નમૂનેદાર રોપડા શાળાના રાહબર નિશિથ આચાર્ય
વાત છે એવા સફળ આચાર્યની જેઓએ થોડા સમય પહેલાં સાધારણ કક્ષાની ગણાતી શાળામાં અસાધારણ પરિવર્તન આણી કમાલનો કરતબ કરી દેખાડ્યો છે. ઉત્સાહી સાથી શિક્ષકો, સમાજ અને શ્રેષ્ઠીઓના સહિયારા પુરુહાર્થે શાળાની કાયાપલટ કરી નાખી. અમદાવાદની ભાગોળે આવેલું દસક્રોઈ તાલુકાના રોપડા ગામની સરકારી પ્રાથમિક શાળા આજે શિક્ષણ જગતમાં એક નમૂનેદાર શાળા બની છે.
માંડ 1200 ની વસ્તી ધરાતા આ ગામની શાળાના યુવા અને ઉત્સાહી આચાર્યનું નામ છે નિશિથભાઈ આચાર્ય. શાળાના શિક્ષકો તો ઉત્સાહી હતા જ અને નિશિથભાઈ જેવા કુશળ રાહબર મળતાં જાણે સોનામાં સુગંધ ભળી. અમદાવાદની લગોલગ જ્યાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે છતાં રોપડા સરકારી શાળામાં 227 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દર વર્ષે વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી અહીં પ્રવેશ મેળવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને અમસ્તા જ કાઈ અહીં પ્રવેશ નથી લેતાં પરંતુ એના મૂળમાં 9 કર્મયોગી શિક્ષકોનો કર્મયોગ રહેલો છે.
રોપડા પ્રાથમિક શાળામાં નિશિથભાઈની મુખ્ય શિક્ષક તરીકેની નિમણૂંક 2014 માં થઈ ત્યારે શાળામાં વર્ગખંડો પૂરતા તો હતા જ પરંતુ મોટાભાગના ઓરડા ક્ષતિગ્રસ્ત હતા. વળી શાળામાં ઓફીસ કે અન્ય ઓરડા હતા નહીં. પહેલા 2 દિવસ તો એક ટેબલ લઇ લોબીમાં બેસવું પડ્યું. પરિસ્થિતિ પાલટાવવા આહવાન કરતો હોય એમ પાંખો માથા પર કિચુડ કિચુડ અવાજ કરતો ભમી રહ્યો હતો. ત્યારબાદ ત્રીજા જ દિવસે એક વર્ગખંડમાં જ પાટેશન કરી ઓફીસ બનાવી. ત્યારબાદ નવા એસ.એસ.એ તરફથી નવા બે વર્ગો મળ્યા. તેનું બાંધકામ 2015મા પૂર્ણ કર્યું. સાથે જ જુના ક્ષતિગ્રસ્ત ઓરડા નોન યુઝ કરી નવી શાળા બનાવવા મંજૂરી લીધી. શાળાના ભૌતિક અને શિક્ષણિક ભાવવારણમાં આમૂલ પરિવર્તન માટે સૌએ કમર કસી.
સરકારી શાળાને બેઠી કારવાના શિક્ષકોના પ્રયાસો જોઈ સમાજ અને શ્રેષ્ઠીઓ શાળાની મદદે આવ્યા. બાળકોને પીવાના પાણી તથા જમવા માટે શેડ સોફોસ ટેકનોલોજી પ્રા. લિ. ના સહયોગ દ્વારા શેફાલી મેડમ અને હેમલભાઈ પટેલ સી.ઇ.ઓ સોફોસ તરફથી બનાવી આપ્યો. જે ખૂબ ઉપયોગી થયો. ત્યારબાદ બાળકોને જરૂરી સ્ટેશનરી સહાય પૂર્ણ કરવા માટે લોક સંપર્ક શરૂ કરી વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવતી. બાળકોમાં તથા વાલીઓમાં શાળા માધ્યમે લોક સંપર્ક શરૂ કરી નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યા. તેમાં પહેલો નવતર પ્રયોગ વાલી જાગૃતિ અને વાલી સહયોગ પ્રાપ્ત કરવાનો હતો. જેમાં ખૂબ સફળતા મળી. શાળાના શિક્ષકોની સમયાંતરે વાલી મિટિંગ કરી નવીન શૈક્ષણિક અભિગમ અપનાવવા ચર્ચા કરવામાં આવતી.
શાળાને તમામ પરિમાણોથી ખાનગી શાળાની ચડિયાતી બનાવવી હતી. બાળકોનો ગણવેશ બદલીને ખાનગી શાળાને ટક્કર મારે એવા નવા ગણવેશને સ્થાન આપ્યું. NMMS અને PSE જેવી પરીક્ષાની તૈયારી માટે extra coaching class શરૂ કરવામાં આવ્યા. બાળકો કોમ્પ્યુટર અને લાયબ્રેરીનો યોગ્ય ઉપયોગ કરે તે માટે ઓપન લાયબ્રેરીમાં રમત, સંગીત અને કલાને લાગતા ચારેય ભાષાના મેગેજીન મુકવામાં આવતા. સમયાંતરે ટેસ્ટ લઇ શિક્ષકો એક ટાર્ગેટ નક્કી કરતા. અને ધાર્યા પરિણામ પ્રાપ્ત કરવા સતત મથ્યા કરતા. આખરે શાળા પરીવારની મહેનત રંગ લાવી. શિક્ષણ ક્ષેત્રે શાળા અવ્વલ આવવા લાગી.
શાળા સાથે એસ.જી.વી.પી ઇન્ટરનેશનલ સ્કૂલ, ધ આર.એચ કાપડિયા હાઈ સ્કૂલ નો સહયોગ મળતા જરૂરી લેશન ડાયરી અને ઉચ્ચ વિચારો મેળવવા શક્ય બન્યા. વર્ષ 2015થી જ શાળા ઈસરો તથા વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટરના સંપર્કમાં આવતા વિજ્ઞાન શિક્ષણનું પ્રેક્ટિકલ શક્ય બન્યું. ત્યાર બાદ અગત્સ્ય ફાઉન્ડેશન દ્વારા શાળા ધો.6 થી 8 ના બાળકો માટે નિયમિત રીતે પ્રેક્ટિકલ શિક્ષણ તથા વેકેશન શૈક્ષણિક કેમ્પ શરૂ થયા. ત્યારબાદ પ્રાર્થના સભામાં જ બુધવારે હિન્દી દિવસ અને શનિવારે બાલશભા સાથે ફન એક્ટિવિટી શરૂ કરી. તેજસ્વી બાળકોના સન્માન માટે વાર્ષિક કાર્યક્રમમાં સન્માન સાથે શ્રેષ્ઠ શિક્ષક અને વર્ગને પણ સન્માન આપવામાં આવ્યું.
વર્ષ 2015મા જ પ્રતિભા શોધ સ્પર્ધામાં અર્જુન કે. ઠાકોર સમગ્ર અમદાવાદ જિલ્લામાં માટીકામ સ્પર્ધામાં પ્રથમ આવી શાળાનું નામ રોશન કર્યું. ત્યારબાદ તેનું કૌશલ્ય જોઈ તેના કારણે ધો.8 ના તમામ બાળકોને ધો. 8 પછી વધુ અભ્યાસ માટેની તમામ સવલતો શિક્ષણ સહાય તરીકે સોફોસ કંપની તરફથી શરૂ કરવામાં આવી તે તમામ બાળકોનું નજીકની હાથીજણ સ્વામિનારાયણ વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવ્યો. જેમાં 2016માં 22 બાળકોએ ધો.9મા પ્રવેશ મેળવ્યો તેઓને સ્કૂલ ફી, સ્કૂલ બસ, સ્ટેશનરી, સ્કૂલ બેગ, ગણવેશ સહાય પેટે વાર્ષિક 1 વિદ્યાર્થી પાછળ વાર્ષિક 30000 એટલે કે તમામ બાળકોના 7 લાખ જેટલો ખર્ચ કરી, સગવડો આપવામાં આવી. વિદ્યાર્થીઓ ના ઉચ્ચ અભ્યાસ માટે કોઈ ખાનગી કંપની સાત લાખ જેટલી માતબર રકમ દાન કરે એ નાનીસૂની વાત નથી. શાળાના આચાર્ય નિશિથભાઈ અને સથી શિક્ષકોએ સંપાદિત કરેલા વિશ્વાસ નું આ પરિણામ હતું. શાળાએથી આવતા બાળકોને ઘેર જવામાં તકલીફ પડતી નિવારવા ગામમાં શેરીએ શેરીએ સોલાર લાઈટ મુકવામાં આવી. ત્યાા્રા્રા્રા્રા્રા્રા્ર શિક્ષણની ગુણવત્તા સસુધારવા નિત નવા નવતર પ્રયોગો કરવામાં આવતા રહ્યા. જેમાં કિચન ગાર્ડન, મારો બાગ, મધ્યાહન ભોજન, રામ હાટ અને વેપાર, સોશિયલ મીડિયા, શિક્ષક સહાયક વગેરે સામેલ છે. વર્ષ 2016ના અંતમાં ગામમાં સાફાઈ અંગે ડસ્ટબીન મુકવામાં સોફોસ કંપની દ્વારા સહાય મળતા. ગામની સુંદરતામા વધારો થયો.
શાળા વ્યવસ્થાપન સમિતિ પણ એટલી જ સક્રિય. શાળાની કોઈ પણ સમસ્યા હોય તો એ ઉકેલવામાં ખડે પગે તૈયાર. પરિણામે વર્ષ 2017મા શાળાની એસ.એમ.સી.કમિટીને કલસ્ટરની શ્રેષ્ઠ એસ.એમ.સી નો એવોર્ડ મળ્યો. સોફોસ કંપની દ્વારા ગામમાં આર.સી.સી રોડ બનાવતા, પ્રવીણ ઠક્કર અને પર્વ પંડયાની મદદથી શાળાના વિદ્યાર્થીઓ માટે સ્કેટિંગની રમતનું આયોજન કરવામા આવ્યું. બાળકો હોલમાં સ્કેટિંગ શીખી વધુ પ્રેક્ટિસ આર.સી.સી.રોડ પર અને ડામરના રોડ પાર પણ કરવા લાગ્યા . આ તમામ પ્રેક્ટિસ શનિવારે શાળા સમય બાદ કે રવિવારે કરાવવામાં આવતી જેથી શિક્ષણકાર્ય ને તેની અસર ના થાય.. વિવિધ રમતો જેવી કે રિવર્સ સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, નોન સ્ટોપ સ્કેટિંગ, સ્કેટિંગ વિથ ખો ખો વગેરે રમતોમાં ભાગ લઈ વિજેતા બનતા આત્મ વિશ્વાસ વધતા અન્ય આજુબાજુના ગામના વાલીઓ અને સગાં સ્કેટિંગ શીખવવા લાગ્યા. બાળકો સેરેનિટી લાયબ્રેરી સંસ્થાના સહયોગથી પર્યાવરણ અને તેની જાળવણીના વિવિધ પ્રોજેક્ટ એકબીજાની મદદથી શીખી પોતાના જ્ઞાનથી અન્યને માહિતગાર કરી શક્યા.
વળી 2017મા ગુજરાત સરકારનો શાળા ડીઝીટલાઈઝેશન પ્રોગ્રામ જ્ઞાનકુંજ અમલીકરણ કરાતા શાળાના 2 વર્ગો સ્માર્ટ કલાસ બન્યા જેનાથી શિક્ષણ ખૂબ જ આનંદદાયી બન્યું. બાળકો ટેકનોલોજીથી વધુ વાકેફ થયા અને લેપટોપ અને ટેબ્લેટ ચલાવતા શીખી ગયા. વિજ્ઞાનમેળામાં અમદાવાદ જિલ્લા કક્ષાએ 2017મા ભાગ લીધો. 2017 મા સ્વચ્છશાળા મા શાળાએ નોમિનેશન કર્યું. બાળકોને સ્કેટિંગ સાથે કરાટે, એથ્લેટીક્સ , યોગા શીખવવા ટ્રાંનસ્ટેડિયા , લાયન્સ એકેડમી, લિટલ ચેમ્પસ સ્કેટિંગ, એડીએમ એકાદમી દ્વારા બાળકોને ખૂબ સારું કોચિંગ મળ્યું તથા વાલીઓ અને એસ.એમ.સી ના સહયોગથી બાળકોને વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લેવડાવવો સરળ બન્યો. એન. એસ. એસ . કેમ્પમાં વિવિધ કોલેજના વિધાર્થીઓ શાળાએ આવી બાળકોને ઉપયોગી તેવી શૈક્ષણિક અને સહ અભ્યાસીક પ્રવૃતિઓ યોજવામાં આવતી. બાળકોએ માય એફ એમ રેડિયો મા પણ પોતાના કર્યો અને મેળવેલ સિદ્ધિઓની ચર્ચા કરવા આમંત્રણ મળ્યું.
