Friday, February 15, 2019

ફેક્ટ બિહાઈન્ડ ફેક્ટ : અબ નહીં તો કબ ??

"અબ નહીં તો કબ???"


            આખા હિન્દુસ્તાને ગત રાત્રી પથારીમાં પડખા ઘસવામાં પસાર કરી.ભારતના 44 વીર જવાનોના લોહીથી લથબથ ભૂમિ જાણે ચિત્કાર પોકારી રહી હતી. પુલવામાં અવંતીપુરાના ગોરીપોરાની સડકો પર ક્ષત વિક્ષત પડેલ શબ, વેર વિખેર પડેલ માંસ ના લોચા ચિત્કાર પોકારી પોકારીને હિંદુસ્તાની જનતાને આખી રાત ઢંઢોળતા  રહ્યા. . સડકો પર ભરાયેલ જવાનોના  લોહીના ખાબોચિયા, એક એક ટીપું પોકારી પોકારી જાણે કહી રહ્યું હતું " હિન્દુસ્તાન વાસીઓ જો જો અમારું બલિદાન એળે ન જાય! સમસ્ત હિન્દુસ્તાન અમારો પરિવાર હતો અને હવે આમારા અનાથ બાળકો, વિધવા પત્ની અને ઘરડા માં બાપનો પરિવાર હિંદુસ્તાન છે તેઓને અમારી કમી મહેસુસ ક્યારેય ન થવા દેશો"
હિન્દુસ્તાનીઓની રાગોમાં લોહી નહીં લાવા  દોડી રહ્યો છે અત્યારે.
       પુલવામાં બપોરના બરાબર 3:37 કલાકે કરવામાં આવેલો આતંકી હુમલો જવાનોની કાર પર નહી, પરંતુ હિન્દુસ્તાનના સ્વાભિમાન પરનો હુમલો હતો. ભારતની શાલીનતાના ગાલ પર સણસણતો તમાચો હતો. 
             ક્યાં સુધી આવા કાયરોના હુમલાઓને માત્ર વખોડયા કરશું??? ક્યાં સુધી મુંબત્તીઓની માર્ચ કાઢ્યા કરશો??? ક્યાં સુધી જવાનોના સંતાનો અનાથ થતાં રહેશે??? ક્યાં સુધી હિન્દુસ્તાની નારીઓના સેંથાનું સિંદૂર ઉજડતું રહેશે???  હજી ક્યાં સુધી શિખર વાર્તાઓ યોજાતી રહેશે???  ક્યાં સુધી???  ક્યાં સુધી ??? ક્યાં સુધી ???  
       ઇઝરાયેલ પાસેથી ટેકનોલોજી તો ખૂબ આયાત કરી. હવે એના ઈરાદાઓ  આયાત કરવાનો સમય છે. ભારતની આઝાદી મળી એ જ અરસામાં 14 મેં 1948 ના રોજ આધુનિક ઇઝરાયેલની સ્થાપના થઈ. ખોબા જેવડો આ દેશ ચોતરફ દુશ્મન દેશો થી ઘેરાયેલો છે. એમ છતાં મર્દ ની જેમ જીવે છે. બંદૂકની ગોળી નો જવાબ તોપથી આપે છે. દુશ્મન દેશ  કોઈ ભૂલ કરે તો એના ઘરમાં ઘૂસીને દુશ્મન ને ધમરોળી નાખે છે.
            125  કરોડ વસ્તી ધરાવતો આપણો દેશ, ભારતની આર્મી વિશ્વમાં દ્વિતીય સ્થાન ધરાવે છે એટલી વિશાળ છે. દુશ્મન દેશને ઘડીના છઠ્ઠા ભાગ માં વિશ્વના નકશા પર થી નેસ્તનાબુદ કરવાની ક્ષમતા ધરાવે છે. એમ છતાં હિન્દુસ્તાન કેમ આ બર્બરતા સહ્યા કરે છે?? આઝાદીના સાત સાત દાયકા વીતવા છતાં આપણે એક દુશ્મન ને સીધો ડોર નથી કરી શક્યા. 
                  *ઓપરેશન ઓલ આઉટ, સર્જીકલ સ્ટ્રાઈક, રાષ્ટ્રપતિ શાશન છતાં જોઈએ તેવા પરીણામો મેળવી શકાયાં નથી. આજથી બરાબર દસ દિવસ પહેલાં એટલેકે 5 ફેબ્રુઆરીના રોજ કરાંચીમાં આંતકના આકા મૌલાના મસૂદ અઝહર નો નાનો ભાઈ અને જૈશ એ મોહમદનો વડો મૌલાના રાઉફ અસગર ખુલ્લેઆમ વિશાલ રેલી કરે છે અને ભારતને ધમરોળી નાખવાની પાકિસ્તાની ધરતી ધમકી આપે  છે. અને આપણા ઘરમાં આવી પીઠ પર ખંજર ભોકી દઈ આખા દેશને લાલકાર્યો છે. 
     સ્પષ્ટ બહુમતી ધરાવતી આ સરકાર છે. પ્રખર રાષ્ટ પુરુરુષની કરર્મઠ છબી ધરાવતા વડાપ્રધાન છે. માતે જઆવા સમયે પ્રજાની અપેક્ષાઓ પાસે અપેક્ષાઓ ખૂબ વધી જાય છે. પરંતુ આ પાંચ વર્ષ દરમિયાનના આંતકી હુમલા આંકડા હરખ પમાડે તેવા નથી જ. તાજેતરમાં લોકસભામાં ગૃહ પ્રધાન હંસરાજ ગંગારામ અહિર દ્વારા લેખિત જવાબમાં રજૂ કરવામાં આવી હતી.
ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, 2014 માં રાજ્યમાં 222 આતંકવાદી ઘટનાઓ આવી હતી. આ આંકડામાં આગામી વર્ષ (2015) માં સહેજ ઘટાડો થયો હતો જ્યારે 208 આવી ઘટનાઓ આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની સંખ્યા 2016 માં 54.8 ટકા, 2017 માં છ ટકા (342 ઘટનાઓ) અને 2018 માં 79.53 ટકા (614 બનાવો) વધી હતી. હકીકતમાં, વર્ષ 2018 માં લગભગ 51 આતંકવાદી ઘટનાઓ દર મહિને.
 આ પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ-સંબંધિત પ્રવૃત્તિઓમાં માર્યા ગયેલા લોકોની સંખ્યામાં પણ વધતી જ રહી છે. 
2014 થી 2018 ની વચ્ચે આતંકવાદના કારણે રાજ્યમાં 1,315 લોકો માર્યા ગયા હતા. આમાં, 138 (10.49 ટકા) નાગરિકો, 339 (25 ટકા) સુરક્ષા કર્મચારીઓ, અને 838 (63.72 ટકા) આતંકવાદીઓ હતા.

આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, રાજ્યના કુલ 1,708 આતંકવાદી બનાવો (સરેરાશ, પાંચ વર્ષ માટે દર મહિને 28 ત્રાસવાદી બનાવો), સરકારના આંકડા જણાવે છે.
અમારે તમારા સરકારી અકડાની માયાજાળમાં વધુ નથી પડવું. 44 જવાનોના બલિદાન નો બદલો જોઈએ છે. રોજ રોજ ની આ બબાલથી કાયમી ઉકેલ જોઈએ છે. આ માટે દેશની જનતાએ વેઠવાનું થશે તો વેઠીશું. પરંતુ સાહેબ આ નાપાક દુશ્મનની શાન ઠેકાણે લાવવી જ રહી. પ્રત્યેક હિન્દુસ્તાની સરકારની પડખે ઉભો છે. અને માટે   હિન્દુસ્તાનનો જન જન આપને પૂછી રહ્યો છે. 
"અબ નહીં તો કબ???"

 લેખન : ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts