ગુરુવાર, 7 ફેબ્રુઆરી, 2019

ફેક્ટ બિહાઈન્ડ ફેક્ટ : શારદા ચીટ ફંડ કૌભાંડ

લાખ્ખો લોકોના હજારો કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર,300 

ઉપરાંત લોકોને ભરખી જનાર શારદા ચીટ ફંડ ગોટાળો છે શું??

 

                 પશ્ચિમ બંગાળ માં રાજકીય દાવ પેચ એની ચરમ સીમાએ પહોંચ્યો છે. Center vs state અને CBI vs Police વચ્ચે ખેંચમતાણ  પરાકાષ્ટા એ પહોંચી છે. અને પ.બં. નાં મુખ્યમંત્રી મમતા મમત છોડવા તૈયાર નથી. આ સઘળા રાજકીય ગરમાવા પાછળ નું કરણ છે શારદા ચીટ ફંડ ગોટાળો.  સૌ કોઈ દુખે છે પેટ અને ફૂટે છે માથું જેવો ઘાટ થયો છે. 
            લાખ્ખો લોકોના હજારો કરોડ રૂપિયા છુમંતર કરી જનાર 300 ઉપરાંત લોકોને આત્મહત્યા સુધી પ્રેરી જનાર આ શારદા ચીટ ફંડ છે શું?? આવો સમજીએ.
ચીટ ફંડ ચલાવતી કંપનીઓ ગ્રામીણ વિસ્તારના નાના વેપારીઓ અને રોકાણકારો માટે એક સારો વિકલ્પ માનવામાં આવે છે. સામાન્ય રીતે બેંક જે થાપણો પાર 7 થી 8 ટાકા વ્યાજ ચૂકવે છે એટલી જ થાપણ ઉપર ચીટ કંપનીઓ 12 % જેટલુ વ્યાજ રોકાણકારો ને ચૂકવતી હોય છે.  શારદા ગ્રુપ આવી જ ચિટ ફંડ કંપની હતી. આ કંપનીએ રોકાણ કારોને 34 ગણું વળતર આપવાની લોભામણી જાહેરાતો કરી. લોભિયા હોય ત્યા ધૂતરા કદી ભૂખ્યા મારતા નથી.માત્ર ચાર વર્ષના સમયગાળા માં શારદા ગ્રુપે પશ્ચિમ બંગાળ ઉપરાંત,  ઉડીશા અને નોર્થ ઇસ્ટના રાજ્યોમાં 300 જેટલી શાખાઓ ખોલી.જેમાં સામાન્ય વર્ગના લોકો એ હજારો કરોડનું રોકાણ કર્યું.  
         ડિસેમ્બર 2012માં  શારદા ચીટ ફંડનું ભૂત ધુણ્યું. 15 લાખ જેટલા મધ્યમવર્ગીય લોકોના હજારો કરોડ પડાવી શારદા ગ્રુપે તમામ શાખાઓને તાળાં લટકાવી દીધાં. અને રોકાણકારો ને રાતપાણીએ રોવાનો વારો આવ્યો.  કાળી મજૂરી કરી એકઠી કરેલી જિંદગીની મૂડી  રાતો રાત ડૂબી જવાના આ કારમા ઘા ને સહી ન શકતા 300 ઉપરાંત લોકો એ આત્મહત્યા કરી લીધી. 
23 એપ્રિલ 2014 ના રોજ શારદા ગ્રુપ ના MD અને ચેરમેન સુદીપ્તા સેન, દેબજાની મુખર્જી, અને અરવિંદસિંહ ચૌહાણની  કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી.
            CBI એ કેસ સાંભળ્યા પછી SIT એ 11 લોકો ની ધરપકડ કરી. 12 ડિસેમ્બર 2014 ના રોજ સરકારને પહેલો ઝટકો મળ્યો. મમતા ના જમણા હાથ તરીકે જાણીતા એવા પરિવહન મંત્રી મદન મિશ્ર ની ધરપકડ થઈ. તેઓને 21 મહિના જેલમાં રહેવું પડયું. તાપસ દરમ્યાન બીજા પણ ઘણાં મોટાં માથાનાં નામ ખુલ્યા. પૂર્વ વિત્તમંત્રી  પી. ચિદમ્બરમ ના પત્ની નલનીનું નામ પણ ચર્ચાયું, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કૃણાલ ઘોષ, શ્રુજોય બાસુ, પૂર્વ પોલીસ મહા નિર્દેશક રજત મજમુદાર જેવા દિગ્ગજો ના નામ સામે આવ્યા. 
                 પશ્ચિમ બંગાળ પોલીસ SIT નું નેતૃત્વ રાજીવ કુમારે કર્યું હતું. તેઓ 1989 બેચ ના પશ્ચિમ બંગાળ કેડર ના IPS છે.  તેઓ પર ખાસ લોકોને છાવરવાના અને આ કેશને લાગતા તથ્યો સાથે છેડ છાડ કરવા ઉપરાંત તેને ગાયબ કરી દેવાના આરોપો લાગ્યા છે. 
                  આ કૌભાંડના તથ્યો સાથે થયેલી છેડછાડ અને ગુમ થયેલી ફાઈલોની પૂછપરછ કરવા ગત રવિવારે રાજીવ કુમાર પાસે CBI ની ટીમ પહોંચી ત્યારે પોલીસે જ CBI ની ટીમની ધરપકડ કરી જે ડ્રામા ભજવાયો એનાથી સૌ પરિચિત છે. 
           પોલીસ કમિશનર રાજીવ કુમારના બચાવમાં મુખ્યમંત્રી મમતા ખુદ મેદાનમાં ઉતાર્યા. અને ઉપવાસ પર ઉતરી ગયાં. અને સુપ્રીમ કોર્ટના દ્વારા ખાટખટાવ્યાં. અને નામદાર કોર્ટે પોલીસ કમિશનર રાજીવ કુમારને સમગ્ર તાપસમાં સહકાર આપવાના આદેશ કર્યા. 
       શારદા ચીટ ફંડ ગોટાળાની આગ પર સૌ રાજનેતાઓ પોતપોતાની રાજકીય ખીચડી પકવી રહ્યા છે. પોતાની વોટ બેન્ક પાવર ફૂલ કરવા મરણીયા બની ગયાં છે. પરંતુ લાખ્ખો લોકોએ કાળી મજૂરી કરી એકઠી કરેલી પોતાની જિંદગી ની મૂડી  ગુમાવી છે તેઓ પાસે રાતાં પાણીએ રોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 

-- ઈશ્વર પ્રજાપતિ. 
(98251 42620)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts