Thursday, May 14, 2020

મહામારીના મહાયોધ્ધા - 4

 મહામારીના મહાયોધ્ધા - 4 
અરવલ્લી જીલ્લાની કોવિડ -19 હોસ્પિટલના નોડેલ ઓફિસર 
ડૉ. યજ્ઞેશભાઈ નાયક અને ડૉ. પ્રવિણસિંહ સોલંકી.
          
   
                 વૈશ્વિક મહામારીના સમયે ભારત દેશની  સરહદો પર સૈન્યએ મોરચો સાંભળ્યો છે. જ્યારે સરહદની આપાર મહામારીને માત આપવા ડોકટર્સ, નર્સ , સફાઈ કામદારો અને સમસ્ત આરોગ્ય તંત્ર એ મોરચો સાંભળ્યો છે. મેડિકલ અને પેરામેડીકલ સમગ્ર સ્ટાફ ખભે ખભા મિલાવી સંક્રમિત દર્દીઓની સારવારમાં રાત દિવસ ખડે પગે તૈયાર છે. આપણે સહુ તો લોકડાઉનમાં પરિવારની સાથે સલામત છીએ પરંતુ તબીબી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને પોલીસ જવાનો દિવસોના દિવસો પરિવાર થી દૂર રહી નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ અદા કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયા સાહેબના પણ દિવસ કે રાત જોયા વિના મહામારીને માત આપવા પુરુષાર્થ કરી રહ્યા છે. તેઓના સફળ નેતૃત્વમાં જિલ્લાના આરોગ્ય કર્મીઓ મહારમારીને માત આપવા સજ્જ છે.
               આજે વાત કરવી છે એવા બે મહામારીના મહાયોદ્ધાઓની જેઓએ અરવલ્લી જિલ્લાની બે કોવિડ-19 હોસ્પિટલનો મોરચો સાંભળ્યો છે.ડૉ. યજ્ઞેશભાઈ નાયક અને ડૉ. પ્રવીણ સિંહ સોલંકી. ડો. યજ્ઞેશભાઈનું મૂળ ફરજનું સ્થાન હિંમતનગર સીવીલ હોસ્પિટલ છે જ્યારે ડૉ. પ્રવિણસિંહ CHC જીતપુરમાં ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે. પરંતુ જ્યારથી આ કોરોના મહામારીએ ભરડો લીધો ત્યારથી આ બન્ને તબીબોને જિલ્લાની બે અલગ1 અલગ કોવિડ-19 હોસ્પિટલના નોડલ તરીકે નિમણૂંક કરવામાં આવી. જિલ્લાના વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર એ આ બન્ને તબીબો ઉપર જે વિશ્વાસ મુક્યો હતો એ આ બંને નોડેલ ઓફિસરશ્રીઓ અથાગ પરિશ્રમ કરી યથાર્થ સાબિત કરી રહ્યા છે.
                ડૉ. યજ્ઞેશ નાયક જેઓ રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાં નોડલ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને બીજા તબીબ છે ડૉ. પ્રવિણસિંહ સોલંકી તેઓ ફતેસિંહ રાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ વાત્રક ના નોડલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.  આ બંને તબીબોના માર્ગદર્શન હેઠળ જિલ્લાની બન્ને કોવિડ-19 હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ સાથે સંક્રમિત દર્દીઓની શ્રેષ્ઠત્તમ સારવાર કરી રહી છે. જ્યારે દેશમાં અને રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો હતો એવા સમયે અરવલ્લીની આ બન્ને હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ દ્વારા વધુમાં વધુ ટેસ્ટ કરી સંક્રમિત દર્દીઓની ઓળખ કરી તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું. બન્ને હોસ્પિટલના તબીબો, નર્સ , સફાઈ કામદારો આ તમામે એક સ્વજનની જેમ સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
               બન્ને હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને સમયસર દવા, પીવાનું ગરમ પાણી , ઉકાળો , અલ્પાહાર અને બે ટાઈમ પૌષ્ટિક ખોરાક મળે એની સંપૂર્ણ તકેદારી ડો. યજ્ઞેશભાઈ અને ડૉ. પ્રવિણસિંહ દ્વારા રાખવામાં આવી રાખવામાં આવી રહી છે.