26મી જાન્યુઆરી 2018ના રોજ શાળાની આ સિદ્ધિ ક્રિકેટ જગતના સિતારા સમાન સચિન તેંડુલકર દ્વારા પસંદ કરાતા દૈનિક ભાસ્કર હિંદી અને દિવ્ય ભાસ્કર ગુજરાતીમાં શાળાની સ્ટોરીને નેશનલ સ્થાન આપી રાજ્યમાં નેતૃત્વ કરવાની તક મળી અને સચિને સહી કારેલ બેટ રોપડા શાળાને કુરિયર માધ્યમે ભેટમાં મળેલ જે સૌથી મોટી ઉપલબ્ધિ ગણાય. વર્ષ 2019મા નવા ઓરડા બનાવવા માટે સોફોસ કંપનીએ પહેલ કરી અને તેઓના સહયોગ પેટે શાળાને 6 નવા ઓરડા બનાવી આપતા શાળાના એક બિલ્ડિંગની આશા પૂર્ણ થઈ . શાળાના તમામ બિલ્ડીંગ સાથે આંગણવાડીને પણ એક સરખો રંગ કરી રોપડા ગામની શૈક્ષણિક સંસ્થાને નવા રંગોથી સજાવી. આ નવીન ઓરડાનું લોકાર્પણ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના હસ્તે કરવામાં આવ્યું.
હાલ આ નવા ઓરડા અને શાળાની દીવાલોને બોલતી કરવા રાષ્ટ્રિય યુથ એવોર્ડથી સન્માનિત એવા મધીશભાઈ પારેખ કે જેઓનું દેશના રાષ્ટ્રરપતિના હસ્તે સન્માન થયેલું તેઓના પ્રયત્નથી શાળામાં એક જ દિવસે 75 સ્વયંસેવકોનો સાથ મેળવી સી.એન ફાઈન આર્ટ્સ ના વિધાર્થીના સહયોગથી 65 મ્યુરલ્સ બનાવી તેને એક સાથે રંગ-રોગાન કરવામાં આવ્યું. શાળાની દીવાલો સુંદર પેઈન્ટીંગથી શોભી રહી છે એટલું જ નહીં દરેક ચિત્ર માંથી વિદ્યાર્થીઓ કોઈ ને કોઈ વાત રમતાં રમતાં શીખી રહ્યાં છે.
શાળામાં બાળકોને નિયમિતતા, એકાગ્રતા, જ્ઞાન સંપાદન, સર્જનાત્મકતા, આનંદદાયી શિક્ષણ સાથે ઘણી શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ માટે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વયંસેવકોનો ખૂબ સહકાર પ્રાપ્ત થયેલ. ગામ લોકો અને એસ.એમ.સી. કમિટીના વિઝનના લીધે સહકારને લીધે શિક્ષણમાં નવાચાર પરિણામલક્ષી અને શક્ય બન્યા.
હજુ શાળા સતત પ્રયત્નશીલ અને શિક્ષણ સાથે સહ અભ્યાસીક પ્રવૃતિઓમાં પોતાનું યોગદાન આપતી રહેશે. શાળા આચાર્ય નિશિથભાઈ અને શાળા પરિવારને અભિનંદન.
નિશિથ આચાર્ય સંપર્ક નં. : 96623 59321
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
નિશિથ આચાર્ય સંપર્ક નં. : 96623 59321
લેખન : ઈશ્વર પ્રજાપતિ
9825142620
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)
વાહ!! ઈશ્વરભાઈ ખરેખર ખૂબ સુંદર કામગીરીની શરૂઆત કરી છે. સરકારી શાળામાં શ્રેષ્ઠતમ કાર્ય કરનાર બાળસેવકો એક જ પોર્ટફોલિયો મા સમાવવાનું અદભુત કાર્ય.. આપને કોટી કોટી વંદન..
ReplyDeleteસત્ય વાત છે એક શિક્ષક જ આટલું સુંદર પરિવર્તન લાવી શકે. તેમના કાર્યો સદૈવ પ્રેરણાદાયી રહે છે. તેમની વાતને વિચાર ને અમારા સુધી લઇ આવવા માટે આપનો આભાર... અને નિશીતભાઇને અભિનંદન
ReplyDelete