“અરવલ્લી એસ.પી. સાહેબ અને સમગ્ર પોલીસ ટીમની કાર્યપધ્ધતી જોઈ મારે મન ખાખી વર્દી પ્રત્યેનું સન્માન અનેક ઘણું વધી ગયું છે.” : કમલેશ પટેલ
મા આદ્યશક્તિનું આરાધનાનું પર્વ એટલે
નવરાત્રી. આ નવલાં નોરતાની એક રાત્રિએ અરવલ્લી
જીલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં એક એવી ઘટના બને છે કે જેનાથી સમગ્ર પંથકના
પ્રજાજનો જાણે ફફડી ઊઠે છે. નવરાત્રીના પાંચમના નોરતાની એ રાત હતી. ખેલૈયાઓ ગરબે
ઘૂમવા થનગની રહ્યા હતા. ચાચર ચોકમાં ગવાતા ગરબાનો મધુર ધ્વની વાતાવરણને જાણે અધિક
પાવન બનાવી રહ્યો હતો. વડાગામના મુખ્ય માર્ગથી થોડેક અંતરે આવેલા એક ફાર્મ હાઉસ પર
કમલેશભાઈ પટેલ વાતાવરણમાં ગૂંજી રહેલા ગરબાને માણતા માણતા મોબાઈલમાં ક્રિકેટ મેચ
જોઈ રહ્યા હતા. તેમને કંપની આપવા સુનીલ પટેલ નામનો એક યુવાન પણ બાજુમાં ખાટલો ઢાળી
મોબાઈલ જોવામાં વ્યસ્ત હતો.
ગામમાં નવરાત્રીની રમઝટ જામી હતી. ખેલૈયાઓ મસ્ત બની ગરબે ઘૂમી રહ્યા હતા. રઢિયાળી રાત વહી રહી હતી. રાત્રિના બાર તો ક્યારનાય વાગી
ચૂક્યા હતા. હજી કમલેશભાઈ અને સુનીલ ફાર્મ હાઉસમાં બહાર બેસી મોબાઈલ જોઈ રહ્યા હતા. જો કે મોડી રાત સુધી આમ બહાર બેસી મોબાઈલ પર કામ કરવું એ તો કમલેશભાઈનો નિત્યક્રમ જ બની ગયો હતો. પરંતુ હવે
જે ઘટના ઘટવાની હતી એની કલ્પના ન તો ક્યારેય કમલેશભાઈએ કરી હશે કે ન તો કોઈ
ગ્રામજનોએ !
રાત્રિના આશરે સાડાબાર થયા હશે. ત્યાં ફાર્મ હાઉસના પાછળના
નાના દરવાજાથી છ બુકાનીધારી ધાડપાડુઓ હાથમાં છરા
જેવું તીક્ષ્ણ હથિયાર અને સળિયા લઇ એકાએક ત્રાટકે છે. બે લૂંટારુઓ ખાટલામાં બેઠેલા સુનીલના ગળા
પર છરો મૂકી તેના પર સકંજો કસે છે. જયારે બીજા લૂંટારુઓ કમલેશભાઈ તરફ ધસી જાય છે.
પ્રતિકાર કરવાનું કાઈ સુઝે એ પહેલાં જ લૂંટારુઓ કમલેશભાઈને પકડી ઘરની અંદર ખેંચી
જાય છે. અને કમલેશભાઈ જે પણ રકમ હોય એ સોંપી દેવા
લુંટારુઓ જણાવે છે. કમલેશભાઈ સમય પારખી જોશને બદલે હોંશથી જ કામ લીધું. ઘરમાં
પડેલા આશરે ત્રણેક લાખ રૂપિયાની થેલી લુંટારુનો સોંપી દીધી. લુંટારુઓનાં હાથમાં
જાણે ખજાનો આવી ગયો. એક લૂંટારાનું ધ્યાન કમલેશભાઈના મોંઘા મોબાઈલ પર ગયું એ પણ
એણે સાથે લઇ લીધો. એ પછી કમલેશભાઈ અને સુનીલને ઘરમાં બંધ કરી લુંટારુઓ પાછલા
દરવાજાથી ફરાર થઇ ગયા. કમલેશભાઈએ ઘરની બારીમાંથી બૂમ પાડી “અલ્યા, મારો મોબાઈલ મુકતા જાઓ નહીતો પકડાઈ જશો.” કમલેશભાઈની બૂમ સાંભળી લૂંટારુએ ફોન
ત્યાં જ મૂકી ભાગી નીકળ્યા. સદનસીબે કમલેશભાઈ કે સુનીલને કોઈ ઈજા પહોંચી નહતી.
