અરવલ્લીની સુજલમ સુફલામ ધરાને પોષતી જળ સંપત્તિ
જળએ જીવન નો આધાર છે. સિંધુ ખીણની સંસ્કૃતિ કાળ થી માનવી નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કર્યું. છે. વિશ્વના પ્રાચીન વિરાસત ધરાવતા મહત્વના શહેરો નદી કિનારે વિકસ્યા છે. નદીઓને અમસ્તી જ લોક માતા નથી કહી. લોકમાતા સમસ્ત જીવસૃષ્ટિ ને પાલે છે અને પોષે છે. અરવલ્લી જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓ છે. વાત્રક, મઝુમ અને મેશ્વો. આ નદીઓના કાંઠાઓનો વિસ્તાર સમૃદ્ધ છે. મહત્વના નગરો આ નદીઓના કિનારે વિકસ્યા છે. જિલ્લાનું મુખ્ય મથક મોડાસા પણ મઝુમ નદીના તટ પર વિકસ્યું છે. માનવની વિકાસ પાછળની આંધળી દોટને પરિણામે આ લોકમાતાએ પોતાનું સૌંદર્ય ગુમાવ્યું છે. ચોમાસુ પૂરું થતાં જ નદીનો મોટાભાગનો વિસ્તાર સૂકોભટ્ટ ભાશે છે. ઉનાળાની શરૂઆત થતા પહેલા જ પાણી પાણી ન પોકાર ઉઠે છે.
જો આપણે જળનું વ્યવસ્થાપન વિવેક પૂર્ણ નહીં કરીએ તો ભાવિ ઘણું કપરું. માનવ જ નહીં સમસ્ત જીવ સૃષ્ટિના અસ્તિવ માટે જોખમ છે.
અરવલ્લીની નદીઓ પર બંધાયેલા બંધ માં સંગ્રહેલ પાણી પર સમગ્ર જિલ્લાએ આધાર રાખવો પડે છે. જો આપણે જળનું વ્યવસ્થાપન વિવેક પૂર્ણ નહીં કરીએ તો ભાવિ ઘણું કપરું. માનવ જ નહીં સમસ્ત જીવ સૃષ્ટિના અસ્તિવ માટે જોખમ છે.
માઝૂમ જળાશય યોજના
માઝૂમ જળાશય યોજના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વોલવા ગામ પાસે માજુમ નદી પર બનાવવામાં આવેલ છે. માજુમ યોજનાથી માઝૂમ નદીના ડાબા કાંઠાના વિસ્તાર ની 4717 હેકટર જમીનને સિંચાઇનો લાભ મળે છે. જેમાં મોડાસાના નવું ગામોનાં 1844 ચેપ્ટર અને ધનસુરાતાલુકાના 8 ગામોના 2873 હેક્ટર વિસ્તાર નો સમાવેશ થાય છે. માઝુમ યોજનાનું પૂર્ણ સપાટી લેવલ (એફ. આર. એલ.) 157.10 મીટર છે. આ લેવલે જળાશયની કુલ સંગ્રહશક્તિ 43. 86 મી. ઘન મી. છે. તથા 101.84 મી. લંબાઈ ની દરવાજા વાળી છલતી બનાવાઇ છે જેના ઉપર ડેમમાંથી નદીમાં પાણી છોડવા માટે 9.15×6.10 મી. ની સાઈઝના 9 દરવાજા મૂકવામાં આવ્યા છે. યોજનાના ડાબા કાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવા માટે માટીબંધની સાંકળ 50 મીટર ઉપર એચ.આર મૂકવામાં આવી છે.
માજુ યોજના બાંધકામ માં 3562.74 લાખનો ખર્ચ થયો છે.
યોજનાની કામગીરી 1984ના વર્ષમાં પૂર્ણ થઈ છે. માઝૂમ સિંચાઈ યોજનામાં સિંચાઈની શરૂઆત વર્ષ 1984 - 85થી કરવામાં આવી છે.
