નાટ્યકાર, દિગ્દર્શક અને રંગભૂમિના અલગારી અદાકાર ભરત વ્યાસ
સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં રંગભૂમિને સમર્પિત થયા હોય એવા કલાકારની યાદીમાં અભિનય સમ્રાટ પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનું નામ પ્રથમ પંક્તિમાં આદર સાથે મૂકવું જ પડે. અભિનય અને શાલીન વ્યક્તિત્વ થકી લાખો લોકોના હૃદયમાં તેઓ સ્થાન પામ્યા. કલા કલાજગતને સાબરકાંઠાએ પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી રૂપે આપેલી અણમોલ ભેટ છે.
પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી બાદ સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં રંગભૂમિ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું હોય તેવા કલાકારો આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. તેવું એક નામ એટલે રંગભૂમિનો ભેખધારી, રંગભૂમિના રંગથી રંગાયેલા આજનો અલગારી અદાકાર એટલે ભરત વ્યાસ.
ભરત વ્યાસ.
નાટ્યકાર, લેખક, દિર્ગદર્શક અને અભિનેતા ભરત વ્યાસે નાટ્યકલા કલા ક્ષેત્રે સાબરકાંઠા અને સમસ્ત ઉત્તર ગુજરાતને એક નવી ઓળખ પ્રદાન કરી છે. રાજ્ય સરકારનું પ્રતિષ્ઠિત સન્માન એવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત એવા ભરત વ્યાસે તખ્તાના પીળા પ્રકાશે સમસ્ત પંથકનું નામ અજવળ્યું છે.
કાળઝાળ મોંઘવારીમાં આજના સમયે રંગભૂમિને જ પોતાનો વ્યવસાય બનાવી પોતાનું ઘર ચાલતા એક કલાકારના જીવનના અનેક પડકારો હોય છે. રંગમંચના રંગીન દૃશ્યો અને વાસ્તવિક જીવનના વચ્ચે આસમાન જમીન જેટલું અંતર હોય છે. એમ છતાં અનેક મુશ્કેલીઓ વેઠી, સંઘર્ષો સહ્યા અને પડકારો અને પડકારીને ભરત વ્યાસે સમસ્ત જીવન રંગભૂમિને સમર્પિત કરી દીધું છે.
ઉત્તર ગુજરાતના કલાના કસબીઓમાં ભરત વ્યાસ નું નામ અજાણ્યું ન હતું. પરંતુ સમસ્ત ગુજરાત, ભારત તેમજ વિશ્વમાં વસતાં ગુજરાતીઓને તેઓના કલાના કસબનો પરિચય ત્યારે થયો, જ્યારે ગત વર્ષે તેઓની બાળ ફિલ્મ "મસ્તીખોર" થિયેટરોમાં ધૂમ મચાવી રહી હતી.ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કનોડિયા એ સુંદર અભિનય આપ્યો, થિયેટરોમાં તમામ શો હાઉસફુલ ગયા. સમાજને સુંદર સંદેશો આપતી આ બાળ ફિલ્મ દ્વારા ભરત વ્યાસે પોતાની કાબેલિયાતનો પરચો બતાવ્યો.
સાબરકાંઠાના ઇડર તાલુકાનું કડિયાદરા તેઓનું મૂળ વતન. માતા કમળાબેન આંગણવાડી કાર્યકર અને પિતા બાબુલાલ વ્યાસના કર્મકાંડ કરી પરિવારનું ભરણપોષણ કરે. બ્રાહ્મણ પરિવારની ખૂબ સામાન્ય આર્થિક પરિસ્થિતિ.
વર્ષો પહેલા ગામમાં ખાડા ની જૂની રંગભૂમિ ની મંડળી આવતી ને એમાં બાબુલાલએ કલાકારોની સેવા સુશ્રુષા કરતા. મકાન ભાડે આપતાં. એ એમની રંગ ભરી રંગભૂમિની વાતો માણતા ને એમનો દીકરો એટલે કે ભરત વ્યાસ નાટકો જોતો અને કોઈવાર જાહેરાતની લારી સાથે હાથમાં ભૂંગળું પકડી નાટકોની જાહેરાત કરતો ને નાટકોની જાહેરાત કરતાં વિદૂષકનો વેશ ધારણ કરેલ કલાકારની હાથલારી ખેંચવામાં મદદ કરતા. આ નાટકની જાહેરાતના પેમ્પલેટ રંગભૂમિ રસિયાઓને વહેંચવામાં મદદ કરતા. એમ કરતા બચપનથી નાટકમાં રસ પડવા લાગ્યો. આ રીતે રંગભૂમિ પ્રત્યેના પ્રેમના બીજ ભરત વ્યાસમાં બાળપણથી જ અજાણતા વવાઈ ચુક્યા હતા.
16 વર્ષની વયે 1988માં શાળામાં સૌપ્રથમ "પ્રણય અને પોલીસ ચોકી" એકાંકીમાં પોલીસ ઈન્સ્પેકટરની ભૂમિકાથી નાટકમાં અભિનય કરી નાટય જગતમાં મંગલ પ્રારંભ કર્યો.
કોલેજકાળમાં ઇડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કોમર્સના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. ત્યારે રંગભૂમિના દિગ્ગજ કલાકાર પ્રા નિકુંજ દવેના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી નાટકો ભજવવા કોલેજની નાટક મંડળી સમા મિત્રો સાથી કોલેજ સ્પર્ધામાં નાટકો ભજવતાં જેમાં ભરત વ્યાસ અગ્રેસર રહેતા.
1986માં અરવિંદ પંડયા લિખીત, નિકુંજ દવે દિગ્દર્શિત, દ્વિઅંકી નાટકમાં ભરત વ્યાસે શંકર ભગવાનનો અભિનય કર્યો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની નાટ્યસ્પર્ધામાં આ નાટક રજૂ થયું. જેમાં ભરત વ્યાસને શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડથી નવાજવામાં આવ્યા.
ભરત વ્યાસની બી.કોમ ની પદવી મેળવી રંગભૂમિ અર્થે મુંબઈ ગયા. જ્યાં ભારતીય વિદ્યાભવન મુંબઈમાં શ્રી ગિરીશ દેસાઈ અને પ્રબોધ જોશીના પરિચયમાં આવ્યા અને એમના સથવારા થકી નાટકમાં અભિનયના અજવાળા પાથરતા રહ્યા.
હિંમતનગર શહેરમાં રંગભૂમિ નાટકનો પાયો નાંખ્યો. ભરત વ્યાસનું ઉપનામ સાગર તેથી સાગર ઉપનામથી લેખન ક્ષેત્રે ઝંપલાવ્યું. તો સાગર અકાદમીની સાંસ્કૃતિક કલા સંસ્થા સ્થાપી ભરત વ્યાસે 35 એકાંકી નાટકોમાં અભિનય આપ્યો. તો 11 એકાંકી નાટકો લેખન કર્યું. તથા 28 થી વધુ એકાંત વિધિ અને નાટકોનું દિગ્દર્શન કર્યું છે ગુજરાત સંગીત નાટક અકાદમીના નવથી વધુ એવોર્ડ મળ્યા છે સાબર નાટકનો એવોર્ડ રમણલાલ વોરાના હસ્તે મળ્યું છે ગુજરાત અને ગુજરાત બહાર અનેક નાટકોનું પર્ફોમન્સ કર્યું છે. ભરત વ્યાસ રંગભૂમિનો "સાબર રત્ન" પુરસ્કારથી સન્માનિત થયા.