રાત્રિના સાડાબારના સુમારે માત્ર દોઢેક મિનીટ જેટલા સમયમાં જ શાતીર
લૂંટારુઓએ આ આખી લૂંટને અંજામ આપ્યો હતો. આંખના પલકારામાં ઘટના ઘટી હતી. કમલેશભાઈ
અને સુનીલ ઘરમાં બંધ હતા. નકુચો તોડી તેઓ બહાર આવ્યા. ગણતરીની મીનીટોમાં ગામમાં
વાત વાયુ વેગે પ્રસરી ગઈ. તાત્કાલિક પોલીસને કરવામાં આવી. પોલીસને જાણ થતાં જ
પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી.
અરવલ્લી જિલ્લા પોલીસ
અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ ઘટનાની ગંભીરતા સમજી તાબડતોબ તપાસના ચક્રો ગતિમાન કરવા સૂચના આપી. એક પણ મિનીટ વ્યય કર્યા વિના
એ રાતથી જ પોલીસ એકસન મોડમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ડી.વાય.એસ.પી. ડી. પી.
વાઘેલા, એલ.સી.બી. પી.આઈ. એચ.પી.ગરાસીયા,
ધનસુરા પી.આઈ. ડી.જે. પ્રજાપતિ, પોલીસ
સબ ઇન્સપેકટર સી.એમ.રાઠોડ, પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. વી.જે.તોમર, પોલીસ સબ ઇન્સપેકટર ટેકનીસીયન આઇ.એસ.રબારી
અને સમગ્ર ટીમે એ રાતથી જ લૂંટારુઓને પાતાળમાંથી પણ શોધી કાઢવાના દૃઢ નિર્ધાર સાથે
કામે લાગી.
ફાર્મ હાઉસ પર લાગેલા CCTV કેમરામાં આ આખીય ઘટનાનાં
દૃશ્યો કેદ થયાં હતાં. લૂંટારુઓ ચહેરા પર અને માથે બુકાની બાંધીને આવ્યા હતા. એટલે
એમની ઓળખ કરવી મુશ્કેલ હતી. કમલેશભાઈ તરફથી એટલી માહિતી મળી કે આવેલા લૂંટારુઓ
હિન્દીમાં વાત કરતા હતા અને આંખમાં સુરમો આંજેલો હતો. આ સિવાય તેમની ઓળખ થઇ શકે
એવી કોઈ નિશાની ઉપલબ્ધ નહતી. લૂંટારુઓએ હાથ મોંજા પહેર્યા હોવાથી ક્યાંયથી
ફિંગરપ્રિન્ટ પણ હાથ લાગે એમ નહતી. એ રાત્રીએ જ
પોલીસે જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ આરંભી. રસ્તા પર લાગેલા CCTV,
પેટ્રોલ પંપ પર લાગેલા CCTV, શકમંદ વ્યક્તિઓની
એ સમય દરમિયાન હિલચાલ આ બધું જ પોલીસ તપાસી રહી હતી. આખી રાત વહી ચુકી હતી. પરંતુ
હજી કોઈ નક્કર પૂરાવો હાથ લાગ્યો નહતો.
બીજા દિવસે બપોરે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સ્વયં
ઘટના સ્થળની મુલાકાતે આવ્યા. તેમને ખૂબ ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું. કમલેશભાઈ તો જાણે કશું બન્યું જ ન હોય તેમ તેમના સ્વભાવગત હળવા મૂડમાં
હતા. જાડેજા સાહેબે અત્યંત આત્મવિશ્વાસ સાથે કમલેશભાઈને
હૈયાધારણ આપ્યું કે પોલીસ લૂંટારુંઓને પકડવામાં કોઈ કચાસ બાકી નહી રાખે. એસ.પી.
સાહેબના અવાજમાં આત્મશ્રધ્ધાનો રણકો હતો. ત્યાં હાજર રહેલા જીલ્લાના પોલીસ
અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી તેઓ ત્યાંથી વિદાય થયા.
એસ.પી. સાહેબના માર્ગદર્શન હેઠળ અરવલ્લી એલ.સી.બી. એ તપાસની કમાન સંભાળી.
ડી.વાય. એસ.પી. વાઘેલા સાહેબ, એલ.સી.બી. પી.આઈ. એચ.પી.ગરાસીયા અને તેમની સમગ્ર ટીમ ઝીણામાં ઝીણી બાબત ચકાસી જુદા જુદા
તારણો કાઢી રહ્યા હતા. આ વાતને બેએક દિવસ પસાર થયા હશે ત્યાં ચોરીના બીજા બનવાને
ચોરોએ અંજામ આપ્યો. બીજા બે દિવસ પછી ધનસુરામાં ઘર ફોડ ચોરીમાં લાખોની મત્તાની
ચોરીને અંજામ આપી ગુંડા તત્ત્વોએ પોલીસને જાણે પડકાર ફેંક્યો ! આસપાસના વિસ્તારમાં
જ બની રહેલા ચોરી અને લૂંટના બનાવોએ સમગ્ર પંથકમાં ભયનો માહોલ પેદા કર્યો હતો.
ગુંડા તત્ત્વોને પકડી સબક શીખાડવા પોલીસે મન બનાવી લીધું હતું. દિવસ રાત
જોયા બીના પોલીસની ટીમો આ બનાવનો ભેદ ઉકેલવા મચી પડી હતી. ચોરી લૂંટને અંજામ આપતી
તમામ કુખ્યાત ગેંગની માહિતી એકત્ર કરી એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ
એમાંથી નક્કર કાઈ હાથ લાગ્યું નહિ. ટેકનીકલ અને
હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી એક સસ્પેક્ટીવ બાઈકનો નંબર પોલીસને હાથ લાગે છે.
બાઈકના નંબર આધારે તપાસણી કરતાં તપાસની આગામી કડી વડોદરા તરફ ઈશારો કરતી હતી.
અરવલ્લી પોલીસ તાબડતોબ વડોદરા પહોંચી ત્યાં બાઈક હાથ લાગ્યું. એ બાઈક હતી અમિત
ઉર્ફે ગુરુચરણની. તે તો તો ઘરેથી ફરાર હતો પરંતુ તેના પિતાની કડક પૂછપરછ કરવામાં
આવી. આખરે અમિતનું પગેરું પોલીસને મળી ગયું. અમિત હાથ આવતાં જ તેના બીજા બે
સાથીદારોના નામ ખૂલ્યા અને ધનસુરામાં બનેલી ઘરફોડ ચોરીનો ભેદ પરથી પડદો ઊંચકાયો.
અમીતાના ઘરેથી જ મુદ્દામાલ પણ મળી આવ્યો. તેના બીજા બે સાથીદારો પણ પોલીસના
સંકજામાંથી છટકી શક્યા નહિ. વડાગામ ફાર્મ હાઉસની લૂંટની શંકાની સોય પણ આ ત્રણ
આરોપી પર તકાઈ રહી હતી. પરંતુ લૂંટમાં કુલ છ લૂંટારુઓ સામેલ હતા. બીજા ત્રણ કોણ ??
આકરી પૂછપરછ પછી પણ લૂંટની કોઈ માહિતી તેમની પાસેથી મળી શકી નહિ. બે
ચોરીના ભેદ તો પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી પ્રજાને આસ્વસ્થ્ય કરી દીધી. પરંતુ
લૂંટ કેસનો કોયડો હજી વણઉકેલ કોયડો જ હતો. પોલીસ દિવસ રાત એક કરી દીધા.
અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજાએ જિલ્લાની કમાન સંભાળતાની
સાથે અરવલ્લી જીલ્લામાં પોલીસ વિભાગમાં IT સેલની રચના કરી
દીધી હતી. આખરે IT સેલે પોતાની શક્તિ કામે લગાડી. તેમાં
કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબરની વિગતો પોલીસને હાથ લાગી. એ નંબરને આધારે પોલીસ એક
ઇસમના ઘરે પહોંચે છે. ઘર આંગણે પોલીસ જોઇને જ એ ઈસમનાં જાણે મોતિયાં મારી ગયા. એ
ઇસમ પોલીસ સમક્ષ પોપટ જેમ બોલવા લાગ્યો. અને લૂંટનો ગુનો કાબુલી લીધો. પોલીસને
મોટી સફળતા હાથ લાગી હતી. તેના બીજા સાગરીતોને પણ પોલીસે શોધી કાઢી દબોચી લીધા.
લૂંટમાં અંજામ આપનાર પ્રકાશભાઇ રમેશભાઇ વસાવા,
સંજયભાઇ નટુભાઇ વસાવા, કેતનભાઇ રમણભાઇ રાવળ,
કરણભાઇ બાલુભાઇ વસાવા, કિશનભાઇ શંકરભાઇ વસાવા અને સંજયભાઇ ધુળાભાઇ ડાયમા પોલીસની
હિરાસતમાં હતા. સાથે સાથે લૂંટેલી રકમ પણ કબજે કરી. પોલીસે લૂંટારુઓને લઈ રિકન્સ્ટ્રકશન કરવા પહોંચી ત્યારે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા. અને “અરાવલી
પોલીસ ઝિંદાબાદ” નારાઓથી આકાશ ગુંજી ઉઠ્યું.
માત્ર ગણતરીના દિવસોમાં
અરવલ્લી જીલ્લા પોલીસે ચોરી અને લૂંટના જુદા જુદા બનાવોનો ભેદ ઉકેલી એક ઉત્કૃષ્ઠ
ઉદાહરણ પૂરું પાડ્યું.
લૂંટનો ભોગ બનનાર કમલેશભાઈ પટેલ જણાવે છે “લૂંટના આરોપીયો પકડાય અને લૂંટાયેલી
રકમ પણ પાછી મળી શકે આ વાત જ મારા માટે એક સુખદ આશ્ચર્ય સમાન છે. અરવલ્લી જીલ્લા
પોલીસ વડા જાડેજા સાહેબે જયારે તપાસ કરવા મારા ફાર્મ આવ્યા અને મને કહ્યું કે ‘અમે
આરોપીઓને પાકડવા મહેનત કરવામાં કોઈ કસર બાકી નહિ રાખીએ.’ ત્યારે તેમની વાત મેં
ગંભીરતા પૂર્વક નહિ પણ સાહજિક જ લીધી હતી. પરંતુ
આ કેસને સોલ્વ કરવામાં જાડેજા સાહેબના નેતૃત્ત્વમાં સમગ્ર ટીમે જે મહેનત કરી છે
તેનો હું સાક્ષી છું. તાપ-તડકો, દિવસ રાત જોયા વિના મહેનત
કરી આરોપીઓને દબોચી લીધા. અરવલ્લી એસ.પી. અને સમગ્ર પોલીસ ટીમની કાર્યપધ્ધતી જોઈ
મારા હૃદયમાં ખાખી વર્દી પ્રત્યેનું સન્માન અનેક ઘણું વધી ગયું છે. અરવલ્લીના
ઝાબાંઝ એસ.પી. મનોહરસિંહ જાડેજા સાહેબ અને સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત
કરું છું.”
અરવલ્લી જીલ્લા પોલીસ
વડા મનોહરસિંહ જાડેજા જણાવે છે કે “જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અમારી
પહેલી પ્રાથમિકતા છે. શાંતિ, સલામતી અને
સુરક્ષા માટે અમારા સનિષ્ઠ પ્રયાસો રહેશે.
ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં અરવલ્લી પોલીસ તરફથી કોઈ કચાસ ક્યારેય છોડવામાં આવશે નહિ. દેખાદેખીમાં
ભૌતિકવાદ પાછળ આંધળી દોટ મુકનાર વ્યક્તિ ગુનાહિત
પ્રવૃત્તિ તરફ વળે એ સમાજ માટે પણ એક ચિંતાનો વિષય છે.”
- ઈશ્વર
પ્રજાપતિ
98251 42620
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ (૧)
શ્રી એચ.પી.ગરાસીયા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.અરવલ્લી-મોડાસા (૨) શ્રી સી.એમ.રાઠોડ પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી.અરવલ્લી-મોડાસા (૩) શ્રી વી.જે.તોમર પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી.અરવલ્લી-મોડાસા (૪)શ્રી આઇ.એસ.રબારી પોલીસ સબ ઇન્સપેકટર ટેકનીસીયન બ્રાન્સ અરવલ્લી-મોડાસા (૫) એ.એસ.આઇ કલ્પેશસિંહ કરણસિંહ બ.નં.૩૯૯ એલ.સી.બી.અરવલ્લી-મોડાસા (૬) એ.એસ.આઇ શંકરજી ઘુળાજી બ.નં.૧૭૩ એલ.સી.બી. અરવલ્લી-મોડાસા (૭) એ.એસ.આઇ આર્શીવાદ નાથુભાઇ બ.નં.૨૭૩ એલ.સી.બી. અરવલ્લી-મોડાસા (૮)અ.હે.કો.દિલીપભાઇ થાનાભાઇ બ.નં.૩૯૮ એલ.સી.બી.અરવલ્લી-મોડાસા (૯)અ.હે.કો.જીતેન્દ્રકુમાર સુરેશભાઇ બ.નં.૭૨૬એલ.સી.બી.અરવલ્લી-મોડાસા (૧૦)અ.હે.કો.સુભાષભાઇ બાબુભાઇ બ.નં.૨૫ એલ.સી.બી.અરવલ્લી-મોડાસા (૧૧) અ.હે.કો.ભરતસિંહ પરબતસિંહ બનં ૪૬૮ ટેકનીસીયન એલ.સી.બી.અરવલ્લી-મોડાસા (૧૨) આ.લો.ક.રાજ મહીપાલસિંહ
બનં ૦૭૭૬ ટેકનીસીયન બ્રાન્સ અરવલ્લી-મોડાસા (૧૩) આ.લો.ક અનીલકુમાર ધુળાભાઇ બનં ૨૫૫ ટેકનીસીયન બ્રાન્સ અરવલ્લી-મોડાસા
Very nice writing message is like very much as like a picture story
ReplyDeleteGreat work police Aravalli
ReplyDeleteGreat work done by Arvalli SP sir and Police team Towards the Safety of Arvalli District people, Hats off to Arvalli Police Team🙏🙏
ReplyDeleteExcellent 👍
ReplyDeleteઆજનો સન્ડે સ્પેશિયલ એક દિલધડક, રોમાંચક અને પ્રેરણાદાયક લેખ છે!
ReplyDeleteલેખકે આખીય ઘટનાને, નવરાત્રીની રાતના માહોલથી લઈને લૂંટના બનાવ અને ત્યારબાદ અરવલ્લી પોલીસની સરાહનીય કામગીરીને, સચોટ અને અસરકારક રીતે રજૂ કરી છે. પ્રવાહિત અને રસપ્રદ ભાષામાં પ્રસ્તુત આ લેખ વાચકને અંત સુધી જકડી રાખે છે. લેખક દર રવિવારે આ જ રીતે સમાજના રક્ષકો અને શુભેચ્છકોની કર્મગાથાઓને વાચકો સુધી પહોંચાડતા રહે તેવી શુભેચ્છા.
અરવલ્લી એસ.પી. મનોહરસિંહ જાડેજા સાહેબના સમર્થ નેતૃત્વ અને તેમની સમગ્ર પોલીસ ટીમની ઝડપી, રાત-દિવસની મહેનત ખરેખર પ્રશંસાને પાત્ર છે. તેમણે માત્ર ગુનેગારોને જ પકડી પાડ્યા નથી, પરંતુ પ્રજાનો વિશ્વાસ પણ અનેકગણો વધાર્યો છે. તેમની નિષ્ઠા, કાર્યક્ષમતા અને ટેકનિકલ અભિગમ સમગ્ર પોલીસ ટીમ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. અરવલ્લી પ્રજાજન તથા પોલીસ ટીમને ખૂબ ખૂબ અભિનંદન!
Great work arvalli police team
ReplyDeleteVery nice 🎉 👍
ReplyDelete