મેશ્વો જળાશય યોજના
મેશ્વો જળાશય યોજના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી ગામ નજીક મેશ્વો નદી પર બનાવવામાં આવી છે. મેશ્વો યોજનાનું પૂર્ણ સપાટી લેવલ (એફ.આર.એલ.) 214.59 મીટર છે. આ લેવલે જળાશયની કુલ સંગ્રહશક્તિ 53. 13 મી. ઘન મી. છે. મૃત જથ્થો 3.16 મી. ઘન મી. છે. જીવંત જથ્થો 49. 97 મી. ઘન મી. છે. મેશ્વો યોજના માટે 167.24 મીટર લાંબો માટી બંધ બનાવાયો છે તથા 60 મીટર લંબાઇની દરવાજા વગરની છલતી બનાવાઈ છે. યોજના ડાબા કાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવા માટે હેમતપુર સેડલ ઉપર એચ.આર. મુકવામાં આવેલ છે.
મેશ્વો યોજનાથી મેશ્વો નદીના ડાબા કાંઠા ના વિસ્તાર ની 7980 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. જેમાં મોડાસા તાલુકાના 41 ગામના 6988 હેક્ટર અને ધનસુરા તાલુકાના 3 ગામોના 374 હેક્ટર અને ભિલોડાના છ ગામોના 618 હેકર વિસ્તારનો સમાવેશ થાય છે.
Meco યોજના બાંધકામમાં 314.33 લાખનો ખર્ચ થયો છે. યોજનાની કામગીરી 1971ના વર્ષમાં પૂર્ણ થઈ છે. મેશ્વો સિંચાઈ યોજનામાં સિંચાઇની શરૂઆતનું વર્ષ 1972 -73 થી કરવામાં આવી છે.
વાત્રક જળાશય યોજના
વાત્રક જળાશય યોજના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પહાડીયા ગામ નજીક વાત્રક નદી પર બનાવવામાં આવી છે વાત્રક યોજનાનું પૂર્ણ સપાટી લેવલ (એફ. આર.એલ ) 136 25 મીટર છે .આ લેવલે જળાશયોની કુલ સંગ્રહશક્તિ 158.203 મી. ઘન. મી. છે. મૃત જથ્થો 23.413 મી. ઘન મી. છે. જીવંત જથ્થો 134. 790 મી. ઘન મી. છે.
વાત્રક યોજના માટે 310.90 મીટર લાંબો માટી બંધ બનાવાયો છે તથા 88.70 મીટર લંબાઈની દરવાજાવાળી છલતી બનાવાઈ છે. જેના ઉપર ડેમમાંથી નદીમાં પાણી છોડવા માટે 12.50 × 8.23 મી. ની સાઈઝના છ દરવાજા મુકવામાં આવેલ છે. યોજનાના ડાબા કાંઠા તથા જમણા કાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવા માટે ડાબા કાંઠા તથા જમણા કાંઠા એચ.આર મુકવામાં આવેલ છે.
વાત્રક યોજનાથી વાત્રક નદીના ડાબા તથા જમણા કાંઠા વિસ્તારની કુલ 75 ગામોની 18,341 હેકટર જમીનને સિંચાઇનો લાભ મળે છે. જેમાં માલપુર તાલુકાના 14 ગામોનાં 2020 હેક્ટર અને ધનસુરા તાલુકાના 8 ગામના 1876 બાયડ તાલુકાના 50 ગામોના 14 367 હેક્ટર અને કપડવંજ તાલુકાના એક ગામના નો સમાવેશ થાય છે.
વાત્રક યોજના બાંધકામમાં 7400 લાખનો ખર્ચ થયો છે.
યોજનાની કામગીરી 1984ના વર્ષમાં પૂર્ણ થઈ છે વાત્રક સિંચાઈ યોજનામાં સિંચાઈની શરૂઆતનો વર્ષ 1984-85 થી કરવામાં આવી છે.
વૈડી જળાશય યોજના
વૈડી જળાશય યોજના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમપુર ગામ નજીક નદી પર બનાવવામાં આવી છે વૈડી યોજનાનું પૂર્ણ સપાટી લેવલ (એફ.આર.એ.લ ) 199. 20 મીટર છે. આ લેવલે જળાશયની કુલ સંગ્રહશક્તિ 9.29 મી. ઘન મી. છે. મૃત જથ્થો 0.59 મી. ઘન.મી. છે. જીવંત જથ્થો 8.70 મી. ઘન મી. છે.