ભરત વ્યાસના યાદગાર નાટકો સરદાર જેમાં સરદારની મુખ્ય ભૂમિકા ભજવી. જેનું લેખન-દિગ્દર્શન સંભાળ્યું. વર્ષ 2010માં "મારી દીકરી લાડકવાઈ" ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજિત ત્રિઅંકી નાટય સ્પર્ધામાં ફાઇનલમાં આવ્યું. જેમાં શ્રેષ્ઠ નાટક,શ્રેષ્ઠ મૌલિક નાટક, શ્રેષ્ઠ દ્રશ્ય રચના, શ્રેષ્ઠ પ્રદર્શન, તથા શ્રેષ્ઠ પુરુષ અને શ્રેષ્ઠ સ્ત્રી કલાકાર એમ સાત એવોર્ડ પ્રાપ્ત કર્યા. જે સિદ્ધિ નાનીસૂની તો ન જ કહેવાય. ઉત્તર ગુજરાત માંથી કોઇપણ ત્રિઅંકી નાટક ને એવોર્ડ મળ્યા હોય તેઓ અત્યાર સુધીનો આ પ્રથમ પ્રસંગ છે.
1980 થી 2003 સુધી "ચોરસ દુનિયા" પ્રણય અને "પોલીસ ચોકી, ડીમ લાઈટ, ફ્લોરા ફાઉન્ટેન, ખુલ્લા બારણાં, હું જે કહી તે સત્ય કહીશ, આથમતા સૂરજના પડછાયા, થીગડું અને ગોદરી જેવા એકાંકિ નાટકોમાં ભરત વ્યાસે અભિનયના અજવાળા પાથર્યા છે.
ફુલ લેન્થ નાટકો 1980થી "વિંછુડો, ચાલ સખી કરીએ કરાર, નિયતિ, ભૂમિપુત્ર સરદાર, માલવ પતિ મુંજ, છોરું કછોરું, અલ્લડ છોકરી, તથા 2013 એકમેકના સથવારા માં અભિનયની પૂરી પ્રશંસા થઈ છે. તો તે નાટકોનું ભરત વ્યાસનું દિગ્દર્શન ખૂબ સફળ રહ્યું છે. તે ખૂબ લોકચાહના પામ્યા છે.
સાગર અકાદમી દ્વારા 150 થી વધુ કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડીને પ્રોત્સાહન આપ્યું છે. જેમાં મહેન્દ્ર પ્રજાપતિ, મહેશ પંડ્યા, જયપ્રકાશ જોશી, વિરલ રાવલ જેવા કલાકારો આજે રંગભૂમિનું ઘરેણું છે.
ભરત વ્યાસ લિખિત દિગ્દર્શિત "મા બાપને ભૂલશો નહીં" નાટકના 50 સફળ શો કરી સમગ્ર ઉત્તર ગુજરાત ક્ષેત્રે નવી રંગભૂમિ પર એક જ નાટકના સૌથી વધુ શૉ કરી શહેરમાં ગૌરવ વધાર્યું છે. આ નાટક આજે પણ ભજવાય છે.
ભરત વ્યાસની રંગભૂમિની સેવા બદલ રાજ્ય સરકાર તેમજ અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા 29 જેટલા એવોર્ડ્સ થી ભરત વ્યાસને સન્માનવામાં આવ્યા છે.
આગામી સમયમાં સમાજને ઉત્તમ નાટકો ફિલ્મો થકી રંગભૂમિની ઉત્તમ આરાધના કરતા રહે તે માટે ભરત વ્યાસ ને અઢળક શુભેચ્છાઓ.
સંદર્ભ: સ્મરણ ફેરા
ભીખુ કવિ
(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)
આગામી સમયમાં સમાજને ઉત્તમ નાટકો ફિલ્મો થકી રંગભૂમિની ઉત્તમ આરાધના કરતા રહે તે માટે ભરત વ્યાસ ને અઢળક શુભેચ્છાઓ.
સંદર્ભ: સ્મરણ ફેરા
ભીખુ કવિ
(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)
લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)
નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી
Mara class mate mate amne khub j Garv Che.
ReplyDeleteAme mitro .Paresh.mahendra.dahya vankar.kadiyadra ni school ma 10 ma sudhi sathe bhanela.Dinesh patel
ReplyDeleteવાહ સર આપણી જીવન યાત્રા થી આમેન ઘણા સંદેશો માલિયા
ReplyDelete