name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: મહામારીના મહાયોધ્ધા 3

Tuesday, May 12, 2020

મહામારીના મહાયોધ્ધા 3


મહામારીના મહાયોદ્ધા 3 

અરવલ્લીની શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ મહાયોધ્ધાઓની મદદથી મહામારીને આપી રહી છે માત

               
 
         વાત્રક નામ સાંભળતાં જ છલોછલ બન્ને કાંઠે વહેતી નદીનોરળિયામણો નદી કિનારો નજર સ્મક્ષ તરવળવા માંડે. વાત્રક નદી અરવલ્લીની જીવાદોરી સમાન લોકમાતા છે. તો  વાત્રક નદીને કાંઠે નાનકડા બીજમાંથી વટ વૃક્ષ બની ફુલીફાલેલી વાત્રક હોસ્પિટલ અનોખું આરોગ્ય ધામ બન્યું છે.  વાત્રક હોસ્પિટલ સેવા કાર્યોની ફોરમ આજે ચોમેરપ્રસરી રહી છે. -સાડા છ દયકાની મજલ કાપનાર આ હોસ્પિટલે કર્મશીલ અને સેવાવ્રતી પ્રમુખ, સાથી ટ્ર્સ્ટીઓ , વિરલ દાતાશ્રીઓ અને  સેવાભાવી તબીબોની દૂરંદેશીના પરિણામે આ હોસ્પિટલ   આજે અદ્યતન સવલતોથી સજ્જ બનીીછે આ હોસ્પિટલ હરહંમેશ  ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં અવિરત કાર્યરત રહે છે. અને હવે આ હોસ્પિટલ  કોરોનાની મહામારીના સમયે ઢાલ બનીને દર્દીઓને રક્ષણ આપી રહી છે.
              .  અરવલ્લી જિલ્લાના પનોતાપુત્ર ગાબટના વતની  એવા  કે.કે.શાહ    તાત્કાલીન દેશના આરોગ્યપ્રધાને આ હોસ્પિટલનું સ્વપ્ન સેવ્યું. પરિણામે  43 એકર જેટલી વિશાળ જગ્યામાં  પથરાયેલી આ ભવ્ય હોસ્પિટલ આજે ગૌરવભેર ઉભી છે. વાત્રક હોસ્પિટલનું હાલનું આધુનિક રૂપ જોતાં દિર્ઘદ્રષ્ટા કે.કે. શાહ સહેબનાં સ્વપ્નો સાકરિત થતાં જોઈ શકાય છે.       

           કોરોનાએ જ્યારે ભારત અને ગુજરાતમાં પગપેસારો કર્યો ત્યારથી આ અદ્યતન સુવિધાઓ ધરાવતી વાત્રક હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલમાં પરિવર્તિત કરવમાં આવી છે. જીલ્લા કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર સાહેબ, જિલા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલિયા  સાહેબ અને જિલ્લા અરોગ્ય અધિકારી શ્રી ડૉ. વર્મા સહેબના માર્ગદર્શન અને અભુતપુર્વ સહકાર પ્રાપ્ત થયો. અને આ હોસ્પિટલના ચેરમેન ધીરુભાઈ પટેલ, કોદરભાઈ પટેલ , કનુભાઈ પટેલ અને સૌ ટ્રસ્ટીશ્રીઓના હકરાત્મક  વલણના પરિણામે  વાત્રક હોસ્પિટલ કોરોના સંક્રમિત દર્દીઓ માટે  આશાનો દિપક બની ઝળહળી રહી છે.
               અંતરિયાળ વિસ્તારની આ હોસ્પિટલે મહામારીને નાથવા  અત્યાધુનિક મેડિકલ ઇકવીપમેન્ટથી સજ્જ છે. મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ આહી 200 બેડ ધરાવતો નો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં પાંચ સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર, પાંચ મેડિકલ ઓફિસર, 37 નર્સનો સ્ટાફ અને અન્ય 20 ક્લાર્કથી લઈ સફાઈ કામદાર પુરી નિષ્ઠાથી અવિરત સેવાઓ બજાવી રહ્યા છે. 
          ડો. પ્રવિણસિંહ સોલંકી વાત્રક હોસ્પિટલના નોડલ તરીકે સરાહનીય કામગીરી કરી રહ્યા છે. તેઓની સાથે સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.સી પરમાર પણ જહેમત ઉઠાવી રહ્યા છે. આ સૌના સહિયારા પુરુષાર્થે આ લખાય છે ત્યાં સુધીમાં 632 ટેસ્ટ કર્યા છે. કોરોના સંક્રમિત 29 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સારવાર લેતા દર્દીઓ માટે વિશિષ્ટ કાળજી લેવામાં આવી રહી છે.  દિવસમાં ચારથી પાંચવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તબીબી તાપસ કરવામાં આવી રહી છે. દર્દીઓ માટે દવાઓની સાથે સાથે પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલની સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગે તેવી છે. હોસ્પિટલના તમામ સ્ટાફની ઉત્કૃષ્ઠ કામગીરીના પરિણામે પાંચ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. 
            પોતાના જાનની પણ પરવા કર્યા વિના તમામ ડોકટર્સ, નર્સ સફાઈ કામદાર અવિરત ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાનું સમસ્ત વહીવટી તંત્ર આ મહામારીને નાથવા ચોવીસ કલાક અથાગ પરિશ્રમ કરી રહી છે. બસ આપણે આ મહામારીના મહાયુદ્ધઓને પૂરતો સાહિયોગ આપીએ...
જય હિન્દ.
લેખન : ઈશ્વર પ્રજાપતિ           98251 42620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો

No comments:

Post a Comment