વૈડી યોજના માટે એક હજાર આઠ મીટર લાંબો માટી બનાવાયો છે તથા ૧૨૨ મીટર લંબાઈ ની દરવાજા વગરની છલતી બનાવી છે. યોજનાના ડાબા કાંઠા તથા જમણા કાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે નહેરોમાં પાણી છોડવા માટે ડાબા કાંઠા તથા જમણા કાંઠા એચ.આર. મુકવામાં આવેલ છે.
વળી યોજનાથી વહેતી નદીના ડાબા જમણા કાંઠા વિસ્તારની કુલ 16 ગામોની 1235 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળે છે. જેમાં મેઘરજ તાલુકાના 16 ગામોના 1235 હેક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે.
વૈડી યોજના બાંધકામ માં 180 લાખનો ખર્ચ થયેલ છે. યોજનાની કામગીરી 1980ના વર્ષમાં પૂર્ણ થયેલ છે. વૈડી સિંચાઈ યોજનાની શરૂઆત 1980 - 81 થી કરવામાં આવેલ છે.
લાંક જળસંપતિ યોજના
લાંક જળસંપતિ યોજના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમ ગામના નજીક ધામણી નદી પર બનાવવામાં આવેલ છે લાક યોજનાનું પૂર્ણ સપાટી લેવલ (એફ.આર.એ.લ ) 111.55 છે. આ લેવલે જળાશયની કુલ સંગ્રહશક્તિ 7.54 મી. ઘન મી. છે. મૃત જથ્થો 0.10 મી. ઘન મી. છે. જીવંત જથ્થો 7.44 મી. ઘન મી. છે. લાંક યોજના માટે 1594. 50 મીટર લાંબો માટી બંધ બનાવાયો છે. તથા 55.50 મીટર લંબાઇ ની દરવાજા વાળી છલતી બનાવાઇ છે. જેના ઉપર ડેમમાંથી નદીમાં પાણી છોડવા માટે 9.15 × 6.10 મી. ની સાઈઝના પાંચ દરવાજા મુકવામાં આવ્યા છે. યોજનાના ડાબા કાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે નહેરોમાં પાણી છોડવા માટે મોટી બંધની સાકર ૬૨૦ મીટર ઉપર એચ.આર મુકવામાં આવેલ છે હાલ મુખ્ય નહેર ની કામગીરી પૂર્ણ થઇ છે.
લાંક યોજનાથી કુલ 1900 એક્ટર જમીનને સિંચાઇનો લાભ મળનાર છે. જેમાં બાયડ તાલુકાના ચાર ગામોના 890 હેક્ટર અને કપડવંજ તાલુકાના ત્રણ ગામોના 1010 એક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે. યોજના બાંધકામમાં 1783 લાખનો ખર્ચ થયો છે. યોજનાની કામગીરી 2007ના વર્ષમાં પૂર્ણ થઈ છે. સિંચાઈ યોજનામાં હાલની સ્થિતિએ ઉદવહન સિંચાઇ યોજનાની શરૂઆત 2013માં કરવામાં આવી છે.
સંદર્ભ : ગતિશીલ ગુજરાત પ્રગતિશીલ અરવલ્લી
(અરવલ્લીની વિરાસત વિશે વધુ જાણીશું આવતા સોમવારે)
લેખન - :ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)
નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી
સંદર્ભ : ગતિશીલ ગુજરાત પ્રગતિશીલ અરવલ્લી
(અરવલ્લીની વિરાસત વિશે વધુ જાણીશું આવતા સોમવારે)
લેખન - :ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)
નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી
Very good
ReplyDeleteસર આ યોજના લોકો માટે સારી છે પરંતુ આ લોક ડેમ ની અંદર આમારી 8 એકર જમીન ગયેલી છે પરંતુ અમને અમારી જમીન નું યોગ્ય વળતર ચૂકવવાવમાં આવ્યું નથી હાલ માં અમે જમીન વિહોણા થઈ ગયા છીએ. હાલ માં અમારી પાસે કોઈ રોજગારલક્ષી કામ પણ નથી અમારા પરિવાર મજૂરી(દારી) કરી ને જીવન ગુજરીયે છીએ અમારા ગામના લોકો એ જમીન ની બીજા સ્થળે લેવા માટે માગણી કરી છે પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યો નથી કૃપા કરી ને અમને કોઈ યોગ્ય નિકાલ કરી આપવા માટે તંત્ર ને વિનંતી છે. જય હિન્દ
ReplyDelete