બુધવાર, 13 મે, 2020

મહેંક માનવતાની -2

મહેંક માનવતાની -2

અરવલ્લી જીલ્લાના સંવેદનશીલ વહિવટી તંત્ર અને ઘાંચી અરોગ્ય મંંડળૅના પ્રમુખશ્રીના
 પ્રયત્નો થકી કિડનીના દર્દીઓને મળ્યુ નવજીવન. 



          વિશ્વ આખું અત્યંત નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે એમ છતાં ચોતરફ બની રહેલા સંવેદનાસભર પ્રસંગ હૃદયને શાતા આપે છે. મહામારીના સમયમાં માનવતાનું પુષ્પ મુરજાવવાના બદલે અધિક ખીલી, અધિક મ્હોંરી અને અધિક  મહેંકી રહ્યું છે. 
          વાત છે ઘાંચી આરોગ્ય મંડળ સંચાલિત હોસ્પિટલની.. અરવલ્લી જિલ્લાના મુખમથક મોડાસામાં આવેલી આ હોસ્પિટલ જરૂરિયાત મંદ અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ કાર્ય કરી રહી છે. કિડનીના દર્દીઓ માટે અહીં ચાલતું ડાયાલિસિસ સેન્ટર કિડનીના દર્દીઓને નવજીવન પ્રદાન કરવામાં સુંદર કામગીરી કરી રહ્યું છે. આ સંક્રમણના સમયે જાનના જોખમે સેવા આપતા આ ડાયાલિસિસ સેન્ટરના ટેકનેશિયન  પોતે સંક્રમણનો.ભોગ બન્યા. પરિણામે દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઈ અહીં ડાયાલિસિસ  પ્રક્રિયા બંધ કરવાની ફરજ પડી. અને અહીં ડાયાલિસિસની નિયમિત સારવાર લેતા 22 દર્દીઓના જીવ તાળવે ચોટ્યા. આ  દર્દીઓ માટે  જાણે અત્યંત નાજુક પરિસ્થિતિનું નિર્માણ પામી.

            એક તરફ લોકડાઉન હોવાના કારણે જલ્દી અન્ય બીજો વિકલ્પ પણ સૂઝતો ન હતો. ત્યારે ઘાંચી આરોગ્ય મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ ટાડાએ આવા દર્દીઓ સત્વરે ડાયાલીસીસની સારવાર મળી રહે એ માટે જિલ્લા કલેકટર સાહેબશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનું ધ્યાન દોર્યું. જિલ્લાના વહીવટી તંત્રને આ વાતની જાણ થતાં જ આવા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે હિંમતનગર    સિવિલ હોસ્પિટલમાં જાણ કરી મોકલી આપવામાં આવ્યાં. 
             હિંમતનગર સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્રએ પણ આ દર્દીઓને ડાયાલિસિસની ઉત્તમ સુવિધા પૂરી પાડી.  કિડનીના દર્દી માટે ડાયાલીસીસ કેટલું મહત્વનુ હોય છે એ વાતથી તો આપ સૌ પરિચય છો જ! ડાયાલીસીસ પૂર્ણ થતાં દર્દીઓ અને તેઓના પરિવારજનોની આંખોમાં એક નવી ચમક ઉભરી આવી! 
            અરવલ્લી જિલ્લાનું સંવેદનશીલ વહીવટી તંત્ર કોરોના સંક્રમિત દર્દીઓની સેવા સુશ્રુષામાં અગ્રેસર બની ઉદાહરણરૂપ કાર્ય કરી જ રહ્યું છે પરંતુ અન્ય બીમારી સામે ઝઝૂમી રહેલાં એવાં બીજાં દર્દીઓને પણ ઉત્તમ તબીબી સારવાર મળી રહે એ માટે કટીબદ્ધ છે.

લેખન : ઈશ્વર પ્રજાપતિ           98251 42620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts