સોમવાર, 11 મે, 2020

મહામરીના મહાયોધ્ધા - 2


મહામારીના મહાયોદ્ધા - 2



            સમસ્ત વિશ્વ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આરોગ્ય કર્મીઓ, પોલીસ જવાનો, આર્મી જવાનો અને નિવૃત આર્મી જવાનો પણ દેશને મહામારીમાંથી ઉગારવા રિતસરના ઝંગે ચડ્યા છે. 
          આપણે સૌ તો આપણા ઘરમાં પરિવાર સાથે સુરક્ષિત છીએ. પરંતુ પોતાના પરિવારની પરવા કર્યા વિના જે કર્મીઓ જીવના જોખમે સંક્રમિત દર્દીઓની રાત દિવસ ખડે પગે ઊભા રહી સારવાર કરી રહ્યા છે એ જોઈએ છીએ ત્યારે તેઓની સેવાની સામે સન્માનથી મસ્તક ઝૂકી જાય છે. 
વાત છે એવી મહિલા નર્સની જેઓએ ફરજ માટે પોતાના વહાલસોયા સંતાનોથી દૂર રહી હોસ્પિટલમાં હસતા મુખે સેવાઓ બજાવે છે. 
નામ છે અંકિતાબેન ચિરાગકુમાર પટેલ. 
      તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેની ડૉ. રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં નર્સ તરીકે સેવાઓ બજાવે છે. મોડાસા તાલુકાનું બાયલ ગામ તેઓનું વતન. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. નવ સદસ્યોના આ પરિવારમાં ચાર વર્ષનો એકનો એક દીકરો ધર્મ પણ ખરો... દીકરો ધર્મ રોજ મમ્મીની રાહ જોતો જોતો જ સુઈ જાય છે.

        અંકિતાબહેન મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં સેવા બજાવે છે ત્યાં હોસ્પિટલમાં કોવિડ- 19 વિભાગ પણ કાર્યરત છે. એટલે રખેને પોતે સંક્રમિત થાય અને સમસ્ત પરિવારને પરિવાર સંક્રમણનો ભાગ ન બને એ સાવચેતીના ભાગ રૂપે તેઓ હવે બાયલ આવવાનું ટાળે છે. અને ફરજ બાદ મોડાસા જ રોકાઈ જાય છે. મોડાસા પણ તેઓનું મકાન છે એ આવી અન્ય સિસ્ટર્સ માટે ખોલી આપ્યું છે. જેમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ફરજ બજાવતાં ભિલોડાના પટેલ બંસરી બેન, મોડાસાના પંડ્યા પારુલ બેન અને રામોસના હરશ્મિબેન હોસ્પિટલમાં પોતાની ફરજ પુરી કરી પોતના પરિવાર પાસે જવાના બદલે અહીં અંકિતા બેનના મકાનમાં જ રહે છે. અને સપ્તાહમાં એકાદ વાર પરિવારને મળી તરત ફરજ પર પરત ફરે છે. 
           મોડાસાના પંડ્યા પરુલબેન ને પણ ત્રણ વર્ષનો દીકરો છે. એ પણ મમ્મીની રાહ જોયા કરે છે. તેઓ મોડાસાના હોવા છતાં સાવચેતીના ભાગરૂપે પોતાના પરિવાર ને મળવાનું ટાળે છે. પોતાના ઘરે જવા કરતાં અંકિતા બેનના મકાનમાં જ રહે છે. 
          થોડા સમય પહેલાં જ અંકિતાબેન નો દીકરો ધર્મ બીમાર પડ્યો તો તેના પિતા ચિરાગકુમાર પટેલ જેઓ ધનસુરા તાલુકાની બાજીપૂરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ચિરાગભાઈ દીકરા ધર્મને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ અંકિતાબેન પોતાની પવિત્ર ફરજ બજાવવામાં વ્યસ્ત હતાં. 
       પોતાના વહાલ સોયા સંતાનોને વહાલ કરવાનું છોડી પોતાની ફરાજને પ્રાધાન્ય આપતી આવી તમામ સિસ્ટર્સને અને તમામ કર્મીને શત શત વંદન!
ઘરે રહો સુરક્ષિત રહો.


લેખન : ઈશ્વર પ્રજાપતિ           98251 42620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts