Saturday, April 18, 2020

શિક્ષકો દ્વારા એક અનોખો સેવાયજ્ઞ


શિક્ષકો દ્વારા અનોખો સેવાયજ્ઞ.

         
   
             વાત છે અરવલ્લી જિલ્લાના સૌ આરસ્વત ભાઈઓ બહેનોએ બતાવેલી અનોખી દેશદાઝની. વિશ્વ આખું કોરનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. પોતાની જાતને મહાસત્તા ગણાવતા સમૃદ્ધ રાષ્ટ્રો પણ લાચાર બની મોતના તાંડવ નૃત્ય નિહાળવા મજબૂર છે. ઘડીના છઠઠા ભાગમાં દુનિયાનો વિનાશ વેરી શકે એવી મિસાઈલો તો છે. પરંતુ     કોરોનાના   કહેર થી  બચવા  કહેવાતી   મહાસત્તાઓ પાસે પણ  પૂરતાં માસ્ક નથી.  ઘરની ચાર દીવાલોની અંદર જીવન સુરક્ષિત છે. ઘરના ઉમરાને પેલે પાર કોરોના કાળ બની ભરખી જવા વિકરાળ મો ફાડીને ઊભો છે. એમ છતાં પોતાની જાનની પરવા કર્યા વિના ડોકટર્સ, નર્સ, આરોગ્ય કર્મીઓ, સફાઈ કર્મીઓ,પોલીસ તંત્ર કારોનાના કહેર સામે દેવદૂત બની વીર યોદ્ધાની જેમ ફરજ બજાવી રહ્યા છે. આ બધાની વચ્ચે અરવલ્લીના પ્રાથમિક શિક્ષક ભાઈઓ અને બહેનોએ સમાજની સલામતી અને સુરક્ષા માટે એક લાખ માસ્ક બનાવી ઘર ઘર સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું. અરવલ્લી જિલ્લાના શિક્ષક ભાઈઓ બહેનો એ ગણતરીના કલાકોમાં યુદ્ધના ધોરણે એક લાખ માસ્ક બનાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે. 
             અરવલ્લી જીલાના જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધમેલીયા સાહેબની પ્રેરણા અને અરવલ્લી ડી.પી. ઈ. ઓ. શ્રી ડૉ. એ. કે. મોઢ પટેલ સાહેબ અને નાયબ ડી. પી. ઈ. ઓ. શ્રી સમીરભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આરંભ થયો એક અનોખા સેવા યજ્ઞનો. આ સેવા યજ્ઞ માં સૌથી    પહેલી આહુતિ જિલ્લાના ડી.પી.ઈ. ઓ સાહેબ શ્રી  નાયબ ડી. પી. ઈ. ઓ. સાહેબશ્રી એ આપી. અનેે ત્યાંંરબાાદ  સાહેબશ્રી એ કરેલા આહવાનને જિલ્લા સંઘના સૌ હોદ્દેદારો, છ  તાલુકા સંઘોના હોદ્દેદારો,  અને સૌ શિક્ષકોએ સમાજ સેવાનો અનોખો અવરસર બનાવી આ જવાબદારી ઉપાડી લીધી.  જીલાના એસ.એસ.એ. સ્ટાફ, તમામ ટીપીઈઓ શ્રીઓ પણ આ સેવા યજ્ઞમાં જોડાયા. અરવલ્લીનું આખું પ્રાથમિક શિક્ષણ તંત્ર લોકડાઉનમાં પણ સાવચેતી રાખી સ્વંભુ ધમધમતું રહ્યું .
         જિલ્લાના   ડી. પી. ઈ.ઓ શ્રી ડો.એ.કે. મોઢ પટેલ સાહેબ અને નાયબ ડી. પી.ઈ. ઓ શ્રી સમીરભાઈ સાહેબના હકારાત્મક અભિગમ હંમેશા શિક્ષકોને પ્રેરતો રહ્યો છે.  રાજ્યના શિક્ષકોની જેમ અરવલ્લીના સૌ શિક્ષકોએ એક દિવસના પગારનું આર્થિક યોગદાન આપ્યું જ છે. એમ છતાં જ્યારે માસ્ક બનાવવાની જવાબદારી ઉપાડી તો સ્વેચ્છાએ સૌ શિક્ષકોએ ફરી દાનની સરવાણી વહાવી. આર્થિક યોગદાન આપ્યું એટલું જ નહીં પણ શિક્ષકોએ અરવલ્લી જિલ્લાના ગામે ગામ દરજીકામ કરતા સૌ કારીગરોનો સંપર્ક કરી સૌ કારીગરોને કામે લગાડ્યા. જિલ્લાના છેવાડાના ગામડાઓમાં દરજીકામ કરતા શ્રમજીવી કારીગરોએ પણ સામાજિક જવાબદારી સમજી નહીં નફો નહીં નુકશાનના ધોરણે રાજી ખુશીથી રાત દિવસ જાગી કામ પૂરું કરી આત્મસંતોષ મેળવ્યો... આ સેવાયજ્ઞમાં સીવણ કામ જાણતી દિવ્યાંગ મહિલાઓ પણ જોડાઈ...  દુનિયાની નજરમાં નાના ગણાતા માણસની આ દરિયા દિલી, કામ કરવાનો જુસ્સો, અને જનુન જોઈ તેઓ  પર ફિદા થઈ જવાય. અરે! જે શિક્ષકો ભાઈઓ બહેનો દરજી કામ જાણતા હતા એ કોઈ પણ જાતની નાનમ ના અનુભવતા ફરી સીવણ મશીન પર બેઠા.. જે હાથમાં સૌએ માત્ર ચોક અને દસ્ટર જોયાં છે એ હાથમાં દરજીની કાતર અને કાપડ પકડી શિક્ષકે શિક્ષક ધર્મ નિભાવ્યો. દિવસ અને રાત કામ ચાલ્યું. અને માત્ર બે થી ત્રણ દિવસમાં એક લાખ માસ્ક બનવવાનો લક્ષયોક શિક્ષકોએ પૂરો કરી બતાવ્યો.