             જે રીતે વિશ્વમાં સંક્રમિત દર્દીના વધી રહેલા મૃત્યુંઆંકના પરિણામે કોરોના વાયરસને લઈ કોકોમાં એટલો તો ભય વ્યાપેલો જોવા મળે છે કે લોકો ટેસ્ટ કરાવવા પણ જલ્દી તૈયાર થતા નથી. આવી પરિસ્થિતિમાં કોરોના પોઝિટિવ દર્દીઓ પોતાનું મનોબળ જાળવી રાખે એ પણ એટલું જ કરૂરી છે. દર્દીઓના મનોબળ ને મજબૂત કરવા અને સંક્રમણની સામે એક વીર યોદ્ધાની જેમ લડવા માટે મેન્ટલ હેલ્થ માટે પણ દર્દીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. અને એનાં સુંદર પરિણામો પણ પ્રાપ્ત થયાં. બન્ને તબીબોના પ્રયત્નો થી આઇસોલેશન વોર્ડમાં હળવું વાતાવરણ નિર્માણ થઈ શક્યું છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્દીઓ અને આરોગ્ય સ્ટાફ સામુહિક પ્રાર્થના પણ હવે કરતા થયા છે. દવા સાથે દુઆ પણ ભળી. પરિણામે દર્દીઓ માનસિક રીતે મજબૂત બની સંક્રમણ સામે લડત આપી રહ્યા છે.
             નોડલ તરીકે ફરજ બજાવતાં હોસ્પિટલની તમામ જવાબદારી આ બન્ને નોડેલ ઑફિસરના શિર પર છે. આ સાથે જિલ્લાના વહીવટી તંત્ર, મેડિકલ ઓફિસર અને તમામ સ્ટાફ સાથે સંકલન કર્તા તરીકેની મહત્વની કામગીરી પણ આ બન્ને નોડેલ ઓફિસર કરી રહ્યા છે.
                જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતું સતત માર્ગદર્શન, બન્ને નોડેલ ઓફિસરનો હકારાત્મક અભિગમ અને હોસ્પિટલના તમામ સ્ટાફે ઉઠાવેલી જહેમતને પરિણામે સંક્રમિત દર્દીઓને સંક્રમણ થી મુક્ત થઈ પુનઃ પોતાના પરિવારમાં પરત ફરી રહ્યાં છે. આ લખાય છે ત્યાં સુધીમાં ડૉ. રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાં 41 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી 14 દર્દીઓ સંક્રમણ મુક્ત થતાં રજા આપવામાં આવી. એ જ રીતે શ્રીમંત ફતેસિંહ રાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલમાં 35 દર્દીઓ સારવાર લીધી જેમાંથી 7 દર્દીઓ સંક્રમણને માત આપવામાં સફળ રહ્યા છે. બાકીના દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યાં છે. સંક્રમણ થી મુક્ત બનેલા દર્દીઓ જોઈ સારવાર લઈ રહેલાં દર્દીઓમાં પણ એક નવી આશા જન્મી છે. નિષ્ણાત ડોક્ટરની ટીમ દિવસ દરમિયાન અવારનવાર દર્દીઓની તબીબી તપાસ કરી સારવાર કરી રહ્યા છે.
ડૉ. યજ્ઞેશભાઈ નાયક અને પ્રવિણસિંહ સોલંકી આ બન્ને નોડેલ ઓફિસર મેડિકલ ટિમ સાથે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. રાત દિવસ સમસ્ત તંત્રનો તનતોડ પરિશ્રમ જોતાં
                અરવલ્લી જિલ્લો સત્વરે સંક્રમણ મુક્ત જિલ્લો બનશે જ એવી દૃઢ શ્રદ્ધા જગાવી છે. કર્મનિષ્ઠ બન્ને નોડેલ ઓફિસરની સાથે સાથે અરવલ્લી જિલ્લાના સમસ્ત વહીવટી તંત્રની જેટલાં અભિનંદન આપીએ એટલા ઓછાં છે.  જાનની પણ પરવા કર્યા વિના પરિવાર થી દૂર રહી કોરોના મહામારીના મહાયુદ્ધ સામે ઝંગે ચડેલા સૌ મહાયોદ્ધાઓને કોટી કોટી વંદન!

લેખન : ઈશ્વર પ્રજાપતિ           98251 42620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો.)


No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts