અરણ્યમાં અનુપમ શાળા શિલ્પિ પ્રતિબધ્ધ શિક્ષિકાબેન વૈશાલી શાહ
વૈશાલી શાહ.
એવાં પ્રતિબદ્ધ અને પ્રતિભાશાળી શિક્ષિકા બેન છે, જેઓ એ અતિ પછાત ગણાતા વિસ્તારમાં શિક્ષણની દિવ્ય જ્યોતી પ્રગટાવી ઝળહળા કર્યા છે.વાત છે સાબરકાંઠા જિલ્લાનો પોશીના તાલુકાની. કર્મચારી કોઈ પણ હોય પોશીના પંથકમાં પોસ્ટિંગનું નામ સાંભળી ને જ ભર શિયાળે ભલભલાના કપાળે પરસેવાના રીતસરના રેલા ઉતારી આવે છે. આઝાદીના દાયકાઓ પછી પણ અત્યંત પછાત આ તાલુકો છે. ડુંગરોની ટેકરીઓ પર છુટા છવાયાં ઝૂંપડાં બાંધી, અનેક હાડમારીઓ વેઠીને આદિવાસી બઘુંઓ અહીં વસવાટ કરે છે. પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ અહીં અસાનીથી ઉપલબ્ધ નથી. કાળી મજૂરી કરી ગુજરાન ચલાવતા અહીંના લોકોમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ તો ક્યાંથી હોય?? એમ છતાં આ પોશીના તાલુકાનું અંતરિયાળ ખિજડાફળી ગામ આજે શિક્ષણ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
આશરે 1100 ની વસ્તી ધરાવતાં ખિજડાફળો ગામમાં શાળાની સ્થાપના તો આઝાદીના દાયકાઓ પછી 1971 માં થઈ શકી. સ્થાપના પછી દાયકાઓ સુધી શાળા એક જ ઓરડામાં ચલાવવામાં આવી. કાર્યાલય ગણો, સ્ટાફરૂપ ગણો, વર્ગખંડ ગણો કે મધ્યાહન રસોડા માટેનો ઓરડો ગણો જે ગણો એ આ એક જ ઓરડો.
છેક ૨૦૦૭ માં વૈશાલીબેન શાહની નિમણૂક અહીં થઈ. પહેલાં દિવસ શાળામાં હાજર થવા જતાં જ શાળા ને આજુબાજુનું વાતાવરણ જોઈને તેઓના
માતા-પિતાએ નોકરી કરવાની જ ના પાડી દીધી. પરંતું વૈશાલીબેને મન મક્કમ કરી સેવા કાર્ય સ્વીકારી લીધું.
વૈશાલી બેન જણાવે છે કે
વૈશાલી બેન જણાવે છે કે
" ભૂતકાળ યાદ કરું તો પણ ડર લાગે છે. કેમ કે આ શાળા એવા ગામમાં આવેલી હતી કે જ્યાં જવાની વાત તો દૂર રહી પણ જેનું નામ લેતાં પણ લોકો ડરતા હતા. પણ ભગવાને મારા નસીબમાં એ ગામ , કે એગામના નસીબમાં મારું નામ લખાયેલું હશે. જ્યારે 2007 માં અહીં હાજર થયાં ત્યારે શાળાની રજીસ્ટર સંખ્યા માત્ર 113 બાળકો. એમાંય શાળામાં સંખ્યા માત્ર બે અંકોમાં જ આવે. ને એમાંથી પણ બાળકો ફક્ત
મધ્યાહન જમવા પૂરતાં જ આવે. ગામમાં લોકો અંધશ્રધ્ધા અને વ્યસનના રવાડે જિંદગી બરબાદ કરી મૂકી હતી. નબળી આર્થિક પરિસ્થિતિ, શિક્ષણના અભાવે ભણાવવામાં કોઈ ના માને.મનમાં ગાંઠ વાળીને વાલી સંપર્ક કરવા ગામના ડુંગરો ખૂંદવાના શરૂ કર્યા. સતત અથાક પરિશ્રમના કારણે એક બે વર્ષમાં ડુંગરોની રજે રજ અને દરેક પથ્થર સાથેગામનો દરેક વાલી નામથી ઓળખતો થયા. સતત વાલીઓના સંપર્ક થવાથી તથા સમજાવટથી બાળકોનીસંખ્યામાં વધારો થવા લાગ્યો.નામાંકન પણ વધવા લાગ્યું.
હવે બીજી તકલીફ ઊભી થઈ શાળાનામકાનની. ‘ શાળાનો એક રૂમ કે એક રૂમ એ જ શાળા.’તેમાં લાઈબ્રેરી , સ્ટાફરૂમ , ઓફિસ , કમ્પ્યૂટર લેબ,MDM કે વર્ગખંડ શું સમજવું એ જ મોટે તકલીફ.બાળકોની સંખ્યા વધતાં લીમડાનાં છાંયડામાં વર્ગોલેવાતા હતા.મારા મનમાં શાળના માટે નવીન મકાનબનાવવાની વિચાર સરવળ્યો.
સ્ટાફ મિત્રોની મદદથી ગામનાં વાલીઓનેમહામહેનતે સમજાવ્યા બાદ શાળાના મકાન માટે જમીનદાનમાં મેળવી. S.S.A તરફથી સહાય મેળવી વર્ષ :૨૦૧૪ માં શાળાનું નવીન મકાન બનાવ્યું.શાળામાં દર વર્ષે વૃક્ષો વવાતાં, મોટા થતાં અનેવેકેશનમાં ગમે તેટલું ધ્યાન રાખવા છતાં ખવાઈ જતાં.રોડ ટચ શાળા હોવાથી બાળકો રોડ પર અકસ્માતનોભોગ ન બને તેની ચિંતા તથા બીજા જ વર્ષથી ગામનુંવરસાદી પાણી શાળામાં ઊંડો ખાડો પાડી નદી સ્વરૂપે વહેવાની તકલીફથી બચાવની સહાય મેળવી શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવડાવી.તથા સ્વખર્ચે શાળાનો મુખ્ય ગેટ બનાવડાવ્યો. શાળામાં સ્વખર્ચે કલરકામ કરાવ્યું.આમ,ભૌતિક રીતે શાળાને સમૃધ્ધ બનાવી આજ CCTV કેમેરાથી સંપૂર્ણ બનાવી.
દિવસ રાત જોયા વિના અથાક પરિશ્રમ, સતત કંઈક નવીન કરવાની વિચારણા તથા પોતાની કમાણીમાંથી પણ શાળાને મદદરૂપ થવાની મારી વિચારણાથી શાળાનોસ્ટાફ પણ મારી સાથે ખભે ખભો મિલાવી કામ કરી રહ્યોછે. તે પણ પોતાની કમાણીમાંથી મારી જેમ શાળા માટે ખર્ચ કરતાં વિચાર કરતા નથી. શાળા આજે શાળા નહિપ ણ મારા ઘર જેવી લાગે છે .આજે શાળામાં 354 થી વધુ બાળકોની સંખ્યા છે. 7 પ્રતિબધ્ધ શિક્ષકો ફરજ બજાવે છે. બાળકો માટે અમારાથી થતી બધી જ મહેનત કરીએ છીએ. અનાથ બાળકોને જોડે રહી દાખલા કઢાવીપાલક માતા પિતા યોજનાનો લાભ અપાવ્યો. વેકેશનના સમયમાં પણ એક માતાપિતાનીજેમ ફરજ અદા કરવા વિકલાંગ બાળકો માટેશર્ટી કઢાવવા તથા વિવિધ કેમ્પમાં જોડે જાઉ છું. એકલવ્યની પરીક્ષાની તૈયારે કરાવી તથાપરીક્ષામાં પાસ થયેલ બાળકોને શાળામાં જોડેજઈને સિલેક્શન કરાવી એડમીશન અપાવવાનીજવાબદારી પણ ઉપાડી છે. બાળકોને મળતી તમામ સેવાઓનેયોજનાઓનો લાભ અપાવવા જેમ કે, સિઝનલહોસ્ટેલ,ટ્રાન્સપોર્ટેશન વગેરે માટે મારાથી બનતાબધા પ્રયત્નો કરું છું બાળક પોતાના ઘર કરતાં શાળામાં વધુ સલામતઅને ખુશ રહી અભ્યાસકાર્ય કરે, હરે ફરે, ભણે તેમાટે હું સદૈવ તત્પર રહું છું."
વૈશાલી બેન અહિં તેઓની વાત પૂર્ણ કરે છે. થોડાં વર્ષો પહેલાં આ ગામના બાળકો પ્રાથમિક શિક્ષણ પણ પૂરુ કરી શકતા ન હતા. તેના બદલે આ ગામના વિદ્યાર્થીઓ એસ.એસ. સી., એચ. એસ. સી. અને કોલેજ સુધી પહોચી શક્યા છે એ નાની સિધ્ધિ ન કહેવય. પપ્રાથમિક શિક્ષણ પૂરુ કર્યા પછી પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એ માટે વૈશાલી બેન સતત વિદ્યાર્થીઓના સંપર્ક માં રહે છે. કોલેજ ન વિદ્યાર્થીઓ ને સાથે બેસી તૈયારીકરાવે છે. અને મર્ગદર્શન આપે છે.
આજે આ શાળા પરિસર સુંદર વૃક્ષો અને ફૂલ છોડ થકી દીપી ઉઠ્યું છે. શાળાને સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. એટલે જ વર્ષ 2017-18 નો શાળા સ્વચ્છતા એવોર્ડ આ શાળા પ્રાપ્ત કરી શકી. શાળા શૈક્ષણિક કાર્ય દરમિયાન નડતી સમસ્યાઓના સમાધાન માટે વૈશાલી બેન સતત કંઈક નવું વિચારતા રહે છે. અને નવતર પ્રયોગો કરતા રહે છે. જીલ્લા કક્ષાના ઈનોવેશન ફેઈર માં પણ તેઓ ભાગ લઈ ચુક્યા છે.
વૈશાલી બેન આ ગામની શાળા અને અહીંના બાળાકો સાથે એવાં તો એકાકાર થઈ ગયાં છે કે તેઓ ભાવ વિભોર થઈ જણાવે છે કે "ગમે તેટલી મુશ્કેલીઓ પડે, ગમે તેવા પડકારો આવે પરંતું હુ મારી ફરજના તમામ વર્ષો આ ગરીબ આદિવાસી બાળકોની સેવામાં ખપાવી દેવા માંગુ છે. આજીવન હું અહીંથી ક્યાય બદલી કરાવવાની નથી. "
વૈશાલીબેનની બાલવંદનાને વંદન.
વૈશાલી શાહ સંપર્ક નં. : 95749 24200
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
વૈશાલી શાહ સંપર્ક નં. : 95749 24200
લેખન : ઈશ્વર પ્રજાપતિ
9825142620
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)
તમારી શિક્ષા પત્યે ની નિષ્ઠા, કુશળતા, સમર્પણ,ને વંદન
ReplyDelete