠીક પણ
રાજામહારાજાઓને પણ એમ સમજાય અને સરખામણી કરે તો તેમને ખ્યાલ આવે અને તેમને પણ આ
વાતની પ્રતીતિ થાય એટલે મૃત્યુ તો આ પ્રકારનું હોય છે. એ લાભદાયી હોય છે. અને
એટલા માટે બધાં જ ભવિષ્યકાળ એક રાત્રિમાં સમાઈ જાય છે. પણ આની સામે ઓ મારા ન્યાયાધીશો, જો એમ હોય કે મૃત્યુ એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર માત્ર છે, તો એના કરતાં વધારે આશીર્વાદરૂપ શું હોઈ શકે ! કે જેમાં આપણે
જ્યાં પહોંચીએ એટલે કે, પરલોકમાં
તો આ ન્યાયાધીશોના દંભમાંથી છુટકારો મેળવીને તો આપણને મળે સાચા ન્યાય કરનારા જેવા
કે મિનોસ અને રહદામંથસ, ઐક્સ
અને ટ્રિોલેમસ જેવા જે તેમના જીવન દરમિયાન દેવસ્વરૂપ આત્માઓ હતા. તો પછી મૃત્યુને
શું કોઈ દુઃખમય સ્થળાંતર કહેવાય ? અને
કોઈ પણ કિંમત ચૂકવીને તમને જો ઓરશ્યિસ અને મુસઝસ, હેસિઓડ અને હોમર જોડે વિચાર - વિનિમય કરવાનો પ્રસંગ મળે તો તમે
ચૂકશો ?
અરે ! એવું બને તો તો હું વારંવાર મરવાનું પસંદ કરું , કારણ કે મારા માટે તો ત્યાંની યાત્રા આનંદાશ્વાર્ય ગણાય.
જ્યારે હું પૅલામિડિસ અને તેલમનના પુત્ર એજક્સ કે બીજા કોઈ પૂર્વજોને મળવું, આ અન્યાયી મોતની સજા પામ્યા પછી મારી વેદનાઓ, અને અન્યાયના ભોગ બનેલા તેઓ સૌનાં દુઃખો સાથે સરખાવવાં એ તો
સામાન્ય બીના ગણાય. એમાંથી શોક નહીં ઊપજે. પણ મોટામાં મોટો આનંદ મને એ લોકોને
પ્રશ્નો પૂછવામાં કે જેમ અહીં હું માણસોની ચકાસણી કરું છું તેમ અને એમ કરીને જાણવા
માટે કે એમાંથી સાચેસાચ શાણા કોણ છે ? અને નહીં હોવા છતાંય એવો દાવો કરનારા કેટલા ? મારા ન્યાય તોળનારા, તમે સમજો કે ગમે તેટલી કિંમત ચૂકવીને પણ કોને ન ગમે એવી તક કે
જેમાં મોટા સામર્થ્યવાન લશ્કરોની સરદારી લઈને ટ્રૉય, યુલિસિસ, સિસિફસ
અને એવા તો હજારો કે જેની શક્તિનાં વખાણ કરી શકાય, તેવાં સ્ત્રી અને પુરુષ, કે જેની જોડે સંવાદ કરી શકાય જેનો સથવારો માણી શકાય કે જેને
પ્રશ્નો પૂછી શકાય. એ તો એ અકથ્ય આનંદોત્સવ બની રહે, બહુ નક્કી જ કે આવા પ્રસંગોને માટે ન્યાયાધીશો કંઈ મોતની સજા
ફરમાવતા નથી. અને બીજી રીતે પણ ત્યાં જે રહે છે તે અહીં રહેનાર મૃત્યુથી પર છે.
કરતાં વધારે સુખી છે. અને જે કંઈ કહેવાયું છે તે સાચું હોય તો તે કારણે જ તેઓ એટલા
માટે ઓ મારા ન્યાય તોળનારાઓ તમારે મોત પ્રત્યે સન્માનની ભાવના કેળવવી જોઈએ અને
ધ્યાન ધરીને વિચારવું જોઈએ કે આ સત્ય સગૃહસ્થ માટે બાપમય નથી – એ જીવંત હોય કે
મૃત્યુ પામેલો હોય, એની
ચિંતાઓ અને વિચારધારાઓ દેવો પણ નજરઅંદાજ કરતા નથી. અને મારી ઉપર જે આવી પડ્યું છે
તે કોઈ અકસ્માતનું પરિણામ નથી.
મને તો બહુ સ્પષ્ટ
દેખાય છે કે હવે જો હું મૃત્યુને શરણ થાઉં તો આ બધી ચિંતા - વ્યાધિમાંથી છુટકારો
મળશે. એ તો મારા માટે વધુ સારું છે. અને એટલા માટે આ ચેતવણી મને ડગમગાવતી નથી. મને
કોઈ જાતનો અણગમો ઊભો થતો નથી કે તેઓ પ્રત્યે કે જેઓ મને સજા કરે છે. અને મારા ઉ
૫૨ આક્ષેપો કરે છે. જોકે એટલું જરૂર કે તેઓ આ સજા કરવી કે મારી ઉપર આક્ષેપો કરવા
તે કોઈ શુભ ઇરાદાથી કરતા નથી. મને હાનિ પહોંચાડવા તેઓ તેમ કરે છે માટે તેઓ
વખોડવાને લાયક છે. આ રીતે હું ભલે તેમને સમજાવતો હોઉં છતાં એ મારા પુત્રોને એ
ન્યાયાધીશોને સજા કરો, એ
રીતે કે જેમ એમણે મને દુઃખી કર્યો છે. તે લોકો જો તમને સમજાય કે માત્ર ધનલાલસાને
લીધે કે બીજા બધા કોઈ સગુણોને બાજુએ મૂકીને પોતે કંઈક બહુ જ મહાન છે કે જ્યારે તેઓ
હકીકતમાં તેઓ કંઈ જ નથી. તો તેમને ઠપકો આપવો. જે રીતે હું કહું છું કે તેઓ ફરજ
ચૂક્યા છે અને પોતાની જાતને કંઈક સમજી બેઠા છે. પણ હકીકતમાં તેઓ શૂન્ય સમાન છે. જો
તમે આમ કરો તો હું અને મારા પુત્રો બંને માનીશું કે તમારા હાથે વાજબી વ્યવહાર થયો
છે. પણ, હવે
તો સમય આવી ગયો છે, જુદા
પડવાનો. મારે મૃત્યુને ભેટવાનો અને તમારે જીવંત રહેવાનો. પણ આપણામાંથી હકીકતમાં
વધારે ઉચ્ચસ્થાને કોણ જઈ રહ્યું છે તે કોઈ જાણતું નથી, સિવાય કે પરમાત્મા.”
( મોતની
સજા ફરમાવાઈ તે પ્રસંગનું પ્રવચન. અનુ.મોહનભાઈ પટેલ )
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
No comments:
Post a Comment