               આ તો એક માત્ર ઉદાહરણ છે. રાષ્ટ્ર જ્યારે કોઈ પણ મહામારી માંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે રાષ્ટ્રની પડખે અડીખમ યોદ્ધા બની ઊભા રહેવું એ શિક્ષક તરીકે અમારી ફરજ પણ છે. અને શિક્ષકે આ ફરજ સુપેરે નિભાવી છે. ભુજનો ભૂકંપ હોય, સુરત કે બનાસકાંઠાની પૂર હોનારત હોય કે દેશ પર આવી પડેલ કોઈપણ કુદરતી આફત હોય શિક્ષક સમાજે પોતાનું કર્તવ્ય નિભાવવામાં ક્યાંય પાછીપાની કરી નથી. 
            એમ છતાં, કોઈ શિક્ષક દ્વારા અજાણતાં થયેલી નાની નાની ભૂલો સમાજમાં ચર્ચાનો વિષય બને છે. કોઈ એક શિક્ષકની નાની અમથી ભૂલ માટે ઢોલ નગારાં પર  પીટી પીટીને આખા શિક્ષક આલમને બદનામ કરવમાં કોઈ કસર છોડવામાં નથી આવતી. ત્યારે શિક્ષક હ્રુદય કકળી ઊઠે છે.  શિક્ષક દ્વારા કરવામાં આવતાં અનેક સત્કાર્યોની નોંધ સમાજ કે મીડિયામાં ભાગ્યે જ લેવાતી હોય છે. ખેર! કોઈ નોંધ લે એ માટે શિક્ષક થોડો કામ કરે છે! શિક્ષક કામ કરે છે આત્મસંતોષ માટે, આત્મગૌરવ માટે આત્મસન્માન માટે... 
           સૌ શિક્ષકો ચાણક્યના ગોત્રના છે અને ચાણક્યનું ગુરુ વાક્ય સૌએ ગાંઠે બાંધેલું છું. में शिक्षक हूँ। मुझे अपने राष्ट्र के बारेमें सोचना है।
      આ લોકડાઉનના સમયમાં દેશનો એક સક્ષમ પરિવાર પોતાની આસપાસના એક આર્થિક રીતે નબળા પરિવાર ને સાચવી લે તો આખો દેશ સચવાઈ જશે.  ઘરે રહીએ... સુરક્ષિત રહીએ...

લેખન : ઈશ્વર પ્રજાપતિ           9825142620


( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો.

5 comments:

  1. ઉત્તમ અને ઉમદાકાર્ય..સેવાયજ્ઞમા જોડાયેલાશિક્ષકોને અભિનંદન..

    ReplyDelete
  2. ઉત્તમ..ઉમદા કાર્ય... અભિનંદનીય..

    ReplyDelete
  3. શિક્ષક કભી સાધારણ નહિ હોતા .. ચાણક્ય ની આ ઉક્તિ સિધ્ધ કરી બતાવી છે મારા અરવલ્લી જિલ્લાના શિક્ષક ભાઇ ઓ અને બહેનો એ...સૌ ને ધન્યવાદ.. વંદે માતરમ્

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts