ગુરુવાર, 5 માર્ચ, 2020

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : મેહુલ પ્રજાપતિ



વિદ્યાર્થીઓના ટેરવે વિશ્વને રમતું મુકનાર ટેકનોસેવી શિક્ષક 
મેહુલકુમાર પ્રજાપતિ


  એક એવું ગામ કે જ્યાં અઝાદીના દાયકાઓ પછી પાકા રસ્તાની સગવડ હમણાં થઈ શકી હોય, ગામમાં જ્યાં પુરતી  પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય, ગ્રામજનો ખેતમજૂરી કરી નિરવાહ કરતા હોય અને આવા છેવાડાના ગામની એક સરકારી શાળાના વિદ્યાર્થીઓ ટેબલેટ અને લેપટોપ  પર આંગળીના ટેરવે વિશ્વને રમાડતાં હોય વાત આપણને સૌને નવાઈ પમાડે તેવી છે.  જ્યાં વાલીઓ પાસે એંડ્રોઈડ ફોન પણ નથી એવા ગામના વિદ્યાર્થીઓ ટેબલેટ અને લેપટ્પના સહારે શિક્ષણ મેળવી રહ્યા છે. કંટાળા જનક વિષયોને પણ રસાળ શૈલીમાં કન્ટેંટ તૈયાર કરી ટેકનોલોજીના જાણકાર શિક્ષકે વિદ્યાર્થીઓને હોંશે હોંશે ભણતાં કર્યાં છે.
                  મેહુલકુમાર પ્રજાપતિ
            ટેકનોલોજીના ઉપયોગ થકી વિદ્યાર્થીઓની આંગળીઓને ટેરવે વિશ્વને રમતું મુકનાર એક ટેકનોસેવી શિક્ષક છે. દોલતપુર (ડાભલા) પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બજાવે છે.
         દોલતપુર(ડા) એટલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના (વસાઇ) ડાભલા પાસે આવેઅલ એક પરાં વિસ્તારનું એક ગામ.  ડાભલા ગામની આસપાસ સાત જેટલાં પરાં આવેલાં છે.  તેમાનું એક પરાં વિસ્તાર એટલે દોલતપુર (ડાભલા).  ડાભલાથી  3.5 કિ.મી અંતરે આવેલું  ગામ. ગામે છેક 2016 માં પાક્કો રસ્તો જોયો.   દોલતપુરા (ડાભલા) પરા વિસ્તારની  પ્રાથમિક શાળા તાલુકાની  સૌથી અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે. ગામમાં રહેતા ખેત મજૂરી કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. તેથી તમામ ગ્રામજનો પોતપોતાના ખેતરમાં છૂટા- છવાયા વિસ્તારમાં કાચા મકાન બાંધીને રહે છે.
 દોલતપુર (ડા.) પ્રાથમિક  શાળામાં મેહુલભાઈ  સૌ પ્રથમ શિક્ષક તરીકે વર્ષ 2001 માં જોડાયા.  પોતે ટેકનોલોજીના જાણકાર અને વર્ગના વિદ્યાર્થીઓ ટેક્નોલોજીથી વિમુખ રહે તે કેમ ચાલે?? સમયે કોમ્પ્યુટર પણ ઉપલબ્ધ હતું ત્યારે શિક્ષકે  વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય માટે સ્વખર્ચે લેપટોપ વસાવ્યું અને તેની મદદથી વિધાર્થીઓને જૂથમાં બેસાડી મે તૈયાર કરેલ સ્વનિર્મિત શૈક્ષણિક સામગ્રીથી શૈક્ષણિક કાર્ય કરાવવા લાગ્યો.
           ચોક અને ટોક  કરતાં તદ્દન  એક નવો અનુભવ !  વિધાર્થીઓને જાણે મોજ પડી ગઈ.  વર્ગકાર્યમાં માત્ર એક લેપટોપના ઉપયોગ થી વિદ્યાર્થીઓ આટલા રસ પુર્વક અભ્યાસ કરી શકતા હોય તો બાળકો માટે  કઈક વિશેષ કરવાનો નિર્ધાર કર્યો. આચાર્ય અને સાથી શિક્ષક મિત્રોનો પણ અભુતપુર્વ સહકાર મળતો રહ્યો.   શાળામાં લોકસહકારથી મલ્ટીમિડિયા વર્ગખંડ બનાવવાની શરૂઆત કરી.

              મલ્ટિમિડિયા ક્લાસરૂમના નિર્માણ માટે   વર્ષ 2013/14 માં  મેહુલભાઈએ  પોતે 5000 નું યોગદાન આપ્યુ . અને બાકીની 25000 જેટલી  રકમ એસ.એમ.સી અધ્યક્ષ, અન્ય સભ્યો,તમામ ગ્રામજનો તથા શાળાના શિક્ષકમિત્રોની મદદથી એકઠી કરી અને શાળામાં તાલુકાનો સૌ પ્રથમ મલ્ટીમીડીયા વર્ગખંડ તૈયાર કર્યો. ઉપરાંત શાળામાં વિજળી વારંવાર આવનજાવન થતી હોય મલ્ટીમીડિયા રૂમની સાધનસામગ્રી જળવાઇ રહે તે માટે 12000  ના  સ્વખર્ચે બેટરી બેકઅપ પણ શિક્ષકે વસાવ્યું અને તા-02/07/2014 થી મલ્ટીમીડિયા રૂમની શરૂઆત  કરવામાં આવી.
        સાત વર્ષ પહેલાં આવો વર્ગ આવી કોઈ અંતરિયાળ શાળામાં હોય કલ્પના પણ હર્ષિત કરે છે. મેહુલભાઈ   ટેકનોલોજીના માધ્યમથી શૈક્ષણિક સામગ્રી મે તૈયાર કરી.  તે હવે નાના લેપટોપના બદલે પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા  નિહાળવા લાગ્યા.  ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને  સ્વનિર્મિત તૈયાર કરેલ 82 ppt ,સ્વનિર્મિત વિડિયો, યુ-ટ્યુબ પરથી  એકમ અનુરૂપ વિડિયો ડાઉનલોડ કરવા તેમજ પી.ડી.એફ  અને ચિત્રો ની મદદથી શૈક્ષણિક કાર્ય કરાવવા લાગ્યા
   શાળા 2017  માંજ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં પસંદ થવાથી ધોરણ 7 અને 8 વર્ગો ડિઝીટલ બન્યા. ધોરણ-6 થી 8ના તમામ  વિધાર્થીઓ માટે 60  ટેબલેટ પણ ઉપલબ્ધ થયા.  ગામમા કે જ્યાં પાકા મકાનો પણ નથી અને જ્યા વિધાર્થીઓના ઘરે વાલી પાસે એન્ડ્રોઇડ મોબાઇલ પણ નથી. તેવા   વિધાર્થીઓ ને નવીન ટેકનોલોજી દ્વારા  આંગળીના ટેરવે શિક્ષણકાર્યનો સુંદર અનુભવ પ્રાપ્ત થયો.
         મેહુલભાઈ  ICT TOOLS USE IN EDUCATION અંતર્ગત વિવિધ શૈક્ષણિક ટૂલ્સના ઉપયોગ વડે વિવિધ શૈક્ષણિક ઇનોવેશન હાથ ધરેલ છે. શાળાના વિધાર્થીઓને પણ શિક્ષણના અધરા મુદ્દાઓ ટેકનોલોજીના માધ્યમથી સરળતાથી અને રસપ્રદ પૂર્વક શીખવી શકાયા છે.અને હાલમાં પણ શૈક્ષણિક ઇનોવેશન મારા શાળાના વિધાર્થીઓ માટે કાર્યરત છે.
      ()  PLICKERS TOOl  () ONLINE TEST ( TESTMOZ.COM WEB SITE USE..) (3)ZIP GRADE ( OMR SCANING ANDROID APPS)() QR-CODE (QUICK RESPONSE CODE)   () INDIA-MAP ( DIGITAL ANDROID APPS & WINDOWS APPS)  () VOTING MACHINE મોબાઇલ એપ્સની મદદથી પેપરલેસ બાલસંસદની ચુંટણી તેમજ .વી.એમ.  મશીનના ઉપયોગ વિશે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
              મે-2013 માં શૈક્ષણિક ઇનોવેશન ક્ષેત્રે સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જિલ્લા પ્રમાણે એક ઇનોવેટીવ શિક્ષકની પસંદગીમાં મહેસાણા જિલ્લામાંથી મેહુલભાઈની  પસંદગી થતાં ગુજરાત રાજ્યના તાત્કાલિન  મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, આનંદીબેન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા સાહેબ, અને વસુબેન ત્રિવેદી સાથે તે અંગે ચર્ચા માટે પસંદગી થઈ હતી  
        ફેબ્રુઆરી-2018 માં જી.સી..આર.ટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણ
અને તાલીમ ભવન,મહેસાણા દ્વારા આયોજિત તૃતિય જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં ડાયટ મહેસાણા ખાતે ભાગ લીધો અને રાજ્યકક્ષાના ઇનોવેશન માટે સતત ત્રીજી વખત ભાઇ લઇ હેટ્રિક નોધાવનાર જિલ્લાના તથા રાજ્યના સૌ પ્રથમ શિક્ષક તરીકે પસંદગી પામ્યો.
         IIM- અમદાવાદ દ્વારા તૈયાર કરેલ સાર્થ “ ( ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇન એજ્યુકેશન) પુસ્તકમાં 32 ICT શિક્ષકોના ઇનોવેશન પસંદ કરી તેની  બૂક તૈયાર કરવામાં આવી. જેમાં મેહુલભાઈનું  ઇનોવેશન પ્રથમ ક્રમના નંબર પર મૂકવામાં આવેલ છે.  
        જાન્યુઆરી-૨૦૧૯માં IIM અમદાવાદ દ્વારા આયોજિત ICCIG-4 ઇન્ટરનેશનલ કોન્ફરંસમાં મારું રિસર્ચ પેપર “ICT USE IN EDUCATION” ની પસંદગી થતા વિશ્વના ૧૫૫ થી વધુ દેશના પ્રતિનિધિ સમક્ષ  પેપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું.
          ઇનોવેટીવ શૈક્ષણિક કાર્યને ધ્યાનમાં રાખીને કલકત્તાની MY SCOOL SERVER (M.S.S) એક સર્વર પર ચાલતી 15  કોમ્પ્યુટરની અત્યાધુનિક લેબ ગુજરાત રાજ્યની માત્ર  4  શાળાઓના ટેકનોસેવી શિક્ષકોને પસંદ કરી તેમની શાળાને આપી જેનો લાભ વિજાપુર તાલુકાની એકમાત્ર  દોલતપુરા (ડા) શાળાને મળ્યો. મુબંઇ ની OOBEDU.PVT કંપની દ્વારા મારા શિક્ષણમાં AR- Augmented Reality ના અસરકારક ઉપયોગ થી પ્રભાવિત થઇને મને કુરીયર દ્વારા રૂપિયા ૫૦૦૦ ની AR કીટ વિધાર્થીઓના શિક્ષણના ઉપયોગ માટે મને ભેટમાં આપી.
         દોલતપુરા (ડાભલા) પ્રા.શાળાના શિક્ષકશ્રી પ્રજાપતિ મેહુલકુમાર. એમના ઇનોવેટીવ શૈક્ષણિક કાર્યથી પ્રભાવિત થઈને અમદાવાદના નિરવભાઈ ચોકસી,આશિષભાઈ પટેલ,વિરલભાઈ પટેલ,અને તુષારભાઈ માથુર ફેસબુક ના માધ્યમથી મેહુલભાઈ ની શૈક્ષણિક પ્રવૃત્તિઓ જોઈને  50 ઇંચની સ્માર્ટ LED TV દ્વારા વિધાર્થીઓનું શૈક્ષણિક.કાર્ય થાય તે હેતુથી તેમને આપેલ છે..
                      5 મી સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે વર્ષ :- 2019/20 માં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના હસ્તે   મહેસાણા જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક એનાયત અર્પણ કરી મેહુલભાઈને સન્માનિત કરવામાં આવ્યા.




પ્રજાપતિ મેહુલકુમાર મોહનભાઈ  MO.NO- 9428224326

લેખન : ઈશ્વર પ્રજાપતિ           9825142620

આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)




 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts